________________
૧૬
પ્રબુદ્ધ જીવન
ભટ્ટારક પરંપરા ઈપુષ્પા પરીખ
[ભટ્ટ શબ્દ પરથી આવેલો ભટ્ટારક શબ્દ જ્ઞાન અને વીરત્વનું સંબોધન કરે છે. રત્નત્રયની સાધના માટે પર્યાપ્ત પ્રેરકબળ આત્મબળ અને જ્ઞાનબળની યુતિથી ભટ્ટારક મોક્ષમાર્ગના સાહસી પથિક બને છે. સમાજને પ્રે૨ક નેતૃત્વ પ્રદાન કરે છે.]
પ્રવર્તિત થયો.'
દસમી શતાબ્દી ઉપરાંત દેશની અવનતિની શરૂઆતની સાથે સાથે જૈન ધર્મનું ગૌરવ પણ ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યું. મોગલોના આગમન બાદ ઉત્તર ભારતમાં પ્રાયઃ સર્વત્ર ધર્મની હાનિ થવા લાગી અને પોતાના ધર્મનો નિર્વાહ કરતા કરતા ધાર્મિક લોકોનું જીવન ઉત્તરોત્તર કઠિન થવા લાગ્યું. મુનિઓને માટે શાસ્ત્ર-વિહિત ચર્ચાનું નિર્દોષ પાલન દુષ્કર થતાં થતાં અસંભવ જ થઈ ગયું. તેરમી, ચૌદમી શતાબ્દી આવતાં ઉત્તર ભારતમાં દિગંબર મુનિઓનો વિહાર કેવળ પુરાણ-કથાઓમાં જ બાકી રહી ગયો હતો. દક્ષિણમાં જોકે વિરલ રૂપે યત્ર-તંત્ર દિગંબર મુનિઓનું અસ્તિત્વ સાંભળવા મળતું હતું.
જૂન, ૨૦૧૩
(પં. કૈલાશચંદ્ર શાસ્ત્રી, ‘જૈન સંદેશ' અંક ૧૬ મે ૧૯૬૮ના સંપાદકીયમાંથી
ભટ્ટારકોનું સર્વાધિક સરાહનીય યોગદાન એ રહ્યું છે કે તેઓએ મુનિઓના અભાવમાં પણ જૈન જનતાને જિનધર્મ સાથે જોડી રાખ્યો અને તેમની ધાર્મિક આસ્થાને એ વિષમકાળમાં પણ ડગવા ન દીધી.
ભટ્ટારક પદ પર આવતાંની સાથે જ તેઓએ પોતાના પારિવારિક નામનો પરિત્યાગ કરવો આવશ્યક હોય છે. પછી એમને જીવન પર્યંત પોતાના ગુરુના પદના નામથી જ ઓળખાવું પડે છે. આ કારોને વીધ ભટ્ટારક સંપ્રદાય વિષે ઇતિહાસમાં પંડિતોનું ખાસ માનવું રહ્યું છે કે ભટ્ટારકોનો અભિપ્રાય નિઃસ્વાર્થ અને નિર્મળ હતો તથા જૈન સંસ્કૃતિને માટે એમનો સમર્પણભાવ આદર્શથી ભરપુર હતો. આજે ક્રોને જાણવાની ઇંતેજારી છે કે કેવા ભયંકર વાતાવરણમાંથી જૈન ધર્મની નૌકાને વર્તમાન ધાટ સુધી પહોંચાડવામાં ભારક વર્ગની નિસ્વાર્થ પદ્ધતિએ કેટલી મુશ્કેલી વેઠવી પડી હતી ?
ભટ્ટારક પરંપરા સર્વમાન્ય અને શ્રદ્ધાને પાત્ર હોય છે. આગમ ગ્રંથોની પ્રતો બનાવી અને પુરાણોનું પ્રણયન કરાવી એ સંપદાને સુરક્ષિત રાખવાનું કૌશલ ભટ્ટારકો પાસેજ હતું. હજાર વર્ષો સુધી ધવલ સિદ્ધાંતની તાડપત્રીય પ્રતોને સુરક્ષિત રાખવાનું કામ ભટ્ટાચકોએ જ કર્યું છે. આપણો આ અણમોલ નિધિ ભટ્ટારકોની જાગરૂકતાથી જ બચવા પામ્યો છે અને તેઓની ઉદારતાથી જ તેનું પ્રકાશન સંભવ થયું છે.
ભટ્ટારકોએ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવવામાં પણ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. રાજસ્થાનમાં મેવાડ ઈલાકામાં ઘણાં મંદિરોમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા ભટ્ટારકોએ કરાવી છે. ઘણાં સ્થળોએ મૂર્તિઓ પર ભઠ્ઠારકોના નામો પણ આલેખાયેલા છે. આ પ્રમાણે દેશમાં ચારે તરફ દૃઢ સંકલ્પી અને સમર્પિત ભટ્ટારકોની યશોગાથાઓ વિદ્યમાન છે.
દેશ-કાળના એ પ્રદૂષિત વાતાવરણમાં, અનેક શતાબ્દિઓ સુધી આગમ-નિષ્ઠ, વિતરાગી દેવ અને સર્વથા અપરિગ્રહી ગુરુના મૂળ સ્વરૂપ પ્રત્યે સમર્પિત ભક્ત પરંપરાએ સમયની માંગને અનુકૂળનવોદિત ભટ્ટારક પરંપરાનો સહારો લઈ પોતાના આરાધ્ય સ્વરૂપને વિકૃત થતું બચાવી લીધું. ભટ્ટારકોએ કદી પોતાને ‘દેવ શાસ્ત્ર ગુરુ'ની માન્યતાના ‘ગુરુ’ના રૂપમાં સ્થાપિત કરવાની કલ્પના પણ નથી કરી. ભટ્ટારક પદને દેવ કે ગુરુની માફક પૂજ્ય ગણાવાય એવી મહત્ત્વાકાંક્ષાનું કોઈ ઉદાહરા ઇતિહાસમાં જણાયું નથી.
ભટ્ટારકોએ સદા પોતાને આર્ષમાર્ગી, દેવગુરુ-શાસ્ત્રના આરાધક અને દાસાનુદાસ સ્વીકા૨ કરતા કરતા જૈન શાસનની સેવા, પ્રભાવના, સંરક્ષણ અને પ્રચાર-પ્રસારને જ પોતાનો પરમ-ધર્મ માન્યો. આજ ઉદ્દેશને સામે રાખી ભટ્ટારકોએ પોતાના દેશ-કાલાનુરૂપ જીવનપદ્ધતિનો વિકાસ કર્યો. ઇતિહાસ સાક્ષી છે કે આ લક્ષ્યની પ્રાપ્તિ માટે એમનો પ્રયત્ન સાર્થક અને સફળ થયો છે. જૈન ઇતિહાસના મર્મજ્ઞ વિદ્વાન પં. કૈલાશચંદજી શાસ્ત્રીએ ભટ્ટારકોની બાબતમાં લખ્યું છે
‘ભટ્ટા૨ક પંથનો ઉદય સમયનો પોકાર હતો. ભટ્ટારકોએ જિન શાસનની ઘણી સેવા કરી પરંતુ પરિગ્રહની વચ્ચે રહેવાનું પરિણામ એમને ભોગવવું પડ્યું, ફળ સ્વરૂપે ઉત્તર ભારતમાં એમની ગાદી સમાપ્ત થઈ ગઈ. ભટ્ટારક પંથનો ઉદય એક પ્રકારના ચૈત્યવાસથી જ વિકસિત થયો. શરૂઆતમાં આ ભારક પણ દિગંબર (નગ્ન) રહેતા હતા; એમનામાં પણ વસ્ત્ર ધારણની પ્રવૃત્તિ પાછળથી આવીનિયર્મા-પરંપરાઓનો આદર કરે છે.
છે. ભટ્ટારક કાળમાં પા મુનિમાર્ગ બહુ ઓછો પ્રચલિત હતી. ઉત્તર ભારતમાં મુનિઓનો અભાવ થઈ ગયો હતો પરંતુ દક્ષિણમાં નહોતો થયો. દક્ષિણમાંથી જ ઉત્તર ભારતમાં મુનિમાર્ગ પાછો
ભટ્ટારક પદ એ બહુ સમ્માનિત પદ છે માટે ભટ્ટા૨કની દીક્ષા બાદ અમુક પ્રશિક્ષણ પછી એમની યોગ્યતા પર વિચાર કરીને જાત જાતની પરીક્ષા કરી મઠના ટ્રસ્ટીઓ અને સમાજની સંમતિ સાથે મઠ મંદિરની જવાબદારી આપવામાં આવે છે. આજે પણ ભટ્ટારક પરંપરા પ્રાચીન
આજના યુગમાં પા દિગંબર પરંપરામાં ભટ્ટારકોની સંખ્યા ઘણી મોટી છે જેમાં થોડા ભટ્ટા૨કો પરદેશમાં પણ જૈન ધર્મના પ્રચાર માટે પ્રવાસે જઈ આવેલા છે. દા. ત. પ. પૂ. સ્વસ્તિ શ્રી ચારૂ કીર્તિ ભટ્ટારક,