SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ગૃહ-કંકાસ થતાં ક્રોધ ઉપજે એટલે ગૃહત્યાગ કરી બગીચામાં ફરવા જતા રહેતા. મારા એક ખૂબ મોટા મિત્ર–વય અને અધિકારની રૂએ જયારે કુમારશાળામાં ભણતા હતા ત્યારે હરિજન શિક્ષકથી સીધી રીતે તો મરાય નહીં એટલે ક્રોધ ચઢે ત્યારે છોકરાને છૂટી લાકડી મારતા. સીધી રીતે મારે તો આભડછેટ નડે' ને ગામમાં હોહા થઈ જાય-છૂતઅછૂત મુદ્દે મારા એક પત્રકાર મિત્ર ક્રોધ ચઢે એટલે મુનિવ્રત ધારણ કરતા–સંપૂર્ણ મૌન-મુખાકૃતિ ૫૨ ક્રોધ અંકિત થાય. મેનકાથી તપોભંગ થયેલા વિશ્વામિત્રનો આત્મક્રોધ અતિથિ-સત્કારનું ઉલ્લંધન થતાં દુર્વાસાનો શકુંતલા પ્રત્યેના શાપ પરિણામી ક્રોધ, કામમોહિત કૉંચવધથી નિષાદ પ્રત્યે થયેલો વાલ્મીકિનો પુણ્ય પ્રકોપ, રામનો રાવણ પ્રત્યેનો આર્ય-ક્રોધ, બ્રહ્મર્ષિ,–રાજર્ષિ વસિષ્ઠ-વિશ્વામિત્રનો પદાધિકાર માટેનો ક્રોધ ને એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામનો અહિંસા માટેનો હિંસાત્મક ક્રોધઃ આ બધાનો વિચાર કરીએ છીએ ત્યારે ગીતાના પેલા સર્વ કાલીન પ્રસિદ્ધ ને સર્વજનીન શ્લોકો સ્મરણે ચઢે છેઃ પ્રબુદ્ધ જીવન જયભિખ્ખુ જીવનધારા : ૨૭ E ડૉ. કુમારપાળ દેસાઈ [સાહિત્ય અને પત્રકારત્વ દ્વારા માનવમૂલ્યોની વિવિધલક્ષી પ્રતિષ્ઠા કરનાર સર્જક ‘જયભખ્ખુિ’એ અનેક સાહિત્યરૂસ્વપોમાં આગવું પ્રદાન કર્યું. સમાજને તંદુરસ્ત જીવનદૃષ્ટિ પ્રેરે તેવું સાહિત્ય આપવાનો એમનો જીવનાદર્શ હતો અને એમના સાહિત્યમાં એનું પ્રતિબિંબ ઝિલાતું રહ્યું. આવા ગુજરાતી સાહિત્યના સર્જક ‘જયભભખ્ખુ’ની જીવન-મથામણનો જીવંત ચિતાર જોઈએ આ સત્તાવીસમાં પ્રકરણમાં.] સંજોગોની અગ્નિપરીક્ષા વચ્ચે સર્જનનો ધોધ કલમને ખોળે માથું મૂકી મા સરસ્વતી જે લુખ્ખું-સૂકું આપે, તેનાથી જીવનનિર્વાહ કરવાનો યુવાન ‘જયભખ્ખુ’એ સંકલ્પ કર્યો. આ સંકલ્પની કસોટી કરે એવી કેટલીય પરિસ્થિતિ ‘જયભખ્ખુિ’ના જીવન સમક્ષ ઊભી થઈ. કપરા સંજોગોનો અજગરી ભરડો અને માતા સરસ્વતીની ઉપાસના કરવાની અહર્નિશ રહેતી તીવ્ર તાલાવેલી વચ્ચે જબરી ભીંસનો અનુભવ થવા લાગ્યો એપ્રિલ,૨૦૧૧ ધ્યાયતો વિષયાન્ પુંસઃ સંગસ્ તેષપજાયતે। સંગાત્ સંજાયતે કામઃ કામાતુ ક્રોધોભિજાયતે ।। ક્રોધાદ્ ભવતિ સંમોહઃ સંમોહાત્ સ્મૃતિ-વિભ્રમઃ। સ્મૃતિ-ભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્ પ્રણશ્યતિ ।। મતલબ કે વિષયોનું ચિંતન કરનાર પુરુષમાં, વિષયો પ્રત્યેની આસક્તિ પેદા થાય છે, આસક્તિથી કામના ને કામનાથી ક્રોધ...ક્રોધથી મૂઢતા, મૂઢતાથી સ્મૃતિલોપ, સ્મૃતિલોપથી બુદ્ધિ નષ્ટ થાય ને જેની બુદ્ધિ નષ્ટ થઈ તે મરેલો સમજવો. અદ્યતનમાં અદ્યતન માનસશાસ્ત્ર, ગૂઢમાં ગૂઢ યોગશાસ્ત્ર, ગહનમાં ગહન જીવનશાસ્ત્ર અને સર્વકાલીન તથા સર્વજનીન ઊંચી કવિતાની દૃષ્ટિએ પણ આ બે શ્લોકો, આપણા ષરિપુઓમાંના કેટલાક પર પારદર્શક પ્રકાશ પાડે છે. મારામાં રહેલા મગનકાકાના ને ભગુભાના ક્રોધને સીમિત કરવામાં આ બે શ્લોકોનો મહદ્ ફાળો છે. *** રસિકભાઈ રણજિતભાઈ પટેલ, સી-૧૨, નવદીપ એપાર્ટમેન્ટ, મેમ નગર, અમદાવાદ-૩૮૦૦૫૨. મો.: ૦૯૮૯૮૧૬૯૦૬૯ યુવાન ‘જયભખ્ખુિ’ લખે છે કે વિ. સં. ૨૦૦૧નું વર્ષ કમાણીની દૃષ્ટિએ નિષ્ફળ ગયું અને શારીરિક દૃષ્ટિએ સફળ ગયું. એ સમયે ‘રવિવાર’ સાપ્તાહિકના પ્રથમ પૃષ્ઠ પર પ્રગટ થતા લેખોનો પુરસ્કાર એ યુવાન ‘જયભખ્ખુિ’ની મહામૂલી આવક હતી. દર મહિને આવતા આ પુરસ્કારમાંથી ઘરખર્ચ ચાલતો હતો. ક્યારેક બીજાં સામયિકોમાં પ્રગટ થતી વાર્તાઓનો પુરસ્કાર મળી રહેતો હતો. એક રૂપિયો અને આઠ આનાની નોટબુકમાં ‘જયભષ્ણુિ' પોતાની વાર્તા અને નવલકથાની કાચી નોંધ અને મુદ્દા લખતા. જીવનભર ખડિયો અને કલમથી લખનાર, મોતીના દાણા જેવા અક્ષરો ધરાવનારા ‘જયભિખ્ખુ’એ સમયે છ આનામાં શાહીનો ખડિયો ખરીદ કરતા. એમના ખર્ચનો એક ભાગ એમનો સિનેમાનો શોખ હતો. બે રૂપિયા અને આઠ આનાની ‘મહારાણા પ્રતાપ’ નામની ફિલ્મ ૧૯૪૬ની ૩૧મી ઑગસ્ટે જોઈ હતી, તો પૃથ્વીરાજ કપૂરનું ‘દીવા૨’ નાટક જોવાની એમને અત્યંત ઇચ્છા હતી. એમાં પહેલી વાર તો ટિકિટ ન મળતાં એ નિષ્ફળ ગયા; પરંતુ બીજી વા૨ એમને સફળતા મળી અને એ સમયે એમની સાથે એમના ભાઈ ધરમચંદભાઈ, ‘રવિવાર’ના તંત્રી ઉષાકાન્તભાઈ, પત્ની જયાબહેન તથા પુત્ર કુમાર હતાં. આ ‘દીવાર’ નાટક જોવાનો કુલ ખર્ચ બાર રૂપિયા અને આઠ આના થયો. વળી જ્યારે ફિલ્મ કે નાટક જોવા જાય, ત્યારે બહાર હૉટલમાં જમવાનું હોય એટલે હૉટલનો ખર્ચ પણ વધારાનો. જિંદગી જીવવી તો મોજથી જીવવી એમ માનતા હતા! ૧૯૪૫-૪૬ના આ સમયગાળામાં આ બધાની સાથોસાથ કુટુંબીજનોની બીમારી કે વ્યવહારિક પ્રસંગોને લીધે મુસાફરી ખર્ચ પણ સારો એવો થતો.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy