SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૨૧ પ્રસ્તુત કરવા જતાં પ્રદર્શનમાં પણ મૂકાઈ હતી અને બંગાળના શંકરરાવે આ ભાવ આ ચિત્રમાં ભરવા મહિનાઓ સુધી પરિશ્રમ અનેક કલા-મર્મજ્ઞોએ ભારોભાર પ્રસંશી હતી. તેની પ્રતિઓ પણ અમારી પાસેથી પ્રેમથી પ્રાપ્ત કરી હતી. કર્યો હતો. સરસ્વતીના આસનમાં સહેજ નાનીશી થિત રહી જવા સિવાય તેઓ આ ચિત્ર નિર્માણમાં, દેવગુરુ-અનુગ્રહથી, ભારે સળ રહ્યા છે. ભવિષ્યનો કલા-મૂલ્યાંકન કરનાર જૈન સમાજ એની પ્રતીતિ કરશે. આજકાલના ચિત્રકારોના લાખો ડોલરમાં વેચાત ચિત્રો કરતાં પણ આનું મૂલ્ય વધુ થવું જોઈએ અને તેવા મૂલ્યની પ્રાપ્તિ દ્વારા તેમની સાધિકાસુપુત્રી અને બીજી સાધ્વી પુત્રીને જૈન સમાજે બિરદાવવી સન્માનવી જોઈએ. ભલે સ્વયં 'પુણિયા શ્રાવક કલાકાર શંક૨ાવ' પ્રતિકૂળ સંયોગોમાં જીવી ગયા! અત્યારે તેમની 'જૈનકલા' સંસ્થા તેમાંથી નિર્માણ થવી જોઈએ. હવે હાલમાં જ 'પ્રબુદ્ધ જીવન'ના આર્યદ્રષ્ટિસંપન્ન તંત્રીશ્રીએ પત્રના મુખપૃષ્ઠ પર જે દુર્લભ અને કળામય સરસ્વતી ચિત્ર શંખલાનો સ્તુત્ય, અનુમોદનીય અભિગમ આરંભ્યો છે તે માટે આ 'સહસ્ત્રદલ સરસ્વતી' ચિત્ર તેમને મોકલવા મેં તત્પરના સપ્રમ દાખવી. તે હજુ મોકલું છું ત્યાં તો 'પ્રબુદ્ધ જીવન'ના જૂનના અંક પર આ જ (સહેજ ઝાંખું છતાં) ચિત્ર જોતાં આનંદ થયો, તો સાથે સહેજ ખેદ પણ. ખેદ બે કારણે કે, એક તો ચિત્ર નીચે કલાકારનું નામ નથી અને બીજું એ કોઈ બ્રાહ્મણ ચિત્રકાર પાસે તૈયાર કરાવ્યા'નું અપૂર્ણ વિધાન સદ્ભાવી પ્રેષક-મિત્રે કર્યું છે તેથી પૂ. આચાર્યશ્રી ભુવન ભાનુસૂરિજનો પણ ખેંગલોરમાં નિકટનો પરિચય અમારો-શ્રી શંકરરાવજીનો અને મારો-બંનેનો રહ્યો છે. તેઓશ્રીએ શ્રી શંકરરાવજીને આ માટે કલ્પના આપી હોય તો જાણ નથી, પરંતુ તેમના શિષ્ય મુનિશ્રી નંદિભૂષણજીએ શ્રી શંકરરાવજીની એ ચિત્રના નિર્માતા તરીકે જાણ રાખી જણાતી નથી. ગમે તેમ, આ ચિત્રના સર્જક શ્રી શંકરરાવા જ છે અને તેઓ ૧૯૯૧ ઈ.સ.માં ધર્મસમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા પછી તેમની સાધિકા સુપુત્રી કુ. ગીતાંજલિ શંકરરાવ જૈન અને વિશાળ જૈન કલા સંગ્રહાલય પાલીતાણા તેના સ્વાધિકાર ધરાવતા હોઈ ચિત્ર નીચે તેનો સ્પષ્ટ સોજન્ય સ્વીકાર સૌ કોઈ ઉપયોગ કર્તાઓએ કરવો ધાર્ય અને આવશ્યક છે ખાસ કરીને જૈન સમાજે. ઉપર્યુક્ત તીર્થંકર મહાવીર ચિત્રસંપુટનો અને પૂ. આચાર્યશ્રી યોદેવસૂરીશ્વરજીનો પણ આવો સૌજન્ય-સ્વીકાર ભાગ્યે જ થાય છે, એ અહોભાવથી પ્રતિકૃતિ કરવા છતાં નાનીશી નીતિધર્મ વિષયક આપણી યુતિ નથી? અસ્તુ. સ્વ. શ્રી શંકરરાવજીની પ્રસ્તુત ‘સહસ્ત્રદલ સરસ્વતી' ચિત્રકૃતિના નિર્માણ સમયનો તેમનો આ કલ્યાણમિત્ર સાક્ષી રહેલ છે. તેમની આ પરિકલ્પના પાછળ બીજા તો જે કોઈ જૈન આચાર્ય ભગવંતોની કલ્પના પ્રેરણા હોય તો હોય, પણ તેમની સાથે અવારનવારની જેમ આ ચિત્રકૃતિ વિષે પણ ચિંતના થયેલી તેની સ્પષ્ટ સ્મૃતિ છે. તેમાં જૈન યોગશાસ્ત્રોમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ, શુભચંદ્રાચાર્ય આદિએ યોગસાધનમાં જે સહસ્ત્રદળ કમળની બારામાં વિભાવના કરી છે તેનો સંકેત છે. યોગસાધનમાં જિનાજ્ઞા-સદ્ગુરુ આજ્ઞાનું સાધકાત્માની વિકસિત અવસ્થા સુધી પ્રાધાન્ય છે કે જ્યાંસુધી તેનું નિજત્વ-શુદ્ધાત્મત્વજિનત્વ સમાન ન બની રહે, અહીં સહસ્ત્રદળ કમળમાં આત્માની પ્રસ્થાપના પણ જિનાજ્ઞા, જિનવાણીને અનુસરીને થાય તેવી અપેક્ષા રહી છે. આથી એ 'જિનવાણી રૂપી સરસ્વતી' સહસ્રદય કમળ ઉપર વિરાજિત કરી છે. ચિત્રકારે–સ્વયં આત્મસાધક એવા ચિત્રકાર શ્રી અહીં તેમની આ રવનામધન્યા સુપુત્રીઓનો ઉલ્લેખ કરી વિરમતાં પહેલાં અમારી મહત્ત્વની વાત પણ કરી લેવી આવશ્યક સમજું છું, કારણ કે અમારી વર્ધમાનભારતી જિનભારતીની પણ અનેક સંગીતકૃતિઓને તેમની દૃષ્ટિપૂત ચિત્રકલાનું સૌભાગ્ય સાંપડ્યું છે. અમારી સર્વ સ્વીકૃત સર્વપ્રથમ એલ.પી. રેકર્ડ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના જેકેટ કવરને શ્રી શંકરરાવજીએ તેમાંની “સર્વ જીવ છે. સિદ્ધસમ' પંક્તિને જાણે સિદ્ધ કરતાં, સિદ્ધના આકારમાં કૃતિકર્તા શ્રીમદ્ રાજચંદ્રજીને ચિત્રિત કર્યા. તે જ રીતે તેમને જિનાજ્ઞા આધીન બતાવવા વિતરાગ મુદ્રા નીચે મૂક્યા ‘પરમગુરુ પદ' કૃતિના જેકેટ પર. તો આબુ-અવિક્સ વન અને ગુફા દ્વારા પ્રતિષ્ઠિત કર્યા મહાયોગી આનંદન'ના જેકેટ પર. તે જ રીતે 'મહાવીર દર્શન' અને 'કલ્પસૂત્ર'ના જેકેટ કવરો પર ૧૪ સ્વપ્નો, અષ્ટમંગલ અને પાંચ કલ્યાણકો આલેખીને કૃતિ વિષયોને સાકાર કર્યા. અનેક રેકર્ડ કૃતિઓને તેમની ચિત્ર-વાણી જાણે આપી. જ અંતમાં, આ મહાન જીવન-કલાકારે જૈન સમાજને આ ન માત્ર ચિત્ર-રત્નો આપ્યાં, પરંતુ તેમની ત્રીય શીલસંપન્ન સુપુત્રીઓરૂપી સાધ્વી-સાધિકારનો પણ આપ્યાં. ઉપર્યુક્ત સાધિકા બાલબ્રહ્મચારિણી, કુમારી ગીતાંજલિથી બે મોટી બેનો સાધ્વી વિશાલનંદિની હમણાં જ વિચાર ચાતુર્માસ પછી માર્ગ અકસ્માત બાદ સ્વર્ગવાસી થયેલ છે અને બીજા સતત સ્વાધ્યાય રત સાનીશ્રી રાષ્ટ્રનંદિની કે જેમણે ઉત્તરાયન સૂત્ર જેવા અનેક આગમગ્રંથો કંઠસ્થ કર્યા છે, પોતાનો અદ્ભુત રત્નત્રયી સાધ્વીધર્મ અજવાળી રહ્યાં છે. તેઓ અત્યારે પાલીતાજ્ઞામાં ઉપર્યુંક્ત વિશાળ જૈન કલા જૈનસંગ્રહાલયે જ સાધનારત છે. તેમના જીવન નિર્માણમાં જેટલો જ તેમના પિતાશ્રી શંકરરાવનો ફાળો છે, તેટલો જ તેમના દીક્ષાપ્રદાતા ઉપકારક આચાર્યશ્રી વિશાળસેન સૂરીશ્વરજીનો. આ વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન પ્રભાત કોંમ્પલે, કે. જી. રોડ, બેંગલોર-૫૬૦૦૦૯ ૧૫૮૩, કુમારસ્વામી લેઆઉટ, બેંગલોર-૫૬૦૦૭૮ ફોન : ૦૮૦-૨૨૫૧૫૫૨, ૨૬૬૬૭૮૮૨.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy