SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૨ સીપી (શિવપુરી)થી ગ્વાલિયર જવાના આ રસ્તે વિદ્યાર્થી જયભિખ્ખુને અવારનવાર આવવા-જવાનું થતું હતું, આ સ્થળને જોતાં એમના મનમાં એક પ્રકારની અદ્ભુતતાનો ભાવ જાગતો હતો. અદ્ભુતનુંય આકર્ષણ હોય છે. એ રીતે એમને એના પ્રત્યે આકર્ષણ થતું. પ્રબુદ્ધ જીવન એક વાર ગ્વાલિયર રાજ્યના મુલકી અધિકારી ભાલેરાવજી સાથે આ રસ્તે પસાર થવાનું બન્યું. ભાલેરાવજી ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. બે પથ્થર પર પવનમાં આમતેમ ફરકતી જીર્ણશીર્ણ ધજાને બતાવતા એમણે કહ્યું, 'વિદ્યાર્થીમિત્રો, આ શું છે એ તમે જાણો છો?' વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, ના, એની અમને કશી ખબર નથી, પણ એટલી ખબર છે કે જ્યારે જ્યારે આ સ્થળેથી પસાર થયા છીએ, ત્યારે ભયાનકતા અને અદ્ભુતતાનો વિલક્ષણ અનુભવ થાય છે.' ભાલેરાવજીએ કહ્યું, આ સિંદૂર ચડાવેલા પથ્થરમાં એક સિંદૂરવદન દેવ સૂતો છે. સિંદૂરવદન દેવ ગણપતિએ જેમ માતાને ખાતર મસ્તક કપાવ્યું હતું, એમ આ સમાધિમાં સૂતેલા વીરપુરુષે માતા સમાન માતૃભૂમિને માટે પોતાનું બલિદાન આપ્યું છે.' વિદ્યાર્થી જયભિખ્ખુને પ્રશ્ન કર્યો, “એટલે આ કોઈ દેવનું સ્થાનક છે ? * જેણે બીજાને માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે એ મહાન ગણાય. જેણે પોતાના વતનને માટે પોતાની જાતની કુરબાની આપી, તે દેવ ગણાય.' ‘એ દેવનું નામ શું છે?' જયભિખ્ખુએ ગંભીર બનીને પૂછ્યું. ‘નરવીર તાત્યા ટોપે.' 'શું સન ૧૮૫૭નો તાત્યા ટોપે?” ભાલેરાવજીએ જરા મસ્તક ઊંચું કરીને કહ્યું, 'હા, સન ૧૮૫૭ની ક્રાંતિના અમર શહીદ તાત્યા ટોપે.' આટલું કહીને ભાલેરાવજીએ ટોર કરી, 'આજની કેળવણીએ પોતાના વીર પુરુષોને માનપૂર્વક બોલાવવાનુંય ભુલાવ્યું છે. તનની સાથે મનથી પણ ગુલામ બન્યા છીએ. દાસત્વ એ અંતરના સંસ્કારોને ચડી નાખે છે. સમજ્યા ? વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓને પોતાની તોછડાઈ માટે શરમ આવી. પણ ત્યાં તો સ્વાલિયરના ભાલેરાવજીના મુખમાંથી તાત્યા ટોપેની વીરગાથા પ્રગટ થવા લાગી. રોટી અને લાલ કમળનો એ લડવૈયો | સન સત્તાવનના સંગ્રામનો મહાન પરાક્રમી વીર! કાર્બલ ફૂટનીતિજ્ઞ, વિખ્યાત સેનાપતિ! ચક્ર વ્યૂહનો અજબ ખેલાડી! માટીમાંથી મર્દ પેદા કરનારો, કલમબાજમાંથી અજબ કૃપાણધારી; સ્વધર્મ, સ્વદેશ અને સ્વતંત્રતાનો પરમ શહીદ!' વિદ્યાર્થી જયભિખ્ખુના ચિત્તમાં વીર સેનાની તાત્યા ટોપેની યશગાથા ઊભરાવા લાગી. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ-સમયે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મદદે જના૨ તાત્યા ટોપેએ કેટલાંય ૨૩ મહત્ત્વનાં નગરો અને ગામડાંઓ પર વિજય મેળવીને ગ્વાલિયરમાં નાનાસાહેબનો ડંકો વગાડ્યો હતો. મેરઠ, દિલ્હી, આગ્રા, ઝાંસી અને ગ્વાલિયર જેવા શહેરોમાં ક્રાંતિની જ્યોતી જગાવી હતી. આ તાત્યા ટોપે, રાવસાહેબ અને લક્ષ્મીબાઈએ સાથે મળીને ગ્વાલિયર પર વિજય મેળવ્યો હતો અને નાસાહેબને પેશ્વા તરીકે જાહેર કર્યાં હતા. આ બધાંનું સ્મરણ થતાં વાતાવરણમાં તાત્યા ટોપેની વીરતાનો પ્રકાશ ઝળહળતો લાગ્યો અને હવાની મીઠી લહરીમાં સ્વાતંત્ર્યપ્રેમની ભાવનાનું ગુંજન સંભળાયું, ભાલેરાવજીએ આ વિદ્યાર્થીઓને કહ્યું, ‘તાત્યા ટોપે દેવાસથી આ તરફ આવ્યા હતા અને ગ્વાલિયરના મહારાજા સિંધિયાના સરદાર માનસિંહે દગાબાજી કરીને એમને કેદ કર્યા હતા. આ તાત્યા ટોપને પ્રથમ સીપી (શિવપુરી) લઈ જવાયા હતા. ૧૮ ૫૯ની ૧૮મી એપ્રિલે મહાન સેનાની તાત્યા ટોપેને ફાંસી આપવામાં આવી. ક્રાંતિનો ઇતિહાસ વાંચતાં મને આ વીર નરનું સ્મરા થયું અને નક્કી કર્યું કે જે ભૂમિ પર એને ફાંસી અપાઈ હતી, એ એના દેહવિલોપનની ભૂમિ શોધવી. આખરે આ સ્થળ નિશ્ચિત કરી શક્યો.' વિદ્યાર્થી જયભિખ્ખુ અને એમના સાથીઓ એ પાવન સમાધિ પાસે ગયા. પહેલાં અવાવરું સ્થળે પડ્યા હોય એવા બે બેડોળ પથ્થરો લાગ્યા હતા, હવે એમાં સમર્થ વીરપુરુષની તેજસ્વી છબી જોવા મળી. પથ્થર પરનો સિંદૂરનો લાલ રંગ જાણે યુદ્ધમાં ખેલતા અને અંગ્રેજોને હંફાવતા તાત્યા ટોપેની તલવારના લાલ રંગ જેવો લાગવા માંડ્યો. ઉપર ફરકતી જીર્ણશીર્ણ ધજા હવે કોઈ સ્વાતંત્ર્ય માટે કુરબાન થવા નીકળેલા આઝાદી વીરના હાથમાં શોભતી યશપતાકા જેવી લાગી! ગ્વાલિયર રાજ્યના મુલકી અમલદાર ભાલેરાવજીએ કહ્યું, ‘મારા પ્રિય વિદ્યાર્થીઓ, મારી ઈચ્છા તો અહીં કીર્તિમંદિર ખડું કરવાની હતી, પણ ગુલામ દેશમાં એ શક્ય કઈ રીતે બને ? ફંડ એકઠું કરીને એક નાની દેરી ચણાવી; પરંતુ એ એક અંગ્રેજ અમલદારની નજરે ચડી ગઈ. એણે કઢાવી નાખી રાજદ્રોહીનાં વળી સ્મારક કેવાં ?' ભાલેરાવજીનો કંઠ રૂંધાઈ ગયું. એમના શબ્દો વેદનામાં ધરબાઈ ગયા. એમણે કહ્યું, ‘મન તો ઘણુંય હતું, પરંતુ મારી સામે બે મુશ્કેલીઓ હતી. એક તો એ કે ગ્વાલિયર રાજ પર અંગ્રેજ શાસન ચાલતું હતું અને બીજું એ કે હું ગ્વાલિયર રાજનો અધિકારી હતો. રાજના નોકરને માટે આવી પ્રવૃત્તિ હાથ ધરવી, એ દેશદ્રોહનું કામ જ ગણાય; આમ છતાં મન સતત બેચેન રહ્યા કરતું હતું. રાતોની રાતે ઊંઘ આવતી નહીં. બસ, મનમાં એક જ સવાલ ઊઠતો કે જેણે આપણે માટે આટલું મોટું બલિદાન આપ્યું, એને માટે આપણે કંઈ ન કરી શકીએ? આપણાં બાળકો વીરતાના પાઠ કેવી રીતે ભશશે ? આખરે મેં બે પથ્થરોને સિંદૂર ચોપડી ત્યાં મૂક્યા. એક બાવાજીને શોધી લાવ્યો, થોડા હોમ-હવન ચાલુ કર્યાં, પછી તો બાધા-માનતા અને ચમત્કારોની કથા શરૂ થઈ. એ રીતેય મારા
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy