SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર, ૨૦૧૧ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર થયેલો હોય અને સંજોવશાત નવા દાતાની તકતી લાગવાની હોય ત્યારે જૂની તક્તીઓ યોગ્ય જગ્યાએ પ્રદર્શિત થાય તેવી રીતે લગાડવી જોઈએ જેથી મૂળ દાતાના હૃદયમાં કે તેમના વારસોમાં સંસ્થાનું સ્થાન જળવાઈ રહે. દરેક કાળા વાદળને રૂપેરી કોર હોય છે તેમ હજારો દાતાઓમાંથી એકાદ દાતા મુઠ્ઠી ઊંચેરા પણ મળી આવે છે. તેનું દૃષ્ટાંત આપીશ. શ્રી કચ્છી વીસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન-મુંબઈએ પાલીતાણા બજારમાં સ્થિત તેમની માતુશ્રી પુરબાઈ ધર્મશાળા અનિવાર્ય સંજોગોને કારણે વેચી. ભરબજારમાં આવેલી ધર્મશાળા કોઈ ધર્મશીલ વ્યક્તિ સારા હેતુઓ માટે લે એવી ટ્રસ્ટીઓની ઈચ્છા બર આવે તેવી ઘટના બની. પ્રબુદ્ધ જીવન કચ્છના સુઘરી ગામના વતની અને હાલે વરલી રહેતા શ્રી રાયચંદભાઈ ધરમશીએ આ ધર્મશાળા સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ માટે ખરીદી, તેના પર પુષ્કળ ખર્ચો કરી અનેક સૂવિધાઓ વધારી. સાધ્વીજી ભગવંતોની વૈયાવગમાં કર્યાંય ખામી ન રહે તેની પૂરેપૂરી કાળજી લીધી. આશ્ચર્યની વાત તો એ હતી કે મબલખ રકમનો ખર્ચ કરી ઉત્તમ હેતુ માટે લીધેલી માતૃશ્રી પુરબાઈ ધર્મશાળાનું તેમણે નામ ન બદલ્યું, માતુશ્રી પુરખાઈની મોટા કદની તસ્વીર નવી બનાવીને મૂળ સ્થાને રાખી, એટલું જ નહિ, ધર્મશાળાના તમામ ઓરડાઓની બહાર મુકેલી, અત્યારે મામુલી ગણાય તેવી રકમોના દાનની તક્તીઓ ત્યાં જ રહેવા લીધી. આમ એક સાચા દાતા અને શ્રાવક ધર્મનું તેમણે નિષ્ઠાપૂર્વક પાલન કર્યું; કદાચ આવા મહાન દાતાઓને કારણે જ જૈન ધર્મની અદ્ભુત અને વિશિષ્ઠ પ્રભાવના થતી રહી છે. વાત કરીએ પ્રવૃત્તિના દાનની, અનેક સંસ્થાઓમાં ધાર્મિક, શૈક્ષણિક, તબીબી, જીવદયા વગેરેની પ્રવૃત્તિઓ થતી હોય છે. જો સારું દાન મળે તો નિર્ધારિત પ્રવૃત્તિનો વિકાસ થાય, સંસ્થા અને દાતા યશસ્વી બની રહે તે દૃષ્ટિએ તેમના દ્વારા થતી ચોક્કસ પ્રવૃત્તિને કાયમી દાન આપનારા દાતાનું નામ યાવચ્ચેનિદિવાકરો પ્રવૃત્તિ સાથે જોડાયેલું રહે તેવું દાન મેળવે. આ આ દાનની તક્તીમાં એક વિશિષ્ટતા છે, સતત ચાલતી પ્રવૃત્તિઓનું ઉર્વારોહણ થતું હોય છે. લોકજીભે તે પ્રવૃત્તિના નામ સામે દાતાનું નામ જોડાઈ જાય છે. અહીં સ્થળ, સમય કે સંજોગોનું મહત્ત્વ નથી તેમ છતાં સમજુતી કરાર (MOU)માં દાતાનું યોગ્ય પ્રતિનિધિત્વ કે એકમેકને માન્ય રહે તેવી શરતો જરૂર હોઈ શકે છે તેમ કરવું ઉચિત પણ છે. પ્રતિનિધિત્વની વાત કરીએ છીએ ત્યારે લાંબો વિચાર કરવો પડે છે. વ્યક્તિ શાશ્વત નથી હોતી જ્યારે સંસ્થાઓ દીર્ઘજીવી હોય છે. સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓમાં દાતાનું પ્રતિનિધિત્વ સંસ્થાના કદ અને પ્રવૃત્તિના પ્રમાણમાં કદાચ ઓછું અસરકારક હોય તેમ ૧૯ છતાં મૂળ દાતા તેની સાથેના સમજૂતી કરારમાં સંસ્થાનું હિત જાળવી સમય અને સંજોગો પ્રમાણે તેનું ઉત્તરદાયિત્વ પોતાના પરિવારની યોગ્ય વ્યક્તિને સોંપે તે જરૂરી છે. જો કે આ પ્રશ્નનો ઉકેલ કાળબળ પ્રમાણે અનિશ્ચિત જ રહેવાનો. દૂરંદેશી દાતા કર્મ સંજોગોની ગતિને ખ્યાલમાં રાખી આવા સમયે સમાજમાંથી પ્રવૃત્તિને યોગ્ય પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વની પસંદગી થાય તેવું વલણ ધરાવે તો સંસ્થા અને સમાજને ઉપકારક બને. સમગ્ર લેખમાં દાન અને દાતાને સ્પર્શીને જુદાં જુદા સવાલ અહીં ઉપસ્થિત કર્યાં છે. આપણી નાની મોટી સંસ્થાઓ, ટ્રસ્ટી, ગામના મહાજનો, સંઘો બધાંને આમાંથી પોતાને ચિંતવતા પ્રશ્નો મળશે. એમને મૂંઝવતા પ્રશ્નોનો નિવેડો લાવવા દાતા પરિવારો સાથે બેસી, ચર્ચા કરી નિર્ણય કરશો તો સમજૂતીના યોગ્ય કરારો તેમને નિશ્ચિત રાહે જવા માર્ગદર્શન આપશે જેના ફળસ્વરૂપે દાતા કે સંસ્થાઓને ન્યાયાલયના માર્ગે જવું નહિ પડે. બાળપણમાં કોઈક ધર્મના પુસ્તકમાં વાંચેલું કે વટેમાર્ગુઓને રસ્તામાં પીવાનું પાણી મળે અને તરસ છીપાય તે માટે કોઈ એક શ્રેષ્ટિએ બંધાવેલી વાવનું મીઠું જળ દાયકાઓ પછી તેના એક વારસે કુવા કાંઠે બેસી વેચવાનું શરૂ કર્યું. આવો ઈતિહાસ આપણા સમાજે ક્યારેય આલેખવો ન પડે તે માટે આજે મળતાં મબલખ દાનનો સ્વીકાર કરતાં પહેલાં આવનારા ભવિષ્યને નજરમાં રાખી તેની યોગ્ય રૂપરેખા આંકી રાખવી જોઈએ, જેથી સંસ્થા અને દાતા એ બન્નેનું ગૌરવ જળવાઈ રહે. આ પ્રમાણે સ્વીકૃત દાન ધીરે ધીરે સમાજની પ્રણાલિકા બની જાય ત્યારે અન્ય જ્ઞાતિ કે સમા માટે આપણો સમાજ પથદર્શક બની રહે તક્તીનું આયુષ્ય ભલે સ્થૂળ રહ્યું પણ દાતા ધારે તો તેની ઔદાર્યપૂર્ણ સમાજ દ્વારા સંસ્થા અને સમાજના હિતમાં નવો અભિગમ અપનાવી તકતીના આયુષ્યને ચિરંતન બનાવી શકશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, ચિંતન, સાહિત્ય, સંશોધન, પ્રવાસ વગેરે વિષયક લગભગ સવાસો જેટલાં પુસ્તકોના સર્જક ડૉ. રમાલાલ સી. શાહે ૧૯૯૨માં પોતાના લખેલાં પુસ્તકોના કૉપીરાઈટનું વિસર્જન કરતાં લખ્યું હતું કે, મારા પ્રગટ થયેલાં સર્વ ગ્રંથો અને અન્ય લખાણોના અનુવાદ, સંક્ષેપ, સંપાદન કે પુનઃ પ્રકાશન ઇત્યાદિ માટે કોઈ પણ પ્રકારનો કૉપીરાઈટ હવેથી રહેશે નહિ.” સર્જકની ઉદારતાના સંદર્ભમાં આજના યુગમાં આ અજોડ દુષ્ટાંત છે. આપણાં દાતા સમજૂતીના કરારમાં આવી ઉદારતા દાખવશે ત્યારે સમાજમાં દાનની દિશા અવશ્ય બદલી જરો અને સાથે સંપત્તિને બદલે ગુણગ્રાહી દષ્ટિનો વિકાસ થશે. -સૌજન્ય પગદંડી' મોબાઈલઃ ૯૮૨૦૨૮૪૦૪૪
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy