SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ஸ் ஸ் ஸ் 2 નિરયાવલિકા આદિ પાંચ અંગોનો ઉપસંહાર 2 આ પાંચ વર્ગાત્મક ઉપાંગ સૂત્રમાં પહેલાં નરકનું વર્ણન, ત્યારપછી દેવલોકનું વર્ણન, ત્યારપછી જ્યોતિષિ દેવોનું વર્ણન, ત્યારપછી પ્રથમ વૈમાનિક દેવલોકમાં દેવીઓને ઉત્પન્ન થવાનું વર્ણન અને અંતે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન આવે છે. આ વિનમ્રતાનો વારિધિ ઈન્દ્રભૂતિ ગૌતમ શિષ્યગણ સહિત ભગવાન મહાવીર સાથે વાદવિવાદ કરવા ચાલ્યા, ધરતીમાં કંપ ઊઠ્યો. આકાશમાં વાદળો ગર્યાં. પર્વતો ડોલ્યા. સર્વજ્ઞ મહાવીરને હમણાં જ પકડું અને 2 2શાસ્ત્રાર્થ કરીને હું અભિમાન ઓગાળી દઉં. સર્વજ્ઞપદ એટલે શું એની કદાચ મહાવીરને ખબર નહીં હોય! 2 શ્રમણ ભગવાન મહાવીર સમવસરણના મધ્યભાગમાં ધર્મદેશના દેતા બેઠા હતા. જનગણથી પર્ષદા ઊભરાતી હતી. મહાવીરની કરુણાએ સિંહ અને ગાયને સાથે બેસાડ્યા હતા. જન્મવેરી એ પ્રાણીઓ વે૨ વિસરી ગયાં હતાં. રાય અને રેક સહુ ? એકાગ્ર બનીને દેશના સાંભળતાં હતાં. ભગવાન મહાવીરની વાી સાંભળતાં સૌના દિલમાં શાતા વળતી હતી. જ્ઞાની ગોતમને આવતા નિહાળીને તેમણે આવકાર્યા. ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ஸ்ஸ் ெ ~ ~ રીતે કર્મના ભારથી ભરેલો જીવ અધોગતિવાળો હોય તેથી અર્ધાલોકથી ઊર્ધ્વલોક સુધીનું વર્ણન કરતાં સૂત્રકારે પ્રથમ પાપની તે પંક્તિ દર્શાવી, ત્યારપછી પુષ્પની પંક્તિ દર્શાવી છે. 2 અંતમાં આ લેખ આ ઉપાંગોનો અભ્યાસ કરવા પ્રેરક બને ? અને આત્મોત્થાનમાં નિમિત્ત બને એ જ અભ્યર્થના. *** ‘ઈન્દ્રભૂતિ ગૌતમ, આવો. રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડીને !' ગૌતમ સ્તબ્ધ થઈ ગયા. આમને તો મારા નામનીય ખબર છે! 2 ‘કેમ ન હોય ?' ધરતીમાં કંપ ઊઠે એમ ચિત્તમાંથી અહંકાર ઊર્જા હું એટલે કોણ ? મને કોણ ન પિછાણે ? ને વળી મનમાં થયું, મહાવીર સર્વજ્ઞ છે તો સાચું માનું, જો મારા ચિત્તમાં વર્ષોથી પડેલી શંકા કહ્યા વિના દૂર કરી આપે ! 