________________
તા. ૧૬ મે, ૨૦૦૭
પ્રખર વન
વધારીઆ
ઘડૉ. રાજિત એમ. પટેલ (અનામી)
અવારનવાર ફરવા માટે હું ‘સરદારબાગ’માં જાઉં છું. ત્યાં મારા જેવા અનેક નિવૃત્ત સમવયસ્કોની મંડળી જામે છે, એમાંના એક મારા મિત્ર નિવૃત્ત વૃદ્ધોને માટે ઉપર્યુક્ત શબ્દપ્રયોગ કર્યો છે ‘વધારીઆ.' વધારી એટલે વધારાના...જેમનો ક્યાંય કર્શ સમાસ ન થઈ શકે ન તેવા ! કશાય કામના નહીં એવા ! જો કે આ શબ્દ જરા વધારે પડતો કઠોર છે પણ સમાજમાં અને કુટુંબમાં તેની સ્થિતિ જોતાં થોડોક છે વાસ્તવિક પણ છે.
અમારા વસંતભાઈની વાત સાંભળો. વર્ષો સુધી નૈરોબીની એક બેન્કમાં નોકરી કરી વસંતભાઈ વડોદરે સ્થિર થયા. એકંદરે સારું પેન્શન મળે છે. અલકાપુરી વિસ્તારની એક સોસાયટીમાં પોતાનું મકાન છે. યુવાન બે દીકરાઓ છે. દીકરાઓ એક જ મકાનમાં જુદા રહે છે. વસંતભાઈના શ્રીમતીજી ગુજરી ગયાં છે. બંનેમાંથી એકેય દીકરી વસંતભાઈને રાખવા તૈયાર નથી એટલે તેઓ એમના જ મકાનમાં એક ઓરડીમાં રહે છે ને બંનેય દીકરાઓએ એમને જમાડવાના વારા કાઢ્યા છે. બદલામાં વસંતભાઈ ‘ટીફીન'ના મહિને દોઢ હજાર ચૂકવે છે ! એમને દિવસમાં બેવાર ચા પીવાની ટેવ છે. એમની ચા એ પોતે બનાવી લે છે. 'ટીફીન' સિવાયનું બધું જ કામ લે એ પોતે કરી લે છે પણ પુત્રો-પુત્રવધૂઓ તરફથી જે સ્નેહ-સાવ સુખદ સહકાર કે સંજીવની સમી સન્નિધિ મળવી જોઈએ તે મળતી નથી એટલે પોતાની જાતને કુટુંબમાં 'વધારીઆ' સમજે છે. એનું એમને છે દુઃખ છે પણ ચૂમાઈને સહન કરે છે. બીજો કોઈ વિકલ્પ જ નથી એટલે કઠોર-નઠોર વાસ્તવિકત્તાનો સ્વીકાર કરી લીધો છે. બીજું થાય પણ શું?
બીજા આ અમારા શાંતિભાઈ! વધુ હશે સિત્તેરની પણ પગની તકલીફને કારણે હલનચલનમાં ચપળતા નથી. એમને એક દીકરો છે. દીકરાને ગોઠ સાલની દીકરી છે. દીકરી નોકરીએ જાય.એટલે દીકરીને સાચવવાની જવાબદારી શાંતિ-દાદાની! પુત્રવધૂને ધરકામ ને રસોઈ કરવાની હોય એટલે દાદા પૌત્રીને લઈને સરદારબાગમાં આવે. હવે આ પૌત્રી પતંગિયા જેવી એની તો ચંચલ કે ઘડીકમાં અહીં, ઘડીકમાં ત્યહીં, ફરાર-કૂદાકૂદ-દોડાદોડી કર્યા જ કરે...જંપીને નિરાંત દાદાને બે મિનિટ માટે પણ બેસવા ન દે. બિચારા શાંતિદાદા માંડ એકાદ કલાકમાં તો થાકીને લોથ થઈ જાય. આ શાંતિભાઈના એક ખાસ મિત્રશ્રી ચંદુભાઈ પણ સરદારબાગમાં આવે. એકવાર બાંકરે મારી સાથે બેઠેલા. શાંતિદાદાની પગની તકલીફ અને પૌત્રીની યાયાવરવૃત્તિને લક્ષમાં રાખી મને કહે : “બિચારા શાંતિભાઈ શું કરે ? ઘરેથી પુત્રવધૂએ અલ્ટીમેટમ આપ્યું છે કે જો બેબીને લઈને અગિયાર પહેલાં આવ્યા છો તો ખાવનું નહીં મળે!' આમ બોલીને ચંદુભાઈ માંદલું હસે ! શાંતિદાદા ઘ૨માં વધારીઆ તો નહીં પણ ‘કામ કરો ને ખાવ' એવા ઓશિયાળા તો ખરા જ! પગની તક્લીફ કરતાં પણ વધુ દુઃખ તો એમને પુત્રવધૂના શરતી અલ્ટીમેટમનું! શાંતિદાદાની
!
&
પરિસ્થિતિમાં તમે હો તો શું કરો!
અને હવે અમારા ‘મોતીદાદા'ની આપવીતી સાંભળી. સાત સંતાનોમાં
પાંચ
દીકરી ને બે દીકરા. પત્ની જીવતી હતી ત્યાં સુધીમાં બંનેય જણ આનંદસંતોષપૂર્વક જીવન વ્યતીત કરતાં હતાં, પણ મોતીભાઈને લગભગ સિત્તેર થયાં ત્યારે પત્નીનું અવસાન થયું. આજે એમને ૯૧મું ચાલે છે. સાય સંતાનો અમેરિકા, ઇંગ્લેન્ડ, નૈરોબીને મુંબઈમાં છે. સર્વેની એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ પિતાની સાથે રહી શકે તેમ નથી ને મોતીબાઈ વડોદરા છોડીને ક્યાંય પણ જવા તૈયાર નથી. લગભગ ૮૫ના થયા ત્યાં સુધી તો ગાડું ગબડચે ગયું. પણ છેલ્લા પાંચેક વર્ષથી તબિયત કહ્યું કરતી નથી. બાકી પહેલાં તો ‘જાત મહેનત જિન્દાબાદ'માં માનનાર હતાં. પણ હવે ? ત્રણ નોકરચાકર રાખ્યા છે. મહિનેમાસે ચાકરોને લગભગ દશ હજાર રૂપિયા આપે છે. આર્થિક સ્થિતિ સારી છે એટલે ખર્ચનો કોઈ પ્રશ્ન જ નથી, પણ અક્લાવનારી એકલતા, અંતરને કોરી ખાનારી ખિન્નતા ને બિમારી વખતે અનિવાર્ય એવા આત્મીયજનોના અવલંબનની ઝંખનાનું ૨, ૨૦૬૧ના નૂતન વર્ષે હું એમને મળ્યો ત્યારે પણ ઉપરથી તો પ્રસન્ન મુદ્રાવાળા લાગ્યા
પણ એમની ઊંડી આંખોમાં એક પ્રકારનો વસમો વિષાદ વરતાતો હતો.
અત્યારે તો એ એક પ્રકારના આંતરિક અધ્યાત્મ-અવલંબનથી ટકી રહ્યા છે પા સાતેય સંતાનો હોવા છતાં પણ જાણે કે પોતે ‘વધારી‘ હોય એવી લાગણી અનુભવે છે.
સાડાછ દાયકા પૂર્વે કૉલેજમાં મારી સાથે ભણતા મારા એક પરમ મિત્રને સંતતિમાં ત્રા દીકરા ને એક દીકરી. ત્રર્ણય દીકરાને ભણાવી ગણાવી પરણાવી અમેરિકા ભેગા કરી દીધાં. તે વખતે તો મારા મિત્રનો હરખ માતો નહતો પણ મેં કહ્યું કે બિરાદર།તમારા માટે આ હરખનો અવસર નથી. ત્રણેય દીકરાઓને અમેરિકા ભેગા કરી દર્દી તમે તમારા દુઃખનું બી વાવી રહ્યા છો. ત્યારે તો તેમને મારી વાત સમજાઈ નહીં પણ જ્યારે નિવૃત્ત થયા ને પત્નીનું અવસાન થયું એટલે સાવ એકલાઅટુલા થઈ ગયા. અમેરિકા સ્થિત ત્રર્ણય દીકરાઓમાંથી એક પણ એમને રાખવા તૈયાર નહોતો. એક દીકરો રાખવા તૈયાર થશે ત્યારે પત્ની આડી ફાટીને પરિણામે મારા એ મિત્ર વડોદરે આવીને વસ્યા. એ લગભગ પંચ્યાસી વર્ષની વયે કરે પણ શું? દિવસનો મોટોભાગ પર્યાશી કે ઓળખીતાને ઘરે ગાળે. એમની એકલતા ટાળવા પડશી કે મિત્રો-ઓળખીતાઓને ત્યાં કલાકો સુધી બેસી રહે. બીજાઓને પણ કામ હોય. એમની સતત ઉપસ્થિતિથી મિત્રો ને પરિચિતો પણ કંટાળી ગયા. એમને ઘરે જવાનું કહે તો કહે ઃ 'ઘરે જઈને હું શું કરું? કોની સાથે વાતો કરી સમય પસાર કરું ? તમે તમારે તમારું કામ કરીને હું ? હું બેઠો છું.' આખરે આપણો સુવાનો સમય થાય ને ઘેર જવાનું કહીએ ને ત્યારે આપણા પર જાણે કે ઉપકાર કરતા હોય તેમ, ઠીક ત્યારે તમે આરામ કરો, હું જાઉં છું,' બોલીને ક્રમને જાય. એમને કશી ‘હોબી’ નથી. વાંચવા લખવામાં આ વર્ષે કલાક-બેકલાક ગાળે પણ પછી શું કરવું ? આરામ કરી કરીને કેટલો કરે? મારા એક બીજા મિત્ર દ્વારા,