SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૧૧ પીઠબળ છે. શાસ્ત્રોને ફેરવવાનું આપણા જ્ઞાનનું ગજું કેટલું ? ‘દેવદ્રવ્ય’ ખાતાની આવક મોટી હોવાથી એ ખાતું દિવસે દિવસે વધતું રહે છે જ્યારે સાધારણ ખાતામાં આવક ઓછી અને ખર્ચ વધુ હોવાથી એમાં હંમેશાં તોટો રહે છે. ‘દેવદ્રવ્ય’ અને ‘સાધારણ' ખાતાની માલમિલકતો, દા.ત. બેંક ડિપોઝીટો, મકાનો વિ. અલગ અલગ હોય છે. મિલકતની આવક (વ્યાજ, ભાડું વગેરે) જે ખાતાની મિલકત હોય તેમાં જમા થાય છે અને તે ખાતાનો ખર્ચ પણ તે ખાતે ઉઘારવામાં આવે છે. ‘દેવદ્રવ્ય’ ખાતું હંમેશાં તરતું રહે છે. જ્યારે સાધારણ ખાતું હંમેશાં નોટામાં રહે છે. 'દેવદ્રવ્ય' તેમજ અન્ય ધાર્મિક અને સામાજીક ફંડના વહીવટમાં આપણે ખૂબ જ ઊંચી નીતિમત્તા ધરાવીએ છીએ. ઘીની બોલીની આવક મોટી હોય છે. તે આવકની રકમ જે ખાતાની બોલી હોય તેમાં જમા કરવામાં આવે છે. દા. ત. પ્રતિમાજીની પૂજાની બોલીની રકમ દેવદ્રવ્ય ખાતામાં જમા કરવામાં ‘દેવદ્રવ્ય’ના ઉપયોગ બાબત આપણી ઉમદા શ્રદ્ધાને કોર્ટોએ આવે છે. જ્યારે જ્ઞાન-પૂજન, ગુરુપૂજન વિગેરેની બોલીની રકમ પણ સંપૂર્ણ રીતે મંજૂર રાખેલ છે. તે તે ખાતામાં જમા કરવામાં આવે છે. ‘દેવદ્રવ્ય અને અન્ય ધાર્મિક ફંડની ઉચાપત અથવા ગેરવહીવટથી જવાબદાર વ્યક્તિને ખૂબ સહન કરવાનું આવે છે. એવી આપણામાં દૃઢ માન્યતા પ્રવર્તે છે. એની સચ્ચાઈ મેં બે કિસ્સાઓમાં જોઈ છે. ૧૯૬૯થી ૧૯૭૪ (આશરે)ના સમયગાળા માટે શ્રી અનંતનાથજીએ રકમનો ઉપયોગ એઓશ્રીના મનપસંદ પ્રોજેક્ટ માટે કરી શકાય દેરાસરજીના ટ્રસ્ટીઓમાં ગજગ્રાહ ચાલતો હતો. અગિયારમાંથી એક બાજુ એક ટ્રસ્ટી બીજી બાજુ નવ ટ્રસ્ટી. મેં તટસ્થ ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટના પૈસાને કોર્ટ કેસોમાં ન ખરચવા બાબત નવ ટ્રસ્ટીઓને સમજાવવા વિવિધ પ્રયત્નો કરી જોયા પરંતુ વ્યર્થ. નવ ટ્રસ્ટીઓ બહુમતીમાં હોવાથી કોર્ટકેસો માટે ટ્રસ્ટનો પૈસો ખરચતા હતા. પરિણામે ટ્રસ્ટી મટી ગયા બાદ અંગત રીતે એમણે ઘણી જ કઠિનાઈઓ ભોગવવી પડી. અન્ય દાખલો. ટ્રસ્ટના એક ભાડૂતે પોતાના ગોડાઉનનો સોદો કરેલ. ટ્રાન્સફર ફી પેટે ટ્રસ્ટને આપવાની રકમમાંથી એણે ૧ લાખ બાકી રાખ્યા જે હજુ પણ બાકી છે. થોડા સમય પછી સર્વે જાહોજલાલી ખતમ થઈ ગઈ. અન્ય તકલીફો વેઠવી પડી. મારી સાથે મિત્રદાવે અંગત રીતે વાતો કરતાં પોતાની કઠણાઈઓ અંગે જણાવ્યું. મારે કહેવું પડ્યું જ્યાં સુધી ટ્રસ્ટની બાકી રહેતી રકમ ચૂકવશો નહીં ત્યાં સુધી તકલીને વધતી જ જશે ! કચ્છ ખાતે થયેલા ધરતીકંપ વખતે ધર્માદાની રકમ સ્વીકારવાનો કેટલાય વ્યથિત લોકોએ ઈન્કાર કરેલ. જ્યારે આપણામાંના કેટલાક લોકો 'દેવદ્રવ્ય'ની રકમનો સમાજદ્વારના ઉપયોગ માટે સૂચવી રહ્યા છે. ‘દેવદ્રવ્ય’ એ શ્રદ્ધાની બાબત છે. આપણે પોતે એ ન લઈએ પણ બીજાને આપવા માટે સાધન બનીએ તો પણ દોષ વહોરી લઈએ છીએ. જે લોકો જિનપ્રતિમા કે જિનાલયમાં માનતા જ નથી કે એમાં શ્રદ્ધા ધરાવતા નથી. (દા. ત. સ્થાનકવાસી), કે જે લોકોએ એ માટે ધન આપેલ નથી કે આપતા નથી તેમને ‘દેવદ્રવ્ય’ના અન્ય ઉપયોગ બાબત બોલવાનો કોઈ અધિકાર ખરો ? આ મત કદાચ જૂનવાણી લાગશે. પરંતુ તે શ્રદ્ધા પર નિર્ભર છે. અને તેને કાયદાનું ૨૬ ફરમાવે છે. દાતાઓ જે ઉદ્દેશ માટે દાનની રકમ આપેલ હોય, તે જ ઉદ્દેશ માટે તે રકમનો ઉપયોગ કરી શકાય અન્ય ઉદ્દેશ માટે નહીં. શ્વે. મૂ જૈન શાસ્ત્રોમાં ધાર્મિક ફંડોના ઉપયોગ અંગે જે વ્યવસ્થા કરવામાં આવેલ છે તે અન્યોન્ય છે. અન્ય કોઈ સંપ્રદાય કે પંથમાં આ પ્રકારની વ્યવસ્થા નથી. તેના કારણે જ આપણા ધાર્મિક તથા સામાજીક ટ્રસ્ટો અને ફંડોનો વહીવટ સ્વચ્છ અને સુરક્ષિત છે. અન્ય સંપ્રદાય અને પંથોમાં એના વહીવટદારો માલિકો બનીને બેઠા છે. આવી વ્યવસ્થા ન હોવાથી જ, સમાજ અને જનતાની મિલ્કતોના વહીવટમાં વિવિધ કૌભાંડો ચાલી રહ્યા છે. જેનો અનુભવ આપશે દરરોજ એક નવો કૌભાંડ પ્રકાશમાં આવતાં કરી રહ્યા છીએ. કેટલાક મહારાજ સાહેબો જ્ઞાનપૂજન તથા ગુરુપૂજનની રકમ દેરાસરમાં જમા કરાવવાને બદલે પોતે હસ્તગત કરી લે છે! યા પોતાના અંગત માણસના કબજામાં રહે એવી પેરવી કરે છે. જેથી જેથી સંઘની કે દેરાસરની આવકમાં ઘટાડો થાય છે. તેવી જ રીતે મહોત્સવ, પર્યુષણ, ચોમાસા, વિગેરે પ્રસંગે પધારવા આચાર્યશ્રીઓ તથા સાધુ-સાધ્વીજીઓ તો જ સંમત થાય કે જ્યારે ચડાવા કે મહોત્સવની આવકના અમુક ટકા એઓશ્રીના મનપસંદ ‘પ્રોજેક્ટ' યા સંસ્થાને આપવાની કબુલાત કરવામાં આવે! આથી દેરાસરની આવકમાં ઘટાડો થાય છે. કેટલાક વર્ષો પહેલા પર્યુષણ વખતે સપનાની બોલીની રકમ સાધારણ ખાતામાં જમા થતી. સાધારણ ખાતાની આવક વધારવાનો એક ઉપાય એ છે કે દાતાઓને સમજાવવામાં આવે કે, દાન ‘દેવદ્રવ્યના ભંડારામાં નાખવાને બદલે ‘સાધારણ’ના ભંડારામાં નાખે. દાન પાછળનો હેતુ પરિગ્રહ ઓછો કરવાનો છે. પરંતુ કેટલાક લોકો પોતાની માન્યતામાં ચૂસ્ત હોય છે અને ફક્ત દેવદ્રવ્ય ખાતાને જ દાન આપવા દૃઢ હોય છે, સાધારણ ખાતાને નહીં. એમને સમજાવવાનો પ્રયત્ન કરી શકાય કે, તમારી દેવદ્રવ્યને દાન આપવાની ભાવના પ્રશંસનીય છે. પરંતુ તે દાન ઉપરાંત અથવા તેના અમુક ટકા દા.ત. ૨૫ જેટલી રકમ સાધારણ ખાતાને પણ દાનમાં આપો. સમસ્યા જટીલ છે. પરંતુ સર્વને માન્ય ઉપાય શોધવાનો જ રહ્યો. નવા બંધાતા જિનાલયોને તથા જૂના જિનાલયોના જીર્ણોદ્વાર માટે અન્ય દેરાસરોના ‘દેવદ્રવ્ય' ખાતાના વધારામાંથી કેટલાક આચાર્ય સાહેબોની પ્રેરણાથી મોટી રકમો દાન પેટે મળી જાય છે. પરંતુ સાધારણ ખાતાના તોટા માટે દાન મેળવવાના સ્રોત્રો મર્યાદિત રહે છે. આ સળગતી સમસ્યાનો ઉકેલ ગીતાર્થ (આગોના
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy