________________
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯
ગ્લીસરીન ભરેલો સિલિન્ડર તો એક રૂપક છે. તેમાં ટીપાંની ગતિનું જ્ઞાન પણ યથાર્થ નથી. પરમાવિક ક્ષેત્રમાં તો આવા કોઈ વિભાગો નથી. ડૉ. બ્રોમની દૃષ્ટિએ પરમાણુ કર્ણા, ગ્રહો, આકાશગંગાઓ એ બધા જુદા જુદા લાગતા આવિર્ભૂત ક્રમો પણ તિરોહિત ક્રમના આધારે રહેલા છે. સિલિન્ડરને બ્રહ્માંડ સમજી લો અને શાહીના ટીપાંને પરમાણુઓ તો આ વાત સારી રીતે સમજાઈ આ જો.
પ્રબુદ્ધ જીવન
ડૉ. જ્હોમે વિશ્વની અવધારણા વિષે નવો વિચાર રજૂ કર્યો. ભૌનિક રસાયણ વિજ્ઞાન (Physical Chemistry) માં ધાતુ અને અધાતુ (metal and non metal) ની અણુસંરચનામાં મૂળભૂત ભેદની વાત ઘણી જાણીતી છે. ધાતુઓ free electrons ધરાવે છે જૈનો અધાતુઓમાં અભાવ હોય છે. આ free electrons બીજા electrons સાથે પારસ્પરિક ક્રિયા કે interactions કરી શકે છે. ધાતુઓને આપશે free electransના સમુદ્ર તરીકે પણ ઓળખી ફાડીએ. ડૉ. જ્હોમ દર્શાવે છે કે સમગ્ર ઈલેકટ્રોન સમુદ્રની સામૂહિક છે ગતિ સમગ્રતાથી સંકળાએલી છે. દરેક ઈલેક્ટ્રોન અવ્યવસ્થિત રીતે વર્તે છે અને જુદા જુદા પદાર્થો બનાવે છે તે સિદ્ધાન્ત ખોટો છે. સમગ્રતાથી સંકળાએલ ઈલેકટ્રોન સમુદ્રને માટે ડૉ. જ્યોર્મ નો શબ્દ પ્રયોજ્યો-ઈલેક્ટ્રોન-પ્લાઝમા, આવી સામૂહિક પ્રમાલિકા દરેક ઈલેકટ્રોનની ગતિ ઉપરછલ્લી રીતે જોઈએ તો અતંત્ર કે યાદચ્છિક (random) જણાય. અસંખ્ય ઈલેકટ્રોનની સૂક્ષ્મ ગતિની સંચી અસર (collective effect) સમગ્ર સાથે સંકલિત રહે છે. પ્રાોગિક રીતે આ સામૂહિક અસર સિદ્ધ થઈ ચૂકી છે, જેને તેણે પ્લાઝ્મોન તરીકે દર્શાવી આમ જોઈએ તો પ્લાઝોનની ગતિ ધાતુમાં રહેલ દરેક ઈલેકટ્રોનનું વર્તન દર્શાવે છે. દરેક ઈલેકટ્રોન સમગ્ર રીતે પ્લાઝ્મોનની ગતિ સૂચવે છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે સામૂહિક ગતિના ક્રમો દરેક પૃથક્ક લાગતી ગતિમાં છૂપાએલા હોય છે.
તિરોહિત ક્રમની પરિભાષામાં અનેક ટીપાંની હારમાળા હોવા છતાં ગ્લીસરીનમાં ફરતા એક માત્ર ટીપાં કે કણ જેવું પ્રત્યક્ષીકરણ થાય છે. આપણે જાણીએ છીએ કે તિરોહિત ક્રમની દશામાં ટીપાના રંગનો કણ પદાર્થ રૂપ છે જ નહિ, કેવળ સંકેલાવાની જુદી જુદી માત્રાવાળા એક બીજાની અંતર્ગત્ રહેલા ઘટકોની પરંપરા જ છે. તિરોહિત ક્રમમાં પરમાણ્વિક કણની ગતિ time and spaceમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી પરિભ્રમણ કરતા કોઈ ગતિમય પદાર્થ જેવી નથી પણ એક સમાન સમયે સર્વ સમુપસ્થિત પ્રાગટ્યની ભિન્ન ભિન્ન માત્રાઓ છે. તેથી તિરોહિત ક્રમમાં ગતિને એક બિંદુ સાથે સંકળાએલા બીજા બિંદુ જેવી વર્ણવવાને બદલે વર્તમાનમાં એક સ્વરૂપ (તિરોભાવની એક યાત્રા) સાથે વર્તમાનનું બીજું સ્વરૂપ (તિરોભાવની બીજી યાત્રા) સંકળાએલું હોય છે. ડૉ. જોમના મત પ્રમાણે આ બધા વર્તમાનો કોઈપણ ક્ષણે એક સાથે આવિર્ભૂત કે પ્રગટ થતા રહે છે. તે પ્રતિપાદિત કરે છે કે time and spaceમાં કોઈ વિભાગો કે ખંડો છે જ નહિ. અહીં તો પ્રવર્તે છે સદા સર્વત્ર જ‘અખંડિત સમગ્રતા.’
જુદી જુદી પ્રક્રિયાઓ સાથે સંકળાએલ આ ક્રમ શું છે ? વિજ્ઞાનની દૃષ્ટિએ order કે ક્રમ વ્યવસ્થા એટલે to give attention to similar differences and different similarities અર્થાત્ સમાન તફાવતો અને જુદી સમાનતાઓને ધ્યાનમાં લેવી.
ખ્યાલ આવે છે. અહીં સરખાપણાની ત્રણ ડીગ્રી જોવા મળે છે. આ ઉપરથી આપાને પ્રશ્ન થાય કે આપણે યાદૈચ્છિકતા (randomness) કોને કહીએ છીએ ? અવાવરૂ અંધારા ઓરડામાં પ્રકાશના કચ્છનો શેરડો પડે ત્યારે તેમાં ઊડતી રજકણો આપણે જોઈ શકીએ છીએ તેમાં કોઈ વ્યવસ્થા હોતી નથી. આ પ્રકારની ગતિને બ્રાઉનીઅન મોશન કહે છે. ડૉ. જ્હોર્મ આ પ્રકારની યાદચ્છિક આ ગતિને તેની અતંત્રતાને પણ એક ઊંચીમાત્રામાં ક્રમબદ્ધ સુવ્યવસ્થા રૂપે ગણાવી છે. તેના મત પ્રમાર્જો યાદચ્છિક (random) દશા ક્રમબદ્ધતાનો ભંગ થતા ઊભી થતી અવ્યવસ્થા નથી પણ કોઈ છૂપાએલ (implicit order) ક્રમ વ્યવસ્થાની જ સૂચક છે. આમ Implict: Explicate order કે તિરોહિત-આવિર્ભૂત ક્રમ એક સિક્કાની બે બાજુઓ જેવા છે.
-F
આ આકૃતિમાં જુદી જુદી -૩ દિશાઓમાં જતી સીધી રેખાઓ વાળી વકરેખા પણ જુઓ. A B C D − રેખા પરના બિંદુઓ સહજ રીતે સરખા અંતરે છે. તે રીતે D E F G ની ક્રમિકતા પણ સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યારે આપણે આખી વક્ર રેખાને જોઈએ છીએ ત્યારે આપણને તેના એક સરખા તફાવતો અને જુદી જુદી સમાનતાઓનો
A
B
c
D
ડૉ. બ્રોમની થિયરી ઈલેકટ્રોન અને બીજા કોને નવા પરિપ્રેક્ષ્યથી જ કાર્યાન્વિત થતા જુએ છે. તેની દૃષ્ટિએ ઈલેકટ્રોન સમસ્તમાં તિરોહિત વસ્તુ સ્થિતિનું સમગ્ર દર્શન કરાવતો અખંડિત સંપૂર્ણ સમૂહ છે.
આમ બ્રહ્માંડમાં વ્યાપ્ત ઈલેક્ટ્રોનનો સમૂહ તો સદાય છે જ. તેની ઉત્પત્તિ કે નાશ કેવળ આવિભૂર્ત કે તિરોહિત દશાનો અવસ્થા ભેદ માત્ર છે.
તિરોહિત ક્રમાનુસાર બ્રહ્માંડ સતત અને અસતત બન્ને રૂપે દેખાઈ શકે છે. તિરોહિત સર્વગ્રાહી ઘટક સમૂહો (Implicate ensambles) કેવી રીતે પ્રગટ થાય છે તેના પર એનો આધાર છે. તિરોહિત ક્રમમાંથી આવિર્ભૂત ક્રમમાં આવેલા ઘટકો દશ્યમાન જગતમાં જુદા જુદા લાગે પણ વાસ્તવમાં તે એક જ સમુદ્રના અખંડ પ્રવાહમાં દેખાતા વમળો સમાન છે.