SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ વન જુલાઈ ૨૦૧૦ જ્ઞાનીપુરૂષના પરમશ્રુત જ્ઞાનરૂપ સુોધથી ઉપશમ, ર્યાપમ અને ક્ષય થાય છે, અને ચારિત્ર્ય મોહનીય કર્મનો વિભાગ ઉદાસીનતાથી માંડી વીતરાગતાથી યય થાય છે. મોહનીય કર્મ નિર્બળ થતાં જ કર્યો પણ આપોઆપ શિથિલ થાય છે. પ્રજ્ઞા કે અંતરઆત્માના જ્ઞાનપ્રકાશથી આત્માર્થી સાધકની ક્રિયા સફળ થયા કરે છે અને તેને છેવટે ફળ અવંચકતા સંપ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો શ્રી અરિહંત પરમાત્મા સાથે તાદાત્મ્યતા થવાથી, તેઓ જેવા જ આત્મિકગુણો સાધકમાં પ્રગટીકરણ પામે છે. આમ જિનવચન, જિનદર્શન અને જિનાજ્ઞા સાધકને કલ્પવૃક્ષ સમાન નીવડે છે. છેવટે આત્મદશાનો સાધક સહજાનંદ અને અવ્યાબાધ સુખનો ભોકતા નીવડી અશરીરી અવસ્થામાં સિદ્ધ ક્ષેત્રે કાયમી સ્થિરતા કરે છે. ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા-૩૯૦ ૦૨૪.ર્જન : ૦૨૬૫-૨૭૯૫૪૩૯ સાધક ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસના સોપાનો કે ગુટ્ટાસ્થાન આરોહણ કરે છે. અથવા સાધકની સત્તામાં અપ્રગટદશાએ રહેલ આત્મિકગુણોનું પ્રગટીકરણ ક્રમશઃ થયા કરે છે. બીજી રીતે જોઈએ તો સાધ્યદૃષ્ટિ નિરંતર લક્ષમાં રાખી શુદ્ધ વ્યવહાર ચારિત્ર્ય ધર્મના આચરણથી દ્રવ્યકર્મો એક બાજુ સંવરપૂર્વક નિર્જરે છે અને બીજી બાજુ આત્મિકગુણો નિરાવરણ થઈ પ્રગટીકરણ પામે છે. અમુક અપેક્ષાએ આવા પરિણામોને ભદ્રિક આત્મદશાના સાધકો માટે ફળ-અવંચકતા ઘટાવી શકાય. આવા પરિણામનું સઘળું શ્રેય પંચ-પરમેષ્ટિ ભગવંતોનું શુદ્ધ નિમિત્તાવલંબન અને તેઓની આશ્રયભક્તિ છે. પ્રે૨ક અવસર જિનવરૂ, સખી. મોહનીય ક્ષય જાય; સખી. કાર્મિત પૂરા સુરતરુ, સખી. 'આનંદદ્દન પ્રભુ' પાય. સખી... ૭. ચાર ધાતીકોમાં અત્યંત ભયંકર મોહનીય કર્મ છે અને તેને કર્મોનો મહારાજા તરીકે સંબોધાય છે. દર્શન મોહનીય કર્મનો વિભાગ સ્વદેશી સામ્રાજ્યવાદ મહેન્દ્ર મેઘાણી આપણે એવા ભ્રમ હેઠળ છીએ કે ઉત્પાદનમાં ઝડપી વધારો થાય એટલે દેશનો વિકાસ થયો ગણાય. આવી જાતના રમ પેદા કરવા એ ઘણું ખરું રાજકીય આગેવાનોનો મુખ્ય ધંધો રહ્યો છે. આવા ભ્રમ પેદા કરવામાં આવે છે મોટા ધંધા-ઉદ્યોગોને મદદ કરવા માટે, અને પછી એ ધંધાવાળાઓ લખલૂટ નાણાં અને પ્રસાર માધ્યમો પરના પોતાના કાબૂ વડે આ ભ્રમોનો વિશેષ ફેલાવો કરે છે. ધનવાન ધંધાવાળાઓ અને રાજકીય નેતાગીરી વચ્ચે પરસ્પરને લાભદાયી આવા સંબંધો, એ આપણી લોકશાહીનું એક અગત્યનું લક્ષણ બની ગયું છે. ભારતની સંસદમાં કરોડપતિઓની સંખ્યા ૧૨૮ થી વધીને ૨૦૦૭ની ચૂંટણીમાં ૩૦૦ ઉપર પહોંચી છે, અને આ બાબતમાં જીતનાર કે હારનાર પક્ષો વચ્ચે કોઈ મોટો તફાવત નથી. ભ્રમો પેદા કરવામાં ભળેલો મધ્યમ વર્ગ મહત્ત્વનો ભાગ ભજવે છે. છાપાં-ટેલિવિઝનના સંચાલકો અને કહેવાતા બુદ્ધિજીવી વર્ગના નિષ્ણાતો લોકમતના ઘડનારાઓ તરીકે આ પ્રક્રિયામાં સારી એવી સહાય કરે છે. તરહતરહના પ્રકારના રાજકીય પક્શો આવે છે ને જાય છે, પણ પદ્મવત્ વનની ગરીબી ને કંગાલિયત લેશમાત્ચ ઘટાડા વિના સતત ચાલુ જ રહે છે. આપણા મોટા ભાગના નાગરિકો માટે આર્થિક લોકશાહીને રાજકીય લોકશાહીની સમીપ લાવવાની વડ એક પણ રાજકીય પક્ષ પાસે નથી, કદાચ એવો એનો ઈરાદો પણ નથી. હવે તો વાતવાતમાં કહેવાતું હોય છે કે બે જાતનાં ભારત અસ્તિત્વમાં છેઃ એક ભારત તેના ધનિક વિસ્તારો, વેપારઅદ્યોગો, મોટી મોટી દુકાનો અને જેની સુપર નવાં નવાં મોડેલની મોટરગાડીઓની કતારો દોડતી રહે છે એવા રાજમાર્ગો વડે ઝળહથી છે રહ્યું છે. અને બીજું છે એક એવું ભારત જેમાં નિરાધાર કિસાનો આત્મહત્યા કરતા રહે છે. દલીતો સદાય અત્યાચારો વેઠના રહે. છે, આદિવાસીઓ તેમની વન્યભૂમિ અને રોટીથી વંચિત બની રહ્યા છે, અને હજી તો ચાલતાં પણ બરાબર જેને નથી આવડતું તેવાં બાળકો શહેરોની ચમકતી સડકો પર ભીખ માંગતાં ભટકે છે. આ બીજા ભારતના કંગાલોનો રોશ ભભૂકી રહ્યો છે; આ દેશના ૬૦૭ પૈકી ૧૨૦થી ૧૬૦ જિલ્લાઓમાં નક્સલવાદી હિંસારૂપે તે ફેલાઈ ચૂક્યો છે. એવું લાગે છે કે ઝગમગાટ અને છે વિશેષાધિકાર વાળું એક ભારત હતાશા, નફરત અને અમાનુષી ગરીબીવાળા બીજા ભારતથી વિખુટું પડી જવાનો નિર્ધાર કરી બેઠું છે. મોટા મોટા વેપાર-ઉદ્યોગોવાળાઓ વિશાળ પાયા પર જમીનો હડપ કરી રહ્યા છે, અને તેમાં તેમને સરકારી મદદ મળી રહી છે. ઔદ્યોગિકરણને નામે, વિજળી અને સિંચાઈ માટેના તોતીંગ બંધને નામે, ગરીબોને તેમના પરંપરાગત વસવાટમાંથી હાંકી કાઢવામાં આવે છે, રોજી રળવાનાં તેમનાં સાધનોનો નાશ કરવામાં આવે છે અને મોટાં નગરોનાં આધુનિકકરણ’ને 'સૌંદર્યર્પન'ને નામે ઝૂંપડપટ્ટીઓનો ભુક્કો બોલાવવામાં આવે છે. આ બધું બતાવે છે-રોજેરોજ બતાવે છે-કે વિકાસ કેવો વિકૃત થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૦૬ સુધીમાં ભારતભરમાં ‘સ્પેશિયલ ઇકોનોમિક ઝોન'ની ૨૬૭ યોજનાઓને ભારત સરકારની મંજૂરી મળી ચૂકી હતી. એવી દરેક યોજના માટે ૧,૦૦૦થી ૧૪,૦૦૦ હેક્ટર જેટલી જમીનની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ફક્ત ૬૭ યોજનાઓ માટે જ ૧,૩૪,૦૦૦ હેક્ટર જેટલી જમીન કબજે કરવામાં આવી છે. મોટે ભાગે આદિવાસી વિસ્તારોમાં ખાણો ખોદવાના હકો મોટી મોટી કંપનીઓને આપવામાં આવ્યા છે. યાદ કરો કે ૨૦૦૬ની સાલને આરંભે જ ઓરિસામાં બાર આદિવાસીઓને પોલીસે ઠંડે કલેજે ઠાર માર્યા હતા, કારણ કે પોતાની જમીન તાતા કંપનીને ખાણો ચલાવવા માટે સોંપી દેવાનો તેમણે વિરોધ કરેલો.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy