SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રબુદ્ધ જીવન સંસારમાં સુખ સત્ય કે સ્વપ્ન? ૩પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સ્તનપાન કરતા બાળકની એ સમયની રસમન્નતા નિહાળી છે. ખરી? આસપાસનું બધું જ ભૂલી જઈને સ્તનપાન કરતી વખતે એની સમગ્રતા ત્યાં કેન્દ્રિત બની જતી હોય છે. બાળક ગમે તેટલા જોરથી રડતો હોય, ભૂખનું દુઃખ અસહ્ય બનતા એ ગમે તેવા અને ગમે તેટલા ધમપછાડા મારતો હોય, પણ જ્યાં એની મા અને સ્તનપાન કરાવવાની શરૂઆત કરે, ત્યાં જ બાળક એમાં એવો તલ્લીન થઈને ડાહ્યોડમરો બની જતો જોવા મળે કે, પળ પૂર્વે રડવાની અને ધમપછાડા મારવાની એની એ સ્થિતિ આપણને આશ્ચર્યજનક અને અસંભવિત જેવી જ જણાય, તોય નવાઈ નહિ. બાળકને સ્તનપાનની પળે તો દૂધ પીવા મળતું હોય છે, એથી જ એનામાં આવી તલ્લીનતા આવે, એ તો સમજી શકાય એવી વાત છે. પરંતુ એ જ્યારે સ્તનપાન સિવાયના સમયમાં અંગૂઠો ચૂસવાની ક્રિયા કરતો હોય છે, ત્યારે પણ એનામાં સ્તનપાનના સમય જેવી જ તલ્લીનતા જોવા મળતા એવું આશ્ચર્ય થયું સંભવિત ગણાય કે, અંગૂઠામાંથી દૂધ મળતું ન હોવા છતાં બાળકમાં કયા કારણે તલ્લીનતા જોવા મળતી હશે ? ભૂખનું શમન નહિ, પણ કોઈ ભ્રાંતિ જ અંગૂઠો ચૂસતી વખતની બાળકની એ તલ્લીનતાના મૂળમાં હોવી જોઈએ ? એ ભ્રાંતિ કઈ જાતની હશે ? આવો પ્રશ્ન જાગવો અસહજ ન ગણાય. આ પ્રશ્નનું એવું સમાધાન પણ આપણે આપણી મેળે જ મેળવી લેતા હોઈએ છીએ કે, અંગૂઠો ચૂસતી વખતે બાળક એવી ભ્રાંતિનો ભોગ બન્યો હોય છે કે, હું જાણે સ્તનપાન જ કરી રહ્યો છું. પોતાના મોઢામાંની લાળ જ સૂચાતી હોવા છતાં બાળક એ લાળને જ દૂધ અને અંગૂઠાને જ સ્તન માનવાની ભ્રમણામાં રાચતો હોય છે, આ જાતની ભ્રમણા જ એ તલ્લીનતાના મૂળમાં હોય છે. અંગૂઠો ચૂસતી વખતે બાળકને સ્તનપાનનો ભ્રમ હોવાનું સ્વીકારનારા સમગ્ર સંસારને પ્રસ્તુત સુભાષિત એવો સણસણતો સવાલ કરે છે કે, દુઃખોથી ભરપૂર આ સંસારમાં તમને સૌને થતી સુખાનુભૂતિ બાળકના આવા ભ્રમથી વિશેષ શું છે ? સંસારમાં સુખ માનીને એમાં તલ્લીનતા અનુભવતો સંસાર સંસ્કૃતના એક સુભાષિતને બાળક કરતાંય વધુ મૂઢ ભાસે, એમાં કંઈ નવાઈ નથી. કારણ કે બાળક તો બાળક જ છે, એથી એ ભ્રમણાનો ભોગ બને, એ સહજ ગણાય. પરંતુ સમગ્ર સંસાર કંઈ બાળક નથી, એથી સંસાર એ માટે ભ્રમણાના ભોગ બનવું, સાહજિક ન ગણાય. સંસારને ક્ષણભર વિચારમગ્ન બનાવી દે, એવી એ સુભાષિતનો આ સવાલ છે. આપણને થશે કે, શું સંસાર દુ:ખમય જ છે ? સંસારમાં થતી સુખાનુભૂતિ શું અગૂંઠો ચૂસવાથી થતી સ્તનપાનની ભ્રમણા જેવી જ છે ? આ પ્રશ્નનો જવાબ સમજતાં પૂર્વે આપકો ડિસેમ્બર, ૨૦૦૯ સુખવિષયક સુભાષિતની સમજણ અને આપણી સમજામાં આભગાભ જેવો જે વિપરીત તફાવત છે, એને સમજી લેવાનો સૌ પ્રથમ પ્રયાસ કરીએ. એ કોઈ જાતનો રોગ જ ન હોવી એ સુખ? રોગને દૂર કરવા માટેની દવા મળવી એ સુખ? ભૂખ-તરસની પીડા જ ન અનુભવાય એવી જ સ્થિતિ એ સુખ? કે ભૂખ-તરસ દૂર થઈ શકે એવી સામગ્રી મળવી એ સુખ ? બહુ મહત્ત્વનો આ પ્રશ્ન છે. આના જવાબમાં સામાન્યમાં સામાન્ય સમજણ ધરાવતો માણસ પણ એમ જ કહેવાનો કે, રોગ જ ન હોવો, ભૂખ-તરસની પીડા જ પેદા ન થવી, એ જ સાચું આરોગ્ય કે સુખ ગણાય, દવા લેવાથી તો રોગનું દુઃખ દૂર થાય, ખાવાપીવાથી તો ભૂખ-તરસનું દુઃખ દૂર થાય, એટલા માત્રથી દવા મળવી કે ખાવાપીવાની સામગ્રી મળવી, એને કઈ સુખનો દરજ્જો ન જ આપી શકાય; બહુ બહુ તો એને દુઃખને ધક્કો મારનારી ન એક શક્તિ તરીકે હજી આવકારી ઓળખાવી શકાય. રોગ અને ભૂખ-તરસના વિષયમાં તો આપણો આ જવાબ ડહાપણના ઘરનો ગણાય. પણ આવો જ પ્રશ્ન સુખના વિષયમાં થાય, તો આપો સાચો જવાબ વાળી શકીએ કે કેમ? એ સવાલ કે છે. સંસારના સુખના વિષયમાં આપણી અને સુભાષિતની માન્યતામાં પૂર્વ-પશ્ચિમ જેવો વિપરીત તફાવત પડી જાય છે. સુભાષિત રોગ ન જ હોવો, એવી સ્થિતિને સુખ ગણે છે. ભૂખન તરસનું દુઃખ જ ન અનુભવાય, એવી દશાને સુભાષિત ‘સુખ’ તરીકે સંબોધે-સત્કારે છે. જ્યારે આપન્ને સંસારીઓ આવી ધન્યસ્થિતિ કે દશાના વિચારને જરા પણ અવકાશ પામ્યા વિના જ દવા મળવી અથવા તો ખાવાપીવાની સામગ્રી મળવી, આને જ સુખનો દરજ્જો આપીને સત્કારીએ છીએ. ખરેખર આવી દશા અને આવી સ્થિતિને 'સુખ' જેવો ઊંચો દરજ્જો આપીને સત્કારીએ છીએ. ખરેખર આવી દશા અને આવી સ્થિતિને ‘સુખ' જેવો ઊંચો દરજ્જો આપી દેવો, એ તો ભ્રમણા અને ભ્રાંતિ જ ગણાય. અંગૂઠો ચૂસતાં ચૂસતાં સ્તનપાન જેવી તલ્લીનતા અનુભવતા બાળક જેવી બાલિશતાના ખાતે જ આ ભ્રમણાની ખતવણી કરી શકાય. આટલી વાતનો ટૂંક સાર એવો તારવી શકાય કે, સુભાષિત જેને બહુ બહુ તો દુઃખને ધક્કો મારીને દૂર હડસેલનારા તત્ત્વ તરીકે ઓળખવા ઓળખાવવા તૈયાર થાય, એ જ શક્તિને આપણે સાક્ષાત્ સુખ-સમ્રાટ તરીકેનો સત્કાર-સન્માન આપવા થનગની ઉઠ્યા વિના ન રહીએ. ન સુભાષિતની નજરે સંસારમાં જેને સુખની અનુભૂતિ થાય, એ માણસ બાળક જેવો જ ગણાય. જે અંગૂઠાને સ્તન માનીને લાળને દૂધ માનતી હોય અને સ્તનપાનની જેમ અંગૂઠો ચૂસવામાં પણ
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy