________________
પ્રબુદ્ધ જીવન
આ
ડૉક્ટર મિત્રની ભાગીદારીમાં 'હિંદ મિશન હૉસ્પિટલ' શરૂ કરી. આ હૉસ્પિટલમાં ફક્ત એક રૂપિયો ફી લઈ દર્દીને આંખની સારવાર કરી આપવામાં આવતી. દરમિયાન દોશીકાકા પૂ. રવિશંકર દાદાના ગાઢ પરિચયમાં આવતા ગયા. ૧૯૪૩માં આઝાદી પૂર્વે દાદાએ રાધનપુરમાં નેત્રયજ્ઞ યોજ્યો હતો અને એમાં દોશીકાકાને સેવા આપવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. દોશીકાકાને વખતે દાદાની સાથે રહેવાની અને એમની કામ કરવાની કુનેહના દર્શન થયાં. દર્દીઓની સ્ટ્રેચર રવિશંકર મહારાજ પોતે પણ ઉપાડતા દાદાએ દોશીકાકાને શહેરને બદલે ગામડામાં જઈને લોકોની સેવા કરવાની ભલામણ કરી. એટલે દોશીકાકા અમદાવાદથી આણંદ અને બોચાસણ સેવા આપવા જવા લાગ્યા. પછીથી તો અમદાવાદ છોડીને આણંદમાં દવાખાનું કર્યું. પછી તેઓ દર શનિ, રવિ બોચાસણમાં નેત્રશિબિર યોજતા. એમાં એક પણ દર્દીને પાછો મોકલતા નહિ.
આમ દોશીકાકાની મત નૈબંધોની પ્રવૃત્તિ વધતી ચાલી. ૧૦૦મો નેત્રયજ્ઞ વ્યારામાં થયો. ત્યાર પછી દોશીકાકાએ પોતાની આણંદની હૉસ્પિટલ, ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટને સોંપી દીધી. હવે પોતાની અંગત મિલકત રહી નહિ. કાકાની પાસે પોતાની માલિકીનું મકાન, જમીન, મિલકત, બેંકમાં ખાતું વગેરે કશું જ નથી. કાકાને ઈન્કમટૅક્ષ ભરવાનો હોતો નથી. કાકાએ પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું.
દોશીકાકાને ગાંધીજી, વિનોબાજી, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પૂ. મોટા, સ્વામી સચ્ચિદાનંદજી, ગંગાબા, દાંડિયાત્રાવાળા શ્રી કૃષ્ણજી વગેરે પાસેથી લોકસેવાની પ્રેરણા મળી છે. ડૉ. છોટુભાઈ પટેલ, શ્રી ગોરધનભાઈ ઠક્કર, ડૉ. પ્રો, ભાનુપ્રસાદ ચોકસી, રવિશંકર મહારાજના પુત્ર પંડિત વ્રત, ડૉ. ચંપકભાઈ મહેતા, ડૉ. નરેન્દ્રભાઈ મહેતા વગેરેનો સરસ સહકાર સાંપડ્યો છે. અહીં તો થોડાંક જ નામ આપ્યાં છે.
દોશીકાકાનો નિત્યક્રમ તે વહેલી સવારે ઊઠી સીધા સામાયિકમાં બેસી જવું અને લોગસ્સનો જાપ કરવો. પછી દૂધ પીને (ચા તો કાકાએ જિંદગીમાં ક્યારેય ચાખી નથી.) હૉસ્પિટલમાં ઓપરેશન કરે અને ત્યાર પછી આણંદના દવાખાનામાં જાય.
દોશીકાકા સાંજે જમીને ભાનુબહેન સાથે સારા ગ્રંથોનું વાંચન કરે. રાત્રે દોશીકાકા ઑફિસમાં ટેબલ પર માત્ર ચાદર પાથરી, ટેલિફોન પાસે રાખી સૂઈ જાય. સૂતાં જ ઊંધ આવી જાય. રાત્રે કોઈનો ફોન આવે તો દોશીકાકા તન ઉપાડે. પછી જો ઊંધ ઊંડી જાય તો તરત સામાયિકમાં બેસી જાય.
મે, ૨૦૦૯
મળ્યાં છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, સ્વીડન, જર્મની વગેરે દેશો તરફથી એમને સહાય મળી છે. દોશીકાકાએ કેટલીય સંસ્થામાં પ્રમુખ, માનદ્ મંત્રી, ટ્રસ્ટી, સમિતિના સભ્ય તરીકે કાર્ય કર્યું છે. સરકારની સમિતિઓમાં પણ કાર્ય કર્યું છે. આ બધાંની વિગતો આપવામાં આવે તો એક મોટી યાદી થાય.
દોશીકાકાએ પાંચ દાયકા કરતાં વધારે સમયથી ક્ષયનિવારણ અને અંધત્વ નિવારણના ક્ષેત્રે સંગીન, સંનિષ્ઠ, સેવાભાવી કાર્ય કર્યું છે. એટલે એમની એ ક્ષેત્રની સિદ્ધિઓની કદરરૂપે વખતોવખત જુદી જુદી સંસ્થા કે સરકાર તરફથી એવોર્ડ, સન્માનપત્ર વગેરે ઘણાં
દશીકાકાએ જ્યારથી મફત નેત્રયજ્ઞનું કામ ઉપાડી લીધું ત્યાર પછી ચિખોદરા હૉસ્પિટલ દ્વારા દર અઠવાડિયે ગુજરાતના જુદાં જુદાં ગામોમાં નેત્રયજ્ઞો થવા લાગ્યા. તે માટે મહિના અગાઉથી નક્કી કરેલાં ગામોમાં સર્વે કરવા માટે ટીમ રોજેરોજ રવાના થતી. દોશીકાકાને કેટલાયે સેવાભાવી આંખના ડૉક્ટરોની સેવા મળવા લાગી. આમ અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ જેટલા નેત્રયજ્ઞોનું દોશીકાકાએ આયોજન કર્યું છે. દરેક નેત્રયજ્ઞમાં દોશીકાકા પોતે હાજર હોય જ. ચિખોદરાની હૉસ્પિટલમાં અગાઉ દોશીકાકા ઓપરેશન કરતા, હાલ ૮૯ વર્ષની ઉંમર થઈ, પણ ડૉક્ટર ન આવ્યા હોય તો દોશીકાકા પોતે ઑપરેશન કરે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ મત ઓપરેશનો થયાં છે. કુદરતની મહેરબાની કેવી છે કે ૮૯-૯૦ વર્ષની ઉંમરે કાકાને પોતાને હજુ મોતિયો આવ્યો નથી.
સાપ્તાહિક નૈત્રય” ઉપરાંત ગાંધી પરિવાર તરફથી જમશેદપુરમાં અને રાજસ્થાનમાં જયપુર નજીક જૂનજૂન જિલ્લામાં એક સ્થળે અંબુજા સિમેન્ટ તરફથી આઠ-દસ દિવસનો મોટો નેત્રયજ્ઞ યોજાય છે. કાકા એમાં પણ સમયસર પહોંચી જાય છે.
આંખના દવાખાનામાં રોજ સવારથી જ ઘણા માણસો આંખ બતાવવા આવી જાય. દોશીકાકા ઉપરાંત આંખ તપાસનારા બીજા ડૉક્ટરો પણ હોય, પણ ઘણા દર્દીઓ પોતાની આંખ દોશીકાકાને જ બતાવવાનો આગ્રહ રાખે, એટલે એમને માટે ઘણી મોટી લાઈન
થાય. એટલે કાકાના સહકાર્યકર્તાઓમાંથી કોઈકે સૂચન કર્યું કે કાકા, તમને બતાવવાનો આગ્રહ રાખનાર દર્દી પાસે પાંચ કે દસ રૂપિયાની ફી રાખીએ તો કેમ? એથી થોડો બોજો ઓછો થશે, વિના કારણે આગ્રહ રાખનારા નીકળી જશે અને સંસ્થાને આવક થશે !' કાકાએ થોડી વાર પછી હસતાં કહ્યું, ‘ભાઈ, દરિદ્રનારાયણ પાસે ફીની વાત કરવી એ મને યોગ્ય લાગતું નથી. દર્દી એ આપણા દેવ જેવો છે. એનું દર્દ દૂર કરીએ એ જ આપણું ધ્યેય હોવું જોઈએ.’
એક વખત એક નેત્રયજ્ઞમાં એક બાપ પોતાના નાના દીકરાને લઈને આવ્યા હતા. તેની બંને આંખ સદંતર ગઈ હતી. કાકાએ કહ્યું ત્યારે બાપ કાકાના પગ પકડી કરગરવા લાગ્યા. કાકાને કડવું સત્ય કહેવું પડ્યું. પણ એ કહેતાં કહેતાં કાકા પોતે રડી પડ્યા. ત્યાર પછી કાકાએ પોપરાના અભાવે બાળકની આંખે ન જાય એ માટે બાળકોને ખવડાવવા માટે સુખડી કરી અને ગામેગામ જઈ વહેંચવાનો-અંધત્વનિવારણનો કાર્યક્રમ ઉપાડ્યો.