________________
ઑક્ટોબર, ૨૦૦૯
પ્રભુ
અપરિગ્રહ અને અનેકાંતવાદનો ઝળહળાટ અને તેજ જુદા તરી આવે છે. છતાં આપણે જૈનદર્શનને નથી mass કે નથી class સુધી પહોંચાડી શક્યા એ હકીકત છે.
વૈદિક સાહિત્યમાં ૧૦૦ ઉપર ગ્રંથ છે. શ્રી કૃષ્ણે આ ગ્રંથોનું દોહન કરીને તેનો સાર ગીતામાં આપ્યો છે. બૌદ્ધો પાસે પણ ૧૪ ધર્મગ્રંથો છે, પણ તેઓ તેના સારરૂપે સર્વમાન્ય ગ્રંથ ધમ્મપદનું સંકલન ૧૫૦૦ વર્ષ પહેલાં કરી શક્યા છે.
ભગવાન મહાવીરની વાણી આગમ કહેવાય છે અને તે ૧૨ ગ્રંથોમાં સંકલિત છે. તે દરેક ભાગ ‘અંગસૂત્ર’ કહેવાય છે અને સામૂહિક રીતે દ્વાદશાંગી કહેવાય છે. આ આગમસૂત્રોની રચના અર્ધ માગધી ભાષામાં થઈ છે.
આ બાર અંગસૂત્રોમાંથી ચૂંટીને એક સારરૂપ ગ્રંથનું સંકલન ૨૫૦૦ વર્ષ સુધી કેમ ન થયું તેનો ઉત્તર મેળવતા પહેલાં એ જોઈએ કે આગમની રચના કેવી રીતે થઈ, તેમાં કેવા ફેરફાર થયા અને અમુક ગ્રંથો કેવી રીતે લુપ્ત થઈ ગયા. ગણધરો દ્વારા આગમસૂત્રોનું કથન :
કેવળજ્ઞાન થયા પછી ભગવાન મહાવીરે સર્વ પ્રથમ ગ્લેનમ સ્વામી અને બીજા ૧૦ બ્રાહ્મણ પંડિતોને ઉપદેશ આપ્યો હતો. આ
૧૧ પંડિતો વેદમાં નિપુણ હતા.
ભગવાન મહાવીરે એ ૧૧ પંડિતો સાથે વેદની માન્યતાઓથી જ શરૂઆત કરી. વેદ કહે છે કે વિશ્વની ઉત્પત્તિ, વિનાશ અને સંચાલન ક્રમથી બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ કરે છે. મહાવીરે તે માટે ત્રણ અર્ધ માગધી શબ્દો આપ્યા - ઉપનેઈવા, વિગમેઈવા અને વેઈવા, જે ત્રિપદી કહેવાય છે. એ ત્રણ શબ્દોથી સમજાવ્યું કે પદાર્થના ઉત્પાદ, વ્યય અને સ્થિતિ માટે કોઈ બહારની દૈવી શક્તિને બદલે જો પદાર્થમાં જ તેના સ્વભાવરૂપે આ ત્રણ અવસ્થાનું આરોપણ કરવામાં આવે તો વિશ્વમાં જન્મ, મરણ, કર્મ અને મુક્તિને એક જુદી જ દૃષ્ટિથી જોઈ શકાશે. દરેક પદાર્થ જની અવસ્થા છોડે છે અને નવું રૂપ ધારણ કરે છે. તે બે વચ્ચે પણ તેનું ધ્રુવતત્ત્વ ટકી રહે છે. આ ત્રિપદીમાં જૈન આગમનો મૂળ સ્રોત અને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદના સિદ્ધાંત છે.
ઈન્દ્રભૂતિ ગૌતમ અને બીજા ૧૦ પંડિતો ભગવાનની આ વ્યાખ્યાથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓએ એ જ ક્ષણે ભગવાન પાસે દીક્ષા લીધી. તેઓ ગણધર એટલે કે ભગવાનના શિષ્યોના નાયક બન્યા. ગણધરોએ ત્રિપદીના આધારે ભગવાનના જ્ઞાનનું સર્વ પ્રથમ સંકલન કર્યું, જે ૧૪ પૂર્વ તરીકે ઓળખાય છે. અહીં પૂર્વ શબ્દના બે અર્થ થાય છે. (૧) સૌથી પહેલું સંકલન અને (૨) પહેલાના જ્ઞાનનું સંકલન, બીજા અર્થ પ્રમાણે અન્ય તીર્થંકરોની પરંપરા અને તત્ત્વજ્ઞાનને ગણધરોએ ૧૪ પૂર્વમાં સમાવી લીધું.
વન
૧૧
આગમ સૂત્રો મુખ્ય મેં શબ્દોથી શરૂ થાય છે. તેનો અર્થ એ છે કે આ સૂત્રો સાંભળેલા છે. તેથી એ શ્રુતજ્ઞાન કહેવાય છે. દરેક રચના વાચના (edition) કહેવાય છે. ૧૧ ગાધરની હું વાચના હતી. તેમણે સૂત્રોનું અર્થ અને ભાવ પ્રમાણે સંકલન કર્યું છે. વાચનામાં શબ્દનો હક હોઈ શકે છે, પણ અર્થ એક જ હોય છે, જે નીચેના સૂત્રથી સ્પષ્ટ થાય છે.
અથૅ ભાસઈ અરહા, સૂત્ત ગંથંતિ ગણહરા નિઉણમ્ અરહંતોની ભાષાના અર્થનું નિપુા ગણધરો સૂત્રરૂપે ગુંથન કરે છે.
૧૪ પૂર્વ પછી ગણધરોએ ભગવાનની સંપૂર્ણ વાણીની ૧૨ અંગસૂત્રોમાં રચના કરી. તેમણે ૧૪ પૂર્વાને ૧૨મા અંગ દૃષ્ટિવાદમાં સમાવી દીધા.
આ સૂત્રો મૌખિક હતા. સ્મરણ શક્તિના આધારે તેનું અધ્યયન થતું હતું. કોઈ પણ સૂત્રનું લેખન કરીને પુસ્તકનું રૂપ આપ્યું નહોતું. એટલે વાચનાઓમાં પાઠાંતર રહેતું હતું.
૧૨ સૂત્રોને અંગ કહેવા પાછળ એક રસપ્રદ કારા છે. શાસ્ત્રકારોએ ૧૨ સૂત્ર મળીને એક પુરુષાકારની કલ્પના કરી છે. દરેક આગમ ગ્રંથ શરીરનું એક અંગ છે. જેમકે પ્રથમ આચારાંગ સૂત્ર એ જમણો પગ છે અને ૧૨મું દૃષ્ટિવાદસૂત્ર એ મસ્તક છે.
ભગવાન મહાવીરના નિર્વાાના ૬૪ વર્ષ સુધી કેવળજ્ઞાનીઓ વિહરમાન હતા. જંબુસ્વામી છેલ્લા કેવળજ્ઞાની હતા. એટલે તેમના સમય સુધી પાઠભેદનું સહેલાઈથી નિરાકરણ થઈ શકતું હતું. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય આગમ
જંબુ સ્વામી પછી ૧૦૦ વર્ષનો શ્રુતકેવળીનો યુગ શરૂ થયો. કેવળજ્ઞાની પાસેથી શ્રુતશ્રવણ દ્વારા ૧૨ અંગસૂત્રોનું જેણે સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું હોય તે શ્રુતકેવળી કહેવાતા હતા.
ભગવાન મહાવીરના સમયમાં સર્ચલક અને ચેલક, એટલે કે વસ્ત્રધારી અને નિર્વસ્ત્ર, એમ બન્ને પ્રકારના સાધુઓ હતા. દેવળીયુગના અંત સુધીમાં સર્ચલક અને અચેલક બન્ને પરંપરા રૂઢ થવા લાગી હશે. એટલે દિગંબર અને શ્વેતાંબરના શ્રુતકેવળીઓની યાદીમાં તફાવત છે. જો કે બન્ને માને છે કે ભદ્રબાહુ સ્વામી છેલ્લા શ્રુતકેવળી હતા.
શ્રુતકેવળીઓએ ૧૪ પૂર્વના આધારે દરેક અંગ સૂત્ર સાથે સંબંધિત સ્વતંત્ર ગ્રંથોની રચના કરી, જે ઉપાંગ કહેવાય છે. તે ઉપરાંત અનેક બીજા ગ્રંથોની પણ ૧૪ પૂર્વને આધારે રચના થઈ હતી, જેમાંથી ઘણાં ગ્રંથોને આગમ સૂત્રોમાં સ્થાન મળ્યું છે. ૧૨ અંગ એ અંગપ્રવિષ્ટ કહેવાયા અને ઉપાંગ અને અન્ય આગમો અંગબાહ્ય કહેવાયા.
૧૪ પૂર્વના આધારે બનેલા નવા ગ્રંથોનો અભ્યાસ વધતો ગયો અને ૧૪ પૂર્વનો અભ્યાસ ઘટતો ગયો. દુકાળ જેવા સમયે ૧૪