SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૨ ઓપ આપેલો અને પોતે એક ૨વીન્દ્ર-ગીત ગાયેલું પણ. ઈ. સ. ૧૯૭૦ પછી અમારું ગુજરાત ને અમદાવાદ છોડીને બેંગ્લોર આવી વસવા છતાં અમારો પત્ર સંપર્ક, સાહિત્ય સંપર્ક સંગીત-સંપર્ક થતો રહ્યો જ. પ્રબુદ્ધ જીવન અમારું અમદાવાદ જવાનું થાય કે તેમનું બેએક વાર બેંગ્લોર પારુલ, ૧૫૮૦, કુમારસ્વામી લે આઉટ, બેંગ્લોર-૫૬૦૦૭૮. ટે. : ૦૮૦-૬૫૯૫૩૪૪૦ આવવાનું થાય, અમારો ‘સંવાદ' બનતો જ રહે, એકવાર અહીં જિલ્લાના નિસર્ગોપચાર સંસ્થાનમાં આવીને ત્યાં કાર્ય૨ત અમારી બીજી સુપુત્રી ડૉ. ચિ. વંદનાના નિસર્ગોપચાર-જ્ઞાનનો ને ઉપચારનો લાભ માર્ગ, તે બીજી વાર શ્રી સૂર્યકાંતભાઈના સુપુત્ર મનન દ્વારા થયેલા સન્માન પ્રસંગે સુમિત્રાની સાહિત્ય-વૃંદની બહેનોને પોતાનો કાવ્ય-પાઠ અને પ્રવચનનો લાભ આપી જાય. પ્રથમ મેઘાવી સ્વર્ગીય સુપુત્રી કુ. પારુલના નાનકડા કાવ્ય સંગ્રહ પારુલ-પ્રસૂન'ની નાની શી માર્મિક પ્રસ્તાવના પકા તેમણે આ શબ્દોમાં લખી મોકલી હતી: ‘પ્રસૂન એટલે ફૂલ થાય-એ ફૂલની અદ્ભુત સુવાસ પારુલના કથનમાં આવી જાય છે. એજ કહે છે કે ‘બાપુ ! હું કાળથી કચડાઈ કર્યો છું ? હું સ્વકાળમાં જ સંચરી રહી છું. હું કાળની ગતિથી પર થઈ ગઈ છું !' ‘મંગળ મંદિરના દરવાજા પણ આમ જ ખુલેને ? પારુલના આ જવાબમાં આત્માની અમરતાનું આધ્યાત્મિક સત્ય છુપાયેલું છે. એ જો પામી શકાય તો...? !! (અમદાવાદ, ૨૧-૧-૦૫ - ડૉ. ગીતા પરીખ) -સ્વ. પારુલની વિશ્વ-વિદાયના સંદર્ભના ગીતાબેનના આ શબ્દો તેમની વિશ્વ વિદાયને પણ અનુબંધિત, અનુ ારિત કરી જાય છે. તેમના દર્શનાત્મા કાવ્યાત્માને પ્રણમતાં તેમના સાહિત્યપ્રદાન વિષે ગુજરાતીના બે મૂર્ધન્ય કવિ મનિષીઓ શ્રી ઉમાશંકર જોષી અને શ્રી સુંદરના આ શબ્દોને ટાંકીને આ સ્મરણાંજલિનું અત્યારે તો સમાપન કરીશઃ ૨૭ તેની આનંદ-સ્મૃતિ સાથે તેમની વિદેહયાત્રા 'આનંદમય' બની રહે તેવી ... સામે આ ‘આનંદોક'ની લોક ... ।। ૐ શાન્તિઃ ।। '.... ‘ગુજરાતીને લાભ મળ્યો ત્યારે મીરાબાઈ જેવાનો મળ્યો, પણ સામાન્ય રીતે આપણે ત્યાં કવયિત્રીઓના કંઠ ઓછા જ સાંભળવા મળે છે...! -ઉમાશંકર જોશી-‘આત્મ-શરણાઈ’! પૂર્વ ‘નવા પ્રયોગોમાં ઊતરેલી ગુજરાતી કવિતાના સંદર્ભમાં-) તેની નિરામયતા વિષે આપણે ખાતરી રાખી શકતા નથી. એવી સ્થિતિમાં ગીતાનાં કાર્યો આપણને એક ગિરિનગરની શીતળ શામક આહ્લાદક હવાનો સ્પર્શ આપી જાય છે.' -સુંદરમ્ઃ 'પૂર્વ'નો પ્રવેશ (આમુખ) મા. છેલ્લે આસ્વાદ શ્રી લા. દ. ભા.સં. વિદ્યામંદિર પર 'ગગન મંડળો આનંદધન કાર્યક્રમ આપવા આવતાં ગીતાબેનનો આનંદ-સત્સંગ થયેલો લંડનમાં યોજાયેલો મહાવીરસ્વામીના જિનાલયનો વિશિષ્ટ, ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ બ્રિટનની અગ્રણી સંસ્થા મહડવીર ફાઉન્ડેશનના ઉપક્રમે લંડન શહેરના કેન્ટન વિસ્તારમાં મહાવીર સ્વામી જિનાલયની પ્રતિષ્ઠાનો ૫મી ઍપ્રિલથી ૯મી દરમિયાન આગવો દૃષ્ટિકોણ ધરાવતો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ માટે સંપૂર્ણ શાસ્ત્રીય વિધાનનો આગ્રહ રાખવામાં આવ્યો તેમજ બધી જ આવશ્યક પૂજાઓનુ આયોજન કરવામાં આવ્યું. વળી બધા કાર્યક્રમોનું સમગ્ર આયોજન અને સંચાલન યુવા પેઢીને સોંપવામાં આવ્યું અને ઉત્સાહી 'યંગ એલર્ટ ગ્રુપ'ની સાથેસાથે ૨૦૦ જેટલાં યુવાનોએ સ્વયંસેવક તરીકે કામગીરી બજાવી હતી. આમાં બાળકો અને યુવાનોને રસ પડે તે માટે અંગ્રેજીમાં જૈન ધર્મની નાટિકાઓ, સંવાદો તેમજ ગીતો અને સ્તુતિઓનો પાઠ રાખવામાં આવ્યો. મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ ક્ષી વિનોદ કપાસીએ કહ્યું કે જે ભૂમિ પર આપણે રહીએ છીએ, તે ભૂમિનું આપણા ૫૨ ૠણ છે અને એ ઋણ અદા કરવા માટે એમણે આયુષ્યના અંતિમ સમયે બિમાર માણસોની સેવા કરતી હૉસ્પિસ સંસ્થા, કૅન્સર, સ્ટ્રોક અને હાર્ટને માટે સંશોધન કરી રહેલી સંસ્થાઓ તથા પ્રાણીઓની સંભાળ લેતી સંસ્થાને દાન આપવામાં આવ્યું. વળી ભગવાન મહાવીરના ગણધર ગૌતમસ્વામીના જીવન અને તત્ત્વજ્ઞાન ૫૨ આધારિત એવી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની રોજ બે-બે કલાકની ‘ગૌતમકથા’ રાખવામાં આવી હતી. આ પ્રસંગે મુનિરાજશ્રી જિનચંદ્રજી તથા શ્રી નલિનભાઈ કોઠારી (ભાઈશ્રી)ની ઉપસ્થિતિ સહુને પ્રેરક બની હતી. લંડનની શેરીઓમાં નીકળેલી શોભાયાત્રામાં જૈન સમાજના તમામ વિકાઓ નથા સંસ્થાઓના અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉત્કૃષ્ટ સ્ટેજ ડેકોરેશન, ત્રિશલામાતાના ૧૪ સ્વપ્નોની રંગોળી, શેત્રુંજયનું ૩૨ ફુટ લાંબુ ચિત્રપટ એ આ પ્રતિષ્ઠાના આગવા આકર્ષણ બની રહ્યા. આ પ્રતિષ્ઠામાં ૧૫૦૦ થી ૨૦૦૦ લોકોએ ભાગ લીધો અને લંડનના હાર્દ સમા વિસ્તારમાં ઉત્કૃષ્ટ કલાકોતરણી ધરાવતું જિનાલય પામીને હાજર હેલા સહુ કોઈએ ધન્યતાનો અનુભવ કર્યો. -વિનોદ કપાસી મહાવીર જૈન ફાઉન્ડેશન-લડન mahavirfoundation.org.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy