SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ ૨૦૧૩ - પ્રબુદ્ધ જીવન પહોંચ્યા છે! આ ડૉ. સર્વપી રાધાકૃષ્ણન, શ્રી લાલબહાદુર શાસ્ત્રી, ડૉ.મનમોહનસિંહ સૌ એમ કહે છે કે અમે સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ભણ્યા છીએ. સાચી નિષ્ઠા માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડે છે ! પૈસાથી સુખ મળે છે પણ આપણને એવું સુખ જોઈએ છે કે જેમાંથી શાંતિ પણ મળે, સમૃદ્વિનો આનંદ પણ મળે. એ મેળવવા માટે સત્કર્મ કરીએ અને કઠોર પરિશ્રમ ન છોડીએ તો જ એ શક્ય બને. દુઃખમાં ભાગીદાર મોબાઈલ અને ટેલિફોનનું વર્ચસ્વ શરૂ થયું તેની પહેલાંના સમયની આપણે વાત કરીએ છીએ. એક શેઠને ચાર દુકાનો હતી. ધમધોકાર ચાલતી હતી. શેઠ તનતોડ મહેનત કરતા હતા. દુકાન સંભાળવા માટે થોડાક નોકરોની ફોજ પણ હતી. એક દિવસ એક નોકરની માતા ગામડે બીમાર થઈ. નોકરે ગામડે જવા માટેની રજા માગી. શેઠે કચવાતે મને રજા આપી. કહ્યું કે ત્રણ દિવસમાં હાજર થઈ જજે. નોકર ગામડે ગયો. ત્રીજા દિવસે તો શેઠનો તાર આવી ગયો કે જલ્દી પાછા આવો. નોકરની માતાની તબિયત વધારે બગડેલી. બચવાની આશા નહોતી. નોકરને ઘરે રોકાવું પડે તે જરૂરી હતું છતાં નોકરીનો પણ સવાલ હતો. નોકર પાછો વળ્યો. વળતે દિવસે માતા મૃત્યુ પામી અને તેનો પત્ર પાછળ ને પાછળ આવ્યો. નોકરના આઘાતનો પાર ન રહ્યો. તે ધ્રુસકે ને ધ્રૂસકે રડી પડ્યો. એ વાતને સમય વીત્યો. શેઠને વિદેશ જવાનું થયું. શેઠ એ માટે તૈયાર થઈને મુંબઈ પહોંચ્યા. સ્ટીમર ઉપડવાને હજુ પાંચ દિવસની વાર હતી. ત્યાં સમાચાર આવ્યા કે શેઠની માતા બીમાર થયા છે. શેઠનું વિદેશ જવામાંથી મન ઊઠી ગયું. એ માતા પ્રત્યે ખૂબ પ્રેમ રાખતા હતા. તેમણે વિચાર્યું કે મારે ઘરે પાછા જવું જોઈએ. દોસ્તોએ સલાહ આપી. આવો અવસર વારંવાર આવતી નથી માતા નો બીમાર જ છે એ કંઈ સાજી થવાની નથી. તું વિદેશ જઈ આવ. શેઠ કહે, એમ દયા હે, પ્રભુ ! તું દુષ્ટ લોકો પર કૃપા ક૨, ભલા માણસો ઉપર તો તેં કુપા કરેલી જ છે, કારણ કે તેં તેઓને ભલા બનાવ્યા છે. • દરેક માટે દયાળુ અને કોમળ બનો, પરંતુ પોતાના માટે કઠોર રહો. • કોઈના દયાપાત્ર બનવા કરતાં ઈર્ષ્યાપાત્ર બનવું વધુ સારું! • તમે જર્મીનવાળાઓ ઉપર રહેમ કરો, આસમાનવાળો તમારા ઘર રહેમ કરશે. • દયા એવી સોનાની જરૂર છે, જેના વડે સમાજ પરસ્પર બંધાયેલો ૧૯ ન બને. વિદેશ તો ભવિષ્યમાં જવાશે, માના આશીર્વાદ ક્યાં મળશે ? શેઠ પાછા વળી ગયા. એ જ દિવસે એક પુસ્તકમાં વાંચ્યું કે ગ્રીસનો ગવર્નર રોજ સિકંદરને પત્ર લખતો કે તમારી માતા મને વહીવટમાં રોજ દખલ કરે છે માટે મને પૂર્ણ સત્તા આપો. સિકંદરે લખ્યું કે મારા માટે ગવર્નર કરતાં માતા મહાન છે. હું તને જ હટાવી દઉં છું. શેઠે માતાના આશીર્વાદ લીધા પણ માની બીમારી એકદમ વધી ગઈ હતી. શેઠને તે સમયે પોતાનો નોકર યાદ આવ્યો જેને પોતે માતાના અંતિમ સમયે હાજર રહેવા દીધો નહોતો. શેઠે તેને બોલાવીને ક્ષમા માગી. શેઠે સૌની સાથેનો વહેવાર જ બદલી નાખ્યો. સૌના દુઃખમાં ભાગીદાર બનીને સુખ પ્રાપ્ત કરવાની જીવનશૈલીનું સર્જન કર્યું, સુખ તમારી પ્રતીશા કરે છે. સુખ અને દુઃખની ઘટમાળ એટલે જીવન જીવનના હર કોઈ પ્રદેશમાં પ્રત્યેક સમયે અહિંસાને અને ધર્મને પ્રેમમાં ઢાળીને તેનો પ્રયોગ કરવો જોઈએ. એમાંથી મળતી સફળતા સુખ અને શાંતિ સહેજે આપશે. જિંદગીમાં થોડુંક ખમી ખાતા, કેટલુંક પેટમાં ઉતારી લેતા શીખી લેવું પડે. સહનશીલ થવું પડે. ભોગ આપ્યા વિના કે તપસ્યા કર્યા વિના કોઈને કાંઈ મળતું નથી. સુખ તો કેમ મળે? મૂળ વાત એ છે કે આપી અહિંસાને વહેવારૂ રૂપ આપીએ તો જગતનું અડધું દુઃખ તો આપોઆપ સમી જાય. અહિંસાના વિચારની કળા એવી છે. અન્ય માનવીને આપણી દૃષ્ટિએ નહીં તેની દૃષ્ટિએ જોવો જોઈએ. આ શુભ વિચારમાંથી જે જન્મે છે તે સુખભર્યું વાતાવરણ હોય છે. સુખ પ્રાપ્તિનો એ જ છે સન્માર્ગ. આકાશમાં સૂર્ય ઊગે છે, મંદિરમાં ઝાલર રણકે છે, સવારમાં કોયલ ટહૂકે છે: આ બધું શું સૂચવે છે? એટલું જ કે સુખ આપણી ચોતરફ અઢળક ઘેરાયલું પડ્યું છે. સુખ આપણી પ્રતીક્ષા કરે છે. એક કદમ એ તરફ માંડીએ તો ? સુખ તમારી પ્રતીક્ષા કરે છે. (સંપૂર્ણ) છે. • એક માણસ દયાનો દરિયો બની શકે છે, બાકી ટોળામાં તો દયાનો છાંટો ય નથી હોતો, ♦ જે માણસ ગરીબ ઉપર દયા કરે છે તે પોતાના કૃત્યોથી ઈશ્વરને ી બનાવે છે. • દયા એવી ભાષા છે, જે બહેરા સાંભળી શકે છે અને મુંગા પશ સમજી શકે છે. • દયા એ ઈશ્વરનો ગુણ છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy