SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’ : ૫૭ ૦ અંક : ૭ ૭ જુલાઈ ૨૦૧૦ – વિક્રમ સંવત ૨૦૬૬૦ વીર સંવત ૨૫૩૭ ૦ અષાઢ સુદ –તિથિ-૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ) પ્રભુટ્ટુ જીવા વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/ ૭ છૂટક નકલ રૂા. ૧૦/ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ જૈન ધર્મ અને શ્રીમંતો અને અપરિગ્રહ ૮૪ વર્ષ ની દીર્થ યાત્રા સ્વસ્થતાપૂર્વક પાર કરી ચૂકેલા, અનુભવ અને પ્રવૃત્તિથી સમૃદ્ધ અને આજે ય પૂરા કાર્યશીલ એવા સ્વાતંત્ર્ય સેનાની શ્રી સૂર્યકાંતભાઈ પરીખનો હમણાં જ તા. ૨૮ મેના મને એક પત્ર મળ્યો, આ પત્ર ‘પ્રબુદ્ધ જીવન’ના વાંચકોને હું સમર્પિત કરું છું, ચર્ચા-ચિંતન માટે. સ્નેહીશ્રી ધનવંતભાઈ, જૈનધર્મ પણ અન્ય ધર્મોની માફક એકાંગી નથી, તે સર્વગ્રાહી છે, અને જાગતિક પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને જૈનધર્મ પાળનારે ઓછામાં ઓછું શું – વ્યક્તિગત રીતે, અને સામાજિક રીતે શું કરવું જોઈએ તે અંગે આપ લખો, અને નીચેના મારા પ્રશ્નો પર પ્રકાશ પાડો કે (૧) અત્યારે સતત પૈસાનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે, કમાવ, ખૂબ કમાવ, અને તે માટે ગમે તે રીતે કમાવ એ મનઃસ્થિતિ દિવસે દિવસે વધુ વ્યાપક થતી જાય છે, તો તેમાં જૈનધર્મના મૂળમાં અપરિગ્રહ તરફ ગતિ કરવાની વાત ભૂંસાતી જાય છે તો શું કરવું જરૂરી છે ? જેમ પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવો છો તેમ બીજી પણ વ્યાખ્યાનમાળા મુંબઈ જૈન યુવક સંઘ ગોઠવે છે. તેમાં વિષય રાખવો જોઈએ કે (૧) ચારે તરફ સત્તાનું, પૈસાનું કેન્દ્રીકરણ થાય છે. તેની વચ્ચે પાળી શકાય એવો જૈન ધર્મ કેવો હોવો જોઈએ ? શ્રી કુમારપાળભાઈ જેવા વ્યક્તા તે અંગે કંઈક જણાવે તો સારું. આ સૂર્યકાન્તભાઈ આ સંસ્થા, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સ્થાપકોમાંના એક શ્રી પરમાણંદ કુંવરજી કાપડિયાના કુટુંબીજન, એમના પત્ની શ્રીમતિ ગીતા પરીખ પરમાણંદભાઈના સુપુત્રી અને ચિંતનશીલ કવયિત્રી, સૂર્યકાંતભાઈ ભારતની આઝાદીની લડતમાં પૂરા સક્રિય હતા, એટલે પોતાને હંમેશા સ્વતંત્રસેનાની અને ફ્રીડમ ફાઈટર કહે-લખે, આ વાંચીને આપણને પણ ગૌ૨વ થાય અને પોરસ ચઢે, એઓ આ ઉપરાંત ગાંધી અને ગાંધી યુગથી પૂરા રંગાયેલા, આ અંકના સૌજન્યદાતા તેમજ પૂ. રવિશંકર મહારાજ અને પૂ. વિનાબાજીની ભૂદાન અને અન્ય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા એટલે એઓ આદર્શવાદી હોય એ સમજી સ્વ. પૂ. બાપુજી, બા, પ્રવીણભાઈ, પ્રતાપભાઈ અને પ્રમિલા શકાય છે. છેલ્લા ૨૫ વરસથી સૂર્યકાંતભાઈએ પર્યાવરણની અને માનવ આરોગ્ય માટેની એક મહત્ત્વની પ્રવૃત્તિ માટે ભેખ ધર્યો છે અને એમાં સફળ પણ થયા છે. એ છે સેનિટેશન એટલે ભારતમાં યાત્રા અને અન્ય સ્થળોએ જાહેર શોચાલયો અને સ્નાનગૃહો બાંધવા અને એની જાળવણી કરવી. અમદાવાદ સ્થિત એમની સંસ્થાનું નામ છે ‘નાસા ફાઉન્ડેશન’ સ્વ. સોમચંદ ચુનીલાલ શાહ પરિવાર સ્મૃતિ-શ્રધ્ધાંજલિ તમે અત્યારની આર્થિક-વિષમ પરિસ્થિતિમાં પ્રબુદ્ધ જીવન મારફતે જૈન ધર્મની રીતે વ્યક્તિ/કુટુંબ/સમાજ કેવી રીતે જીવે તે દર્શાવશો તો આનંદ થશે. ધર્મ એ આપણા અત્યારના જીવનને પણ બચાવનાર છે, જૈન ધર્મમાં જે તપ સાધના છે તે છેવટે તો મનને શાંતિ આપે તે માટેની છે. NATIONAL SANITATION & ENVIRONMENT IMPROVE MENT FOUNDATION. આ સંસ્થાએ આ ક્ષેત્રમાં ખૂબ જ સારું અને મહત્ત્વનું કામ કર્યું છે, અને આનંદની હકીકત તો એ છે કે દાનવીર દાતાઓ મંદિરની જેમ આવી પ્રવૃત્તિમાં પણ છૂટે હાથે પોતાની ધન રાશિ આવા કાર્યમાં આપી પર્યાવરણની આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. આ સંદર્ભે આ સંસ્થાની પુસ્તિકા ‘ટૉયલેટની દુનિયા’ વાંચવા જેવી છે. જાગૃત નાગરિકોએ આ સંસ્થાની અને એની પ્રવૃત્તિની વિગતો આ સંસ્થા પાસેથી મંગાવવી જોઈએ. પર્યાવરણની ખેવના અને આરોગ્ય સેવા એ માનવ ધર્મ છે, એ એક ઉત્તમ પૂજા છે. સૂર્યકાન્ત પરીખ • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિના૨, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ * Website : www.mumbai_jainyuvaksangh.com e email : shrimjys@gmail.com
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy