SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રબુદ્ધ જીવન મહાન પિતાના મહાન સુપુત્રી શ્રીમતી ગીતાબેન પરીખની વિદાય વેળાએ (એક લધુ ત્વરિત સ્મરણાંજલિ) Dપ્રતાપકુમાર ટોલિયા ૭ એપ્રિલ ૨૦૧૨ના ગીતાબેનના થયેલા દેહત્યાગના સમાચારનો શ્રી સૂર્યકાંતભાઈનો અચાનક કૉલ આવ્યો.તુરત જ તેમની પ્રિય ‘શમુર્ખ શાન્તિ'ની રવીન્દ્ર-પ્રાર્થનામાં અને અનેક સંસ્મરણોમાં ખોવાઈ જવાયું, ‘ઘૂમશું અમે ગલી ગલીને ખૂણે ખૂણે ત્યારે, રટતાં તારા નામનું ગાણું ભમશું દ્વારે દ્વારે.’ (ધરતીનાં ગીતો) –રવીન્દ્ર છાયાના ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરના ગીતાબેન-અનૂદિત આ ગીતને ગાતાં ગાતાં ભૂદાન-પદયાત્રામાં ઘૂમવાનું અને દ્વારે દ્વારે ભમવાનું ત્યારે થતું. ઈ. સ. ૧૯૫૫નો એ સમય હતો જ્યારે દક્ષિણ હૈદ્રાબાદથી ગીતાબેનના પિતાશ્રી સ્વ. પરમાનંદભાઈનો વિનોબાજીના પ્રવચનનો એક નાનો લેખ ગીતાબેન અને સૂર્યકાંતભાઈને પણ તેમના સર્વોદય-યાત્રા સંબંધિત સંપાદનમાં અમદાવાદ મોકલવાનું બનેલું અને એ લખાણ તેમણે કોઈ વર્તમાન પત્ર (કદાચ ‘જનસત્તા')માં છાપેલું પણ. આ પર પ્રોત્સાહક પરોપકારી દંપતીના આવા પત્ર-પરિચય પછી ઈ. સ. ૧૯૫૬માં અમદાવાદ અધ્યયનાર્થે આવી પૂજ્ય પંડિતશ્રી સુખલાલજીની વિદ્યા-નિશ્રામાં રહેવા પૂર્વે તેમની સાથે રહેવા ગીતબેન સૂર્યકાંતભાઈએ નિમંત્રેલ, પત્ર-પરિચયનીપ્રાથમિકતા પછી આ પ્રત્યક્ષપરિચયમાં તેમના પાટડી બિલ્ડીંગ પરના નિવાસમાં થોડો સમય ગાળવા મળેલો તેનું સુખદ-પ્રેરક એવું જ તાજું આજે છે, જે તેમનાથી નાના એક અભ્યાસીને સર્વ પ્રકારે કેમ ઉપયોગી થઈ આગળ લાવવો, સર્વોદયના-સાહિત્ય સંગીતના અને દર્શન તત્ત્વજ્ઞાનના સમાન રસમાં ‘પરસ્પરોવ્રહો નીવાનામ્’ના સૂત્ર ન્યાયે શી રીતે પ્રોત્સાહિત કરવો, તેનું ઉત્તમ ને આલ્હાદક ઉદાહરણ છે. પંડિતજીને સૂર્યકાંતભાઈની સમર્પિત સેવાભાવના માટે અને ગીતાબેનની સરળતા ને વિનમ્રતા માટે ભારોભાર અહીંભાવ. તેઓ તેમની અવારનવાર અનુોદના કરતાં તેમાંથી તેમનું એક નાનું પરિચય-વાક્ય યાદ રહી ગયું છે-‘ગીતાબેન એટલે ગલીકુંચી વિનાની સરળ સહજ વ્યક્તિ.’ અમારા થોડા સહવાસમાં અને ગીતાબેનના કાવ્યો તેમજ લખાણોને માણતાં, તેમનો આ અનુભવ સ્પષ્ટપણે થયેલો. પંડિતજી પાસે રહેવા દરમ્યાન પણ આ બંને દંપતીનો સતત સંપર્ક થતો રહેલો અને અનેક રીતે પ્રેરક બનેો-‘કુમાર' કાર્યાલય પરના ‘બુધવારિયા’ની બેઠક, સ્વયંના પણ વર્તમાનપત્રોમાં કોલમ-લેખન મે, ૨૦૧૨ તેમજ ગુજરાતમાં સર્વોદય તથા સાહિત્ય-સંગીતના અનેક ઉપક્રમો વગેરેમાં. પૂ. મલિકજી પછી ગીતાબેન પણ અમારા દાંપત્ય જીવનના નિમિત્ત બનેલો. આ પછી ઈ. સ. ૧૯૬૨માં અમદાવાદ-કુબેરનગ૨ની નેશનલ કૉલેજની મારી પ્રિન્સિપાલ તરીકેની કામગીરી દરમ્યાન ત્યાં દર્શનશાસ્ત્ર- (ોિસોફી) વિષયના અધ્યાપિકા તરીકે પણ ગીતાબેનને નિયંત્રવાનું ને તેમની તત્ત્વજ્ઞાન રુચિને કાવ્ય સૃષ્ટિમાં ગુંથાતી જોવામાળવાનું બનેલું, તેનું પણ સુખદ સ્મરણ છે. આ જ ગાળામાં અમારા ખ્યાતિપ્રાપ્ત ક્રાન્તિકારી નાટક 'જબ મુદ્દે ભી જાગતે હૈં।' ને અમરેલી-અમદાવાદમાં સફળ મંચન કરાવવામાં ગીતાબેન-સૂર્યકાંતભાઈનો ‘સર્વોદય પ્રતિષ્ઠાન'ના ઉપક્રમે મોટો ફાળો રહ્યો. ઈ. સ. ૧૯૬૬માં ગીતાબેનનું પ્રથમ કાવ્ય પુસ્તક ‘પૂર્વી’પ્રકાશિત થતાં અને તેને ગુજરાત સરકાર તથા ગુજરાત સાહિત્ય સભાના પ્રથમ પારિતોષિકો મળતાં તેના ઘણાં કાવ્યો ને આસ્વાદવાદનું અને કેટલાંક ગીતોને સ્વસ્થ કરવાનું બનેલું. આજના તેમના સ્વયંના પરા સન્મુખ થવાના પ્રસંગે તેમનું ‘મરણ-પણ' શીર્ષક આ કાવ્ય જાણે પ્રાસંગિક બની જતું લાગે છે, વર્ષો પૂર્વે લખાયેલ હતાં: 'આ જિંદગી લાગે અહીં કો ! થાળાંનું મિષ્ટ ભોજન, જેહને આસ્વાદતાં આહ્લાદ માણે આપણું મન; તો ન શાને મરણ પણ લાગી શકે કોઈ સુગંધી ને મધુર મુખવાસ જેવું રમ્ય કે ?' આ જૂના કાવ્ય લેખન પછી તો હમશાં સુધી ઘણીય વાય, જ્યારે જ્યારે અમદાવાદ જતાં મળવાનું બને ત્યારે કાવ્યના તત્ત્વ વિષયમાં ઊતરતાં શ્રીમદ્-સાહિત્યના 'સરસ અન્નને નહીં મનને પ્રસન્ન ભાવ જો !' અને ‘જીવિત કે મરશે નહીં ન્યૂનાધિકતા' જેવા ‘અપૂર્વ અવસ૨’ કાવ્યમાં અને પછી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના હાર્દમાં ઉતરતાં તેમને અપાર આનંદ થતો. વાસ્તવમાં અમારી ‘આત્મસિદ્ધિ' રેકર્ડ અને ખાસ કરીને જીવનસંગિની સુમિત્રાના ગાયેલા પદો-ગીતો તેમને અત્યંત પ્રિય હતાં અને અવારનવાર તેઓ તેનો શ્રવણાનંદ માણતાં. ઈ. સ. ૧૯૬૮માં ‘ગુજરાત વિદ્યાપીઠ’ અમદાવાદમાં મારા પ્રાધ્યાપક તરીકેના કાર્યસમય દરમ્યાન ૭ મી ઑગસ્ટની ‘રવીન્દ્ર સ્મૃતિ'ના દિવસે અમારા ‘રવીન્દ્ર સંગીત' કાર્યક્રમ આયોજનમાં તેઓ બહુ સાર્થક કોમેન્ટ્રી લખી લાવેલાં, તેને પ્રસ્તુત કરી અમારા ગાનને
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy