SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક મહાવીર સ્તનનો આ વિશિષ્ટ અંકના માનદ સંપાદિકા ડૉ. કલાબેન શાહ મોટીબેન જેવું જેમનું વાત્સલ્ય અર્ધી સદીથી સતત અવિતરપર્ણ આ લખનારે માણ્યું હોય એવી બા. બ્ર. વિદુષી શ્રાવિકા ડૉ. કલાર્બન વિશે જેટલાં શબ્દો લખું એટલાં ઓછા પડે. સ્મરણો અને સિદ્ધિનો ખજાનો પડ્યો હોય સ્મૃતિમાં, એમાં કોને કોને શબ્દ આકાર આપો ! ડૉ. કલાબેન, વિદ્વાન મિત્ર કિશોર પારેખ, જિજ્ઞાસુ, સાહિત્ય પ્રેમી અનિલા અને આ લખનાર, વયમાં આ ત્રણથી નાનો એટલે લાડકો પણ ખરો, અમારી ચારની મિત્ર ચોકડી-અમે એને સ્વસ્તિક કહેતા. ફોર્ટની સિદ્ધાર્થ કોલેજ અમારા મૈત્રીસંબંધોનું જન્મ સ્થાન, અને અભ્યાસ અધ્યયન માટે આજ ફોર્ટમાં આવેલી પેટિટ લાયબ્રેરી, અને ખાદી ભંડાર અમારું મિલન સ્થાન અને સામેની ગલીની મદ્રાસી વેસ્ટ કોસ્ટ હૉટલ જે અત્યારે બંધ થઈ ગઈ છે- એ અમારું ભોજન સ્થાન. પંદર પૈસાનો ઢોસો અને જલસો અને બધું. અમે ચારેય ઇસમોએ ત્યારે ઘણાં ઘણાં સ્વપ્ના પડ્યાં, સાહિત્યના પ્રોજેક્ટો વિચાર્યાં, અને ઘણું બધું, પણ જીવનની વાસ્તવિકતામાં એ બધાનું થયું બાષ્પિભવન. અમારો કિશોરવિતાનો પર્યાય. પ્રત્યેક પ્રશ્નોના ઉત્તર અને સમસ્યાઓની ઉકેલ અમને એની પાસેથી મળે. અભ્યાસ પૂરો કરી એ બેઠો બાપાની દુકાને સોપારીના ધંધામાં, પણ સાહિત્ય સાથે પાર્ટ ટાઈમ સંબંધ રાખી પુસ્તકો અને 'મુંબઈ સમાચાર'માં કોલમો લખે, અમારા કાર્બન એની ફિરકી ઉતારે. એ હસે અને એમાં પૂરતી કરી અમને બધાંને હસાવે, બે વરસ પહેલાં જ એ આ દુનિયામાંથી ફરાર થઈ ગયો ! અમારા સ્વસ્તિકની એક પાંખ ઓગળી ગઈ!! જીવનની જડીબુટ્ટી જેવી આવો વિજ્ઞાન અને નિખાલસ મિત્ર હોવો એ અમારું પરમ સખા.. અનિલા નસીબદાર. અને તો સુખ માટે દોડવા ઢાળ મળ્યો, દાંડી અને મોટા ધરની વહુ બની, અને એણે શ્રાવિકા ધર્મ ઉજાળ્યો, સાહિત્યને જીવન જીવવા માટે અનિલાએ કામે લગાડ્યું. હું પણ અડો ઉદ્યોગ-વેપારમાં અને અડધી અધ્યાપન અને સાહિત્યમાં. પણ અમારા કલાબેન પૂરેપૂરા સાહિત્ય અને જ્ઞાનના આજીવન આરાધક બન્યા. ડૉ. રમણભાઈ મારા અને કલાબેનના ગુરુ, આજે અમે જ્ઞાન-સાહિત્ય ક્ષેત્રે કાંઈ પણ થતુર્કિચિત કરી રહ્યા છીએ તો એ આ અમારા પૂ. ગુરુના કારણે. મુંબઈની ગુલાલવાડીમાં ચિંતામણિ બિલ્ડિંગના પાંચમે માળે કલાબેનના ઘરે અમારી ચારની મહેફિલ જામે. કલાર્બનના પૂ, બા. અમારી તે હતે એવી સરભરા કરે કે અમને એમનામાં અમારી માતાનું એપ્રિલ, ૨૦૧૩ ૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $ 20) દર્શન થાય. પછી ઘણાં વરસે અમને ખબર પડી કે આ માતા કાર્બનના અપર માતા હતા!! બધી માતાઓથી પર તે આ અપર માતા. કલાબેને તો બાળપણમાં જ પોતાની માતા ગુમાવેલા. પણ આ માતાએ કલાબેનને એવો પ્રેમ આપ્યો કે કલાબેનને પોતાની માતાનું સ્મરણ પણ ન થાય, અને આ માતાની કલાબેને એવી સેવા કરી કે એમની સગી દીકરી પણ કદાચ આવી સેવા ન કરી શકે. માતા-પિતાનો વિયોગ થતાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોની જવાબદારી કોઈ પણ ભેદભાવ વગર, કલાબેને સ્વીકારી, અને નીભાવી ડૉ. કલાબેને મુંબઈ યુનિ.માં લીગ્નીસ્ટિક અને સાહિત્ય સાથે એમ.એમ. કર્યું, પછી પીએચ.ડી.ની ડીગ્રી પણ પ્રાપ્ત કરી. મુંબઈની એમ.ડી. કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે દીર્ઘ સેવા આપી. તેંત્રીસ વર્ષની ઉજ્જવળ શૈક્ષતિક કારકિર્દી ઘડી. સાહિત્ય અને જૈન તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. પીએચ.ડી.ના ગાઈડ તરીકે મુંબઈ યુનિવર્સિટીએ એમની નિમણૂક કરી અને અત્યાર સુધી વીસ વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. આ ઉમદા કાર્ય માટે જ્ઞાનીજગત કલાબેનનું ઋણી રહેશે. આ સમય દરમિયાન એમણે વર્તમાનપત્રો અને સામયિકોમાં કોલમ લખી અને ‘પ્રથમ પુનિત પદાર્પણ’, ‘જૈન ધર્મની પ્રમુખ સાધ્વીઓ”, સદ્ભાવના સેતુ', 'પરમ તત્ત્વને ધ્યાવા શ્રીમદ્દ દેવચંદ્રજીનું જીવન”, ‘રત્નવંશના ધર્માચાર્યો', ‘જ્ઞાન સાગરના મોતી’-ભાગ ૧ થી ૩, ‘ચંદરાજાનો રાસ’-મહા નિબંધ, ‘સમ્રાટ સંપ્રતિની યશોગાથા' શીર્ષકથી દર્શક ગ્રંથોનું સર્જન કર્યું. વિદ્ધી લેખિકા, પત્રકાર, પ્રખર વક્તા, સંશોષક, પ્રેમાળ શિક્ષિકા, જ્ઞાન માર્ગદર્શક, જૈન તત્ત્વના જ્ઞાતા એવા આ ડૉ. કાર્બનનું અનેક સંસ્થાઓએ જાહેર સન્માન કર્યું છે અને પારિતોષિકોથી નવાજ્યા છે. આજે પંચોતેરની વયે પણ એઓ અવિરત જ્ઞાન સાધના કરી વિદ્યા તપની આરતી ઉતારી રહ્યાં છે, એ સર્વ માટે પ્રેરક છે. આવા પ્રેરણા સ્થાનને પરમાત્મા દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય અર્પે અને મા સરસ્વતીની સેવા કરવાની સુવર્ણ તકો કલાબેનને મળતી રહે એવી પ્રાર્થના. ‘મહાવીર સ્તવન’ના આ વિશિષ્ટ અંકનું સંપાદન કરવા માટે ડૉ, કલાબેનને થોડો જ સમય મળ્યો, છતાં ખૂબ જ પરિશ્રમ કરી આ અંકને ભક્તિ અને તત્ત્વ તેમજ કવિતાથી સમૃદ્ધ કર્યો છે. વાંચકના મનમાં અવશ્ય દિવ્ય ભક્તિની ભાવનાના વલયોનું સર્જન થશે એવી અમને શ્રદ્ધા છે. -ધનવંત શાહ ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) ♦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80) ૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180)
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy