SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૧ ખ્યાલ આપ્યો, ત્યારે એના ‘નવયુગ’ ખંડની વાર્તાઓમાં નવા સમાજનાં યુવક-યુવતીઓના લગ્નજીવનનો ચિતાર આલેખ્યો છે. પોતાના જીવનના પ્રારંભકાળે નારીવેદનાની ઘટનાઓ જોનાર ‘જયભિખ્ખુ’એ અહીં વૈવિધ્યયુક્ત નારી અને પુરુષ પાત્રો આલેખ્યાં છે. લેખકની પ્રગતિશીલ ષ્ટિની ઝાંખી એમની બળકટ શૈલીમાં થાય છે. પ્રબુદ્ધ જીવન આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના તમામ ગ્રંથો, લખાયેલું ચરિત્ર અને અન્ય સાહિત્ય તેમને આપવામાં આવ્યું; એ પછી જયભિખ્ખુ’ લાંબી માંદગીમાં પટકાયા અને ત્યારબાદ ઝડપથી લખી આપવાના નિરધાર સાથે તેઓ અમદાવાદથી મુંબઈ આવ્યા. વિ. સં. ૨૦૦૨ના ચાતુર્માસમાં આ ચરિત્ર લખાયું. આ ચરિત્રલેખનના પંદર પ્રકરણ લખીને ‘જયભિખ્ખુ' મુંબઈ આવ્યા. ૧૯૪૬ની ૨૭મી જૂને એમાં જરૂરી ફેરફારો કરીને આગળ લખવાનું શરૂ કર્યું. હજી અગાઉના દિવસે જ એમકો ‘મગધરાજ' નવલકથાનું પહેલું પ્રકરણ સુધારીને તૈયાર કર્યું હતું. એ પછી મુંબઈમાં યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી'નું સર્જનકાર્ય આગળ ધપાવ્યું. એની સાથેસાથે જે કંઈ લખાતું, તે પૂજ્યશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ, મણિલાલ મોહનલાલ પાદરાક૨, ચંદુલાલ નગીનદાસ ભાંખરીયા અને લલ્લુભાઈ કરમચંદ દલાલ સાથે મળીને એનું રોજેરોજ વાંચન થતું અને એ રીતે યોગનિષ્ઠ આચાર્યશ્રીનું ચરિત્ર પૂરું થયું. કેટલીયે વ્યક્તિઓના અવસાન, કેટલીયે માંદગી અને કેટલીયે નવી નવી આફતોની વચ્ચે આનું સર્જન થયું. ‘જયભિખ્ખુ’ એમની ડાયરીમાં ૧૯૪૬ની ૧૭મી ઑગસ્ટે નોંધે છે. આચાર્ય બુદ્ધિસાગરજીનું અંતિમ લખાણ લખાય છે...અત્યારના આ નિર્માલ્ય સમાજમાં એ નરસિંહ સમા હશે.' આમ એક બાજુ નવલકથા ચાલે, બીજી બાજુ સામાજિક વાર્તાઓનું સર્જન થાય, ત્રીજી તરફ જૈન આચાર્યનું ચરિત્ર લખાય.. વળી ‘જયદેવ’ની ફિલ્મ વિશે કનુ દેસાઈ સાથે વિચાર-વિમર્શ થાય. વળી વિચાર કરે કે આ વર્ષે (૧) ઋષભદેવ, (૨) પારકા ઘરની લક્ષ્મી, (૩) શ્રી બુદ્ધિસાગરસૂરિજી, (૪) જૈનકથાઓ, (૫) ભાગ્યનિર્માકા, (૬) મગધરાજ, (૭) અમે હિંદી હિંદી, (૮) શરદબાબુનાં સ્ત્રીપાત્રો આટલાં પુસ્તકો થાય તો ખર્ચો પૂરો થાય અને દેવું બાકી રહે. વળી ‘જવાંમર્દ' સુધારીને લખવાનો મનસૂબો રાખે, ‘જૈન જ્યોતિ'ના અગ્રલેખનો સંચય કરવાનો વિચાર કરે છે. બહેરામખાં અને સમરાશા વિશે લખવાનું વિચારતા હતા. હજી આટલું ઓછું હોય તેમ વીસ વર્ષ પછી વ૨સોડા જોયા બાદ ૧૯૪૫ની ૯મી નવેમ્બરે વિચાર જાગે છે કે વરસોડાના જીવનની વાર્તા લખીએ અને એ પછી રોજનીશીમાં એ વાર્તાના એ પાત્રોની નોંધ પણ મળે છે. વળી આ સઘળાં સર્જનોની સાર્થોસાથ મોકલવાનો‘રવિવાર' સાપ્તાહિકનું પ્રથમ પૃષ્ઠ અને ‘જૈનજ્યોતિ'ના અગ્રલેખો તો લખાતાં જ હોય. એક બાજુ જિંદગીની કશ્મકશ અને બીજી બાજુ સર્જનનો ધોધ ! (ક્રમશ:) * * * ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. મોબાઈલ : ૯૮૨૪૦૧૯૯૨૫ નવલકથા અને નવલિકાના સર્જનકાર્યની સાžસાથે ‘જયભિખ્ખુ’ ‘યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી’ના ચરિત્રને આખરી ઓપ આપી રહ્યા છે. સામાન્ય રીતે જૈન સાધુઓના ચરિત્રોમાં ધાર્મિક પરિભાષા, ક્રિયાકાંડોની બહુલતા, ધાર્મિક ઉત્સવો અને વરોડાઓની વિગતો અને દીર્ઘ અતિશયોક્તિપૂર્ણ વર્ણનો મળતાં હતાં, તેને સ્થાને 'જયભિખ્ખુ’એ માત્ર જૈન જ નહીં, પણ જૈનેતરો પણ રસક્ષતિ વિના વાંચી શકે તેવાં ચરિત્રોનું પ્રવાહી શૈલીમાં આલેખન કર્યું. ચરિત્રોમાં આજ સુધી ચરિત્રનાયક પ્રત્યે અહોભાવ દાખવતા જઈને અતિશયોક્તિમાં સરી પડવાની જે ટેવ હતી, તેમાં ‘જયભિખ્ખુ’એ પ્રથમ વાર પરિવર્તન આણ્યું. એમાંથી રૂઢ સાંપ્રદાયિક તત્ત્વને ઓગાળી નાખીને લોકગમ્ય પ્રવાહિતા લાવ્યા, એટલું જ નહીં, પણ ચરિત્રનાયકની સાધુતાની સાથોસાથ એમના માનવીય વ્યક્તિત્વને ઉપસાવ્યું. વળી ચરિત્રલેખનની એમની પદ્ધતિ એવી કે સીધેસીધી ચરિત્રનાયકની વાત કરવાને બદલે એમના જન્મસમયની પરિસ્થિતિ, જન્મસ્થળનું વર્ણન, એમના માતા-પિતા અને પરિવારજનોની વાતએ સઘળું પશ્ચાદ્ભૂમિ રૂપે આપતા હતા અને પછી ચરિત્રનાયકની પ્રતિભા ઉપસાવતા હતા. એમણે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું એવું છટાદાર શૈલીમાં ચરિત્ર લખ્યું કે એક નિજાનંદમાં મસ્ત યોગીના આત્મવિકાસની ઓળખ સાંપડી. આ ચરિત્રકથા ‘જયભિખ્ખુ’એ લખી, જ્યારે આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સાહિત્ય વિશે મિાલાલ મોહનલાલ પાદરાકરે લખ્યું, વાત એવી બની કે આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું ચરિત્ર લખવાના શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળે ત્રણ વાર પ્રયત્નો કર્યા. શ્રી જયંતીલાલ ઓચ્છવલાલ મહેતા અને શ્રી કેશવલાલ મંગળદાસ નામના વકીલે આ જીવનકથા લખવાનું કામ સ્વીકાર્યું હતું; પરંતુ તેઓ લખી શક્યા નહીં. આખરે આ કામ શ્રી શિલાલ મોહનલાલ પાદરાકરને સોંપવામાં આવ્યું. એમણે થોડા જ સમયમાં સમગ્ર ચરિત્ર લખ્યું. આચાર્ય, સાધુઓ અને મંડળના સભ્યોએ વાંચ્યું અને પ્રેસમાં પ્રકાશન માટે પ્રબંધ પણ થયો. ૨૯ બરાબર આ જ સમયે મણિલાલ પાદરાકરે ‘જયભિખ્ખુની ‘ક્રામવિજેતા સ્થૂલિભદ્ર' નવલકથા વાંચી અને તેઓ ડોલી ઊઠ્યા. એમના મનમાં વિચાર જાગ્યો કે ‘જયભિખ્ખુ’ એમણે લખેલા જીવનને એમની શૈલીમાં લખે તો ઉત્તમ કૃતિ બની રહે. એ પછી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy