SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન એ પદ કબીરનું જ: સંશોધનાત્મક સત્ય ઇડૉ. નિરંજન રાજ્યગુરુ તા. ૧-૨-૨૦૧૧ પ્રતિશ્રી, તંત્રીશ્રી, ‘પ્રબુદ્ધ જીવન' સાદર વંદન સાથે- જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત થયેલા મારા અભ્યાસલેખ ‘સંત-ભજનિકોની અવળવાણી'માં કબીરસાહેબ (અવ. ઈ.સ.૧૪૯૭)ના નામે છેલ્લા સાડા ત્રણસો વર્ષોથી અનેક હસ્તપ્રતોમાં મળતું અને લોકભજનિકોમાં અનેક પાઠાંતરોમાં ગવાતું પદ 'ઈતના ભેદ ગુરુ હમકો બતા દો...'નું અર્થઘટન વાંચીને, ‘એ પદ મૂળ આનંદઘનજી (ઈ. સ. ૧૬૧૪થી ઈ. સ. ૧૬૭૪)નું છે, તમે ખોટો પ્રચાર કરો છો.' એ જાતના અનેક ફોન અને પત્રસંદેશા મારા પર આવ્યા હોઈ તે અંગે મારો પ્રતિભાવ આપને મોકલું છું જે આગામી અંકમાં પ્રકાશિત કરવા નમ્ર વિનંતિ છે. (૧) આ પદનું પાઠાંતર ‘આનંદઘનજીનાં પદો-ભાગ,૨માં પદ ક્રમાંક ૯૮, પૃ. ૩૯૨ ઉપર 'અવધુ સો જોગી ગુરુ મેરા, ઈન પદકા કરે રે નિવેડા...’ની પ્રથમ પંક્તિ સાથે અપાયું છે. આ પદની નીચે પાદટીપમાં નીચે મુજબની નોંધ સંપાદક અને વિવેચન કરનાર શ્રી મોતીચંદ કાપડીયાએ આપી છેઃ ‘મારી પાસેની પ્રતમાં આ પદ નથી, પાઠાંતર ઉપલબ્ધ નથી, મળશે તો આગળ ઉપર દાખલ કરવા પ્રયત્ન થશે.’ પરિશિષ્ટ-૨માં તેઓ જણાવે છેઃ ‘બનવા જોગ છે કે આવી અવળવાણીનો આધાર કબીર ઉપરથી આનંદધને લીધો હોય અને પછી તે મૂળ હકીકતને પોતાની સ્વતંત્ર કૃતિ વડે વિસ્તારી હોય.’ (ભાગ-૨, પૃ. ૫૦૨) એ જ પ્રમાણે પદ ક્રમાંક ૯૯ ‘અવધુ એસો જ્ઞાન વિચારી...' (પૃ. ૪૦૯) નીચે અપાયેલી પાટદીપમાં પણ ‘મારી પાસેની પ્રતમાં આ પદ નથી, પાઠાંતર ઉપલબ્ધ નથી, મળશે તો આગળ ઉપર દાખલ કરવા પ્રયત્ન થશે.' એમ નોંધીને એના વિવેચનમાં પૂ. ૪૩૧ ઉપર સંપાદક લખે છેઃ 'આ પદના અસલ લેખક આનંદધન મહારાજ કે કોઈ અન્ય છે એ સાહિત્યની ચર્ચાનો વિષય છે. એ વધારે શોધખોળ, તપાસ અને ચર્ચા માર્ગ છે. આપણે એ ચર્ચા સાહિત્યકો પર છોડી દઈ...જે વ્યક્તિએ આ પદ લખ્યું હશે એને પોતાના નામનો મહિમા નહીં જ હોય...અસલ એ કબીરના મુખમાંથી નીકળ્યું કે લાભાનંદ મુનિએ કહ્યું તેનું આપણે કામ નથી.’ એ જ પ્રમાણે પદ ક્રમાંક ૧૦૬ ‘કિન ગુન ભયો રે ઉદાસી ભમરા...' વિશે સંપાદકે નોંધ્યું છેઃ ‘આ પદ નવીન જાતનું છે. એ જુદી ભાત પાડે છે. એની કૃતિ સંબંધમાં મતભેદ રહે તેવું છે...કાશીના કરવતની વાત વગર મેળે દાખલ કરવા જતાં આડકતરી રીતે એ તુચ્છ પ્રથાનો સ્વીકાર થઈ જતો હોવાની વાત આનંદઘન જેવા સિદ્ધ યોગી કરે નહીં, એટલે એ કૃતિનું કર્તૃત્વ ૧૯ શંકાસ્પદ છે...' (ભાગ-૨, પૃ. ૪૭૭) જેના વિશે શ્રી કુમારપાળ દેસાઈએ લખ્યું જ છે કેઃ ‘એ પદ કબીરનું જ છે. એની છેલ્લી પંક્તિ જ કહી આપે છે.’ (‘અબ હમ અમર ભયે' આનંદઘન જીવન અને કવન પૃ. ૫૭) તો પદ ક્રમાંક ૧૦૮ 'તજ મન હરિ વિમુખન કો સંગ’ વિશે મોતીચંદ કાપડીયાએ જ નોંધ કરી છે કે આ પદને અંગે પં. ગંભીરવિજયજીએ લખાવેલ નોટ્સમાં જણાવ્યું છે કે આ પદ સૂરદાસનું છે. એની કૃતિ, રચના અને શૈલી જોતાં એ આનંદધનજીનું હોય તેમ જણાતું નથી.” (ભાગ-૨, પૃ. ૪૮૪) શ્રી કુમારપાળ દેસાઈએ પોતાના મહાનિબંધમાં જણાવ્યું જ છે કે-‘હસ્તપ્રતોમાં મળતાં પદો જુદી સંખ્યા ધરાવે છે પરંતુ આ પદોમાં અન્ય કવિઓના પદો અને કોઈ અજ્ઞાત કવિએ આનંદઘનને નામે ચડાવી દીધેલાં પદો પણ ઘણાં મળે છે... ‘અવધુ વૈરાગ્ય બેટા જાયા’, ‘અવધુ સો જોગી ગુરુ મેરા’ અને ‘તજ મન કુમતા કુટિલકો સંગ' એ આનંદઘનને નામે ઓળખાતાં પદો ક્રમશઃ બનારસીદાસ, કબીર અને સૂરદાસનાં છે.’ ('અબ હમ અમર ભયે' આનંદઘન જીવન અને કવન, પૃ. ૫૭). ઈ. સ. ૧૯૧૪માં જેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થયેલી અને ઈ. સ. ૧૯૮૨માં શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના સંપાદકીય સાથે જેની ત્રીજી આવૃત્તિ થઈ એ બે ભાગના વિશાળ ગ્રંથ ‘શ્રી આનંદધનના પર્દા' (સં. મોતીલાલ કાપડીઆ)માંથી સંપૂર્ણ પસાર થઈએ તો ખ્યાલ આવે છે કે મોતીલાલ કાપડીઆએ વારંવાર કહ્યું છે કે-‘આનંદઘનજીના હસ્તે લખેલી કે તેઓના સેવકોની લખેલી પ્રતિ મળી હોત તો કંઈ કહેવાનું રહેત નહીં...(ભાગ-૧, પ્રસ્તાવના પૂ, ૧૩). ‘કોઈ કોઈ પર્દા પછવાડેના કવિઓ બનાવ્યા હોવા છતાં તેમાં આનંદઘનજીનું નામ દાખલ કર્યું હોય એમ બનવા જોગ છે.' (પૃ. ૬૫). આનંદઘનજીના પદોના સંબંધમાં એવું ઘણી વખત સાંભળ્યું છે કે તેઓના પદો કબીરના પદોને મળતાં છે અને કબીરના કોઈ કોઈ પદો આનંદધનજીના નામ ઉપર માણસોએ ફેરવી નાંખ્યાં છે...' (ભાગ-૧, પૃ. ૧૦૭). એ જ પ્રમાણે ભાગ બીજાના પૃ. ૧૮ ઉપર સંપાદકીયમાં શ્રી રતિલાલ દેસાઈ પણ જણાવે છેઃ ‘આ પુસ્તકમાંના પો જોતાં મને એમ લાગતું જ રહ્યું છે કે આ પર્દામાં દેખાતી અશુદ્ધિઓ દૂર કરવા માટે, આ પદોની સંખ્યાબંધ હસ્તપ્રતો ભેગી કરીને અને આ વિષયના જાણકાર બે-ત્રણ વિદ્વાનોએ સાથે મળીને, આ પદોનું ઝીણવટપૂર્વક સંશોધન કરવાની ખૂબ જરૂર છે. કેટલાંક પદો મીરાની જેમ આનંદઘનજીના નામે ચડી ગયાં હોય એવી શંકા પણ જાગે છે...શ્રી મોતીચંદભાઈએ પોતે જ અનેક પદોના વિવેચનમાં એના કર્તૃત્વ અંગે શંકા દર્શાવી છે.’ અને છેલ્લે આચાર્ય શ્રી વિજયશીલચન્દ્રસૂરિજીના એક વિધાન સાથે મારી વાત પૂર્ણ કરું. ‘સંશોધનનું સત્ય ઉજાગર થઈને સામે
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy