________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ( ૦ ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ: ૬૧ ૦ અંક: ૧૦ જાન્યુઆરી ૨૦૧૩૦ વિક્રમ સંવત ૨૦૬૯૦ વીર સંવત ૨૫૩૯૦ પોષ સુદિ તિથિ-૫૦
૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૪મા વર્ષમાં પ્રવેશ)
જમવા વિશ્વા
૨૫૦ ૨૫ દિ કવ િ.
પ્રઠ્ઠિ QUGol
૦૦ વાર્ષિક લવાજમ રૂ.૨૦૦/-૦૦
૦૦ છૂટક નકલ રૂા. ૨૦-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
ભારતનો તપસ્વી ગુજરાતના ઓ તપસ્વી મહામાનવ...
મોહનદાસ કરમચંદ ગાંધી! મંદિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઉતરાવો, પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો, આજે પચાસ વર્ષનો ઉત્સવ છે.
અને એ કોણ છે એવો? જાણે કોઈ જગતભૂખ્યો, જાણે કોઈ વિશ્વતરસ્યો, જાણે સદાનો અપવાસી, એ કોણ છે એવો ક? લોકવંદ્ય ને સર્વપૂજ્ય? સુદામાનો જાણે કો સહોદર ?
આનંદો, આનંદઘંટા વગાડો, આજે પચ્ચાસ વર્ષનો ઉત્સવ છે. એ માનવ-સળેકડું છે શું? સળેકડાથીયે રેખાપાતળું એ કિરણ છે મહાસૂર્યનું
અડગ અને અવ્યય, અખંડ અને અપ્રમેય, એ તપસ્વી છે
એ યોગીન્દ્ર છે અવધૂત. એ તો સંસારી સાધુ છે. ઓ નિષ્કામ કર્મયોગી ! ગીતાઘેલા સાધુ! ઓ મનુકુલના મહાત્મન્ !
નિઃશસ્ત્ર હારે તો મહાભારત ખેડવાં છે સંસારનાં.
આત્મવાદીએ ત્યારે તો દેહવાદીઓને જીતવા છે ને? શ્રીકૃષ્ણના ઓ સખા ! ઓ સુદામાપુરીના વાસી ! જય હો ! જય હો !
એશિયાના એક મહાયોગીન્દ્ર ઈસુનો એ અનુજ છે હાનકડો. મહાવૈષ્ણવોનો એ વંશજ છે. શ્રીનગરનો જાણે નરસિંહ મહેતો.
વિરોધીઓ પ્રતિ એ પ્રેમીલો, રાä પ્રત્યપિ સત્યમ્ બોધનાર. નવામાં નવો તે, ને જૂનામાં જૂનો છે. સત્ય હેનો મુદ્રામંત્ર છે, તપ હેનું કવચ છે, બ્રહ્મચર્ય તેનો ધ્વજ છે.
અખૂટ ક્ષમાજલ હેને કમંડલે છે, સહનશીલાની હેની ત્વચા છે. સનાતન યોગીકુલનો યોગવારસ, રાગદ્વેષના ઝંઝાનિલથી પર, ભારતનો વર્તમાન મહાગુરુ, એ તો ગુજરાતનો તપસ્વી મહાત્મા મોહનદાસ ગાંધી. આનંદો, રે આનંદો, નરનાર! આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે
મંદિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, મંદિરોમાં પચ્ચાસ સ્વસ્તિકો પૂરાવો, પચ્ચાસ ફૂલમંડલી ભરાવો, પચ્ચાસ આરતીઓ ઉતરાવો, પચ્ચાસ દેવઘંટા વગડાવો,તપમંદિરે આજે,
ઓ પૃથ્વીના લોક ! તપસ્વીનો ઉત્સવ છે, ઉત્સવ છે... • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990
આ અંકના સૌજન્યદાતા સ્વ. શ્રીમતિ તારાબેન રમણલાલ શાહ સ્વ. ડો. રમણલાલ ચીમનલાલ શાહના સ્મરણાર્થે
હસ્તે : અમિતાભ રમણલાલ શાહ શૈલજાબેન ચેતનભાઈ શાહ