________________
ઑક્ટોબર, ૨૦૦૯
ત્યાગથી જ ચારિત્ર્ય દૃઢ થાય છે. ચારિત્ર્ય એ તો માનવજીવનનો શણગાર છે. કીર્તિ શું છે? એક વરાળ છે. લોકપ્રિયતા શું છે ? એક અકસ્માત છે. લક્ષ્મી શું છે ? એક પંખી છે. ચારિત્ર્ય શું છે ? જીવનનો પાયો છે. મજબૂત ચારિત્ર્ય નિષ્ફળતાના સમયમાં છાતી કાઢીને, ટટ્ટાર ઊભા રહેતા શીખવે છે. વ્યક્તિની નિષ્ઠાતામાં ચારિત્ર્યની કોરી થાય છે.
ઉત્તમ ચારિત્ર્યનો પ્રારંભ ત્યાગથી થાય. જીવન ઘડતર માટે ત્યાગ શીખવો જોઈએ.
પોતાના ધર્મ માટે સ્વાભિમાન હોવું જોઈએ તે વાત, શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી પોતાના અનેક ગ્રંથોમાં પુનઃપુનઃ કહે છે. એમના શબ્દોમાં શક્તિશાળી પ્રભાવ છે. આ કથન અહીં ‘ત્યાગયોગ'માં સાંપડે છે.
પ્રબુદ્ધ જીવન
‘(જેને) જૈનસંઘમાં રાગ છે, જૈનધર્મ પ્રત્યે અભિમાન છે તે જૈન ધર્મને (તત્ત્વત:) બાધક કે નાશક નથી. જૈન ધર્મ મહાતીર્થરૂપ છે, એમ સર્વતીર્થોમાં ાિરોમણી છે. તેથી સંઘની પ્રગતિ માટે પ્રાણાર્પણ કરી દેવા એ પણ શુભકારક છે.'
(ત્યાગયોગ, શ્લોકપ૫,૫૬, ‘શ્રી જૈન મહાવીર ગીતા’ના 'ત્યાગયોગ'માં દેશ કાળની સ્થિતિ અનુસાર ધર્માચરણ કરવું જોઈએ, સાધુ સંઘની પ્રગતિ માટે વિચક્ષણ એવા આચાર્ય મહારાજોએ શક્તિપૂર્વક સંસ્કાર સીંચવા જોઈએ નિયમ બધા નિત્ય નથી પણ દેશ, કાળની જરૂરિયાતને સમજીને ત્યાગીઓએ ચાલવું જોઈએ અને ઝીક લાગે તે પરિવર્તન કરવું જોઈએ ઈત્યાદિ ઉપદેશ પ્રાપ્ત થાય છે.
થોડાંક શ્લોકાર્થ જોઈએ
(ત્યાગયોગ, ગાયા ૬૧) ‘આચાર્યો હંમેશાં મારું પરબ્રહ્મ સ્વરૂપે ધ્યાન ધરે છે. ધર્મ કાર્યો કરનારા યોગના અભ્યાસ વડે મને જોઈ શકે છે.’
(ત્યાગયોગ, ગાથા ૬૨) ‘વિશ્વના ઉદ્ધાર માટે સાધુઓની પ્રાણાલિકા અનાદિકાળથી તીર્થંકરોએ વ્યવસ્થાપૂર્વક સ્થાપેલી છે.'
‘ધર્મરાજ્યના શાસકો એવા ધર્માચાર્યો વિવેક પૂર્વક કાર્યો કરે છે, છતાં અભિમાની વલણ, એમની તોછડાઈ ઈત્યાદિ સાધુઓ નથી સમજતા તેવું તે અકર્મક છે અને તેઓ પર૫૫માં વસે છે.’
નથી પણ તેઓ ગમ ખાય છે, ક્યાં બગાડવું તેનું માને છે અને વળી, ટ્રસ્ટીઓની અહીં પછા ચાલાકી ચાલુ જ હોય છેઃ પૂર્વે આવી ગયેલા સાધુઓની નિંદા કરીને વિદ્યમાન સાધુઓને ભડકાવવાનું પણ છોડતા નથી!
જેના ચરણમાં વંદન કરીએ છીએ, જેના આશીર્વાદથી ભવજળ તરાશે તેવું જાણીએ છીએ એનો જ પ્રત્યેનું આવું વલા તારશે કે ડૂબાડશે ?
શ્રી જૈન મહાવીર ગીતા' એક વિશાળ પરિપ્રેક્ષમાં આપણને ચિંતન કરવા પ્રેરે છે. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીયારજી સમયજ્ઞ મહાપુરુષ છે અને તેઓ ભવિષ્યને નિહાળીને બોધ આપે છે. ત્યાગનો પંથ આત્માનો ઉદ્ધાર
તો કરે જ છે, સાથેસાથે જીવનની ઉન્નતિ અને સમાજની ઉન્નતિ પણ કરે છે. જૈનધર્મનો ત્યાગ માર્ગ વ્યક્તિગત નહિ પછા સમષ્ટિગત ઉદ્ધારક પંથ છે તે ન ભૂલવું જોઈએ. ભગવાન મહાવીરનો ઉપાસક ઉપવાસનું વ્રત કરીને માત્ર પોતાનું આત્મકલ્યાણ સિદ્ધ કરે છે તેવું નથી. પણ અનાજ બચાવીને સમાજને ઉપયોગી પણ થાય છે !
જેનાથી સૌનું કલ્યાણ થાય તે જ સાચો ત્યાગમાર્ગ કહેવાય.
(ત્યાગયોગ, ગાથા ૬૪) ‘સાધુઓએ મારા મંત્રો વડે, હઠયોગ વડે આત્મશક્તિ પ્રકાશક એવું બળ મેળવવું જોઈએ. અને તેમ કરીને જૈન ધર્મની ઉન્નતિ કરવી જોઈએ. સૂરિમંત્ર વગેરે મંત્રોની સાધના કરીને આચાર્યોએ ધર્મની, સાધુસંઘની રક્ષા કરવી જોઈએ.’
૨૫
(ત્યાગયોગ, ગાથા ૭૦, ૭૧) ‘ત્યાગીઓનો દ્રોહ કરનારા મૂર્ખજનો છે. તેઓ સમાધિ પામતા નથી. જ્યાં ત્યાગ છે ત્યાં પ્રભુ છે. ત્યાગીઓ હંમેશાં મને પ્રિય છે.' (ત્યાગયોગ, ગાથા ૭૮) ‘સર્વ વિશ્વનું કલ્યાણ કરનારા ત્યાગીઓ પરોપકારની મૂર્તિ રૂપ છે,
અને (આ જગતમાં) ચક્રવર્તીઓ કરતાં પણા શ્રેષ્ઠ છે. (ત્યાગયોગ, ગાથા ૭૯) ‘ગૃહસ્થ અને સાધુઓને માટે હું શરણાધાર છું. સાધુઓના મંગલકારક એવા સારા આશીર્વાદથી ગૃહસ્થો ઉન્નતિ પામે છે.’
(ત્યાગયોગ, ગાથા ૮૪) ‘નિષ્કામ ત્યાગી એવા સાધુ સંઘનું મહત્ત્વ અને ઉપયોગીતા (એટલા બધા છે કે) સર્વશ વડે પણ સંપૂર્ણ રીતે વર્ણવી શકાતા નથી.’ (ત્યાગયોગ, ગાથા ૮૬) “ચાર પ્રકારના (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) મહાસંઘના ધર્મ અને સ્વાતંત્ર્ય માટે આચાર્યો અને સાધુઓએ સર્વ પ્રકારના ઉપાયો કરવા જોઈએ.’ (ત્યાગયોગ, ગાથા ૮૮) શ્રી જૈન મહાવીર ગીતા'ના 'ત્યાગશ્ચમમાં ત્યાગી સાધુ-સાધ્વીઓ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વર્તન કરવું જોઈએ તેવો ઉપદેશ પુનઃ પુનઃ આલેખાયો છે. ત્યાગી સાધુ-સાધ્વી એ જૈન સંઘની મહામૂલી સંપત્તિ છે. આજકાલ ગૃહસ્થોનું અને ખાસ કરીને જૈન સંધના ટ્રસ્ટીઓનું વર્તન જેવું જોવા મળે છે તેમાં શ્રદ્ધા, ભક્તિ કે આદર નહિ પણ સ્વાર્થ, છેતરપિંડી કે તોછડાઈ વધુ હોય છે. સાધુઓને કેમ સમજાવી કે પટાવી લેવા, પોતાનું કામ કઢાવી લેવું, ઉઠાં ભણાવવા અને તે માટે ટ્રસ્ટીઓ તમામ યુક્તિઓ અજવામતા રહે છે. સંઘમાં પોતાનું વર્ચસ્વ રહેવું જોઈએ અને સાધુઓ પોતાના જ કહ્યામાં હેવા જોઈએ તેવી હીન મનોવૃત્તિ ધરાવતા ટ્રસ્ટીઓ દેરાસર કે ઉપાશ્રયના માણસોને જાસૂસ બનાવતા હોય છે! ટ્રસ્ટીઓનું
(ક્રમશઃ) પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, જૈન જ્ઞાનમંદિર, જ્ઞાનમંદિર રોડ, દાદર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૨૮.
સત્ય-અસત્યની અથડામણ પથ્થર અને માટીના ડા જેવી છે. માટીનો ઘડો પત્થર પર પડે તો જડો ફૂટી જાય અને પત્થર વડા પર પડે તો પણ છૂટવાનો વારો ઘડાનોજ આવે... !