________________
૬૨
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
મહાવીર સ્તવના ડૉ. પુષ્પાબેન નિસર
[ ડૉ પુષ્પાબહેન નિસરે એમ.એ. ગુજરાતી વિષય સાથે કરી ‘જૈન વિશ્વભારતી વિદ્યાપીઠ'માંથી જેનોલોજી સાથે એમ.એ. કરેલ છે. ત્યાર બાદ ‘પ.પૂ. પાર્શ્વચંદ્રસૂરીશ્વરજીનું લક્ષિત સાહિત્ય' વિષય ૫૨ સંશોધન કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. વર્તમાનમાં તેઓ ‘જૈન પ્રકાશ’ તથા ‘પગદંડી’ પત્રમાં લેખો લખે છે.]
શ્રી મહાવીરસ્વામીનું શુદ્ધ આણાગર્ભિત સ્તવન (ક્ષેત્રવિદેહ સોહામણો – દેશીમાં)
એપ્રિલ, ૨૦૧૩
વીર જિજ્ઞેસર વંદીએ, હ૨ખ ધરી નિદેસો રે;
જેહનું શાસન જગમગે, વરસ સહસ એકવીસો રે. (૧) શ્રી જિન આણ આરાધીએ, દોષ પ્રવાહ ન દીજે રે; ધરમ સોવન જેમ શોભતો, સૂત્ર કસટિ કસ લીજે રે. (૨) પડિકમણામાંહિ દેવી થુઈ, બીતી ચઉ કોઈ બોલે રે; લાભ ઘણો કહે તેહમાં, ડાહ્યાશા ભણી ડોલે રે. (૩) સમકિત ધા૨ી જે દેવતા, તિક્ષ્ણ કારણ કાઉસગ કીજે રે; તે જિન પાસને કાઉસગે, કાંઈ મિથ્યાત કહી જે રે. (૪) અવગ્રહ માણવા કારણે, સુ૨ થઈ કેમ ભણીજે રે; હર હર યક્ષને દેહ રે, રહેતા સાધુ સુણી જે-રે. (૫) ક્ષેત્રહ દેવી જે ચંડિકા, તેહ તણી થુઈ બોલે રે; પડિકમણો અવિષે કરે, નિર્લજ થયાની ટોલે રે. (૬) પંચમી પર્વ સંવત્સરી, કહી શ્રી જગન્નાથો રે; તિણ દિન આરંભ સેવતાં, ઇણ હઠે શું આવે હાથો રે. (૭) શું સ્વામિ ! તુમે સિદ્ધ પધારિયા, મુક્તિ મારગ કોણ દાખે રે; મુનિવર દીસે છે જે જગે, તે સૌ જુઓ જુઓ ભાખે રે. (૮) કોઈ કહે પાખી પુનમે, કોઈ કહે ચૌદશ કીજે રે; મુનિવર બે જિનશાસને, કેહનો કહ્યો કરીજે રે. (૯) પાખી ચૌદશ દિન કહી, પુનમ ભણ્યો ચોમાસો રે; એક દિન બે ન હુવે સહી, સૂયગડ અંગ વિસામો રે. (૧૦) તિણ દિન દેવસી પડિકમે, પડિયા લોક પ્રવાહે રે; ચતુર ચૂક્યા કેમ સૂત્રથી, એમ લસે ભવમાં હે રે. (૧૧) પ્રભુ ! તુમ આગમ છાંડીને, લાગ્યા છે છઉંમર્ત્ય લારો રે; સુખ કેમ પામશે ? પ્રાણિયા, ફલશે અનંત સંસારો રે. (૧૨) જિણ તિથે આદિત ઉગમે, તેહ અહોરાત્રી તસુ સંગે રે; શ્રી જિને ભગવતીમાં ભણ્યો, ચંદ પન્નતી ઉવંગે રે. (૧૩) પંચમી સંવત્સરી મૂકતાં, મુનિવર મૂલથી ચૂક્યા રે; વસ ધોવે જયણા કરી, મસ્તકે ઘાલે ૨ે ભૂકા રે. (૧૪) કોઈ કહે અમે શું કરીએ ? પૂરવ આચારજ કીધો રે; એમ કહી લોકને ભોળવે, ચારિત્ર જલાંજલિ દીધો રે. (૧૫)
ન
શ્રાવક-શ્રાવિકા શિર ઠવે, તંદુલ વાસવ મેલી રે;
છલ કરી છેતર્યા જીવડા, ભલી ભલી વાનિય ભેલી રે. (૧૬) જેહની કરીએ પરંપરા, તેહને પાસસ્થા જાણે રે; એહ વે પાંખડે જે ગયા, તે ગયા પહેલે ઠાણે રે. (૧૭)
રે જીવ! કુમતિ ન રાચીએ, તત્ત્વ વિગત મન આગ઼ો રે; શ્રીજિન વીરને તીરથે, દેવ-ગુરુ-ધર્મ પિછાણો રે. (૧૮) અરિહંત દેવ જ આદરો, ગુરુ શ્રી સાધુ વખાણો રે; ધરમ કેવલીનો ભાખિયો, મુક્તિ મારગ એમ જાણો રે. (૧૯) સ્વામી! હું સેવક તાહરો, જખ દેવ્યા નવિ ધ્યાવું રે; હિત કરી પાર ઉતારજો, સિધ્ધ તણા સુખ પાવું રે (૨૦) પ્રવચન મળતો જે જગે, કરે ક્રિયા ગુણવંતો રે; પાર્શ્વચંદ્રસૂરિ એમ કહે, પામે તે સુખ સંતો રે. (૨૧)
અઘરા શબ્દોના અર્થ :
સોવન- સુવર્ણ, છઉમત્ય- છદ્મસ્થ, આણ- આજ્ઞા, થૂઈ-સ્તુતિ, આદિત-સૂર્ય.
કવિ પરિચય :
નાગપુ૨ીય (નાગોરી) બૃહત્ તપાગચ્છના પ્રખર પંડિત આચાર્ય શ્રી સાધુરત્નસૂરિ પાસે. વિ. સં. ૧૫૪૬માં અક્ષયતૃતીયાના શુભ દિને હમીરપુરના પાર્શ્વચંદ્રકુમાર (ફક્ત ૯ વર્ષની ઉંમરે) દીક્ષા અંગીકાર કરી મુનિ પાર્શ્વચંદ્ર બન્યા. તીવ્ર મેઘાવી અને અદ્ભુત પ્રતિભાશાળી મુનિ પાર્શ્વચંદ્રજી સ્વ-૫૨ શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કરી જૈન-અજૈન શાસ્ત્રોમાં પારંગત બની ગયા. વિનય, વિદ્વતા અને વૈરાગ્ય દ્વારા પાર્શ્વચંદ્રજીએ ગુરુદેવની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી,
ઉપાધ્યાય પદ માટે યોગ્યતા મેળવી લીધી અને નાગોરી
તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી સોમરત્નસૂરિજીના હાથે, ૧૭ વર્ષની ઉંમરે, ઉપાધ્યાય પદથી વિભૂષિત થયા. ઉપાધ્યાય બન્યા પછી આત્મસાધના કરવા સાથે ઉપદેશાર્થે જુદા જુદા સ્થળોએ વિચરતા જોયું ને જાણ્યું કે આગમવિહિન આચરણ અને વર્તમાન આચરણ તેમ જ જિનાજ્ઞા પાલનમાં અને સાધુ સંસ્થા દ્વારા ધર્મના પાલનમાં ઘણું જ અંતર રહ્યું હતું. છિન્નભિન્ન અને અસ્તવ્યસ્ત કહી શકાય એવી સ્થિતિમાં જૈન સંઘ મૂકાઈ ગયો હતો. પાર્શ્વચંદ્રજીના અંતરમાં મંથન જાગ્યું અને ગુરુશ્રી સાધુરત્નસૂરિ પાસે ક્રિયોદ્ધારની આજ્ઞા