________________
૧૦
આત્મા કહેવામાં આવ્યો છે. શુદ્ધ આત્મા અનંત ચતુષ્ટય (અનંત સુખ, અનંત શક્તિ, અનંત જ્ઞાન અને અનંત દર્શન) વડે સંપન્ન માનવામાં આવ્યો છે. સંસારાવસ્થામાં આઠ પ્રકારના કર્મો વડે આવૃત્ત હોવાથી એના ચારેય વિશેષ ગુણો અંશિક રૂપે પ્રગટ થાય છે, જ્યારે આત્મા કર્મોના આવરણને તપ-સાધના દ્વારા પૂર્ણરૂપે ખસેડી દે છે ત્યારે એના આ ચારેય વિશેષ ગુણો પૂર્ણરૂપે પ્રગટ થાય છે. સંસારાવસ્થામાં આત્માના આ ગુણ એવી રીતે ઢંકાયેલા રહે છે જેમ વાદળો દ્વારા સૂર્યનો પ્રકાશ ઢંકાયેલો રહે છે અને વાદળોના ખસી જવાથી સૂર્યનો પૂર્ણ પ્રકાશ પ્રગટ થાય છે. એકેન્દ્રિય જીવોની સુષુપ્તિ આદિ બધી અવસ્થાઓમાં જ્ઞાન આદિ ગુણોનો એમની સાથે કોઈ પણ વખતે અભાવ હોતો નથી તેથી કહેવાય છે કે ‘ઉપયોગ’ જીવનું લક્ષણ છે. અને એ બે પ્રકારના હોય છે-જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. જીવોની રાશિ અનંત છે અને એમાં પરિણામી-નિત્યતા (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય) જણાય છે. એનો સ્વભાવ ઉર્ધ્વગમન માનવામાં આવે છે તેથી જીવ મુક્ત થયા બાદ લોકાન્ત સુધી ઉર્ધ્વગમન કરી સ્થિર થઈ જાય છે. અરૂપી હોવાના કારણે ઈન્દ્રિયો દ્વારા જોઈ નથી શકાતો. ઈશ્વરની દૃષ્ટિએ આત્મા સદા શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અકર્તા અને અભોકતા છે પરંતુ સંસારાવસ્થામાં વ્યવહાર દષ્ટિએ એ કર્તા ભોક્તા વગેરે છે. એને જે શરીર પ્રાપ્ત થઈ જાય તેને અનુરૂપ એ થઈ જાય છે; એટલા માટે એને શરીર પરિમાયા કહેવામાં આવે છે. નહીં વ્યાપક અને નહીં અણુ. મુક્તાવસ્થામાં શરીરનો અભાવ હોય છે પરંતુ એ એના પૂર્વના શરીરના આકા૨ને છોડતો નથી. સામાન્ય તથા દરેક જીવોનો આકા૨ લોકાકાશનો અસંખ્યાતમો ભાગ કહેવાય છે. સંકોચ-વિકાસશક્તિના કારણે એ નાના મોટા શરીરમાં રહી શકે છે. એ સૂક્ષ્મ અને અરૂપી પણ છે. મૃત્યુ બાદ પણ સંસારાવસ્થામાં કાર્યણ અને તેજસ એ બે સૂક્ષ્મ શરીર અવશ્ય એની સાથે રહે છે.
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૧૨ આ જીવ એકેન્દ્રિય હોય છે અને આના પછી ચિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય આવે છે. એકે કાયમી નિત્ય ઈશ્વર નથી અને જેને ઈશ્વર માને છે તે વીતરાગી હોવાને નાતે ન તો ક્રોધ કરે છે, અને ન કૃપા કરે છે. આ સાંખ્ય દર્શનની માફક માત્ર સાક્ષી રૂપે હોય છે. સૂક્ષ્મતા અને રૂપતાને કારણે એક અણુરૂપ સ્થાનમાં પણ અનંતાનંત જીવ રહી શકે છે. મનને આ દર્શનમાં જડ (પુદ્ગલ) ગણાવ્યું છે. આ મન અણુરૂપ છે અને ચૈતન્ય આત્માના સંપર્કમાં આવ્યા બાદ ચેતનવ કાર્ય કરે છે. આવું મન પંચેન્દ્રિયમાં જ સંભવ છે. જૈન દર્શનમાં મનની કલ્પના વિશેષ પ્રકારે કરવામાં આવી છે. આ રીતે જૈન દર્શનમાં આત્માના વિવિધ રૂપોનું વિસ્તારપૂર્વક ચિંતન ક૨વામાં આવ્યું છે અને એને વેદાન્તની જેમ જ્ઞાનરૂપ માનવામાં આવે છે. એટલા માટે મુક્તાવસ્થામાં જ્ઞાન સુખ આદિ ગુણ એની સાથે અભિન્ન રૂપે જ રહે છે. ઉપસંહાર :
જ્ઞાનાદિ ગુણ આત્માથી કદિ પણ અલગ નથી થતા માટે એ બેમાં કોઈ ફેર નથી; છતાં પણ વ્યવહારની દૃષ્ટિએ (દ્રવ્ય ગુણના ભેદથી) એમાં તફાવત કરવામાં આવ્યો છે. ન્યાય વેબિકની જેમ જ્ઞાન અને આત્મામાં સંપૂર્ણ ભેદ નથી. અનેકાન્તવાદની દૃષ્ટિએ એપેક્ષાભેદમાંથી ભેદાભેદકત્ત્વ થઈ શકે. એ જ પ્રમાણે આત્મા બૌદોની જેમ કિ અને વૃંદાંતિઓની જેમ હંમેશા નિત્ય નથી પરંતુ અપેક્ષાભેદ પ્રમાશે નિત્યાનિત્યાત્મક છે. મુક્ત થયા બાદ અશરીરી થઈ જાય છે પરંતુ મુક્તિપૂર્વનો શરીરનો આકાર બની રહે છે. (બહુ થોડા અંશે) કર્મ સંબંધ ન હોવાથી એનો સંકોચ-વિકાસ નથી થતો. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને વનસ્પતિમાં પણ જીવત્ત્વ હાજર છે એમ માનવામાં આવે છે. પૃથ્વીકાધિક જીવોનું શરીર પૃથ્વી હોય છે, જળકાયિક જીવોના જળ
આ રીતે આ સર્વે દર્શનોમાં જે આત્મતત્ત્વ વિષે ચિંતન કરવામાં આવ્યું છે તેમાં ચાર્વાક અને બૌદ્ધો સિવાય બધા જ શરીર વગેરેથી ભિન્ન એવા આત્માનો સ્વીકાર કરે છે. કોઈક આત્માને ચૈતન્યસ્વરૂપ માને છે તો કોઈક એને આગન્તુક ધર્મ, કોઈક ફૂટસ્થ નિત્ય માને છે તો કોઈ પરિણામી નિત્યાનિત્ય, કોઈક અણુરૂપ માને છે તો કોઈક વ્યાપક અથવા શરીર પરિમાળા. કોક ઈશ્વર કે બ્રહ્મનો અંશ કર્યો છે તો કોક બ્રહ્માનો વિવર્ત, કશેક મુકત્તાવસ્થામાં અનંત જ્ઞાન અને સુખ છે તો કશેક જ્ઞાન અને સુખ બંનેનો સર્વથા અભાવ અથવા ફક્ત દુઃખભાવ કે શૂન્યતા છે. કશે કર્તા અને ભોક્તા છે તો કશેક પોતાના કર્તૃત્વ અને ભોક્તત્વ માટે સ્વતંત્રતા નથી. કશેક એક છે તો કશેક અનેક. એ શરીરથી ભિન્ન છે, અરૂપી છે તથા ચૈતન્ય સાથે એનો અથવા ગુણ-ગુણીભાવ સંબંધ છે અથવા સ્વયં ચૈતન્યરૂપ છે. આ વિષયમાં પ્રત્યેક આત્મવાદી દર્શન એકમત છે. આત્માને જ્ઞાનરૂપ અને ચૈતન્યરૂપ માનવામાં સમસ્યાઓનું સમાધાન છે, અન્યથા એને માનવાનો કોઈ મતલબ નથી. આ રીતે સંખ્યામાં અનેક શરીર પરિમાણ, સૂક્ષ્મ પરિણામિ નિત્ય અને કોઈ ને કોઈ રીતે અરૂપી માનવું જરૂરી છે. સર્વે આત્મવાદી દર્શન અને તન્ત્રવાદી એકમત છે. જો કોઈ હોય તો તે અપેક્ષાભેદનો. મુક્તાવસ્થામાં સ્વ-સ્વીકૃત સિદ્ધાંત અનુસાર દરેકે આત્માના શુદ્ધ સ્વ-સ્વરૂપો લબ્ધિને માન્ય રાખ્યું છે. વિજ્ઞાન આ વિષયમાં નિરંતર શોધ કરી રહ્યું છે પરંતુ આજ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી. કૅનવે હાઉસ, ૬/બી, ૧લે માળે, વી. એ. પટેલ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ૩. નં. ૨૩૮૭૩૬૧૧
***
દરરોજ ઈશ્વરની પ્રાર્થના કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે, સ્વભાવમાં પરિવર્તન આવે છે, હતાશા અને નિરાશા નીકળી જાય છે, મનને શાંતિ અને તાજગી મળે છે, દિલમાં ઉમંગ પ્રગટે છે અને જીવન જીવવાની પ્રેરણા મળે છે.