________________
તા. ૧૬ માર્ચ ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
(નીતિયોગ, શ્લોક ૧૩૭)
સંસ્કાર ઘડતર નાનપણથી જ કરવું જોઈએ. નિયમબદ્ધ જિંદગીનું મૂલ્ય ઘણું મોટું છે. બાળવયમાં, યુવાનીમાં અને ઘડપણમાં આપણો સાથી સંસ્કાર જ હોય છે. નાનપણમાં તાલીમબદ્ધ ઘડતર થવું જોઈએ, બ્રહ્મચર્યયુક્ત વિકાસ પામવો જોઈએ અને તે માટે ગુરુકુળ ખડું કરવું જોઈએ તેનો ઉપદેશ આ શ્લોકમાં મળે છેઃ ‘વિદ્યાપીઠ જેવા બ્રહ્મચર્યાશ્રમ ખડાં કરવા જોઈએ અને દેશ, કાળ અનુસાર તેની વ્યવસ્થા કરી જોઇએ.’
(નીતિયોગ, શ્લોક ૧૪૫)
જૈનધર્મમાં સાધુ ધર્મ (સર્વ વિરતિ ધર્મ) અને અને ગૃહસ્થ ધર્મ (દેશ વિરતિ ધર્મ) એમ બે પ્રકારે ધર્મ પાલનના પંથ નિરૂપાયા છે. જે સર્વથા ત્યાગ કરે છે તેવા સર્વ વિરતિધરો તો સૌથી મહાન છે જ પણ જે હજી સર્વ ત્યાગ કરી શક્યા નથી તેવા દેશ વિરતિધરોના માટે ગૃહસ્થ ધર્મનું પાલન યથાયોગ્ય સ્વરૂપે કરવું જોઈએ અને ક્રમબદ્ધ વિકાસ કરતા કરતા સર્વ ત્યાગ સુધી પહોંચવું જોઈએ. ગૃહસ્થ જીવન પણ ઉત્તમ સ્વરૂપે જીવીને મહાન બનવાના પંથે જઈ શકાય. ‘(શ્રી જૈન મહાવીર ગીતા'માં જુઓઃ
‘જ્યારે ગૃહસ્થોમાં વૈરાગ્યની પરિપક્વતા થાય છે ત્યારે જ ત્યાગની યોગ્યતા આવે છે. નહિતર તો ગૃહસ્થોની યોગ્યતા ગૃહકાર્યમાં જ છે. ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. ગૃહજીવનની શક્તિ વડે શ્રેષ્ઠ છે. જ્ઞાન અને વૈરાગ્યના પરિપાક માટે ધર્મ જેનું મૂળ છે એવો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. (સંસારી) સ્ત્રી અને પુરુષ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીને ગૃહસ્થી બનીને પછી ત્યાગી બને છે. ગૃહસ્થ ધર્મી લોકોનો આ ક્રમ છે.’
(નીતિયોગ શ્લોક ૧૪૯, ૧૫૦, ૧૫૧) યજ્ઞની વ્યાખ્યા પણ ‘શ્રી જૈન મહાવીર ગીતા’માં ગ્રંથકાર મૂકે
છેઃ
‘સર્વ વિશ્વની વ્યવસ્થા માટે જે જે ઉપાયો કરી શકાય તેમાં સારા વિચારની પ્રવૃત્તિ અને ધાર્મિક ઉપાય તે મહાયજ્ઞ છે. કર્મયોગ મહાયજ્ઞ છે. જ્ઞાનયોગ તેનાથી શ્રેષ્ઠ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે (સાધના દ્વારા) પણ શુભ યજ્ઞો છે. ધાર્મિક લોકોને સહાય કરવી એ પાપ માર્ગના નિવારણનું કાર્ય છે. ‘આવશ્યક કાર્યો (સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, પચ્ચક્ખાણ) રૂપી યશો મોક્ષ આપનારા છે.’
(નીતિ યોગ શ્લોક ૧૯૮, ૧૯૯, ૨૦૦) ‘સોબત તેવી અસ૨’ જેવી જૂની કહેવત જેણે સાંભળી હશે તેને ખ્યાલ હશે કે ‘સંગ’નું કેટલું બધું મહત્ત્વ તેમાંથી વ્યક્ત થાય છે. જીવનમાં અનેકનો સંગ સૌને થાય છે. સારા લોકોનો, ખરાબ લોકોનો-જેવો સંપર્ક થાય તેનો પ્રભાવ જીવનમાં ઓછે-વત્તે અંશે પડે જ છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પોતાના પ્રત્યેક કથનમાં જીવનની ઉન્નતિ, ખુમારી, ઉચ્ચાદર્શ ઇત્યાદિનો સતત ઉપદેશ આપતા હોય છે. ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં કહે છેઃ
૨૩
‘મારા ભક્તોએ સજ્જનોના સંગ દ્વારા સદ્ગુણો પ્રાપ્ત કરવા જોઈએ, દુષ્ટલોકોનો વિશ્વાસ કરવો જોઈએ નહિ અને પોતાની (તેનાથી) રક્ષા કરવી જોઈએ. સજ્જનો સામે પ્રયત્નપૂર્વક લઘુતાભાવ ધારણ કરવો જોઈએ, પોતાની શક્તિથી દુષ્ટ લોકો સામે પોતાના મહત્ત્વની રક્ષા કરવી જોઈએ.' (નીતિયોગ, શ્લોક ૨૩૧, ૨૩૨)
ધાર્મિક વ્યક્તિત્વ જીવનનો અંતિમ હેતુ આત્મસાધના, આત્મશુદ્ધિ, આત્મકલ્યાણ જ હોય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ પોતાના તમામ લેખનમાં આ વિશે સતત ચિંતન, મનન, પ્રરૂપણ છે. શ્રી મહાવીર વાણી સાંભળોઃ
મૈત્રી, પ્રમોદ, માધ્ય, કારૂણ્ય-આ શુભ ભાવનાઓ છે. ધર્મીજનોએ તે ભાવના ભાવવી જોઈએ, કારણ કે તેનાથી આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે. હંમેશાં વ્યવહારમાં (પણ) મૈત્રી વગેરે શુભભાવના રાખવી જોઈએ. કેમકે તેનાથી પરમ પદને પમાય છે. (અને) જેનો આત્મા મૈત્રી વગેરે ભાવનાના ગુણવાળો હોય છે તે આ પૃથ્વી પર મહાન જગદ્ગુરુ સ્વરૂપ બને છે.’
(નીતિયોગ, શ્લોક ૨૪૫, ૨૪૬, ૨૪૭) જીવનમાં પ્રત્યેક મિનિટ કિંમતી છે. ભગવાન મહાવીરે પ્રમાદ છોડીને સાધના કરવી તેવો ઉપદેશ વારંવાર આપ્યો છે. એક સેનાપતિ માત્ર એક જ મિનિટ ચૂકે તો આખું યુદ્ધ હારી જતો હોય છે. અહીં એજ પ્રેરણા સંપ્રાપ્ત થાય છે. ‘આળસ એ દુઃખદાયક શત્રુ છે. તેને આત્મશક્તિપૂર્વક જીતવી જોઈએ. અપ્રમાદથી મોક્ષ મળે છે. જ્યારે પ્રમાદથી સંસાર મળે છે. હે લોકો, નિંદ્રા છોડીને, મારા આશ્રયે આવીને શુભ કર્મો કરો અને દુષ્કૃત્યોનો ત્યાગ કરીને અક્ષય પદને પામો.’
(નીતિયોગ, શ્લોક ૨૪૯, ૨૫૦)
થોડાંક શ્લોકાર્થ જોઈએઃ
‘દુષ્ટ માણસોનો પક્ષ ત્યજીને ધાર્મિક માણસોનો પક્ષ તમારે લેવો. બધામાં હું રહેલો છું, એમ જાણીને તમે ગુણવાન બનો.' (ગાથા, ૨૫૧)
‘કલિયુગમાં સંઘોમાં યોગ્ય રાગ–પ્રેમ હોય તો તે સર્વ પાપનો નાશ કરે છે. આથી જૈનોમાં પ્રેમભાવના હોવી તે મારી ભક્તિ બરોબર જ છે.’ (ગાથા, ૨૫૫)
‘જૈનોની સંખ્યામાં વૃદ્ધિ કરવાથી મારી ભક્તિ થાય છે. તેમાં સર્વસ્વ અર્પણ કરનારા શિશ્ન મારા પદને પામે છે.’ (ગાથા, ૨૫૮)
‘જૈનોએ વિદ્યાલય વગેરે તૈયાર કરીને હંમેશાં વિદ્યા વૃદ્ધિ કરવી જોઈએ. કલિયુગમાં વિદ્યા વડે શૂદ્રોમાં પણ શક્તિ ઉત્પન્ન થાય છે. (ગાથા, ૨૬૨)
‘કલિયુગમાં હંમેશાં બધા પ્રયત્નો દ્વારા સંઘની એકતા જાળવી રાખવી જોઈએ. સંઘની એકતાથી જ જૈનોની મહત્તા વિશ્વમાં વધે છે. દરેક વર્ષે મહાસંઘનું સંમેલન કરવું જોઈએ, અને જનસંખ્યાની વૃદ્ધિ માટે યોગ્ય