SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રબુદ્ધ જીવન એના એના હરિયાળા ડુંગરો જોઈને તમારી જિંદગીના થાકને ઉતારો, રૂમઝૂમ ગાતાં ઝરણાનું મીઠું પાણી પીને ચિત્તને ઠંડક આપો. અનો વૃક્ષોની ઘટાઓ જોઈને આંખોમાં આનંદનું અંજન આંજો. એમાં ઊડતા પંખીઓનો કલ૨વ સાંભળીને મધુર ગીતનું આસ્વાદન કરો. આ ભૂમિ તમારી જ છે ને, જે પોતાની ભૂમિને ચાહે, એને ભૂમિ ચાહે છે. તમને ભાઈ કરતાં ભૂમિ વધારે વહાલી લાગે છે અને બીજાને આપવાના આનંદની તમને ઓળખ નથી.’ આ રીતે બે અંતિમ ધ્રુવો ધરાવતા નૈમિકુમાર અને દુર્યોધનના સંવાદને વિચારક ડૉ. કુમારપાળ દેસાઇએ હૃદયસ્પર્શી બનાવી દીધી. એની એક વધુ ઝલક મેળવીએ. સત્તાના તો૨માં દુર્યોધન કહે છે, ‘યુદ્ધ એ જ અમારે માટે કલ્યાણ છે.’ ત્યારે નેમકુમાર સવાલ કરે છે કે, ‘જ્યાં માનવી માનવીનો લોહીતરસ્યો બને, ત્યાં કલ્યાણ ક્યાંથી હોય ? ખરું યુદ્ધ તો રણમેદાન પર નહીં, હૃદયમેદાન પર ખેલવાનું છે.' અહીં દુર્યોધન અને નેમકુમારની વિચારધારા સંદર્ભે યુદ્ધ અને શાંતિનો સંદેશ લાક્ષણિક રીતે પ્રગટ કર્યો. એ પછી તેમકુમાર જાન જોડીને લગ્ન માટે ચાલ્યા તેનું આલેખન કર્યું. યાદવકુળ શિરોમણિ નેમકુમારનું રૂપ અદ્ભુત હતું. એમના શ્યામસુંદર દેહમાં એવી સુશ્રી હતી કે જોતાં નયનો ન ધરાય, માથે મુગટ, બાંહ્ય બાજુબંધ, કાને કુંડળ! આજાનબાહુમાં સુંદર એવું ચાપ ! કામદેવનો બીજો અવતાર આજે અહીં આવ્યો હતો. જાનના માર્ગે વિશાળ પશુવાડો આવતાં નેમકુમારે સારચિને આ અંગે પૂછ્યું. એમને થયું કે જીભના પળભરના સ્વાદ માટે આટલા બધા નિર્દોષ પશુઓનો સંહાર! એ પશુઓ કેવા બંદીવાન બની ગયા છે. મુક્તિ મેળવવા માટે કેવું આક્રંદ કરે છે. એમના ચહેરા પર દીનતા ટપકે છે અને વનવગડામાં કે નગરમાં સ્વતંત્રપણે વિચરતા અને વિહરતા એ કશાય વાંકગુના વિના કેવા બંધનમાં પડ્યાં છે. નેમકુમારનો કરુણાર્દ્ર આત્મા મૂક પશુપંખીઓના અંતરની વેદના વાંચી રહ્યો. એમને થયું કે જાન મારી જોડાઈ છે અને હજારો નિર્દોષ પશુપંખીઓના જાન સાથે રમત શા માટે આદરી હશે ? આવા અબોલ પ્રાણીઓની વેદનાનો નેમકુમાર અનુભવ કરે છે અને વિચારે છે કે જે લગ્નને માટે આટલા બધા દીન-હીન પ્રાણીઓને પ્રાણ ગુમાવવા પડે, તે લગ્ન નથી, પણ ચિંતા છે. અહીં કથાનકમાં એક નવીન વિચારનું તલસ્પર્શી નિરૂપણ થયું અને તે શાકાહાર વિશેના વર્તમાન વિશ્વને સ્પર્ષતા વિચારોનું. શારીરિક આરોગ્ય, માનસિક સ્વસ્થતા, પ્રકૃતિની જાળવણી જેવા વિષયોના સંદર્ભમાં શાકાહાર વિશે પ્રમાણભુત વૈજ્ઞાનિક આલેખન કર્યું. જુલાઈ, ૨૦૧૩ વાળે છે. બીજી બાજુ નૈમિકુમારે મહાભિનિષ્ક્રમણ કર્યું. એક વર્ષ સુધી યાચકોને વર્ષીદાન આપ્યું. એક વર્ષ પૂરું થતાં ઉત્તમકુરુ નામની શિબિકા રચી. નેમિનાથ એમાં આરુઢ થયા અને દ્વારિકા નગરીમાં દીક્ષા મહોત્સવ થોજાયો, શ્રાવણ સુદ છઠના દિવસે પાલખીમાં બેસીને દ્વારિકાના રાજમાર્ગેથી પસાર થઈ ગિરનાર પર્વતના સહસ્રઆમ્ર વનમાં પધાર્યા. ત્યાં શિખિકા નીચે મૂકી આભૂષણ ત્યજ્યાં અને પછી પંચમુષ્ઠિ લોચ કરીને એક હજાર પુરુર્ષોની સાથે દીક્ષા લીધી. નૈમકુમારની નિષ્કમાં યાત્રામાં અપાર માનવ મેદની અને ચોસઠ ઈન્ડો સહિત અણિત દેવગા શામેલ હતા. વાસુદેવ કૃષ્ણ વર્ષોમાં નેમનાથથી જ્યેષ્ઠ હતા. એમણે નેમનાથને આશીર્વાદ આપતાં કહ્યું, ‘આપ શીઘ્રાતિશીઘ્ર આપના લક્ષ્યને પ્રાપ્ત કરો. ધર્મનો આલોક વિશ્વભરમાં ફેલાવો.' એક હજાર વ્યક્તિઓ સાથે નૈમિકુમારે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. વાસુદેવ શ્રીકૃષ્ણ સહિત સહુએ વંદના કરી ને પોતાના મહેલોમાં પાછા ફર્યાં. પુનઃ એકવાર નૈમિકુમાર રૈવતગિરિ પર પધાર્યા અને એમણે ઉજ્જવંત (રૈવતગિરી) પર્વત પર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ધર્મપ્રભાવના કરી. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી પીઠ પ્રવર્તાવી. એ પછી રાજીમતી અને અનમિના પ્રસંગનું ડૉ. કુમારપાળ દેસાઈએ ઘટનાને તાદ્દશ કરતું માર્મિક વર્ણન કર્યું. રૈવતાચલની ગુફામાં મૂશળધા૨ વરસાદમાં આવેલી રાજીમતીને રહનેમિ જુએ છે અને એ હમિ રાજીમતી પ્રત્યે મોહ અનુભવે છે. એ સમયે રાજીમતી કહે છે, રહનેમિ ! ચામડીનો આટલો મોહ ? મોહ કાજે તું તારી ઉન્નતિને રોકવા ચાહે છે? રાજીમતીમાં એવું તે તું શું ભાળી ગયો કે એને માટે અમૃતના કૃપા જેવી સાધુતાને છેહ દેવા તૈયાર થયો છે ? જો તને મારા મુખનો મોહ હોય તો મુખ ઉતારીને આપી દઉં. હાથમાં તારી આસક્તિ હોય તો તને કાપીને આપી દઉં. પણ ભલો થઈને તારી સિંહસમી સાધુતાને શિયાળની સાધુતા ન બનાવ! દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો.' રાજીમતીએ આમ કહ્યું. એના શબ્દોમાં અપૂર્વ વેગ હતો. નૈમકુમારે વિચાર્યું, જ્યાં આવી પશુહત્યા હોય, તે વિવાહનો અર્થ શો ? સારથિને રથ પાછો વાળવાનું કહે છે. પરિણામે રામતીના હૃદય ૫૨ વજ્રાઘાત થાય છે. એ કહે છે કે પશુઓની કરુણા જાણનાર નાથ તમે શું મારા પર કરુણા નહીં વરસાવો ? રાજીમતીની માતા ધારિણી અને સખીઓ અને આશ્વાસન આપે છે, પણ રાજીમતી તો જન્મોજન્મની પ્રીતને કારણે તેમને વરી ચૂકી છે. એ પણ વનને અધ્યાત્મના માર્ગે કથાપ્રવાહ આગળ વધે છે અને અંતે રાજીમતી રહનેમિને યોગ્ય માર્ગે વાળે છે. એનું અંતર જાગી ઊઠે છે અને એ રાજીમતીને કહે છે, તમે મારા ભાભી નથી, માતા નથી, પણ મારા ગુરુ છો.' એ પછી યાદવકુળના વીર સાત્યકિ અને નેમનાથનો સંવાદ આવે છે જેમાં મદાંધ યાદવ શ્રીકૃષ્ણની ઉપેક્ષા કરીને અહંકારી બન્યા હોય છે ત્યારે નેમિનાથ કહે છે, ‘યાદવોને તો એમનો ગર્વ જ ગાળી નાંખશે. એ માટે એમને બહારના દુશ્મનની જરૂર નહીં. સોનાની દ્વારિકા દ્વારિકાવાસીઓની નજર સામે નષ્ટ થશે, યાદવ યાદવથી હણાશે. મહાન યાદવરાજ, યાદવપ્રાણ શ્રીકૃષ્ણ પણ યાદવોને અને તે થ પોતાના ભાઈને હાથે મરાશે.' નેમિનાથની ભવિષ્યવાણી યાદવોએ સાંભળી ખરી, પરંતુ કોઈ સ્વપ્ન જાગ્રત થતાં ભૂલાઈ જાય તેમ યાદવો એને વિસરી ગયા અને વળી વનિતા અને વારુણિના વિલાસમાં ડૂબી ગયા. દીક્ષિત બનેલી
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy