________________
જૂન, ૨૦૧૧
મળી જ ગયા અને તેઓ આવી પહોંચ્યા. બધાંને ધણું દુઃખ થયું. અને રડવું પણ આવ્યું.
લગભગ આ જ અરસામાં મારી પ્રયાગમની સાથે મેળાપ થયો. એક વખત પ્રયાગમતીના ગામમાં અમારો સંઘ હતો. તેના પિતાશ્રીએ સંઘને આમંત્રણ આપેલ. પ્રયાગમતીની ઉંમર પણ મારા જેટલી જ હતી. લગભગ દરરોજ તે અમને મળવા આવતી અને પ્રવચન
પ્રબુદ્ધ જીવન
સાંભળવા બેસતી. એની સાથે મારે સારી મિત્રતા બંધાઈ ગઈ. એના જેટલું મને સમજનાર આજ સુધી કોઈ મળ્યું નહોતું. તેના પિતાએ તેની સગાઈ વિષે બધું જ નક્કી કર્યું હતું, પરંતુ તેને લગ્ન કરવામાં જરાયે રસ નહોતો. અમે જે દિવસે એ ગામમાંથી વિહાર કર્યો તેના બે દિવસ બાદ સરકસ જોવાના બહાને થોડા પૈસા અને ચોરી છૂપીથી બે જોડી કપડાં લઈ તે બસમાં નીકળી ગઈ અને અમારા સંઘમાં જોડાઈ ગઈ. એના પરિવારને જાણ થઈ અને અને પાછી લઈ જવા આવી પહોંચ્યા. ઘણી વિનંતી કરવા છતાં પણ તે પાછી જવા તૈયાર નહોતી. તે જ ક્ષણથી અર્મ છેવટ સુધી સાથે ને સાથે જ રહ્યા. અમારા જીવનમાં અનેક યાદગાર પ્રસંગો હતા. કોક કોકવાર હિંદુઓ પણ અમારા દર્શને આવતા. લોકો માને છે તેટલું અમારું જીવન અગવડભર્યું નથી હોતું. અમારી જીવન શૈલીમાં ગરીબ અને તવંગર, શિક્ષિત અને અશિક્ષિત, જ્ઞાની અને અજ્ઞાનીના ભેદ રહ્યા નહોતા. અમે બિલકુલ બોજ રહીત જીવન જીવતા હતા. આ રીતે પૂરા ચાર વર્ષો રહ્યા બાદ દીક્ષા લેવાનો સમય આવ્યો. અમારા પરિવારના બીજા બાળકોના લગ્ન બાદ અમને દીક્ષા લેવાની મંજુરી મળી. પરિવારમાં આવતા લગ્નો બાદ શ્રવણ બેલગોલામાં બાહુબલિની મૂર્તિ સમક્ષ દીક્ષા ગ્રહણ કરવાના સોગંદ લીધા. માર્ચ મહિનામાં અમે દીક્ષા લીધી. અમને દીક્ષા આપતા પહેલાં નવોઢા જેમ શણગારવામાં આવ્યા હતા. દીક્ષાનો પ્રસંગ મોટો ઉત્સવ બની ગયો. દીક્ષા બાદ અમારા માતાપિતાને પણ અમારે સમાજના સભ્ય
જેવા જ ગણવાના હતા. અમારી દીક્ષા બાદ અમારી નામકરણ વિધિ
થઈ અને અમારા પ્રયાગમતિ અને પ્રસન્નતિ નામો રાખ્યો. આજ પછી અમારે સંપૂર્ણ સાધ્વીજીવન વિતાવવાનું હતું. વાહન નહીં વાપરવાનું, રોજ એકાસણું કરવાનું, માંદગીમાં એલોપથી ઉપચાર નહીં કરવાનો, અહિંસાનું સંપૂર્ણ પાલન કરવાનું, રોજ શાસ્ત્રોનો અભ્યાસ ક૨વાનો અને રાગ દ્વેષની લાગણીઓમાં તણાવાનું નહીં બીજા જ દિવસથી વિહાર ચાલુ થઈ ગયો. લગભગ
દરરોજ કંઈક નવા અનુભવો થતા.
થોડા સમય બાદ પ્રયાગમતિનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. ચાલવામાં તકલીફ પડતી. પાંચ સાત વર્ષોમાં તો તબિયત ઘણી કથળી ગઈ. નીચે બેસાય નહીં, લોહીની ઉલટી થવા માંડી. ટી.બી.ની અસર હોય એવું જણાવા લાગ્યું. શરૂઆતમાં તો આયુર્વેદિક ઔષધો આપ્યા. જોકે પ્રયાગમતિ તો બહુ જ સમતા અને શાંતિ રાખતા. તેમનું મનોબળ પણ ઘણું મજબૂત હતું. તેમને પોતાને તો સાજા થઈ જવાની ઘણી આશા હતી. જ્યારે તબિયત વધુ બગડી ત્યારે તેઓએ સંલેખના લેવાની ઈચ્છા પ્રગટ કરી. તેમને ગુરુજી તરફથી સંલેખનાની રજા મળી. મને તેમનું ધ્યાન રાખવાનું કાર્ય સોંપવામાં આવ્યું. મારે રોજ તેમને શાસ્ત્ર સંભળાવવાનું, મંત્રો સંભળાવવાના, મનોબળ નબળું ન પડે તેનું ધ્યાન રાખવાનું, વગેરે કાર્યો મને ખાસ સોંપવામાં આવ્યા. ધીમે ધીમે તેઓ તકને પથારીવશ થઈ ગયા. અંતે એક દિન તેમનું પ્રાણપંખેરૂં ઊડી ગયું. મને ખૂબ જ લાગી આવ્યું. હું ખૂબ જ રડી. મારા ગુરુજી તે દિવસે મારી સાથે જરા કડક રીતે વર્યાં. અમારે અમારી લાગણીઓ પર પણ કાબૂ રાખવાનો હોય છે. ૧૪ મી ડિસેમ્બરે એમણે દેહત્યાગ કર્યો અને ૧૫મી ડિસેમ્બરે એમની અંતિમ ક્રિયા પતાવી બીજે જ દિવસે હું વિહાર કરવા નીકળી ગઈ. પ્રથમ વાર એક સાધ્વીજી તરીકેની એકલતા ભોગવતી હું નીકળી પડી.
બીજે દિવસે જ્યારે હું તેમની વિદાય લેવા ગયો ત્યારે તેમણે મને નીચેનો વૃત્તાંત સંભળાવ્યો.
માતાજી ઃ તેઓનો પ્રયાગમતિનો અંતિમ સમય નક્કી જ હતો. આજે તેઓ સદહે નથી. મારે એ સત્ય સ્વીકારવું જ પડે. સંસારમાં દરેક ચીજનો અંત લખાયેલો જ છે. મારા જીવનમાં મેં પચાસેક સંલેખનાના પ્રસંગો જોયા છે પરંતુ પ્રયાગતિ માતાજીની સંલેખનાએ મને સાચું જ્ઞાન આપ્યું છે. મારે પણ એ સમય માટે તૈયાર રહેતાં શીખવું જ જોઈએ. દેહનો ત્યાગ એ અંતિમ ત્યાગ છે. પ્રશ્ન : આપ માનો છો કે પુનર્જન્મમાં આપ તેઓને મળશો ?
માતાજી : એ તો અનિશ્ચિત છે. આપણા શાસ્ત્રો કહે છે કે એવી ઘણી વ્યક્તિઓ છે જે પુનર્જન્મમાં એકબીજાને મળે છે. પરંતુ એ આપણા હાથમાં નથી.
મહાવીર વંદના
વિદ્યાબેન મનસુખલાલ ખંભાતવાળાન અનુદાનથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા.૧મેના પાટકર હોલમાં યોજાયેલ મહાવીર વંદનાની આંડિયો CD તૈયાર થઈ ગઈ છે તો જેમને જોઈતી હોય તેઓએ નીચેના સરનામે Phone કરીને મેળવી લેવા વિનંતી છે. વિના મૂલ્યે તે વિતરણ કરવામાં આવશે.
૯
કમલેશભાઈ જે. શાહ, C/o વિરલ જ્વેલર્સ, ૯૨૫, પારેખ મારકેટ, ૯મે માળે, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન નં.
૨૩૮૬૩૮૨૬ Mobile : 9821932693. સમય : બપોરના ૧૨-૦૦ થી સાંજના ૫-૦૦ સુધી
પુષ્પા પરીખ, ૬.બી, નવે હાઉસ, વી એ. પટેલ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન:૦૨૨-૨૩૮૭૩૬૧૧.