________________
જુલાઈ ૨૦૧૩
અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે.’
ભક્તિમાર્ગ કોર્શે નિરૂપણ કર્યો છે? તેના અનુસંધાનમાં પરમકૃપાળુદેવ વચન ૫૭૨માં જણાવે છે કે
‘અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સુઝે એમ બનવું બહુ કઠા છે, માટે જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.
પ્રબુદ્ધ જીવન
પરમકૃપાળુદેવે તેમના પરિચયમાં રહેતા એક મુમુક્ષુભાઈને વચન ૨૬૩માં ઠપકો આપતાં જણાવ્યું કે-‘તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શુન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે ? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે, અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે, જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે, વધારે શું કહીએ
વચન ૩૪માં પરમકૃપાળુદેવ જણાવે છે કે - 'પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો એમ રક્ષા કરે છે.
આમ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વચનામૃતજીમાં દર્શન કરતાં સહેજે ખ્યાલ આવે છે કે ૨૬૦૦ વર્ષ પહેલાં સાક્ષાત્ પ્રભુ મહાવીરના યોગમાં રહીને આવ્યા છે, તેથી તે પરમાત્માના અદ્ભુત-અપૂર્વ ગુણનું સ્મરણચિંતન-સાવન-વંદન-સેવન-કીર્તન પરમ પ્રેમે ગુણગ્રામ કર્યાં કરી તેને જ ભાવ્યા છે. પ્રભુ મહાવીરને જ તેઓ અનુસર્યા છે. તેમજ વિશિષ્ઠ આત્મપરિણામે તે નિરાગી ભગવંતના સ્વરૂપનું જ ધ્યાવન કર્યું છે. નમસ્કારાદિ ભક્તિથી માંડીને પરાભક્તિના અંત સુધી એક લયે તે દિવ્ય મૂર્તિને દેહધારી પરમાત્માને આરાધ્યા છે.
પૂર્વકાળમાં થયેલ પ્રભુ મહાવીરના સત્સંગ પ્રસંગો, તેમના પ્રત્યેની પ્રેમભક્તિ, પ્રભુ મહાવીરના આત્મ ચરિત્ર પ્રત્યે મોહ, એ તેમને હજુ આર્ષ્યા કરે છે અને જણાવે છે કે તે હજી અમને ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે; કારણકે તેઓ (પરમકૃપાળુદેવ) પ્રભુ માહગીર અને તેમનો બોધ, તેમના વચનો, તેમનું ચારિત્ર્ય, તે પ્રત્યે ચોળમઠનો રંગ, અવિહડ રંગ કરીને આવ્યા છે તેથી ભુલી શકતા નથી.
પરમકૃપાળુદેવ વચન ૧ ૩૭૯માં ખંભાતના મુમુક્ષુ ભાઈઓને જણાવે છે કે 'અમારી પૂર્ણ કસોટી કરો, અને કસોટી કર્યા પછી નિઃશંક શ્રદ્ધા જ રહેશે તો તેમ રાખવામાં જ કલ્યાણ છે,' અને આગળ કહ્યું કે'જો તમારી યોગ્યતા હશે તો માર્ગને માટે બીજો પુરુષ તમારે શોધવો નહીં પડે...
આમ સાચા પુરુષ, સાચા સદ્ગુરુ, સાચા જ્ઞાની પુરુષ જ – સો ટચનું સોનું હોય તે પોતાની કસોટી કરવાનું કહી શકે, જ્યારે કહેવાતા ગુરુઓ, કહેવાતા જ્ઞાનીઓ, પડકાર કરીને પોતાની કસોટી કરવાનું
૧૧
કહી નહીં શકે.
આપણા જીવનને ઉજ્જવળ બનાવવા માટે, માનવ જીવનને સાચા અર્થમાં સાર્થક કરવા માટે, નવા કર્મના બંધનો કરતા અટકીએ, અને પૂર્વ કર્મની બળવાન નિર્જરા કરવાના અનેક ઉપાયો, કષાય ભાવની મંદતા અને સમતાભાવ માટેના અદ્ભુત વચનો જણાવ્યા
છે.
છેલ્લે પરમકૃપાળુ દેવના જ પદથી વિરમી.... ‘અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરૂણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર, શું પ્રભુચા કને ધરું, આત્માર્થી સૌ હીન, તે તો પ્રભુજીએ આપિયો, વતું ચરણાીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન, દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ, જે સ્વરૂપ સમજાવ્યા વિના પામ્યો, દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેકો આપ્યું ભાન નિજ, તેને સદા પ્રજામ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગત." ‘હૈ પરમપાળુદેવ!
જન્મ, જરા, મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળમાર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપવા ચરણારવિંદમાં નમસ્કાર
ક
આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મુળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે
સફળ થાઓ. ૐ શાંતિઃ ૐ શાંતિઃ ૐ શાંતિઃ
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃત્તમાંથી ભક્તિમાર્ગના વચનોની સંકલના રજૂ કરતાં આ બાળકથી કંઈપણ અવિનય, દોષ, અપરાધ થયો હોય તો તે બદલ વીતરાગ ભગવંતની અને પરમકૃપાળુદેવની અંતઃકરણપૂર્વક ક્ષમા માંગું છું.
તા. કે. વચનામૃતજીના નંબર આપેલા છે તે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ જે અગાસ આશ્રમથી પ્રકાશન થયેલ છે તેના નંબરો આપ્યા છે, તેની નોંધ લેશોજી.
શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન, વવાણીયા (વાયા મોરવી, દહીંસરા પીન : ૩૬૩૬૬૦ મો. : ૦૯૪૨૮૮૫૫૩૩૨.