SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શન: ૯ ૩૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ તવમ અધ્યાય : દાત ચોગ વૃત્તિ જન્માંતરોથી ચાલ્યા જ આવે છે પણ તેમાંથી મુક્ત થવું જ ‘શ્રી જૈન મહાવીર ગીતા’માં નવમોઅધ્યાય ‘દાન યોગ’ છે. પડે. દાન, ત્યાગનો પંથ જ ઉપકારક છે. દાનથી આંતરિક સ્ફૂર્તિ તેના ૨૧ શ્લોક છે. વધે છે. ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્ત્વ છે. જૈન ધર્મમાં દાનનું વિશિષ્ટ મહત્ત્વ છે. વિશ્વના પ્રત્યેક ધર્મમાં દાનનો, કોઈ ને કોઈ સ્વરૂપે, મહિમા પ્રવર્તે છે. ભારતીય ધર્મક્ષેત્રમાં દાનનો મહિમા એટલા માટે વિશેષ છે કે, જીવનના પ્રત્યેક તબક્કે અહીં ધર્મગુરુઓ, વડીલો અને સ્વજનો દ્વારા દાનના સંસ્કાર પ્રાપ્ત થાય છે. કોઈને આપવું, મદદરૂપ થવું, કોઈનું રક્ષણ કરવું વગેરે ભાવના જીવનમાં સદાય વિકસાવવી જોઈએ તે સંસ્કાર શિવા નિરંતર અપાતી રહે છે ને તેના કારણે દાન ભાવના જીવંત રહે છે. દાન કરવાની ઈચ્છા એ એક ઉત્તમ સદ્ગુણ છે. દાન, શીયળ, તપ અને ભાવ એ ચાર ભાવના માટે જૈન ધર્મમાં કહ્યું છે કે दानेन प्राप्यते लक्ष्मी, शीलेन सुख संपदा। तवसा क्षियते कर्म:, भावना भवनाशीनी ।। ‘દાન કરવાથી લક્ષ્મી મળે છે, શીયળરતના પાલનથી સુખ સાંપડે. છે, તપથી કર્મની નિર્જરા થાય છે, ભાવના ભાવવાથી ભવનો નાશ થાય છે-મોક્ષ મળે છે.’ ધન ભેગું કરવું પણ સહેલું નથી. એ માટે પુણ્ય જોઈએ. પરંતુ ધન મળી ગયા પછી તેનો ત્યાગ કરવોય સહેલો નથી, એ માટે વિશેષ પુણ્ય જોઈએ. ભગવાન મહાવીર ઉત્તરાયન સૂત્રમાં મૂર્છાનો ત્યાગ કરવાનું કહે છે. પરિગ્રહથી ઘણાં કર્મ બંધાય છે તેમ જૂનાગમાં ભારપૂર્વક કહે છે. નિકાચીત પાપ બંધન, પરિગ્રહ અને તેના પરની મૂર્છાના લીધે થાય છે. શું ધનમાં સુખ છે? જ્ઞાનીઓ અને અનુભવીઓ ના કહે છે. શું ત્યાગમાં સુખ છે? ત્યાગીજનો હા કહે છે. જૈનમુનિઓ સર્વપ્રથમ પ્રવચન કરે ત્યારે દાનનો મહિમા વર્ણવે છે. લોભીની વાત જયારે પણ નીકળે ત્યારે જૈન કથાકારો મમ્મણ શેઠને યાદ કરે છે. શ્રી વીર વિજયજી મહારાજે ‘અંતરાયકર્મનિવારણ પૂજા'માં કહ્યું છે, મુનિવરને મોદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે, શ્રેણિક દેખ પાઉસ નિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે ૨૧ ‘મુનિવરને મોદક પડિલાભીને પછી પોતે મોદક ખાધા. મીઠા લાગ્યાં એટલે મુનિ પાસેથી પાછા લેવાની ભાવના કરી. પાછા ન મળ્યા એટલે અફસોસ કર્યો : મુનિને વહોરાવીને અઢળક પુણ્ય બાંધ્યું પણ માનના કૃત્યથી એવા પાપ ખડા કર્યા કે આ ભવમાં મળેલું ધન ન ભોગવ્યું ને ન ભોગવવા દીધું !” કૃણતા એક ભયંકર વ્યાધિ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, નોનો સવ્વ ાિયનો – લોભથી સર્વનાશ થાય છે. લોભ, પરિગ્રહની ‘શ્રી જૈન મહાવીર ગીતા’માં ‘દાનયોગ’નો પ્રારંભ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આમ કરે છેઃ सर्वं योगेषु दानस्य श्रेष्ठत्वं भुवनत्रये । साने त्यागसंवासो नश्यन्ति कलेशराशयः ।। (દાનયોગ, શ્લોક ૧) ‘સર્વયોગોમાં અને ત્રણેય ભુવનમાં દાન શ્રેષ્ઠ છે. સારું દાન (સુપાત્ર દાન) કરવામાં ત્યાગ રહેલો છે. અને તે કરવાથી કલેશ સમૂહ દૂર થાય છે.' શ્રી મહાવીરસ્વામીને શ્રી ગૌતમ ગણધર વગેરેએ પૂછ્યું અને પ્રભુએ ‘દાનયોગ’ વિશે જણાવ્યું તેમ પ્રારંભ ગણવાનો છે અને પછી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી દાન વિશે વિસ્તારથી કહે છે. “દાનયોગ’માં સત્તત દાન કરવાની પ્રેરણા કરવામાં આવી છે. દુનિયાનો દસ્તૂર એવો છે કે સૌને લેવું જ ગમે છે. આપવું, છોડવું કોઈને ગમતું નથી. બેંકનું નામ દેના બેંક હોઈ શકે. પણ જગત આખું ‘લેના બેંક’ થઈને બેઠું છે! આનું કારણ શું છે? ભગવાન મહાવીર તેનો ઉત્તર આપે છે કે પ્રત્યેક જીવની સાથે આહાર, ભય, મૈથુન, પરિગ્રહની સંજ્ઞા અનાદિકાળથી જોડાયેલી છે. પરિગ્રહના તીવ્ર બંધના કારણે જીવ સંસારમાં અનંતકાળ પર્યંત પરિભ્રમણ કરે છે. સ્વયં તીર્થંકર પરમાત્મા પણ દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે, એક વર્ષ પર્યંત વર્ષીદાન આપે છે. એ ઘટના સૂચવે છે કે આપણે પ્રભુભક્ત છીએ અને આપણે પણ તે જ રીતે દાન આપવાના પંથે ચાલવું જોઈએ. મહાભારતમાં કથા મળે છે કે યુધિષ્ઠિર રોજ સવારથી સાંજ સુધી દાન આપતા અને સોનું દારિદ્ર દૂર કરતા. રાજા ભોજના સમયમાં, ધારાનગરીમાં, એક લાખ જૈન કુટુંબો વસતા હતા. કહે છે કે તે સમયે, જેની આર્થિક સ્થિતિ નબળી હોય તેવો સાધર્મિક બંધુ તે નગરીમાં આવતો ત્યારે ધારાનગરીના પ્રત્યેક જૈનો તેને એક રૂપિયો અને એક ઈંટનું દાન કરતા હતા! આમ કરવાથી તે વ્યક્તિ પાસે એક લાખ રૂપિયા આવી જતા અને તે લખપતિ બનતો અને એક લાખ ઈંટ આવવાથી મકાન ચણી લેતો! આ પ્રસંગોનું ઘણું મૂલ્ય છે. આ પ્રસંગોમાંથી દાનની પ્રેરણા તો મળે જ છે. સાથોસાથ, કોઈને કેવી રીતે જીવનમાં સ્થિર કરી શકાય તેની યોજના પણ સાંપડે છે! ભગવાન મહાવીરના અગ્રણી શ્રાવક આનંદે ગાયોના ૫૦૦ ગૌધણ વસાવ્યા હતા અને તેના દૂધ-ઘી-છાશ તે મગધની પ્રજાને વિનામૂલ્યે આપીને ખુશી પ્રાપ્ત કરતો હતો. આજથી ૧૦૦૦ વર્ષ પૂર્વે રાજા કુમારપાળે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની સૂચનાથી ગુજરાતની પ્રજાનું વાર્ષિક ૭૨ કરોડ રૂપિયાનું દેશું માફ કર્યું હતું. શ્રાવક ભામાશાહે રાણા પ્રતાપ માટે
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy