SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૧ જવાબદારી ઉપાડી લીધી. તેને પોતાનું આર્થિક યોગદાન પણ આપ્યું. છે. પ્રબુદ્ધ જીવન આ સમુદાયના ભટકતા પરિવારને વ્યવસ્થિત ધો૨ણે સ્થિરતા આપી શકાય એ હેતુથી વિચરતા સમુદાય સમર્થન મંચની સ્થાપના થઈ અને તેણે આ કામ ઉપાડી લીધું છે. આ સંસ્થામાં સર્વશ્રી માધવભાઈ રામાનુજ (પ્રમુખ), પારૂલબહેન દાંડીકર (ઉપપ્રમુખ), શ્રી લીલાધરભાઈ ગડા અને ગીતાબહેન ગાલા ટ્રસ્ટીઓ તરીકે જોડાયા. તત્પુરતા કે ટૂંકા ગાળાના સમાધાનો નહિ, પણ કાયમી ધો૨ણે ઉકેલના શુભસંકલ્પ સાથે કામની શરૂઆત કરી. આ સમુદાયો વિશે મિત્તલ પટેલે માહિતી ભેગી કરી હતી તેના આધારે પ્રાથમિક સહાય પહોંચાડવાની સાથે સાથે કાયમી ઉકેલના ઉપાયોનું ચિંતન ચાલતું ગયું. જેમ જેમ કામ થતું ગયું તેમ તેમ સમજાતું ગયું કે પરેશાનીઓનો છેડો આવે એવું નથી; પણ એક આશ્વાસન મળ્યું કે પરેશાનીઓનો અંતનો આરંભ જરૂરી કરી શક્યા છીએ. આ સેવાકાર્યમાં સરકારી અધિકારીઓની બહુ મોટી સહાય મળી, સાથે સાથે સામાજિક સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને વ્યક્તિગત સહાય પણ મળતી ગઈ. આ સંસ્થાને વિશેષ લાભ પૂ. મોરારીબાપુની ‘સ્વર્ણિમ રામકથા' તા. ૧૨મી માર્ચથી તા. ૨૦મી માર્ચ ૨૦૧૧ સુધી આ સમાજ માટે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના એંદલા ગામે કરી. પૂ. મોરારીબાપુએ કથા દરમિયાન કહ્યું કે ભગવાન રામની સેવામાં આ સમુદાયના લોકોએ કરેલા સુકૃત્યોના ઘણા દાખલા છે. વળી તેમણે પરંપરાગત હુન્નરો વડે જે સેવાઓ આપી છે તેની પણ પ્રસ્તુતિ કરતાં હતાં અને ક્યારેક પૂ. બાપુ અપીલ અને વિનંતી કરતાં કે સમુદાયના ઉપકારનો બદલો એમને શિક્ષણ મળે તેમજ રહેવા ઘર મળે એ રીતે વાળવો જોઈએ. ભારતનું નાગરિકપદ મળે એવો બધાએ સહિયારો પ્રચાર અને પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે આ સમુદાયને બીજા સમુદાયનોના પ્રવાહમાં ભેળવી દેવા જોઈએ. આ રામકથામાં વિચરતા પરિવારના આશરે ૨૨,૦૦૦ ઉપરાંત લોકો હાજર રહ્યા હતા. તેથી પૂ. બાપુને ઘણો સંતોષ થયો. મિત્તલ પટેલે ઉપાડેલી ઝુંબેશના પ્રયાસથી આ પ્રજાને શિક્ષણ, એવા મકાન, નોકરી, મતદાર યાદીમાં નામ, વગેરે હક્કો વહેલા મોડા મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમની પાસે જે કલા, કૌશલ, હુન્નર, કારીગરી છે તેને લુપ્ત થવા નહીં દઈએ. ભદ્ર સમાજને આ સમાજનો લાભ મળે એટલે એમની વારસાગત કલાને જીવંત રાખવી ખૂબ જ જરૂરી અને આવશ્યક છે. વિશ્વવંદ્ય પૂ, મોરારિબાપુએ આ સમુદાયો પરત્વેની અપાર કરૂણાથી અને સંસ્થા પરત્ત્વની લાગણીભીની કરૂણા વર્ષાવતી પાવન વાણીથી ઓતપ્રોત એવી રામ કથાની ભેટ આપી. એમાંય આ સમુદાયના હજારો ભાઈ બહેનોને વિશેષ રીતે આમંત્રણ આપી કેન્દ્ર સ્થાને રાખ્યા. સત્ય-પ્રેમ અને કરૂણાનું આ પર્વ સમાજ અને આ સમુદાય વચ્ચેના અંતરને ઓછું કરવાનું અને આ સમુદાયના વેદનાના ૧૫ આંસુ લૂછવાનો એક પાવક પ્રસંગ બની ગર્યો. પૂ. મોરારિબાપુની કથાનું તાત્કાલિક પરિણામ એ આવ્યું કે કચ્છના એક ઈન્ડસ્ટ્રીઆલીસ્ટે વિચરતા પરિવારના ૧૫ જુવાનોને પોતાની કંપનીમાં નોકરીએ રાખ્યા. ૧૪ છોકરા ઓછું ભણેલા તેને રૂા. ૫,૦૦૦/- માસિક પગાર અને ૧ છોકરાએ ITI કરેલું તેને રૂા. ૧૦,૦૦૦/- પગારથી રાખી લીધા. આ રીતે થોડા માણસોના મનમાં ભગવાન વસી જાય તો ઘણા પરિવારના બાળકોને મદદ મળશે, અને પછી એ દિવસો દૂર નથી કે તેઓ આપણા સમાજનું અવિભાજ્ય અંગ બની જાય. પરંપરાગત જે હુન્નરો આ જાતિ જાણે છે તે હુન્નરો સચવાઈ જાય અને સાથે આર્થિક દ્રષ્ટિથી વધારે વળતર મળે એવી તાલીમ એમને આપવા માટે પ્રયત્નો ચાલુ છે. તે સિવાય તેમના બાળકોને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મળે તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. જીવનભર અહીંતહીં રઝળતા અને આજીવિકા માટે ઝઝુમતા પરિવારને પોતાના બાળકોના શિક્ષણનો તો વિચાર જ ક્યાંથી આવે ? કદાચ આવો વિચાર આવે તો પણ શું થઈ શકે ? મિત્તલે એ બધા બાળકોને શાળા પ્રવેશ માટેના પ્રયત્નો ચાલુ કર્યાં. સૌથી પહેલી મુશ્કેલી આવી જન્મ તારીખના દાખલાની. સતત અહીંતહીં ભટકતા આ પરિવારના બાળકો પાસે આવા દાખલા ક્યાંથી હોય ? કોઈ ગામની શાળા આ બાળકો પોતાને ત્યાં ભણે એવું ઇચ્છતી નથી. આ સમુદાયના બાળકોને ક્યાંય ને ક્યાંય થોડી અવગણનાની લાગણી તો સતાવતી જ રહી છે. છેવટે નિવાસ ત્યાં જ શાળા એવું અભિયાન શરૂ કર્યું. આજે આવા અસ્થાયી ડંગાઓમાં અમારી ૨૦ તંબુશાળા કે વગડા શાળાઓ અને ૫ બાલધર ચાલે છે, જેમાં કુલ ૮૦૦ બાળકો કેળવી લઈ રહ્યાં છે. તેવી જ રીતે કેટલાક ગામોએ પ્રાથમિક શાળાઓમાં પણ સમુદાયના બાળકોને પ્રવેશ આપ્યો છે. અત્યારે સંસ્થા પ્રયત્ન કરી રહી છે કે એમના માટે એવા નિવાસી સંકુલ (આશ્રમશાળાઓ) ઊભા થાય જેમાં શિક્ષણ,રોજગારલક્ષી તાલીમ, ખેતીવાડી, મનોરંજન કલા વગેરે અંગે સંપૂર્ણ સગવડ મળી રહે, જેથી આ પરિવારો પાસે જે હુન્નર, કલા છે તે જીવંત રહે તેમજ તેઓ ભવિષ્યમાં આર્થિક રીતે પગભર થાય એવા પ્રયત્નો ચાલુ છે. આ સમુદાયે સદીઓથી જે હાડમારી ભૂતકાળમાં વેઠી છે તેનો પડછાયો પણ ભાવી પેઢી ઉપર પડે નહીં એવા પ્રયત્નો સમાજે કરવા જોઈએ. આ અવાજ વગરના, સરનામા વગરના આપણા સ્વજનો માટે સરકારની જેટલી ફરજ છે તેટલી જ ફરજ નાગરિક તરીકે આપણી છે. ભૂતકાળમાં સમાજ વ્યવસ્થા ચલાવવામાં આ સમુદાયોએ પોતાનું ઘણું યોગદાન આપ્યું છે તેનું ઋણ ચૂકવવાનો સમય પાકી ગયો છે ત્યારે આપણા હુંફાળા સહયોગથી અપેક્ષા અસ્થાને નથી.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy