SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ભગવાન મહાવીર તથા મહાત્મા ગાંધી લેખક: કામતાપ્રસાદ જૈન (હિંદી) અનુવાદ : પુષ્પા પરીખ કોઈ વાંધો નહીં.’ સ્વ. પૂ. મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં વિ. સં. ૧૯૨૬ના મહાવીર જયંતીના અવસરે તેમના ભાષણમાં જણાવ્યું હતું, 'જો મહાવીર સ્વામીનું નામ કોઈ પણ સિદ્ધાંત માટે હાલમાં પૂજાતું હોય તો તે છે ‘અહિંસા', મેં મારી શક્તિ અનુસાર સંસારના જુદા જુદા ધર્મોનું અધ્યયન કર્યું છે અને જે સિદ્ધાંતો મને યોગ્ય લાગ્યા છે તેનું આચરણ પણ મેં કર્યું છે. મારું જરૂર એવું માનવું છે કે દરેક ધર્મની ઉચ્ચતા એમાં અહિંસાનું પ્રમાણ કેટલા ટકા છે તેના પર અવલંબે છે. અને આ અહિંસાના તત્ત્વને સૌથી વધુ મહત્ત્વ આપ્યું. હોય તો તે મહાવીર સ્વામીએ જ.' આ રીતે મહાત્મા ગાંધીજીની દૃષ્ટિએ મહાવીર સ્વામી અહિંસાના સર્વશ્રેષ્ઠ પ્રણેતા હતા. હવે આ બંનેની પરસ્પર તુલના શું કરી શકાય? ભગવાન મહાવીર ધર્મયુગના ક્રાંતિકારી વૈજ્ઞાનિક મહાપુરુષ હતા અને મહાત્મા ગાંધી કળિયુગના ક્રાંતિમય સુધારાવાદી નેતા હતા. ગાંધીજીનું કહેવું છે કે ભગવાન મહાવીર પાસે તેઓ ઘણું બધું પામ્યા. આ યુગમાં ભગવાન મહાવીરના બીજા અનન્ય ભક્ત શતાવધાની જૈન કવિ રાજચંદ્રજી પણ થઈ ગયા. મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં જ એક વાર આ રાજચંદ્રજી વિષે કહ્યું હતું, ‘મારા જીવન પર રાજચંદ્રજીનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે જેનું વર્ણન કરવું અશક્ય છે. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટૉલ્સટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કીનને દ્વિતિય શ્રેણીના વિદ્વાન માનું છું.' શ્રીમદ્ રાજચંદ્રના સંપર્કમાં આવીને ગાંધીજીએ મહાવીરના સિદ્ધાંતનો પરિચય મેળવ્યો. આ અધ્યયનથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા હતા કે અહિંસાને પોતાના જીવનનો આધારસ્તંભ જ બનાવી દીધો અને તે અનુસાર સત્યાગ્રહ સંગ્રામમાં જીત મેળવી ભારતને સ્વતંત્રતા અપાવી. નિઃસંદેહ એમના પર બાળપણથી જ જૈન ધર્માચાર્યોનો પ્રભાવ પડ્યો હતો. એમના માતાજીના ગુરુ જૈન ધર્મનુયાયી બેચરજી સ્વામી હતા તથા તેમના પિતાશ્રી પાસે જૈન ધર્માચાર્યો અવારનવાર આવતા જેમની ધર્મચર્ચા તેઓ સાંભળતા. વિલાયત જતાં પહેલાંના પ્રસંગનો ઉલ્લેખ તેઓએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં કર્યો છે અને તેમાં લખ્યું છે, ‘માએ જણાવ્યું કે મને તો તારામાં વિશ્વાસ છે જ પરંતુ દૂર દૂર વિદેશમાં શું શું તકલીફો આવે એની કોને ખબર? મારી તો અક્કલ કામ નથી કરતી. હું બેચરજી સ્વામીને પૂછી જોઈશ. તેઓ મોઢ વાણિયામાંથી સાધુ બન્યા છે. જ્યોતિષી જેવા સલાહકાર પણ છે. એમણે મને મદદ કરી. તેઓએ કહ્યું કે હું આની પાસે ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવીશ. પછી એને જવા દેવામાં ૧૭ તે અનુસાર મેં માંસ, મદિરા અને સ્ત્રી સંગતથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. માએ તો રજા આપી દીધી. આ પ્રસંગ સ્પષ્ટપણે દર્શાવે છે કે મહાત્મા ગાંધીજીના અહિંસક જીવન નિર્માણના મૂળમાં મહાવીરની અહિંસાનો કેટલો મોટો ફાળો હતો. જૈન સાધુએ જ તેમને અહિંસા વ્રતના આંશિક પાલનનું વચન લેવડાવેલું. આગળ જતાં આફ્રિકાના અનુભવોએ ગાંધીજીને ધર્મતત્ત્વ સમજવામાં ઘણા પ્રોત્સાહિત કર્યા હતા. એ સમયે એમને જૈન કવિ શ્રી રાજચંદ્ર પાસેથી તત્ત્વજ્ઞાન બાબતમાં ઘણી મદદ મળી હતી. તેઓ પોતે જણાવે છે, ‘હું ઘણાંયે ધર્માચાર્યોના સંપર્કમાં આવ્યો છું, પ્રત્યેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન પણ મેં કર્યો છે, પરંતુ રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર)ની છાપ અથવા અસર મારા મન પર જેટલી ગહન પડી એવી કોઈની નથી પડી. રાયચંદભાઈએ સ્વતઃ પોતાના સંસર્ગથી અને રસ્કિને તેમના પુસ્તક ‘અન ટુ ધી લાસ્ટ સર્વોદય' તથા ટૉલસ્ટોયે તેમના પુસ્તક ‘વૈકુંઠ તુમ્હારે હૃદયમેં હૈ' નામના પુસ્તક દ્વારા મને ચકિત કરી દીધો. આફ્રિકાના અતિ કઠિન દિવસોના પ્રસંગોનું વર્ણન કરતાં ગાંધીજીએ લખ્યું છે, ‘મેં મારી તકલીફો વિષે રાયચંદભાઈને તથા ભારતના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર કર્યો. બધાના જવાબો પણ આવ્યા, પરંતુ રાયચંદભાઈના પત્રથી જ મને કંઈક શાંતિ મળી. તેઓની સાથે પત્રવ્યવહાર છેક અંત સુધી રહ્યો. તેઓએ ઘણાં પુસ્તકો પણ મોકલ્યા જે મેં વાંચ્યા પણ ખરા. તેઓના મોકલેલ પુસ્તકોમાં “પંચીકરણ’, ‘મણિરત્નમાલા’, 'મુમુરૢ પ્રકરણ', 'યોગવસિષ્ઠ', હરિભદ્રસુરિનું 'પદ્દર્શનસમુચ્ચય' વગેરે હતા. નાતાલ (આફ્રિકા)થી ગાંધીજીએ રાજચંદ્રને એક પત્રમાં આત્મધર્મને લગતા સત્તાવીસ પ્રશ્નો પૂછ્યા હતા. આનો જવાબ રાજચંદ્રજીએ આપ્યો હતો તે તેમના પુસ્તક 'આત્મસિદ્ધિશાસ્ત્ર' જે પહેલી વાર મુંબઈથી પ્રકાશિત થયું તેની શરૂઆતમાં આપેલો છે. આ પ્રશ્રોત્તર વાંચવાથી જરૂર એમ પુરવાર થાય કે ગાંધીના ધર્મસિદ્ધાંતો કવિ રાજચંદ્રના સિદ્ધાંતો ૫૨ નિર્ભર હતા. દા. ત. ગાંધીજીનો એક પ્રશ્ન હતો, ‘જો સાપ આપણને ડંખ દેવા આવે તો સ્થિર ઊભા રહીને અને ડંખ મારવા દેવા કે એને મારી નાંખવી જોઈએ?' કવિશ્રીનો જવાબ જુઓ, ‘જો હું એમ કહું કે સાપને કરડવા દો તો બહુ મોટી સમસ્યા ઊભી થાય. તે છતાં જ્યારે તમે આ શરીરને અનિત્ય માનેલું જ છે તો આ શરીરની રક્ષા કાજે સાપને મારી નાંખવો એ ઉચિત કેમ સમજાય ? જે આત્મહિતના ઇચ્છુક છે તેણે તો શરીરનો મોહ છોડી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy