________________
જુલાઈ ૨૦૧૦
પરંતુ, જે અમેરિકન સમાજમાં ધનનો સંગ્રહ કરવાની જ વૃત્તિ હોય તથા નવી પેઢીને પણ ભૌતિક સાધન સંપત્તિમાં જ રસ હોય, એમાં પણ એક કોલીન જેવા જર્મન ધનાઢ્ય મા-બાપના દીકરા જેવા યુવાન નીકળે કે જેઓ એમ કહે કે, મને જન્મથી જ મોટી સંપત્તિ વારસામાં મળી હતી, પરંતુ તે સ્થિતિ મને કુદરતી રીતે જ માફક નહોતી આવતી, એટલે મેં તે તમામ સંપત્તિ (૨,૭૫,૦૦૦ ડોલર) સમાજનું નવનિર્માણનું કામ કરનાર સામાજિક સંસ્થાને આપી દીધી. કોલીન આગળ ઉપર કહે છે કે હું ૧૬ વર્ષનો હતો ત્યારે મારા પિતાએ મને બોલાવીને કહ્યું કે, તું ઘણાં પૈસા વારસામાં મેળવવાનો છે, અને જો તું તેનું યોગ્ય રીતે રોકાણ કરીશ તો તને જીંદગીભર કોઈ વાંધો નહીં આવે. મારા પિતાજીની ઈચ્છા મારું બાળપણ અને ત્યારપછીનું મારું જીવન સુખેથી કાઢું તેવી હતી. પરંતુ મારા મનમાં એ વાત પાકી થયેલી કે, એકલી આર્થિક સદ્ધરતા એ માણસના સુખમય કે શાંતિમય જીવનની ચાવી નથી, પરંતુ બીજી કેટલીક બાબત તે સાથે સંકળાયેલી છે. આ જાતના વિચારો કરનાર વ્યક્તિ કોલીન જ નહોતો, પરંતુ બીજા પણ સમાજમાં હતી કે જેઓએ સમાજમાં શાંતિ અને સમભાવ સ્થપાય તે માટે પોતાની તમામ
પ્રબુદ્ધ જીવન
દોલત આપી દીધેલી. એવી ૪૦ વ્યક્તિઓને શોધવાનું કામ ક્રીસ્ટોફર મોગી અને એની સ્લીપેઈન નામના બે લેખકોએ કરી મિ. મોગીલે એક અખબાર સાથેના તેમના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે ધનાઢય લોકો પોતાની સંચય કરેલી સંપત્તિનું વ્યાજ જ વાપરતા હોય છે. પરંતુ આ બધા કિસ્સાઓમાં એક જુદી જ પરિસ્થિતિ હતી. જેને આપણે પરંપરાગત દાનનો પ્રવાહ કહીએ તેમાં ભૂખ્યાને અન્ન આપવું, માંદાને સારવાર આપવી કે અભણને ભણાવવા વિગેરે બાબતો ગણી લેવામાં આવે છે, પરંતુ ધરમૂળથી સામાજિક ન્યાય મળે તેની સાથે દાનનો પ્રવાહ જોડવામાં આવતો નથી. સામાજિક ન્યાયનો
અર્થ લોકો પોતાના આર્થિક અને સામાજિક કર્તવ્યમાં સભાન થાય તેમ જ આગ્રહપૂર્વક સમાજ વ્યવસ્થાને બદલવા માટે મહેનત કરે એ છે.
‘અમે અમારું ભાગ્ય સમાજને અર્પિત કર્યું', એ શીર્ષક હેઠળની આ ચોપડીમાં ૧૭ સ્ત્રીઓ અને ૨૭ પુરુષો બધા જ વ્હાઈટ અમેરિકનો અને જર્મનો, ઉંમ૨ ૨૫ થી ૨૭ ની વચ્ચેની છે, તેઓની સત્ય કથાઓ છે. એમાંની કેટલીક બહેનોએ તો પર્યાવરણની સુધારણા માટે, બહેનોના હક્કો માટે, એઈડ્ઝ જેવા રોગો સામે સજાગતા કેળવવા પોતાની તમામ દોલત એવા કામમાં ખર્ચી છે, જે લગભગ ૪ કરોડ ડોલર જેટલી થાય છે.
દુનિયાની દવાની કંપનીઓમાં જેનું બહુ મહત્ત્વનું સ્થાન છે તેવી પ્રોક્ટર એન્ડ ગેમ્બલ નામની કંપનીનો એક વારસ જેનું નામ રૂબી ગેબલ છે અને જે બોસ્ટનમાં મોટો થયો છે. તેણે પોતાની દોલતની પર્ણો મોટો ભાગ સમાજના નવનિર્માણના કામમાં આપી દીધો છે. એટલું જ નહીં, પણ કેનેડામાં સામાજિક અને આર્થિક ન્યાય માટે સંશોધન કરવા એક સંશોધન કેન્દ્રની સ્થાપના પણ કરી છે.
ફીલ વેરા નામની એક બોસ્ટનના એક ઔદ્યોગિક સાહસની વ્યક્તિએ યુ.એસ.એ માં ફેમિલીઝ ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરવા માટે ૪ કરોડ ડોલર (૧૨૦ કરોડ રૂપિયા) જેટલી રકમ દાનમાં આપી દીધી છે. એ જ પ્રમાણે કોલીન્સે પોતાની મોટા ભાગની દોલત એક એવી સંસ્થાને આપી છે
૫
કે જે બીજી સંસ્થાઓને મદદ કરે છે. કોલીસે જાહેરમાં કહ્યું કે, મારા ધનનો મને જે ઉપયોગ છે તેના કરતાં વધુ ઉપયોગ સમાજને છે. જમૈકામાં બે બેડરૂમના એક ફ્લેટમાં તે રહે છે. પોતાની દોલતમાંથી તેને અભ્યાસ માટે તથા પ્રવાસ માટે જે ફાયદો થયો તે માટે તેને ઘણો આનંદ છે, અને પિતાજીએ તેના ધનનું રક્ષણ કરવા જે ટ્રસ્ટ કરેલું તે ટ્રસ્ટનું વિસર્જન કરતા તેને સહેજે પણ દુઃખ નહોતું થયું.
આવા અનેક લોકોની મુલાકાતો આ ચોપડીમાં કંડારાયેલી છે. જેઓએ એ વાતનો સ્વીકાર કરેલો છે કે, ગરીબ લોકોની ગરીબીનું એક કારણ તેઓને પૂરતા પ્રમાણમાં તેમના કામનું વળતર નથી આપવામાં આવતું તે છે. અને પૈસાદાર લોકો તેમને ગરીબ રાખવામાં જ પોતાનો સ્વાર્થ સમર્જ છે. જે લોકોએ પોતાનું ધન સમાજને ચરણે ધરી દીધું છે, તેઓ એ વાતનો સ્વીકાર કરે છે કે અમારું ધન પણ અમને જે ચાલુ વ્યવસ્થા છે કે જેમાં શોષણ એ મહત્ત્વનું છે, તેના આધારે જ તે મળેલું છે. એટલે અમારે એવા ધનનો વહેલી તકે ત્યાગ કરવો જોઈએ. કોલીન્સે પોતાના પિતા ઉપર જે પત્ર લખ્યો તેમાંના વિચાર સાથે એના પિતા સંમત ન હોવા છતાં દીકરાનો પ્રેમ દેખાય છે. એટલે આ ચોપડી ભારતની ષ્ટિએ એટલા માટે મહત્ત્વની છે કે, ગાંધીજીએ આઝાદીની લડતમાં કેટલાય કુટુંબો પાસે પોતાની આર્થિક સંપત્તિ સમાજના મૂળભૂત પરિવર્તન માટે છોડાવેલી, આજે પણ ગાંધીજીના ગયા પછી ૧૪ વર્ષ સુધી સમગ્ર ભારતમાં ખૂણે ખૂણે વ્યાપેલ ભૂદાન આંદોલનની સાથે સાથે સંપત્તિદાનનો જે વિચાર આવેલો, તેને કારાસર આ ચોપડી વિચારકોએ વાંચવા જેવી છે.
આજે ચારે તરફ સત્તાનું, પૈસાનું કેન્દ્રિકરણ થાય છે કારણ કે આપણી સંસ્કૃતિ એના અધ્યાત્મ મૂળને એક તરફ મૂકીને ભૌતિકવાદમાં ડૂબી ચૂકી
છે. અમેરિકા અને પશ્ચિમના ભૌતિકવાદની દેખાદેખીમાં આપણે પામ્યા કરતા ઘણું ગુમાવી ચૂક્યા છીએ. હવે ભૌતિક સમૃદ્ધિ એજ પ્રગતિની વ્યાખ્યા બની ચૂકી છે. હવેનો સમાજ સમૃદ્ધિની પાછળ દોડે છે. એની મૂળ ખોજ તો શાંતિની હોવી જોઈએ એ ભૂલાઈ ગયું છે. હવે ઉપદેશ કે ગર્ચાથી કાંઈ નહિ વધે, હવે તો એ પટકાઈને પાછો આવશે ત્યારે જ સમજાશે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે.
જો કે આપણી સંસ્કૃતિના પાયામાં એટલું બધું બળ છે કે એ ક્યારેય તૂટશે નહિ. આજે અધ્યાત્મિક માર્ગદર્શન અને શાંતિ માટે બધાં જ દેશોની નજર ભારત તરફ મંડાણી છે. પૂર્વ અને પશ્ચિમની દીવાદાંડીનું કામ એક સમયે આ દેશ જ કરશે. કાળ પાકશે ત્યારે એ થશે જ; ત્યાં સુધી ધીરજ રાખવી રહી, અને ધીરજ એ તપ છે. જીવન જીવવાની કળા જૈન ધર્મના સિદ્ધાંતોમાં અદ્ભુત છે. નવી ખોજની કોઈ જરૂર નથી, માત્ર આપણા ધર્માચાર્યો સાચી રીતે, નિસ્પૃહી ભાવે શ્રાવકને એ સમજાવશે તો મંગલ મંગલ છે, શાંતિ શાંતિ છે.
nધનવંત શાહ drdtshah@hotmail.com
(અમદાવાદ સ્થિત શ્રી સૂર્યકાંતભાઈ પરીખનો ફોન નંબર છે–
079-26305745/26304561 Mobile: 9898003996.