2 2 ને સામેથી મેઘ-ગંભીર અવાજ સંભળાયો. જાણે એમાં જ્ઞાની #ગૌતમના સમગ્ર ચેતનને કોઈ પોકારતું હતું. ગૌતમ, તમને આત્મા વિશે શંકા છે ને ?” ને પ્રભુ મહાવીરે ઉમેર્યું: ‘ગૌતમ, આ જગતમાં જીવ છે એટલે જન્મ અને પુનર્જન્મ છે. સુખ અને દુઃખ છે. પુછ્યું અને પાપ છે અને એટલે જ તો સંસારની ઘટમાળ છે. આત્માને પરિભ્રમણ કરવું પડે છે. એમાંથી • છૂટવા માટે કર્મનો ક્ષય કરવો પડે છે. મોક્ષમાર્ગે ચાલવું પડે છે. ? ગૌતમ, ભાઈ, એ મોક્ષમાર્ગે તું જા!' ર ર ને જ્ઞાની ગૌતમે પગ પકડી લીધા! એમણે કહ્યું: ‘પ્રભુ, તમે જ સાચા સર્વજ્ઞ છો. મને તારો નાથ!' પ્રભુએ એમને દીક્ષા આપી. થોડાક સમય પછીની વાત છે. વસંત મહોરી છે. પૃથ્વી રમણે ચડી છે. હવા ખુશનુમા વહે છે એવા સમયે જ્ઞાની ગુરુ ગૌત્તમ કોલ્લાક સંનિવેશના મધ્ય ભાગમાંથી પસાર થઈ રહ્યા છે. 2 દીપ્તિમંત મુખ્ય અને અનોખી પ્રતિભા ધરાવતા ગુરુ ગૌતમ જે માર્ગેથી પસાર થાય ત્યાં એમને પ્રણામ કરવા લોકોનાં ટોળા 2 વળતાં પણ ગુરુ ગૌતમ સ્વામી નીચે નજરે ચાલ્યા કરતા. એમને ? તો હરપળ ભગવાન મહાવીરનું સ્મરણ રહેતું. પોતાના આરાધ્ય ગુરુ અને પરમાત્મા હતા એ. પ્રભુનું નામ એ સતત વિચારતા અને મનમાં થતુંઃ અહો! એ કેવા કરુણાળુ છે! પ્રભુનું અહર્નિશ સ્મરણ એમને દુનિયાથી અલગ રાખતું. માર્ગમાં કોઈએ કહ્યું: 'પ્રભુ, આપે જાણ્યું ?' ‘શું ?’ ‘મહાશ્રાવક આનંદને અવધિજ્ઞાન થયું છે!’ 'ઓહ, કેવું સરસ!' ગૌતમ સ્વામીને થયું કે જે વ્યક્તિએ સાધના કરીને આવી અનુપમ સિદ્ધિ મેળવી છે તેની પાસે પોતે જવું જોઈએ. એ આનંદ શ્રાવકના ધરે પહોંચ્યા ત્યારે આનંદ શ્રાવકે પોતાને થયેલા જ્ઞાનની વાત કરી. ગૌતમ સ્વામીએ કહ્યું : ‘ગૃહસ્થને આવું વિશાળ શાન ન થઈ શકે.’ 2 2 2 2 2 2 2 2 આનંદ શ્રાવકે કહ્યું, ‘પ્રભુ, આપ અસત્ય બોલો છો. આપે ? પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.” આનંદની વાણીમાં વિનય હતો. પા આનો નિર્ણય કોણ કરે ? ગુરુ ગૌતમ ઊપડ્યા પ્રભુ પાસે. જઈને પૂછ્યું, ‘પ્રભુ! અમારા બેમાં કોણ સાચું ? શું 2 મારે પ્રાયશ્ચિત્ત લેવું પડે ?' 12 2 ભગવાન મહાવીરે હસતાં હસતાં કહ્યું, ‘ગૌતમ, ભંતે, ગૃહસ્થને આવી વિશાળ મર્યાદામાં જ્ઞાન થઈ શકે. તારે આનંદ? શ્રાવકને મિચ્છામી દુક્કડમ્ દેવા જોઈએ. ક્ષમા માગવી જોઈએ.' & 2 જ્ઞાનના મેરુ જેવા ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને મિચ્છામી દુક્કડમ્ દઈ આવ્યા. લોકોએ એ દિવસે સાચા જ્ઞાનીની નમ્રતા નિહાળીને પોતાની જાતને ધન્ય માની Dઆચાર્ય વાત્સલ્યદીપજી મ. સા.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy