________________
જુન ૨૦૧૦
પરંપરાગત ધાર્મિક માન મોભા કે આભાવર્તુળથી આક્રર્ષાયા ન હતા. પણ મહાપ્રજ્ઞજીના ચિંતન-મનન સ્વાધ્યાય અને જીવન તથા અધ્યાત્મ અને વિજ્ઞાન સમન્વયનું સંગમતીર્થ જોઈને સ્વસ્થ પ્રજ્ઞાથી આપણા સમયના ઋષિ કક્ષાના વૈજ્ઞાનિકને સહચિંતન કરવાનું અનુસરણ કરવાનું અનિવાર્ય લાગ્યું. ઉલ્લેખનીય છે કે આચાર્યશ્રીના અંતિમ દર્શનાર્થે વેળાસર અબ્દુલ કલામ પહોંચી ગયા. આચાર્ય મહાપ્રજ્ઞના સાહિત્ય સર્જનની આચાર્ય તુલસીના સાન્નિધ્યમાં - માર્ગદર્શનમાં ૧૯૪૫થી શરૂઆત થઈ. પ્રારંભે ‘ભિક્ષુ વિચાર દર્શન'માં તેરાપંથના સ્થાપક આચાર્ય વિષેનો ગહન અધ્યયન ગ્રંથ
આવ્યો. 'ફૂલ ઔર અંગારે 'ની કવિતામાં કેન્દ્રમાં જૈનધર્મ દર્શન
નથી પણ સાહિત્યિક સર્જકતાનો ઉન્મેષ છે. પ્રથમ પુસ્તક 'જીવઅજીવ' જૈનદર્શનના જિજ્ઞાસુ વિદ્યાર્થી માટેનું પુસ્તક ગણાય.
'જૈનદર્શન' કે મૌલિક તત્ત્વ ‘અહિંસા તત્ત્વદર્શન'માં ચિંતનની સૂક્ષ્મતા અને સર્વવ્યાપકતા છે.
બસો ઉપરાંત ગ્રંથમાં વિસ્તરેલી મહાપ્રજ્ઞ ચેતના વિષે વિસ્તૃત
મહાનિબંધની અપાર શક્યતાઓ
રહેલી છે. જૈન આગમ સંપાદન અને સૂક્ષ્મ વિવેચન ઉપરાંત ૠષભાષણ' જેવા મહાકાવ્યનું સર્જન પણ તેમણે કર્યું. મનની અપાર ક્ષમતાઓ અને સૂક્ષ્મતાઓ વિશ્વ મન જીતે છત' – કોંગ્રે કહ્યું મન ચંચળ છે' જેવા પુસ્તકો
વિશેષ અભ્યાસ લેખની ગરજ સારે
પ્રબુદ્ધ જીવન
ઊર્ધ્વરોહણ’, ‘મુક્ત ભોગની સમસ્યા’, ‘મનન અને મૂલ્યાંકન’ જેવા ગ્રંથો ગુજરાતી અનુવાદ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોમાં પણ વ્યાપક આવકાર પામ્યા છે.
ગુજરાતમાં મહાપ્રજ્ઞ-સાહિત્યની રાજધાની અમદાવાદ છે. અનેકાંત ભારતી પ્રકાશન દ્વારા આચાર્ય મહાપ્રજ્ઞજીનાં એકસો ચાલીસ જેટલા પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ થયાં છે. પ્રકાશન સંસ્થાના સ્થાપક શ્રી શુભકરણજી સુરાણા ૮૫ વર્ષની વયે પણ અનુવાદ-પ્રકાશન પ્રવૃત્તિમાં સક્રિય છે. કિશોરવયથી મહાપ્રજ્ઞજીના એકનિષ્ઠ આરાધક
ધ્યાન દ્વારા પડછાયાથી દૂર મૂળ પ્રતિમા સુધી પહોંચી શકાય
ધ્યાન એ એક સશક્ત માધ્યમ છે. આજની સૌથી મોટી સમસ્યા
જો કોઈ હોય તો તે નકલીની, પડછાયાની છે. મૂળ બિચારૂં છે, છાયા ક્યાંક છે અને પડછાયો પૂજાય છે.
ક્યાં
એક માર્મિક વાર્તા છે. એક ચિત્રકારે ખૂબ મહેનત કરી એક સુંદર ચિત્ર બનાવ્યું. એમાં એક ગ્રામ્ય નારીનું ચિત્ર હતું. આખું ચિત્ર ખૂબ જ સુંદર હતું, ગ્રામ્ય નારી સુંદરતાની પ્રતિમૂર્તિ હતી, સહજ સૌંદર્ય, પ્રાકૃતિક સૌંદર્ય હતું. એક શહેરમાં પ્રદર્શનમાં ચિત્રકારે પોતાનું ચિત્ર મૂક્યું. એક વ્યક્તિએ આવીને એનું ચિત્ર પચાસ હજાર રૂપિયામાં ખરીદ્યું.
એ ચિત્ર લઈને બહાર નીકળ્યા. દરવાજાની બહાર એક સુંદર સ્ત્રી ભીખ માંગી રહી હતી, 'પાંચ-દસ પૈસા આપો.’ પચાસ હજાર રૂપિયા આપી ખરીદી કરનાર વ્યક્તિએ એ સ્ત્રીને ધુત્કારી
એ સ્ત્રીની નજર પેલી વ્યક્તિના હાથમાંના ચિત્ર પર પડી પરંતુ
એ
કંઈ ન બોલી અને ચકિત થઈ ગઈ, અચંબામાં પડી ગઈ, સ્તબ્ધ થઈ ગઈ, એ ચિત્ર એનું પોતાનું જ હતું. જરા વિચાર કરો, દુનિયા કેવી છે ? બિંબ યાને મૂળ પૈસા માટે ભીખ માંગે છે અને પ્રતિબિંબ પચાસ હજારમાં વેચાય છે. કેવી વિડંબના! ધ્યાન
‘પ્રેક્ષાધ્યાન’ શ્રેણીની અગિયાર પુસ્તિકાઓ; ‘આહાર અને અધ્યાત્મ' જેવું આરોગ્યલક્ષી ચિંતન, તથા ‘સૂર્યકિરણ ચિકિત્સા' – પ્રયોગવીર આચાર્યના સ્વાધ્યાય - સાધના વૈવિધ્યનો પરિચય કરાવે છે. મહાવીરનું અહિંસા દર્શન', ‘મહાવીરનું અર્થશાસ્ત્ર', 'ચેતનાનું
સિવાય બીજું કોઈ માધ્યમ એવું નથી જે તમને પ્રતિબિંબથી દૂર
મૂળ સુધી પહોંચાડે. પડછાયાને પ્રતિબિંબનું રૂપ કદિ ન આપી
શકાય. પડછાયો એ પડછાયો અને પ્રતિમા એ પ્રતિમા. Dઆચાર્ય મહાપ્રજ્ઞ (અનુવાદ : પુષ્પા પરીખ)
છે. ‘મહાપ્રશ સાહિત્ય પુરસ્કાર’થી પુરસ્કૃત શુભકરણજીના સુપુત્ર શ્રી સંતોષકુમાર સુરાશા હાલ પ્રકાશન પ્રવૃત્તિ સંભાળે છે.
મહાપ્રજ્ઞ સાહિત્યના
ગુજરાતી અનુવાદ ક્ષેત્રે પં. દલસુખભાઈ માલશિયા, રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રાકૃત ભાષા સાહિત્યના વિદ્વાન ડૉ. આર. એમ. શાહ, ડૉ.
કુમારપાળ દેસાઈ, શ્રી રોહિત
શાહ તથા આ લખનારે પ્રદાન
આપ્યું છે.
મહામશ સાહિત્ય અને મહાપ્રશ દર્શન વિશેષ અભ્યાસનો અવકાશ રચે છે. એક સમર્થ જૈનાચાર્ય સાંપ્રદાયિક
સંકુચિતતાથી દૂર રહીને દરેક કાળના મનુષ્યને પ્રસ્તુત એવું ચિંતન પ્રયોગ ભૂમિથી પ્રસ્તુત કરે અને વ્યાપક સ્વીકૃતિ પામે એ જ આપણા સમયની મહાન ઘટના છે. ધર્મ-વિજ્ઞાનના
એટલો પટ રોકે તેમ છે. જિજ્ઞાસુએ અનિવાર્ય પણે આ ગ્રંથો વાંચવા આલોકમાં ઝળહળતી શાશ્વત ચેતનાને શત શત પ્રણામ! નવનિયુક્ત આચાર્ય મહાશ્રમણજીનાં સમયમાં મહાપ્રજ્ઞયુગ વિસ્તરતો રહે એવી અભ્યર્થના!
રહ્યા.
૬, અરનાથ એપાર્ટમેન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨
ફોન ઃ ૯૭૨૫૨ ૭૪૫૫૫, ૯૪૨૭૯ ૦૩૫૩૬