________________
૧૮
પ્રબુદ્ધ જીવન
મૂઢ-અજ્ઞાની આ બધી સ્થિતિ કર્માધીન સમજવી જોઈએ. ૫. ઉદ્યમ સમવાય કારણ મતમાં ઉદ્યમ-પુરૂષાર્થના વિચારો મહત્ત્વના ગણાય છે.
સકલ પદાર્થ સાધવા એ ઉદ્યમ સમર્થ તો.'
રામે રાપર તરીયો, લીધું લંકા રાજ તો. ઉદ્યમથી ઊંચી ચઢે જો જુઓ એકેન્દ્રિય વેલ તો. ઉદ્યમ કરતાં એક સમે જો, જેહ નવિ ચીજે કાજ જો તે ફિરિ ઉદ્યમથી હુવે રે. જો વિ આવે વાજ જો.
ચાર હત્યા કરનાર દૃઢ પ્રહારી ઉદ્યમથી છ માસમાં સિદ્ધિપદને પામ્યા. ઉદ્યમ વિશે જૈન સમાજમાં જાણીતી કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. ઉદ્યમથી વિદ્યા અને ધન સંપત્તિ પણ મળે છે. ઉંઘમના મહિમાની ઉપરોક્ત માહિતી જીવનમાં તેની મહત્તા દર્શાવે છે.
આ રીતે કાર્ય સિદ્ધિમાં પાંચ સમવાય કારણ મુખ્ય અને ગૌણ રહે છે એવી જિનવાણી છે. સાચો સમકિતધારી આત્મા કોઈ એક મતને માને નહિ પણ પાંચ કારણને માને છે.
વિનયવિજય ઉપાધ્યાયજીએ પાંચ સમવાય કારણના સ્તવનની રચના કરી છે તેમાંથી ઉપરોક્ત માહિતી પ્રાપ્ત થઈ છે. કવિએ સ્તવનની સમાપ્તિમાં નીચે પ્રમાણે વિચારો દર્શાવ્યા છે.
જુલાઈ, ૨૦૦૯
એ પાંચે સમુદાય મિલ્યા વિશ. કોઈ કાજ ન સીઝે, અંગુલિ ભોગે કર તણી પરે, જે બૂઝે તે રીઝે રે પ્રાણી સ. ૨ આગ્રહ આણી કોઈ એકને એમાં દીરે વડાઈ
ઉત્તર ગુજરાતના વરસોડા ગામથી બે ગાઉ દૂર ભેખડ પર આવેલા અંબોડ ગામના પાદરે ખુલ્લા મેદાનમાં નિશાળિયા ગિરજા અને ભીખા (જયભિખ્ખુનું હુલામણું નામ)એ મુગ્ધ અને રોમાંચક નજરે રામલીલાના ખેલમાં નીતિ અને ધર્મપાલક રાજા રામ દ્વારા સીતાનું હરણ કરનારનો વધ થતો જોયો. ઘર અને નિશાળની બંધિયાર દુનિયામાંથી પહેલી વાર બહારના જગતમં પગ માંડતા ભીખાએ રામલીલાના ખેલનો આનંદ તો માર્યો, પણ એથીય વિશેષ ગિરજા બ્રાહ્મણની દોસ્તી અને ખૂબ ગમી ગઈ. રામલીલામાં જુદા જુદા વર્ણના લોકોને આનંદભેર બેઠેલા અને ટોળટપ્પા કરતા જોવાની અને ભારે મજા પડી. ઘરની બહારની દુનિયા સાથે ભીખાનો સંબંધસેતુ રચાય આજ સુધી સગાં-સ્નેહીઓની, ઘર અને નિશાળની દીવાલોની સુરક્ષિત કિલ્લેબંધીમાં જીવન ગાળનારા આ છોકરાને પહેલી વાર ખ્યાલ આવ્યો કે આ જગત તો અતિ અતિ વિશાળ છે અને એમાં કેટલાય માનવીઓ વસે છે. ગિરજા સાથેની દોસ્તીથી એનું હૃદય
પણ સેના મિલિ સકલ રણાંગણ જીતે સુભટ લડાઈ રે સ. ૩ તંતુ સ્વભાવે પટ ઉપજાવે કાલ ક્રમે રે વણાએ ભવિતવ્યતા હોય તો નિપજે નહીં તો વિઘન ઘણાંએ રે. સ. ૪ તંતુવાય ઉદ્યમ ભોક્તાદિક ભાગ્ય સકલ સહકારી
ઈમ પાંચે મિલ સકલ પદારથ ઉત્પતિ જુઓ વિચારીએ સ. પ નિયતિ વશે હલુકરમો થઈને નિગોદ થકી નિકલીયો પુણ્યે મનુજ ભવાદિક પામી સદ્ગુરુને જઈ મલિયો રે. સ. ૬ ભવ તિથિનો પરિપાક થયો તવ પંડિત વીર્ય ઉલ્લસિઓ ભવ્ય સ્વભાવે શિવગતિ પામી શિવપુર જઈને વસીઓ રે સ. ૭ વર્ધમાન જિન પિરે વિની શાસન નાયકે ગાયો
સંધ સકલ સુખ હોયે જેહથી સ્યાદ્વાદ રસ પાયો રે, પ્રાણી સ. ૮
પંચ સમવાય કારણવાદ જિન વાણીને સમજવા માટે આધારભૂત સાધન છે. સત્ય અને તત્ત્વને આત્મસાત્ કરવા માટે સ્યાદ્વાદ સમાન આ વિચારો પણ મહત્ત્વનો ગણાય છે.
૧૦૩ સી બિલ્ડીંગ, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, વખારીયા બંદર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૨૧. ફોન : ૦૨૬૩૪ ૨૮૮૭૯૨.
જયભિખ્ખુ જીવનધારા ! તું
E ડૉ. કુમારપાળ દેસાઈ
[નવલકથા, નવલિકા, ચરિત્ર અને બાળસાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક જયભિખ્ખુના જન્મશતાબ્દીના વર્ષમાં એમના જીવનચરિત્રનું અહીં આલેખન કરીએ છીએ. વ્યક્તિના ચિત્ત પર એના બાળપણની ઘટનાઓનો ઊંડો અને સ્થાયી પ્રભાવ પડતો હોય છે, જે ભિન્ન ભિન્ન રૂપે જીવનમાં અને સર્જનમાં વ્યક્ત થતો હોય છે, સર્જક ભિનુ ની બાલ્યાવસ્થા વોનું હતું ૫*૨)
સૌથી વધુ આનંદભર્યો દિવસ
પહેલી વાર સામી વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરવા લાગ્યું. કોઈ અપરિચિત સાથે આનંદમાં સહભાગી થવા લાગ્યો. આકાશ નીચે ભજવાયેલી રામલીલાએ ભીખાના મનના ખાલી આકાશમાં આનંદ, ઉત્સાહ અને મોજના અનેક રંગ ભરી દીધા. રામલીલા પૂરીથઈ એટલે ગિરજાએ કહ્યું,
‘આ અંબોડ ગામમાં મારાં ફઈબા રહે છે. ચાલ, થોડી વાર ત્યાં જ જઈને સૂઈ રહીએ, પછી વહેલી પરોઢે ચાલી નીકળીશું.'
વરસોડાના વાંધાં વટાવીને રામલીલા જોવા આવેલા ભીખાને ખૂબ થાક લાગ્યો હતો. રાત ઘણી વીતી ગઈ હતી, આથી ફરી ચાલીને વરસોડા પાછા જવાનું મુશ્કેલ લાગતું હતું. એમાં ગિરજાની દરખાસ્ત જોઈતું હતું ને વૈદું આપ્યું' જેવી લાગી. બંને એનાં ફઈબા ધર તરફ ચાલ્યાં. વરસોડા ગામ ભેખડ પર વસ્યું હતું, તો એનાથી ય ઊંચી ભેખડ પર આ અંબોડ ગામ આવ્યું હતું. એવી એક ભેખડના છેડે આવેલા બ્રાહ્મણવાડામાં ગિરજા અને ભીખો પહોંચી ગયા.