SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ મે ૨૦૧૧ શાસ્ત્રનું એક પા પાનું રચનાર નહિ, મુનિમાતંગોમાં એક પણ પદને પામનાર નહિ, પણ કેવલ અંતરાત્માના ધર્મને અનુસાર, સ્યાદ્વાદના સાચા મર્મને સમજનાર, પરિણામની શુદ્ધિને ‘અઢાર વર્ષ પૂર્વે સદ્ગત થયેલા, ન આચાર્ય, ન પંન્યાસ, ન અપનાવનાર ને અપનાવી કાયા માયાને વિસરાવનાર એક ગણિ કે ન પ્રવર્તક; નાની એવી એકાદ ઉપાધિથી પણ મુક્ત એક પુરુષશ્રેષ્ઠની એવી, માનવતાની મહાસેવાની વિશ્વતોમુખી અને ધર્મવીર સાધુપુરુષનું આ જીવન છે. સત્યને પરમ ધર્મ માનનાર, ઉદાર ભાવના પાછળ કઠોર અને સાદું જીવન જીવી જનાર એક માન્યા માટે મરી ફીટનાર, અન્યાયની સામે સદા સંતપ્ત રહેનાર, વિશ્વપ્રેમી મુનિરાજનો આ સ્મારકગ્રંથ છે.” (ક્રમશઃ) શાસનસેવાને સાધનાનો પરમ મંત્ર લેખી મર્દાનગીભર્યું ‘મરવું’૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, જીવન જીવી જાણનાર સાપુરાજ શ્રી ચારિત્રવિજયજી (કચ્છી)ની આ અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. જીવનરેખા છે. જીવનમાં વિદ્વત્તાનો અથાગ સાગ૨ નહિ, કવનમાં મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫ ૧૬ એવા નામે એમણે આ ગ્રંથનું આલેખન કર્યું છે અને એથી જ તેઓ ૮-૧૧-૩૬ના રોજ ‘શ્રી ચારિત્રવિજય’ પુસ્તકની પ્રસ્તાવનાના સંપાદકીયના પ્રારંભે નોંધે છેઃ પ્રબુદ્ધ અન શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો ૫. પૂ. આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. (૯) બનાવો. કોઈપણ લેખક લખે અને કોઈપણા વક્તા બોલે ત્યારે તેમાં કોઈ ને કોઈ હેતુ જોડાયેલો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં સંતોએ જે પણ લખ્યું અથવા કહ્યું તેમાં જીવનની ઉન્નતિનો સંદેશ મળે છે. જૈન સાધુઓએ જે પણ લખ્યું તેમાં આત્માની ઉન્નતિનો સંદેશ મળે છે. પૂજા સંગ્રહ અમર કાવ્યોનો ગ્રંથ છે. આ પૂજાઓ જૈન સંઘમાં સૈકાઓ સુધી અમર રહેશે. ઈતિહાસમાંથી મળતી વાતો જીવન પરિવર્તનનો મર્મ પ્રગટ કરે છે. શ્રી પ્રભવ સ્વામીએ દીક્ષા લીધી તે પહેલાં શ્રી જંબુકુમારના ઘરે પોતાના ૫૦૦ ડાકુ સાથીઓ સાથે ચોરી કરવા ગયેલા. તે સમયે એમણે જોયું કે જંબુકુમાર તો પરણ્યાની પહેલી રાતે આઠ રૂપસુંદરીઓને કહી રહ્યા છે કે મારે દીક્ષા લેવી છે. મારા માતાપિતાના આગ્રહને કારણે મેં લગ્ન કર્યા છે પણ મારી દીક્ષા લેવાની ભાવના છે. જો તમે સૌ સંમતિ આપો તો તે શક્ય બને. એ સુશીલ અને ધર્મી કન્યાઓ કહેતી હતી કે ‘જે તમારો વિચાર તે અમારો વિચાર. જે તમારો પંથ તે અમારો પંથ.' આ શબ્દો ચોરી કરવા આવેલા પ્રભવ ચોરે સાંભળ્યા. અને જાત પર ધિક્કાર છૂટ્યો. પ્રભવ મૂળ તો રાજકુમાર હતો. જયપુરના રાજાનો પુત્ર હતો. પિતા સાથે હતો. પિતા સાથે અણબનાવ થતાં ચોરીના પંથે ચડ્યો ! પણ જ્યાં જંબુકુમારની વાતો સાંભળી ત્યાં વૈરાગ્ય જાગ્યો! કેવો હશુકર્મી જીવ હશે એ! શ્રી પ્રભવ સ્વામી ૧૧૧ વર્ષનું આયુષ્ય પામ્યા હતા. ચૌદ પૂર્વધર એટલે શું? પ્રભુ વીરનું શ્રુતજ્ઞાન હૃદયસ્થ કરનાર એટલે ચૌદ પૂર્વધર, જે કાળને પેલે પાર જે છે તે જાણી અને કહી શકે. જૈન ધર્મ એવી ધર્મ છે જ્યાં જ્ઞાતિનું મહત્ત્વ નથી સંસ્કારનું મહત્ત્વ છે. તમારા સંસ્કાર ઉત્તમ બનાવો. તમારું જીવન શ્રેષ્ઠ પ્રભવ સ્વામીએ વિચાર્યું કે મારે ઉત્તમ વ્યક્તિને દીક્ષા આપવી જોઈએ જે શ્રી મહાવીર સ્વામીની પેઢી આગળ વધારે. રાજગૃહીમાં પંડિત શધ્વંભવ રહેતા હતા. પ્રકાંડ પંડિત હતા એ. રાજગૃહીમાં યજ્ઞ કરાવી રહ્યા હતા. પ્રભવ સ્વામીએ બે સાધુઓને આજ્ઞા કરી કે તમારે જ્યાં પંડિતજી બેઠા છે ત્યાંથી પસાર થવાનું છે અને ‘આ ક્રુષ્ટ છે, તત્ત્વ જ્ઞાની જાણે છે!' એમ બોલતા પસાર થવાનું છે. પંડિત શય્યભવજીએ આ શબ્દો સાંભળ્યા. એ વિચારમાં ડૂબ્યા. એમને ખાતરી હતી કે જૈન સાધુ ખોટું ન બોલે. તમે સાચું બોલવાની ટેવ પાડો. ખોટું ન બોલો. તમે તો જરૂર ન હોય તેવું પણ ઘણું ખોટું બોલો છો. સત્યનો પ્રભાવ તમે જોયો છે જ ક્યાં? સાચું બોલશો તો તમારી વાણીમાં Light-પ્રકાશ આવશે. એક સ્વામીજીએ કિસ્સો કહેલો તે મને યાદ આવે છે. સ્વામીજી લંડન ગયેલા. યજમાન સાથે ખરીદી કરવા કોઈ મોલમાં ગયા. ગાડી બહાર પાર્ક કરી. મોલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે ગાડી પર એક પેપર પેસ્ટ કરેલું જોયું. તેમાં લખેલું કે મેં આજે વધારે પડતું drink કરેલું તેથી તમારી ગાડી સાથે મારી ગાડી અફળાઈ ગઈ છે. તમારી ગાડીને નુકશાન થયું છે. પ્લીઝ, તમારી ગાડીને સર્વિસમાં આપી દેજો અને બીલ મને મોકલી આપજો. મારું એડ્રેસ અને મોબાઈલ નંબર નીચે છે. I am sorry. સ્વામીજીએ યજમાનને પૂછ્યું, ‘એ માણસ ખરેખર બીલ ભરશે ? અહીં આવું પણ બને છે?' યજમાને કહ્યું, “જી. એ પેમેન્ટ જરૂર કરશે.' સ્વામીજી કહે, ‘આ દેશમાં લોકો drink લીધા પછીય સાચું બોલે છે. અમારા દેશમાં તો લોકો ગંગાજળ પીધા પછી પણ સાચું
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy