________________
૨ ૬
પ્રબુદ્ધ જીવન
સપ્ટેમ્બર, ૨૦૦૯
જૈન પારિભાષિક શબ્દકોશ,
ડૉ. જિતેન્દ્ર બી. શાહ
(ઑગસ્ટ ૨૦૦૯ના અંકથી આગળ) ૫૭૦. પ્રત૨
: પડનું નીકળવું તે, જેમ અબરખ, ભોજપત્ર આદિમાં.
परतें या तहें निकलना, जैसे अभ्रक, भोजपत्र आदि.
Gradually chopping off layers as in mica, birch etc. ૫૭૧. પ્રતિક્રમણ : થયેલ ભૂલનો અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું, તે પ્રતિક્રમણ.
हुई भूल का अनुताप करके उससे निवृत्त होना और भूल न हो इसके लिए सावधान रहना प्रतिक्रमण है । To repeat for the mistake that has been committed and to refrain from it, as also to
remain alert that no new mistakes are commited - that is called Pratikramana. પ૭૨. પ્રતિરૂપ (ઈંદ્ર) : વ્યંતરનિકાયના ભૂત પ્રકારના દેવોમાંના એક ઈંદ્ર છે.
व्यन्तर निकाय के किन्नर आदि आठ प्रकार के देवो में दो - दो इन्द्र है।
One of the Indra among Bhutas a sub-type of Vyantara-nikaya. ૫૭૩. પ્રતિરૂપક વ્યવહાર : અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી, તે ‘પ્રતિરૂપક વ્યવહાર.”
असली के बदले नकली वस्तु से चलाना ।
To deal in counterfeit commodities. ૫૭૪. પ્રતિસેવનાકુશીલ : જેઓ ઈન્દ્રિયોને વશવર્તી હોવાથી કોઈ પ્રકારની ઉત્તર ગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તે, તે પ્રતિ
સેવનાશીલ. इन्द्रियों को वशवर्ती होने से उत्तरगुणों की विराधनामूलक प्रवृत्ति करनेवाला प्रतिसेवना कुशील है । He who being a salve of his indriyas act in violation of some of the derivative virtues
of a monk is called pratisevanaku'sila. ૫૭૫, પ્રત્યક્ષ
: જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતા સિવાય જ ફક્ત આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ. जो ज्ञान इन्द्रिय और मन की सहायता के बिना ही केवल आत्मा की योग्यता से उत्पन्न होता है, वह प्रत्यक्ष है । That cognition which originates without the aid of the sense-organs and manas and
on the basis of the capacity of a soul, alone is pratyaksa or direct. ૫૭૬. પ્રત્યભિજ્ઞાન : પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ પ્રત્યભિજ્ઞાન
पहले अनुभव की हुई और वर्तमान में अनुभव की जानेवाली वस्तु की एकता का तालमेल प्रत्यभिज्ञान है । To detect identify between an object experienced earlier and one that is being
experienced at present is Samjna or pratyabhijnana. ૫૭૭. પ્રત્યાખ્યાનાવરણીય : જેમનો વિપાક દેશવિરતિને ન રોકતાં ફક્ત સર્વવિરતિને રોકે, તે પ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયા
અને લોભ. जिनका विपाक देशविरति का प्रतिबन्ध न करके केवल सर्वविरति का ही प्रतिबन्ध करे वे प्रत्याख्यानवरणीय क्रोध, मान, माया और लोभ है। The karmas whose fructification obstructs not a partial moral discipline but a complete moral discipline are called anger, pride deceit and greed of the Pratyakhyanavarana.
૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
(વધુ આવતા અંકે)