SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57. Posted at Patnika Channel sorting office Mumbai-400 001 On 16th of every month + Regd. No. H | MR / SOUTH-146 / 2009-11 PAGE No. 36 PRABUDHHA JIVAN NOVEMBER 2011 જલકમલવત્ 7 જિતેન્દ્ર એ. શાહ એક પ્રશ્ન મનમાં ઊઠે છે; ઊઠતો જ રહે છે. કિશન-કા નામને જ વરદાન છે કે તે નામધારી સંસારમાં રહેવા છતાં સંસારથી પરે હીં જીવનધર્મ પાળી શકે ? પરિવર્તન એ જ સૃષ્ટિનો નિયમ હોય તો કરશનભાઈ તેમાં શી રીતે અપવાદરૂપ બની શકે ? એક વહેલી સવારે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પૂરું કર્યા પછી ઉપાશ્રયમાં બિરાજતા સાધુગણ પાસે પરે વહેલા જવાની રજા માંગી સૂર્યનીચોકસાઈથી પોતાની દિનચર્યા પાળનાર આજે વહેલા જવાની રજા માગે ? સાધુગા તદ્દન આશ્ચર્યચકિત ! ખોટા મહારાજસાહેબે સ્વાભાવિક રીતે પૃચ્છા કરી તાલુકાના ખારોઈ ગામના વતની શ્રી કરશનભાઈની. તેઓ વિશા ઓસવાલ જ્ઞાતિના સ્થાનકવાસી જૈન. આ વાત થઈ રહી છે કચ્છ જિલ્લાના ભચાઉ‘કરશનભાઈ, શું વાત છે? આજે દિનચર્યામાં ફેરફાર શા કાજે?' કરશનભાઈએ બે હાથ જોડી નમસ્તકે ઉત્તર આપ્યોઃ- મહારાજસાહંબ, પરે અતિથિ પધાર્યા હતાં, તેમને વળાવવા ઘરે જવું પડે તેમ છે.' બચપણમાં દીક્ષાના અદરેક ભાવ છતાં માની અસંમતિ પારખી ગૃહસ્થ ધર્મના પાલન માટે કચવાતે મને પોતાની જાતને તૈયાર કરી. જબરી કોઠા-સૂઝના જા. વ્યાયવસાયિક બાબત હોય, જનસેવા ખાસ કરી શિક્ષણના ક્ષેત્રમાં કરવાની હોય કે ધાર્મિક કાર્યો કરવાના હોય તે સદા-સર્વદા તૈયાર! બહુ નાની ઉંમરે ચોથા વ્રતની બાધા લીધી અને સાથે સાથે પોતાના વ્યવસાયમાંથી પશ નિવૃત્તિ લઈ લીધી. હવે જનસેવા અને ધર્મ સિવાય કશામાં પણા તેમને રસ રહ્યો નહીં. અગર જનસેવા તેમનું ગૌરવ હતું, તો ધર્મ તેમનું જીવન હતું. કોઈ સુગંધી પુષ્પ હોય તો તેની સુગંધ અને પુષ્પ વિશે આપણે અલગ અલગ ન વિચારી શકીએ. બસ, આ જ રીતે તેઓ ધર્મ સાથે અવિનાભાવે જોડાયેલા હતા. બ્રહ્મમુહૂર્તમાં એટલે કે સવારે ચાર વાગે ઊઠી જાય અને ઉપાશ્રયે પહોંચી પ્રતિક્રમણ વિધિમાં લાગી જાય. ધાર્મિક આધ્યાત્મિક વાંચન કરે અને ઉપાશ્રયમાં નિરાજના મહારાજસાહેબ-મહાસતીઓના વ્યાખ્યાનનું એક ચિત્તે શ્રવણ કરે, તે પછી અનેકવિધ સંઘ તથા અ. ભા. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ સાથે સંકળાયેલ હોઈ સંધની ઓફિસમાં બેસી, કાર્યધુરા સંભાળી બાર-સાડાબાર વાગે ઘરે જવા પ્રયાણ કરે. વર્ષોથી તેમનો આ જ ક્રમ અને તેમાં પરિવર્તનની કોઈ ગુંજાઈશ નહોતી, પરંતુ તેઓ તો ઘરે ગયા. વ્યાખ્યાનનો સમય થયો પરંતુ ઉપાશ્રયમાં શ્રાવકોની હાજરી સાવ પાંખી વ્યાખ્યાન પૂરું થતાં પૂ. મહારાજસાહેબે કાર્યકર્તાઓને કારણ પૂછ્યું. જાણવા મળ્યું કે પંચે પંચે પાથેય માટે નિમંત્રણ પ્રત્યેકના જીવનમાં અનેક પ્રભાવિત અને પ્રેરણાત્મક ઘટનાઓ બનતી હોય છે જે પોતા માટે તેમજ અન્ય માટે જીવન પાર્થેય બની જતી હોય છે. ચમત્કૃતિ ભરી આવી સત્ય ઘટનાઓને અહીં પ્રસ્તુત કરવામાં આવે છે જેને ખૂબ જ સારો અને ઉમળકાભર્યો પ્રતિસાદ વાચકો તરફથી મળ્યો છે, કેટલાંક સુજ્ઞ વાચકો તો કહે છે કે |‘પ્રબુદ્ધ જીવન’ આવતા તરત જ પહેલાં અમે આ સત્ય ઘટના વાંચીએ છીએ, પછી જ બીજા લેખો નિરાંતે વંચાય છે. આનું કારણ આ ઘટનામાં ધબકતું 'સત્ય' છે. ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકોને આવી સત્ય ઘટના-કાલ્પનિક નહિ જ મોકલવા અમે વિનંતિ કરીએ છીએ. ‘સત્ય'ની અભિવ્યક્તિ માટે સારા લેખક હોવું જરૂરી નથી જ. ‘સત્ય’ પોતે જ ‘સુંદર’ બનીને આકાર પામે છે. અને એ વાચકના હૃદયમાં ‘શીવ’– કલ્યાણનું સર્જન કરે છે. પંથે પંથે પાથેય... રાત્રિના સમયે કરશનભાઈના જુવાનજોધ પુત્રનો દેહાંત થવાથી સહધર્માભાઈઓ અગ્નિસંસ્કાર અર્થે સ્મશાને ગયા હતા. પૂ. મહારાજસાહેબ કશું જ બોલી ન શક્યા, પરંતુ તેમના ચિત્તમાં એક ચમકારો થયો કે વહેલી સવારે કરશનભાઈ જે અતિથિવિદાયની વાત કરતાં હતાં તે તેમના જ પુત્રની ચિરવિદાયની વાત હતી ! ધર્મ જેમની રગરગમાં ઊતરી ગર્યા હોય તે જ વ્યક્તિ આ રીતે અનાસક્ત અને અસંગ કરી શકે. ફરી સંધ્યાકાળ થયો અને ફરી કરશનભાઈ પ્રતિક્રમણ માટે ઉપાશ્રયમાં હાજર આ કરશનભાઈ તે બીજું કોઈ નહીં પરંતુ દાદર-મુંબઈમાં જે ઉપાશ્રયને તેમનું નામ આપવામાં આવ્યું છે તે કર્મયોગી કરનશભાઈ લધુભાઈ નિશર! ૨૦૧, વસુંધરા એપાર્ટમેન્ટ, ૨૯-A, નૂતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા૩૯૦૦૦૭,૨૧,૦૨૬૫-૨૪૨૪, *** X X X કૅન્સરના રોગીની કરુણા 5 મનસુખલાલ પ્રવીણા ઉપાધ્યાય (૧) મૃત્યુની સમીપે ઊભેલો માવાસ સમતા જાળવી શકતો નથી. અદમ્ય વૃત્તિ અને આવેગોનો શિકાર બનીને એ સમતુલા ગુમાવી બેસે છે, તો ઘણીવાર મૃત્યુનું દર્શન વ્યક્તિને પીઢ અને ધીર ગંભીર બનાવી દે છે. 'કેન્સર' એટલે 'કૅન્સલ' એ હકીકત આજની આધુનિક તબીબીની શોધખોળના જમાનામાં પણ એટલી જ સાચી છે. તેમાં પણ ‘લ્યુકેમિયા’ લોહીના શ્વેત કણનું કૅન્સર ભલભલાના હાંજા ગગડાવી નાખે. ડૉ. સ્વાતિ કૅન્સર હૉસ્પિટલ ટાટામાં એ દર્દના ઉપાય માટે નિષ્ણાત છે. એમના (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૩૦મું) D તંત્રી Postal Authority Please Note: If Undelivered Return To Sender At 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai-400004. Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konkdev Cross Rd, Byculla, Mumbai-400 027, And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add, : 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296, Editor: Dhanwant T. Shah. T
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy