SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ઑક્ટોબર, ૨૦૧૧ ૨. સંયમી શુદ્ધ ચારિત્ર ૩. સ્વાભાવી વૃત્તિ ૪. નિસ્વાર્થ અને પરોપકારિતા ૫. સામાજિક-ધાર્મિક સમાનતા (૩૪) મુસ્લિમ સંતોના આ લક્ષણો કુરાનમાં વ્યક્ત થયેલા અનેક માનવીય આર્યાોના મુળમાં છે. કુરાનમાં 'ઈનલ્લાહ યુહીબ્બલ મુહ્સનીન’ અર્થાત ખરેખર ખુદા તેને જ ચાહે છે જે બીજાની સાથે મલાઈથી વર્તે છે. આ જ વિચાર કુરાનની અનેક આયાતોમાં વ્યક્ત થયો છે. પ્રબુદ્ધ જીવન ‘આ એ લોકો છે જે ખુશી અને ગમ દરેક હાલતમાં ખુદાના નામે, ખુદાના માર્ગે ખર્ચ કરે છે અને ક્રોધને કાબુમાં રાખે છે. અને લોકોને ક્ષમા આપે છે. ભલાઈ કરનાર આવા લોકોને જ અલ્લાહ ચાહે છે, પ્રેમ કરે છે' (૩૫) ‘અલ્લાહ એ આપેલ રોઝી રોટી ખાઓ અને જમીન (દુનિયા સમાજ)માં ફસાદ ન કરો' (૩૬) ‘નિસંદેહ, મુસલમાન, યહૂદી, ઇસાઈ, સાબીઈ આમાંથી જે લોકો એ અલ્લાહ અને તેના અંતિમ ન્યાયના દિવસ પર વિશ્વાસ કર્યો અને સદ્કાર્યો કર્યા તેને તેના ખુદા દ્વારા અવશ્ય પ્રતિફળ મળશે.' (૩૭) ‘જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા તેઓને અલ્લાહે વાયદો કર્યો છે કે તેઓના ગુનાહોને માફ કરી દેશે અને તેઓને પુણ્યના હક્કદાર બનાવશે' (૩૮) ઈસ્લામમાં માનવીય સિદ્ધાંતને સાકાર કરવાના ઉદ્દેશથી જ ઝકાત અને ખૈરાતને સ્વીકારવામાં આવેલ છે. ઝકાત એટલે ફરજીયાત દાન. જ્યારે ખૈરાત એ મરજિયાત દાન છે. દરેક મુસ્લિમે પોતાની વાર્ષિક જંગમ અને સ્થાવર મિલકતના કુલ અઢી ટકા ઝકાત તરીકે ફરજીયાત કાઢવાના હોય છે. ફરજીયાત દાન આપવાના આ સિદ્ધાંતમાં પણ માનવતાને કેન્દ્રમાં રાખવામાં આવે છે. કુરાને શરીફમાં કહ્યું છે, ‘જે લોકો અલ્લાહના માર્ગ પર પોતાનો માલ ખર્ચે છે (દાન આપે છે), અને લેનાર પર અહેસાન જતાવતા નથી તે જ ખુદા પાસેથી તેનો બદ પામે છે” (૩૯) ‘જે વ્યક્તિ માંગનાર સાથે નમ્રતાથી વર્તન કરે છે અને માંગનાર દુરાગ્રહ કરે તો પણ તેને દરગુજર કરે છે તે દાન કરતા પણ વિશેષ પુણ્યનો હક્કદાર બને છે.' (૪૦) આ નિયમનો ઉદ્દેશ પણ જરૂરતમંદો સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનો છે. એ દ્વારા સમાન સમાજ રચનાનો આદર્શ પણ સાકાર કરવાનો નૈમ તેમાં રહેલો છે. ૧૦. ઈન્દ્રિયો પર સંયમ : ૧૩ ઉલ્લેખ જોવા મળે છે. માનવ ઈન્દ્રિયોને વશ કરવા અંગે ગીતામાં કહ્યું છે. ‘તે સર્વ ઈન્દ્રિયોને વશ કરી યોગીએ મારામાં લીન રહેવું, કેમ કે જેની ઈન્દ્રિયો વશ (કાબુમાં) મા હોય છે, તેની બુદ્ધિ સ્થિર હોય છે.’ (૪૧) કુરાનમાં આ જ વિચારને સાકાર કરતા કહ્યું છે, ઈબાદત કે ભક્તિનો મહિમા બન્ને ગ્રંથોમાં વિશેષ આંકવામાં આવ્યો છે. ઈબાદત કે ભક્તિના મીઠા ફળ ત્યારે જ પ્રાપ્ત થયા છે જ્યારે માનવ ઈન્દ્રિયો પર સંયમ કેળવવામાં આવે. અને એટલે જ માનવીના કામ, ક્રોધ પર કાબુ રાખવા અંગે પણ બંને ગ્રંથોમાં ‘જેઓ સુખમાં અને દુઃખમાં પણ દાન આપે છે અને ક્રોધ પી જાય છે, તેમજ લોકોના અપરાધોને માફ કરે છે, અલ્લાહ એવા ભલાઈ કરનારાઓને ચાહે છે.' (૪૨) ‘અલ્લાહ ઈચ્છે છે કે તમારા પર દયા કરે પરંતુ જેઓ વાસનાઓની પાછળ પડ્યા છે. તેઓ ઈચ્છે છે કે તમે ખુદાના માર્ગેથી ઉલટા માર્ગે ભટકતા રહો.’ (૪૩) એક હદીસમાં પણ મહંમદ સાહેબે ફરમાવ્યું છે. ‘બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે છે, આપણામાં બળવાન એ છે જે પોતાના ગુસ્સાને કાબુમાં રાખે છે' (૪૪) આ જ વાતને ગીતાના નીચેના શ્લોકમાં વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે, ‘ઈન્દ્રિયો એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિજ્ઞાન પુરુષોના મનને પણ તેઓ બળાત્કારે વાસનાઓ તરફ ખેંચે છે.’ (૪૫) ખુદા કે ઈશ્વરની ઈબાદત-ભક્તિ માટે ઈંદ્રિયોને વશમાં રાખવી કે તેના પર સંયમ રાખવો એ બન્ને ધર્મ ગ્રંથોનો હાર્દ છે. અને તો જ ઈશ્વર કે ખુદાની નજીક જવાનો માર્ગ મોકળો બને છે. એ સત્યને વાચા આપતા આ ગ્રંથી ભલે ભિન્ન સંપ્રદાયના હોય પણ તેમનો ઉદ્દેશ એક જ છે. ૧૧. કથા સામ્ય ઃ ગીતા અને કુરાનની કથાઓમાં પણ સામ્યતા ઉડીને આંખે વળગે છે. તેનું એક દ્રષ્ટાંત અત્રે આપી આ અલ્પ તુલના ૫૨ પૂર્ણ વિરામ મુકીશ. ગીતાના કેન્દ્રમાં માત્ર ઉપદેશ છે. તેમાં કોઈ કથા કે પાત્રોના વિવરણને સ્થાન નથી. પણ તેના પાત્રોની કથાઓ મહાભારત સાથે આનુષંગી રીતે જોડાયેલી છે. એવી જ એક કથા છે કર્ણની કર્ણના માતુશ્રી કુંતી મહાભારતનું અદભૂત પાત્ર છે. દત્તક પિતા કુંતીભોજને ત્યાં ઉછરેલી કુંતીએ યજ્ઞ માટે પધારેલ ઋષિ દુર્વાસાની ખુબ સેવા કરી. તેના બદલામાં ઋષિ દુર્વાસાએ કુંવારી કુંતીને વરદાન આપ્યું. ‘તું જે દેવનું સ્મરણ કરીશ તે દેવ તારા ઉદરમાં પોતાના જેવો જ પુત્ર નિર્માણ કરશે.’ (૪૬) દૈવી અને કુંવારી કુંતીને સુર્યદેવના માત્ર સ્મરણથી કર્ણ નામક પુત્રનો જન્મ થયો. આમ કોઈ પણ પુરુષના સ્પર્શ વગર પુત્રની પ્રાપ્તિ કુંતીને થઈ. કુરાને શરીફમાં આવી જ ઘટના હઝરત મરિયમ સાથે ઘટે છે. જેનું વર્ણન કુરાનના પ્રકરણ-૩ની સુરે આલે ઈમરાનમાં આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે. ‘અને જ્યારે ફરિશ્તાએ કહ્યું ‘હે મરિયમ અલ્લાહ તને એક ફરમાનથી ખુશ ખબર આપે છે. તને એક પુત્ર થશે. તેનું નામ ઈસા
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy