________________
૧૦
પ્રબુદ્ધ જીવન
આ વર્ષે પણ જો કોઈ જીવનસંગિની પ્રાપ્ત થાય તો તેમ કરવાને તેઓ તૈયાર થઈ ગયેલા. એમને કેવળ કંપનીની જરૂર હતી. એમના કહેવા પ્રમાણે રાત એમને ભેંકાર જેવી લાગે છે. દિવસ તો જ્યાં ત્યાં ફરીને પણ પૂરો કરે પણ રાત્રે પૂરી ઊંઘ પણ ન આવે ને ભીતિ તથા એકલતા અકળાવે. નજીકના કે દૂરના સગાઓ-માંથી પણ સાથે રહેવા કોઈ તૈયાર નહીં અને જીવ ઠીકઠીક ઝીણો એટલે મિત્રો પાછળ બે પૈસા ખર્ચવાની પણ તૈયારી નહીં. મેં એમને એમની એકલતાની પીડ ટાળવા પાંચ સાત મિત્રોને ઘરે અવારનવાર આમંત્રી નાસ્તા-પાણી કરવાનું સૂચન કર્યું પણ એમણે જ અન્યને ત્યાં લેવાનું ચાલુ કર્યું.
મારા એક પ્રોફેસર-મિત્રને સંતતિમાં ત્રણ દીકરી ને એક દીકરો. બે દીકરી ને એક દીકરો અમેરિકામાં. પની ગુજરી જતાં એકલા પડ્યા. દીકરાએ પિતાને અમેરિકા બોલાવી લીધા. માંડ મહિનો થયો હશે ત્યાં તબિયત બગડી ને એક બે વાર સંડાશ પાટલુનમાં થઈ ગયું. ‘આવી ગંદી ગોબરી ટેવ અહીં નહીં ચાલે' કહી પુત્રવધૂએ સસરાનું ભયંકર અપમાન કર્યું. ભર્ત્યના જ કહો ને. સસરાને હાડોહાડ વ્યાપી ગઈ ને વહેલામાં વહેલી તકે ભારત ભેગા થઈ ગયા. સસરાએ લઘુશંકા-દીર્ઘશંકા પરનો કંટ્રોલ ગુમાવી દીધો ને પુત્રવધૂએ મન પરનો કંટ્રોલ ગુમાવી દીધો. દીકરી અને નોકરડીની સહાયથી થોડું જીવી નાખ્યું પણ પુત્રવધૂએ કરેલા અપમાનની સાથે જ તેઓ મરી ગયેલા!
સાડા છ દાયકા પૂર્વે મારી સાથે કૉલેજમાં ભણતા ને આજે જીવનના નવમા દાયકામાં જીવી રહેલા (કે શ્વસી રહેલા ?) મારા મિત્રને સંતતિમાં ત્રણ દીકરા ને એક દીકરી. એમના કુટુંબની કથા હું જાણું છું તે પ્રમાણે અતિશય કરુણ છે. એક દીકરો બે વાર પરણ્યો ને બે વાર છૂટાછેડા લીધા. દીકરી ય બે વાર પરણી ને છૂટાછેડા લઈ પિયરમાં રહે છે. એક દીકરો ધોળકીને પરણ્યો ને પરદેશમાં રહે છે. ત્રીજા પરણેલા દીકરાને સંયુક્ત કુટુંબમાં ગોઠતું નથી એટલે જુદો રહે છે. મિત્રની પત્ની ગુજરી ગયાં છે એટલે આજે તો એમની દશા વધારીઓથી ય બદતર છે. આમાં દોષ કોને દેવી ? કરમને કે સંચિત કર્મને ? કૌટુંબિક માહોલ આવો છે, એકદમ દુઃખગ્રસ્ત, છતાં લખે છે: : ‘સુખદુ:ખ તો આવ્યા કરે..એનું નામ જ સંસાર. આપણે બને એટલા તટસ્થ અને મસ્ત રહેવાનું. દૂઃખોને હસી કાઢવાના-બની શકે તો ! એમ થાય છે કે હવે નિઓ બેસીએ-એકાનો સુખમાસ્યનામ્. સંસારથી રંડાયા, છંડાયા તો સુખે ભજીએ શ્રીગોપાલ !' આ બધાં તો સમાધાન સાધવાનાં વલખાં છે. બાકી પ્રત્યેક પત્રમાં સંસારના ને દુઃખના કાળા કલવાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિનો પ્રતિકાર કરવાની ને ગમે તેવા પડકારને ઝીલી લેવાની ઉર્જા ને યુયુત્સાહ હોય પણ અવસ્થા એનો ભા . ભજવ્યા વિના રહેતી નથી. દરેક અવસ્થાને પોતાની વિશેષતાઓ ને મર્યાદાઓ હોય છે. વજ્રપાતને કાળમીંઢ પર્વત સહન કરી શકે, માટીનો ઢેફો નહીં. ગમે તેટલી કૃતિ કે નિતિજ્ઞા જેક અવસ્થામાં ઝીંક ઝીલી શકતી નથી. રીતે તે જાણે.
આવા 'વધારીઆ'ના કિસ્સાઓમાં પુત્ર કે પુત્રવધૂ કરતાં દીકરીઓ મરૂભૂમિની વીરડી જેવી નિવડતી હોય છે પણ મારા કેટલાક વધારીઆ
તા. ૧૬ મે, ૨૦૦૭
મિત્રોની દીકરીઓએ પટ્ટા એમની ઉપર ઓછી ગુજારી નથી! મારા આવા ત્રીક મિત્રોની વાત કરું. ત્રણેય કિસ્સા પટેલોના છે. શેય સુખી કુટુંબની દીકરીઓ છે. એકને ધામધૂમથી પરણાવી, એક પુત્ર થો, માંદગીમાં ગુજરી ગયો, સાસુ સાથે સંઘર્ષ થયો, સાસરીમાંથી કાઢી મૂકી, બે વર્ષ બાદ બીજી કોમમાં પરણી, ત્યાંથી પણ ઘરે આવી ને આજે વધારીઆ પિતાના પનારે પડી છે. પરિસ્થિતિ સાથે સમાધાન કરવાનું એની પ્રકૃતિમાં જ નથી એટલે પોતે તો દુ:ખી થાય છે જ પણ અન્યનેય દુઃખી કરે છે. બીજી એક પરધર્મીને પરણી જે પરણેલાપાંગરેલો હતો. શોક્ય સાથે અણબનાવ થતાં એક દીકરા સાથે પિયર આવી જે વધારી તો નહીં પણ વૃદ્ધ પિતાને માટે ભારરૂપ બની હી છે. ત્રીજી એક ત્યક્તા હરિજનને પરણી પણ એ સમાજમાં સમાસ પામી શકી નહીં એટલે એ પણ એક દીકરાને લઈને પિયર આવી છે. પટેલ સમાજમાં મુસ્લિમ ને હરિજનના દીકરાઓ સાથે રહેતી ત્યક્તા કે સ્વેચ્છાપૂર્વક શ્વસુરપક્ષ છોડી આવેલીઓની શી દશા થાય તે કલ્પનાનો વિષય છે. માતાપિતા માટે હૈયાસગડી સમજો. કુટુંબોની કન્યા કોઈ લે પણ નહીં ને કન્યા આપે પણ નહીં. પ્રણાલિકાવાદ સમાજ એમને વર્ણસંક૨ ગણે ને નફરત કરે.
આવા
મારા એવા કેટલાક વધારીઆ મિત્રો' પણ છે જેની પાસે પોતાનો યોગક્ષેમ નિભાવવા માટે પર્યાપ્ત ધન હોય છે પણ સાંસારિક માયાની ઘેલછા કે અતિરેકમાં દુઃખી થતા હોય છે. દાખલા તરીકે અમારા દીનુભાઈ. એમનો પોતાનો દર્શક લાખનો ફ્લેટ ને સાતેક લાખની રોકડ છે પણ ચાલીસનો દીકરો કશું જ કરતો નથી ને મહંતશાસની માફક માથે પડ્યો રહે છે. પુત્રવધૂ કર્કશા છે પણ એમને એક બારૈક સાલનો પૌત્ર છે એટલે દીનુભાઈ પોત્રનો વિચાર કરીને સાત લાખનું કંઈ વ્યાજ આવે છે તે માથે પડેલા કપૂતને આપે છે ને પોતે મહિને સાતસો રૂપિયા આપીને બીજા કો'ક શહેરના વૃદ્ધાશ્રમમાં વસે છે ! આમ છતાં પુત્રને પિતાના કષ્ટ કે ત્યાગની કશી જ કિંમત નથી. કેવળ પૌત્રને મળવા દીનુભાઈ મહિનેમાટે આવી જતા હોય છે. દાદાની આવી અવદશા જોઈને પૌત્ર દુઃખી થાય છે પશ આ ઉંમરે એ પણ શું કરી
જે
શકે ? પુત્રની અપેક્ષાઓમાં ઉપેક્ષાઓ છે જ્યારે પૌત્ર ને દાદાના સંબંધમાં કેવળ ઉભરાતું વાત્સલ્ય છે.
આ વધારીઆઓનો ખ્યાલ મને તો સિત્તેર વર્ષ પૂર્વે આવી ગયેલો. મારા એક પરિચિત વડીલને ત્યાં ત્યારે ત્રણ દીકરા હતા. એક ડૉક્ટર, બીજો વકીલ, ત્રીજો અમદાવાદ મ્યુનિસિ-પાલિટીમાં અધિકારી. ત્રણેય પોલા પાંગરેલા ને સ્વતંત્ર જીવન જાવનારા. મારા એ વડીલનાં શ્રીમતીજીનું અવસાન થયું એટલે ડોસા એકલા પડ્યા. એકલતા ને ક્તિનાથી સોરાય પણ ત્રણમાંથી એક્કેય દીકરો એમને રાખવા તૈયાર નહીં. વડીલોપાર્જિત મિલ્કત લેવા સદાય તત્પર. આખરે ત્રણેય દીકરાઓએ ભેગા મળી તોડ કાઢ્યો. ડોસા ચચ્ચાર માસ દરેક દીકરાને ઘરે રહે પણ બારેમાસ રાખવા એક્ઝેય તૈયાર નહીં. તે વખતના નાટકોમાં ક્વચિત્ આ વિષય આવતો. આજથી સવા છ દાયકા પૂર્વેના ગુજરાત કૉલેજના પ્રિન્સિપાલ હીરાલાલ એલ. કાઝીએ એમના એક પુસ્તક 'જીવનના પલટાતા રંગ' (સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય)માં