SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૦૯ આવ્યા. બીજે દિવસે કાકાએ કહ્યું, ‘તમને ખબર છે, કાલે આપણે કેટલું જોખમ ખેડ્યું? આ ભીલ વિસ્તાર છે. રાતના કોઈ વાહન આવે તો ભીલો જરૂર લૂંટી લે. મને થયું કે હેમખેમ પાછા પહોંચી જઈએ તો સારું. આખે રસ્તે હું મનમાં ભક્તામર સ્તોત્ર બોલતો રહ્યો હતો. વચ્ચે ‘આંખો પવિત્ર રાખ'નું ગીત ઝિલાવ્યું કે જેથી તમને ડરનો વિચાર ન આવે.” પ્રબુદ્ધ જીવન એક વખત અમારા સંઘ તરફથી ઠાસરામાં નેત્રયજ્ઞ હતો. પચાસ જેટલા દર્દીઓનાં ઑપરેશન હતાં. અમે મુંબઈથી સંઘના સાતેક સભ્યો ચિખોદરા પહોંચ્યા. આંગસ્ટ મહિનો હતો અને વરસાદના દિવસો હતા. ચિખોદરામાં સ્નાનાદિ વગેરેથી પરવારી, અમે જીપમાં બેઠા ત્યારે કાકાએ કહ્યું કે કાલે રાતના બહુ વરસાદ પડ્યો છે અને જોરદાર પવન ફૂંકાર્યો છે એટલે દર્દીઓ ઓછા આવશે એવો સંભવ છે. અમે ઠાકરા નેત્રયજ્ઞના સ્થાને પહોંચી ગયા. આંપરેશન માટે દાક્તરો આવી ગયા હતા. ખાટલા પથરાઈ ગયા હતા. આંપરેશન થિયેટર તૈયાર થઈ ગયું હતું. પરંતુ નવ વાગ્યા તો પણ કોઈ દર્દી આવ્યો નહોતો. રાહ જોવાતી ગઈ, સમય પસાર થતો ગયો. એમ કરતાં અગિયાર વાગ્યા તો પણ કોઈ દર્દી આવ્યા નહિ. અમે બધા બેસીને માંહોમાંહે ગપાટા મારતા રહ્યા. અમારા માટે ભોજનની વ્યવસ્થા ત્યાં જ થઈ હતી એટલે બાર વાગે જમવા બેઠા. સાડા બાર સુધી કોઈ દર્દી ન આવ્યો એટલે એક વાગે નેત્રયજ્ઞ બંધ જાહેર કરવામાં આવ્યો. કાકાને કહ્યું, અત્યાર સુધી આટલા બધા નેત્રયજ્ઞો કર્યા, પણ દર્દી વગરનો આ પહેલો થયો, તેનું કારણ ધોધમાર વરસાદ અને વાવાઝોડું છે. દોશીકાકા અને ભાનુબહેન એક વખત અમેરિકા જવાનાં હતાં. ત્યારે અમારા યુવક સંઘ તરફથી અમે વિદાયમાનનો કાર્યક્રમ યોજ્યો હતો. આટલી મોટી ઉંમરે તમને ફાવશે કે કેમ એમ અમે પૂછ્યું ત્યારે કાકાએ કહ્યું હતું કે 'મારા ભત્રીજાઓ ત્યાં રહે છે અને એરપૉર્ટથી એરપૉર્ટ અમને એટલા બધા સાચવે છે કે અમને જરાય તકલીફ પડતી નથી.' આ ભત્રીજાઓ નાના હતા ત્યારે કાકાએ અને ભાનુબહેને પોતાને ઘરે રાખીને સાચવ્યા હતા અને તૈયાર કર્યા હતા. આ અમેરિકા જવાના પ્રસંગે મારા ધર્મપત્ની તારાબહેને કાકાને ખાદીની ગરમ શાલ ભેટ આપી તે કાકાએ કહ્યું કે ‘મારી પાસે એક શાલ છે અને એકથી વધારે ન રાખવાનો મારો નિયમ છે. એટલે તમારી શાલ હું તો જ સ્વીકારું કે મને જ્યારે યોગ્ય લાગે ત્યારે કોઈ યોગ્ય વ્યક્તિને હું આપી દઉં, એ માટે તમારી મંજૂરી હોય તો જ લઉં.' આ શરત અર્મ મંજૂર રાખીને અમે કાકાને શાલ ભેટ આપી. દોશીકાકા અને એમના ધર્મપત્ની ભાનુબહેન અમેરિકા ત્રણેક વાર ગયા છે. તેમના ભત્રીજાઓને ત્યાં રહે છે. કાકા જાય ત્યારે હૉસ્પિટલ માટે કંઈક ફંડ લઈને આવે. છેલ્લે ગયા ત્યારે કાકાની ૯ ઉંમર ૮૭ અને ભાનુબહેનની ૮૩, વૃદ્ધવસ્થાને લીધે કોઈ પણ તેમને અમેરિકા જવાની સલાહ ન આપે. પણ તેઓ બંને મનથી દૃઢ હતાં. વળી આરોગ્યમાં કોઈ ખામી નહોતી. ભાનુબહેનનું શરીર ભારે, પણ તેઓ કહે, ‘અમારે તો બધા જ એરપૉર્ટ પર વ્હીલચેર મળવાની છે.' અમેરિકા જતા હતા ત્યારે ભાનુબહેને કાકાને કહ્યું, ‘તમારા ચંપલ ધણા ઘસાઈ ગયા છે. અમેરિકામાં તૂટશે તો બહુ મુશ્કેલી થશે. માટે તમે નવી જોડ લઈ લો,' પણ કોકો જૂનો ચંપલ પહેરીને જવામાં મક્કમ હતા. તેમનો નિયમ હતો કે એક ચંપલ ઘસાઈને તૂટી જાય ત્યારે જ નવાં ચંપલ ખરીદવાં. એટલે કાકાએ કહ્યું, 'ચંપલ તૂટી જશે તો ત્યાં ઉઘાડા પગે ચાલીશ. નહિ વાંધો આવે. બધે ગાડીમાં ફરવાનું છે. વળી ત્યાંનો ઉનાળો છે.” દોશીકાકામાં આત્મવિશ્વાસ ઘણો. પાછા ફર્યા ત્યાં સુધી ચંપલને વાંધો આવ્યો નહિ. આવ્યા પછી જૂનાં ચંપલ ઘસાઈ ગયાં ત્યારે નવા ચંપલ લીધાં. એક વખત અમે નેત્રયજ્ઞ પછી એક તીર્થની યાત્રાએ ગયા હતા. રાતનો મુકામ હતો. થાકેલા હતા એટલે હું અને દોશીકાકા સૂઈ ગયા અને મિત્રને પરવારતાં થોડી વાર હતી. સવારે વહેલા ઊઠી, સ્નાનાદિથી પરવારીને અમે તૈયાર થયા. બહાર જતાં દોશીકાકાએ કહ્યું, ‘મારાં ચંપલ ક્યાં ગયાં ?' તો મિત્રે તરત એમના ચંપલ બતાવ્યાં. કાકાએ કહ્યું, ‘આ મારા ચંપલ નથી.' મિત્રે ફોડ પાડતાં કહ્યું, ‘કાકા, રાતના મારા બૂટ પાલીશ કરતો હતો ત્યાં પછી વિચાર આવ્યો કે તમારા બંનેનાં ચંપલને પણ પાલિશ કરી લઉં.' કાકાએ કહ્યું, “મને પૂછ્યા વગર તમે મારા ચંપલને પાલિશ કર્યું તે બરાબર ન કહેવાય, પાલિશવાળા ચંપલ મને શોભે નહિ, હવે પાલિશ કાઢી નાખો.' મિત્રે લૂગડા વડે પાલિશ કાઢવા પ્રયત્ન કર્યો, પણ પાલિશ બહુ ઓછી થઈ નહિ, ત્યાં બહાર જઈ કાકા મૂઠી ધૂળ ભરીને લાવ્યા અને ચંપલ પર નાખી. એટલે ચંપલ કંઈક બરાબર થયા. અપંગ કન્યાઓ માટે ગુજરાતમાં કોલ પાસે આવેલી સંસ્થા ‘મંથન’ને માટે અમે પર્યુષણ પર્વ દરમિયાન સહાય માટે શ્રોતાઓને અપીલ કરી હતી અને એકત્ર થયેલ રકમ સંસ્થાને અર્પણ કરવાનો કાર્યક્રમ અમે ગોઠવ્યો હતો. એ માટે કાકાને પણ પધારવાનું નિમંત્રણ અમે આપ્યું હતું. કાકાએ ‘મંથન’ સંસ્થા જોઈ નહોતી અને ક્યાંથી જવાય એ તેઓ જાણતા નહોતા. એટલે અમે એમને અમદાવાદથી અમારી સાથે બસમાં જોડાઈ જવા કહ્યું હતું. અમદાવાદ સ્ટેશને ‘ઈન્કવાયરી’ની બારી પાસે તેઓ ઊભા રહેવાના હતા. પરંતુ તે દિવસે ટ્રેનમાં અમારો ડબ્બો ઘણો આગળ આવ્યો એટલે અમે બધા પાર્સલના ફાટકમાંથી નીકળ્યા કે જેથી તરત સામે બસ પાસે પહોંચાય. સવારની ઉતાવળમાં અમે જે ભાઈને કાકાને લઈને આવવાનું સોંપ્યું હતું તે ભૂલી ગયા અને બીજા પણ ભૂલી ગયા.
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy