SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ મૃત્યુ પામનાર હેમુની કથાને શબ્દરૂપ આપ્યું છે. આ કથાસર્જનનો પ્રારંભ ચિંતામણિ અને સૂરદાસની સુંદર, રમણીય ચિત્રમાલાના દ્રશ્યથી થાય છે. આ નવલકથામાં લેખકે મુની દિલ્હીમાં પથરાયેલી સેનાનું સુંદર વર્ણન આપ્યું છે, જ્યારે હેમુની જિંદગી બચાવનાર જતિજીનું પાત્ર અદ્દભુત્તરસપ્રધાન અને આત્મસમર્પણ કરનારું વિશિષ્ટ પાત્ર છે. પ્રબુદ્ધ જીવન અહીં જતિ પદ્મસુંદ૨ દ્વારા અપાતા બોધનાં પ્રકરણોમાં જૈન ધર્મની ભાવનાનું નિરૂપણ છે અને એક સ્થળે તો એક આખું પ્રકરણ એ ભાવનાઓના પ્રાગટ્યમાં જોવા મળે છે. જેમ કે જૈનસ્તોત્ર 'બૃહદ્ શાંતિ”ની સમગ્ર ક્રિયા અને તેનો અર્થ “રાજાધિપાનાં શાંતિર્ભવતુ પ્રકરણમાં મળે છે. અતિ આત્મવિશ્વાસ અને અફઘાનોમાં પડેલા ભાગલાને પરિણામે રણભૂમિના જાદુગર હેમુનો પરાજય થાય છે. આમાં લેખકે પાણીપતના યુદ્ધનું ચિત્રાત્મક નિરૂપણ કર્યું છે. જયભિખ્ખુ ઐતિહાસિક ઘટનાઓમાં કલ્પનાના રંગો પૂરે છે, ઐતિહાસિકતાને વફાદાર રહીને એમણે હેમુના પાત્રની ભવ્યતા આલેખી છે, પરંતુ સાથેસાથે યુવાને અકબરના સાહસ અને શોર્યને પણ બિરદાવ્યું છે. કોઈ એક પાત્રને ઊજળું બનાવવા જતાં એના વિરોધી પાત્રને અન્યાય ન થાય એ વિશે તેઓ પુર્ણ જાગૃતિ સેવે છે. જુલાઈ, ૨૦૧૩ ઉર્દૂના અભ્યાસને કારણે લેખક નવલકથાનું મુસ્લિમ વાતાવરણ જમાવે છે. ક્યાંક કાવ્યાત્મક કે દૃશ્યાત્મક સંવાદો પ્રર્યાને જુદા પ્રકારની તાજગીનો અનુભવ કરાવે છે. આ નવલત્રી એ કોઈ કાલ્પનિક ઘટનાઓ પર આધારિત કથાનક ધરાવતી નથી; પરંતુ ઇતિહાસપ્રસિદ્ધ હકીકતો આપે છે અને લેખકે તે મોહર કલાકસબથી નવલકથામાં સરસ રીતે મઢીને આપી છે. એમાં પણ હેમુ જેવા અલ્પ પરિચિત અને ઉપેક્ષિત રહેલા પાત્રની ભવ્યતા દર્શાવી છે અને એની સાથેસાથ શેરશાહ અને અકબરના ચરિત્રોને પણ લેખકે યોગ્ય રીતે ઉપસાવ્યાં છે. જયભિખ્ખુ પોતાના મિજાજથી, પોતીકી રીતે અને પોતાની ભાવનાઓના ગાન સાથે કથા લખનારા લેખક હતા, આથી ઘણીવાર સાહિત્યિક સિદ્ધાંતોની દૃષ્ટિએ ક્યાંક એમના આલેખનમાં ઉપદેશાત્મકતા આવી જતી લાગે છે. વળી ઐતિહાસિક નવલકથાના લેખનનો એમનો હેતુ સાવ ભિન્ન હોય છે. એ ઇતિહાસના સમયને પ્રગટ કરવાની સાથોસાથ એમાં પોતાની ભાવનાઓનું ગુંજન પણે ઇચ્છે છે અથવા તો એવો કાળખંડ પસંદ કરે છે કે જેમાં એ પોતાની ઉમદા ભાવનાને જીવંત કરી શકે. આથી જ બહેરામખાન હેમુની વિશાળ સેનાને જોઈને નિરાશ કિશોર અકબરને કહે છે, પૃથ્વી કંઈ કુંભારના ચાકડા પરનો માટીનો પિંડી નથી કે ઉતારી લઈએ. લીલાં માથાની કલમ વાવીને, લોહીનાં પાણી પાઈને, હાડમજ્જાનાં ખાતર પૂરીને એને ઉગાડવી પડે છે.’ ‘વિક્રમાદિત્ય àમુ', 'ભાગ્મનિર્માણ' અને 'દિલ્હીશ્વર' એ નવલશ્રેણી દ્વારા જયભિખ્ખુનો હેતુ તો ભારતના ભાઈચારાના ભવ્ય વારસાને પ્રગટ ક૨વાનો હતો. વળી એમણે આ નવલકથાઓ એ સમયે લખી કે જ્યારે આપણા દેશમાં હિંદુ અને મુસ્લિમ વચ્ચેના ભેદભાવોનું વિષ સર્વત્ર પ્રસરતું જતું હતું અને હિંદુ અને મુસ્લિમ કદીય સાથે રહી શકે નહીં એવું વાતાવરણ થતું જતું હતું. ચોપાસ કોમી રમખાો પૂરા થતાં હતાં. આમ ઉપર્યુક્ત નવલશ્રેણીમાં એક બાજુ જૈન ધર્મની સ્યાદ્વાદની ભાવનાનું વિશઢ આકાશ છે, બીજી બાજુ પોતાના મનમાં કંડારાયેલા વીર હેમુની મૂર્તિનું પ્રાગટ્ય છે, તો ત્રીજી બાજુ દેશને એની રાષ્ટ્રીય અસ્મિતાની ઓળખ આપીને લેખક શહેનશાહ અકબરના મુખેથી ‘સુલહ કુન બા ખાસ ઓ આમ' સહુની સાથે મળીને રહો'નો સંદેશો આપવા માર્ગ છે. આની પાછળ જયભિખ્ખુનો ઇતિહાસનો સ્વાધ્યાય દેખાઈ આવે છે. વળી ઉપર્યુક્ત નવલત્રયીમાં હેમરાજનો સેનાપતિ સાદીખાન મુસ્લિમ હોય, વસ્તુપાલ જેવા પ્રચંડ વીરો મસ્જિદ બંધાવે, જૈનુલ આદિદીન જેવા સુલતાનો હિંદુ મંદિરોનો પુનરુદ્ધાર કરાવે, ચુસ્ત મુસ્લિમ બાદશાહ ગઝનીના સિક્કા પર સંસ્કૃતમાં નાગરી ભાષામાં લેખ હોય અને મુસ્લિમ શેરશાહના સિક્કા પર સ્વસ્તિકની છાપ હોય-તેમજ ઈદ અને દિવાળી એ બંને હિંદુ-મુસ્લિમ સાથે ઊજવતા હોય – એ બધું દર્શાવીને લેખક હેમુની કથા દ્વારા પોતાના સમયને કોમી ભાઈચારાનું સ્મરણ કરાવી આની સામે અહિંસાના અવાજ સાથે યુદ્ધની નિરર્થકતા દર્શાવતા રહે છે. અને જૈનસમાજને જગડતા હોય તેમ લેખક લખે છે, ‘આપણે પશુને બચાવીએ, પાંજરાપોળો બંધાવીએ; પક્ષીઓને બચાવી, પરબડીઓ બંધાવીએ; મત્સ્ય બચાવીએ, અરે, પાણીના પોરાંને પણ અભયદાન આપીએ, પાણી ગળાવીએ, પણ શું આ દીપકની જ્યોતિમાં બેળે બેળે બળી મરતાં ફૂદાં જેવાં માણસોને ન બચાવી શકીએ ? માણસની સમૃદ્ધિનું અંતિમ, એના પુરુષાર્થની પરાકાષ્ઠા એની મહત્તાની છેલ્લી ટોચ કેવળ યુદ્ધ જ? યુદ્ધ એ જ એનો વિકાસ ? વધુ માનવસંહાર એ એની પ્રગતિ ? શું યુદ્ધવિનાનો સંસાર ન નિપજાવી શકાય?' લેખકની એક વિશેષ વિચારધારા ‘મહર્ષિ મોતારજ'માં જોવા મળે છે. આ નવલકથામાં એમણે ઊંચનીચના જન્મજાત ભેદભાવો મિટાવવાની વાત કરી છે. માણસ જન્મથી નહીં, પણ કર્મથી મહાન છે, એ જૈન ધર્મના સુત્ર પર સમગ્ર કથાવસ્તુ આધારિત છે. વિક્રમાદિત્ય હેમુની માફક મહર્ષિ મેતારજનું ચરિત્ર પણ ઇતિહાસમાં ક્યાંક જ મળે છે. જૈનસમાજમાં પણ સમતાગુણના દ્રષ્ટાંત સિવાય મહર્ષિ મેતારજ વિશે વિશેષ કશું મળતું નથી, પરંતુ વિક્રમાદિત્ય હેમુના જેવું જ આકર્ષણ જયભિખ્ખુના સર્જકચિત્તને મહર્ષિ મેતારજનું હતું. મહર્ષિ મેતારજીની નવલકથામાં આર્ય મૈતારજ અને વીર રોહિીમના જીવનપ્રસંગો
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy