________________
૧૨
પ્રબુદ્ધ જીવન
પણ લાગે છે તો જુવાનને! પેલી ભૂખડી બારસ! છોકરી રાંડશે તોય બેઠી બેઠી ખાશે. મનસુખની સંપત્તિ અઢળક છે. પેલી કહેવત છે ને હજાર નૂર લુગડાં'. મતલબ કે દરિદ્રતાને કારણે વ્યક્તિ અકારણ વૃદ્ધત્વને પામે છે જ્યારે ધનને પ્રતાપે વૃદ્ધ પણ યુવાન લાગે છે. વૈજ્ઞાનિકો અને આહાર શાસ્ત્રીઓએ કરેલી ગમે તેટલી વિટામિનોની શોધ આ 'વિટામીન એમ’ની તોલે કદાપિ ન આવે.
અમારાં તારાબહેનનું પણ કહેવું પડે! શી એમની આંખની ચમક! દામિની શી દમક! ચરણોની ધમક! આપણે પૂછીએ કે બહેનજી! આ બધું શા ઉપર? તો કહેઃ ‘મને કોના બાપની
સાડાબારી છે! મારી પાસે તો બબ્બે કોરા ચેક છે.” સંતતિમાં તારાબહેનને બે દીકરા..તે કોરા ચેક...અક્કેકના બબ્બે લાખ તો ચપટીમાં અંકે કરી લે. તારાબહેનની ચમક-દમક-ધમક આ બે કોરા ચેકને પ્રતાપે છે: ‘કોણ કહે છે કે દ્રવ્યની સત્તા ન-ગણ્ય છે?' મની ઈઝ પાવર' અમસ્તુ નથી કહ્યું, સત્તા દ્વારા સંપત્તિ ને સંપત્તિ દ્વારા સત્તા એ આજકાલની રાજનીતિ!
પંચતંત્ર'ના બીજા તંત્ર નામે ‘મિત્ર સંપ્રાપ્તિમાં’ ‘પરિવાજક અને ઉદર' નામની એક વાત આવે છે. તેમાં એક પરિવ્રાજકને ઉંદર ખૂબ ત્રાસ આપે છે. ઉંઘવાય દેતો નથી ને ખૂબ ઊંચે લટકાવેલ શીકામાં ને રાખેલ ભિશનને પણ ખાઈ જાય છે. વાંદરા અને બિલાડાથી પણ તે જબરા કૂદા મારે છે. આ ત્રાસમુક્તિ માટે પર્રિાજક આખી રાત પાસે રાખેલો વાંસ ભિક્ષાપાત્ર ઉપર પછાડે છે. અતિથિ તરીકે આવેલો બીજો પરિવ્રાજક તેને કહે છેઃ 'નક્કી નિધાન-ભંડારની ઉપર એનું બીલ હોવું જોઇએ. નિધાનની ઉષ્માથી એ ઊંચે કૂદે છે: કહ્યું છે
કે
પણ
ધમની માત્ર ઉષ્મા દેહધારીઓની તેજમા વૃદ્ધિ કરે છે.’ બીજા પરિવ્રાજકની વાત સાચી હતી. બીલને ખોદતાં ને નિધાનને દૂર કરતાં ઉંદરના ટાંટિયા ઢીલા થઈ ગયા. જો ઉંદરની આ દશા તો માનવીની તો વાત જ શી? મતલબ કે ધન જ બળ છે, ઉષ્મા છે,
તેજવૃદ્ધિનું કારણ છે.
હું જાણું છું કે ધનની નિંદા કરનારા કૃતક દંભીઓ પણ આ જગતમાં જ વસી રહ્યા છે. એવા એક કવિએ ગાયું છેઃ 'ધનનું ઉપાર્જન કરવામાં દુઃખ છે, વ્યયમાં પણ દુઃખ છે...માટે કષ્ણય એવા ધનને ધિક્કર છે.” સાચું કહ્યુંઃ આ હારણદશાની વાણી છે. ધનોપાર્જનના પુરુષાર્થમાં નિષ્ફળ નિવડેલા કવિ આત્માની આ નિરાશા ને નિર્વેદભરી વાણી છે. બાકી વિધેયાત્મક દ્રષ્ટિવાળા કવિને ગાયેલી આ આશાવાદી બુલંદવાણી જ ચરમ ને પરમ સત્ય છે.
અપૂજ્યની પણ જે પૂજા કરવામાં આવે છે, અગમ્યની પાસે પણ જે જવામાં આવે છે તથા અવધને પણ જે વંદન કરવામાં આવે છે તે બધે ધનનો પ્રભાવ છે. પર્વત ઉપરથી નીકળેલી તથા આગળ જતાં એકત્ર થઈને વૃદ્ધિ પામેલી નદીઓથી જેમ લોકોની સર્વ ક્રિયાઓ પ્રવર્તે છે તેમ વૃદ્ધિ પામેલા ને એકત્ર થયેલા ધન વર્ડ પણ સર્વ ક્રિયાઓ પ્રવર્તે છે. ધનની ઈચ્છાવાળા મનુષ્યોએ- યાચકોએ ધનવાનોના વિષયમાં ન ગાયેલી એવી કોઈ વિદ્યા, કોઈ દાન, કોઈ શિલ્પ કે કોઈ કલા નથી, અર્થાત્ યાચકો ધનવાનોની સ્તુતિ કરતાં તેમને સર્વગુણસંપન્ન તરીકે વર્ણવે છે. એટલે ગવાયું છેઃ
‘ધન તો નરનું નૂર, પૂર પ્રાણે પ્રગટાવે,
સાચી દોરવણી આપવાને સર્વ પ્રકારે યોગ્ય
તા. ૧૫-૫-૧૯૩૯ના ‘પ્રબુદ્ધ જૈન’ના અંકમાં મગનભાઈ દેસાઈનો જે સંદેશો મળ્યો હતો, એ આજના સંદર્ભે પણ કેટલો ઉચિત છે! એઓ લખે છેઃ
માર્ચ, ૨૦૧૧
આજના જમાનામાં જૈન કોમ પાસે એક ખાસ જવાબદારી છે. જગતમાં અહિંસાનો સંદેશો આપનાર મહાવીર સ્વામીના તેઓ અનુયાયી છે. તે સંદેશો આપવાનું અને જગતને તેનો જ્વલંત પાઠ આપવાનું તેમને શિરે છે એમ વિશેષ કહી શકાય... આજનું જગત અહિંસાનો સંદેશો જરા જુદી રીતે માર્ગ છે. આજનો સમાજ રક્ષક થવાને બદલે ભક્ષક જ વધારે બનતો જાય છે. એક વ્યક્તિ મંદિર દર્શન, પૂજા, પાઠ વિગેરે કરે છે. છતાં તેનો વ્યવહાર જુઓ તો, જાણે અજાણ્યે પણ, સમાજમાં તે ભક્ષક શોષક હોઈ શકે છે, હોય છે. આ જમાનામાં અહિંસા પૂજકોએ આ સામાજિક હિંસાનું નિવારણ શોધવું જ પડશે. નહિ તો સમાજની સાથે વ્યક્તિ પણ સંડોવાશે ને બેઉ અધોગતિ પામશે.'
અને એ જ અંકમાં મોતીચંદ ગિરધરલાલ કાપડિયા લખે છેઃ
કરે નિરાશા દૂર, શૂર ને શૌર્ય સજાવે.
વિશ્વ-ચક્રનું અંજન, મંજન મહોલાતોનું,
કલા-કવિતા રંજન, ભજન
ભડવાતોનું
ધનનું બલ અકલિત, ચલિતા પણ નગને કરતું,
ભણે અનામી ‘રાંકઃ ધને જગ
આખું ફરતું
સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે અમસ્તુ નથી કીધું.
‘જેનામાં પ્રશાન્તવાહિતા સાથે પ્રેરણા હોય, જેનામાં વર્તમાન સાથે ભૂતની એકવાક્યતા કરવાની આવડત હોય, જેનું ધ્યેય આત્મલક્ષી હોવા સાથે સમાજને કેન્દ્ર સ્થાને રાખતું હોય, જે દ્રવ્ય, રસિકભાઈ રણજિતભાઈ પટેલ, ક્ષેત્ર, કાળ ને ભાવને અનુલક્ષીને માર્ગસૂચન કરવામાં પ્રાવીણ્ય સી-૧૨, નવદીપ એપાર્ટમેન્ટ, દાખવતો હોય, જેનામાં માનવ પ્રગતિની સાચી તમન્ના ધમધમતી મેમ નગર, રહી હોય તે જ ખરો ‘પ્રબુદ્ધ જૈન' સમાજને સાચી દોરવણી અમદાવાદ-૩૮૦૦૫૨. આપવાને સર્વ પ્રકારે યોગ્ય ગણાય.’
મો.: ૦૯૮૯૮૧૬૯૦૬૯