SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૦ અર્થઘટન કરી શકતા હતા. તેનું અર્થઘટન કરનારા 'મિતક' કહેવાતા. જેઓ બહારના શત્રુઓનો નાશ કરે તે ચક્રવર્તીઓની માતા ઝાંખા અને જેઓ અંદરની વિકૃતિઓને જીતે કે ક્ષય કરે તે તીર્થંકરોની માતાઓને સ્પષ્ટ સપના આવતા હતા. જૈન શાસ્ત્રોમાં ૭૨ પ્રકારના સ્વપ્નોની વિગતો છે. તેમાંથી ૪૨ સ્વપ્ન અશુભ અને ૩૦ સ્વપ્ન શુભ છે. તીર્થંકરો અને ચક્રવર્તીની માતાઓને આવતા સ્વપ્નનો આંક ૧૪ હતો. તેનું કારણ ૧૪ સ્વપ્ન એ પુરુષસ્થાનકનો ભાવ છે અને તે ગુણસ્થાનક છે. આંતરિક શત્રુ પર વિજય હાંસલ કરવા ૧૪ પગલાં પ્રચંડ પુરુષાર્થ કરવાનો હોય છે. મિથ્યાત્વથી મોક્ષ સુધીની સફર કર્મક્ષય કરતાં પાર કરવાની હોય છે. મિથ્યાત્વ અને શિખર વચ્ચે આત્માના અનેક પડાવ પાર કરવાના હોય છે. દરેક ગુશસ્થાન વચ્ચે પડાવ આવે ત્યાં અટકવું જોઇએ અને સભાન થવું પડે. તેમાં છેલ્લે નિર્ધન અગ્નિ આવે. એક-એક સ્વપ્ન વર્ડ આપણા અંતરમાંથી કપાય દૂર કરવાના છે. પ્રભુ શ્રીરામે વનવાસમાં ૧૪ વર્ષ ગાળ્યા હતા. ભગવાન શંકરના ડમરુમાંથી સાત સ્વરનો જન્મ થયો છે. તેને બે વર્ડ ગુણતા ૧૪ થાય છે. તીર્થંકરો કોઇને હરાવીને જીતતા નથી. ભારત દેશ સ્વતંત્ર થયા પછી 'સત્યમેવ જયતી’ એ સૂત્ર સ્વીકારવાની વિચારણા ચાલતી હતી પણ ગાંધીજીએ ‘સત્યમેવ જયતે' સૂત્ર પસંદ કર્યું. અર્થાત્ સત્યનો જય જયકા૨ થાઓ. તે સૂત્ર મહાવીરના ઉપદેશ સાથે બંધબૂરતું છે. મહાવીર અને માધવ વિશે તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૦૭ ઉંચા ન થવું જોઇએ કે કોઇને કામ ન આવો, એટલા નીચા ન થવું જોઇએ કે કોઈ કામના ન રહો. મોટા માણસોના સંપર્કમાં રહેવું જોઇએ પણ નાના માણસ સાથેનો સંપર્ક તોડી ન પાડવો જોઇએ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું હતું કે અનેકાંતવાદી આવે તો દુનિયામાં યુદ્ધ જ ન થાય. હું કહું છું તે જ સત્ય છે એવું કહેનાર હું તે માણસ જ ખોટો છે. એકમેકને સમજવાની તૈયારીથી સંવાદ સર્જાઈ શકે. હરિભાઈ કોઠારી મહાવીર અને માધવ બંનેમાં ઘણી સમાનતા છે. બંનેનું જીવન સંગીત હતું, બંનેને બે માતાઓ હતી. બંનેએ આસક્તિ રાખી નહોતી. પ્રભુ મહાવીર પાસે રાજપાટ હતા તે છોડીને તેઓ અરણ્યમાં તપશ્ચર્યા કરવા ગયા હતા. શ્રીકૃષ્ણને ગોકુળ પ્રિય હતું પણ તેમણે તેમાં આસક્તિ રાખી નહોતી. અને તે છોડ્યું હતું. જીવનમાં આસક્તિ નહીં પ્રેમ જ મુક્તિ આપી છે. પ્રેમ સાચો છે. પર્યુષણ એ તીર્થંકરોની સમીપ જવાના, સત્કર્મો કરવાના અને સદાચરણ કરવાના પ્રયત્નો કરવાના દિવસોનું પર્વ છે. કાળ અસત્યને ટકવા દેતો નથી અને સત્યને મટવા દેતો નથી. મહાવીર સાચા હતા અને તેમની નગ્નતામાં પાવિત્ર્ય હતું. તેથી ૨૫૦૦ વર્ષ પછી પણ તેમનું માન સમ્માન યથાવત છે. કેટલાંક અવતારી પુરુષ તરીકે જન્મે છે. જ્યારે કેટલાંક માનવ તરીકે દૈવત્વ પ્રાપ્ત કરવા ભણી આગળ વધે છે. માણસે એટલા સમ્યક્ત્વ એટલે સાચા સુખની પ્રતીતિ વિશે શ્રીમતી છાયા શાહ સમ્યકૃત્વ કે સમ્યક દ્રષ્ટી એટલે કે સત્યની પ્રતીતિ જાવનમાં સત્ય શું છે અને કર્તુળ કે સાચી દષ્ટિનું ભાન થાય તેને સમ્યક દૃષ્ટી પ્રાપ્ત થઈ એમ કહેવાય. જીવનમાં ઉદ્યોગ-વ્યાપાર, કલા કે ભૌતિક સુખ મેળવવામાં સફળ થયેલા વ્યક્તિઓ સુખી હોય છે એવું આપણે માનીએ છીએ, પરંતુ વાસ્તવમાં સફળતા કે સુખની લાલસા અમર્યાદિત થાય છે. જેમ સુખ મળે તેમ તેની તૃષ્ણા વધે છે. ભૌતિક સુખ કાયમી નથી અને સંજોગો મુજબ તેની વ્યાખ્યા બદલાય છે. સિદ્ધાર્થ રાજાના પુત્ર વર્ધમાન પાસે બધું જ સુખ હતું પણ તેનો ત્યાગ કરીને તપ કરવા વનમાં ગયા હતા. પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયોમાં રૃખ દેખાય છે, પણ તે સુખ નથી એ તેમને સમજાયું હતું. ભોગદૃષ્ટી છોડીને યોગદૃષ્ટી આવે તેને ઔધદષ્ટી કહેવાય છે. જે વિષયવાસનો અન્ય પરવશતા તજે છે તેને ત્યાગનું સુખ હાંસલ થાય છે. ભૌતિક સુખો ભોગવવા છતાં આસક્તિ ન કેળવાય તે અગત્યનું છે. સમ્યક્ત્વનું સુખ થાય પછી પાંચ તબક્કા છે. પહેલું જીવ પ્રસમન એટલે કે શાંત થાય છે. બીજું, શાંત રહીને મોક્ષ માટેની ઇચ્છા રાખવી. ત્રીજો તબક્કો સંસાર પ્રત્યે ઉદાસીનતાનો છે. સમ્યક્ત્વ વ્યક્તિ કઠોર હોતી નથી. ચોથા તબક્કામાં સમ્યક જીવને દુઃખીઓ પ્રત્યે મમતાપૂર્વકની અનુકંપા જાગે છે. હૃદય નિર્મળ બને છે. કસાયો કે પરવશતા રહેતી નથી. પાંચમા તબક્કામાં જીવને તત્ત્વને યથાર્થ સ્વરૂપમાં સમજવાની દ્રષ્ટી મળે છે. તે રાગદ્વેષ રહિત બને છે. ધીમે ધીમે તેના વિસ્તરણથી પરાકાષ્ઠા બાદ સિદ્ધાવસ્થા આવે. સમ્યકત્વ દૃષ્ટી શાસ્ત્રોના વાંચન અને ગુરુ પાસેથી જ્ઞાન દ્વારા મેળવી શકાય. વસ્તુપાળ તેજપાળ વિશે ડૉ. બળવંત જાની મહાઅમાત્ય વસ્તુપાળ સદાચાર અને સત્કાર્યો વહે શત્રુઓને ત્યા ધન, હોકો અગર સત્તાથી કહી સંતોષ ઉત્પન્ન થવાનો નથી, પરંતુ જે વસ્તુ મળી રહે, તેમાં જ સ્વાભાવિક રીતે ખરા રહેનારા સાદા મન દ્વારા, તેમજ અલ્પ વૈભવોમાં જ આનંદ માનનારા અને પોતાની પાસે જે કાંઈ છે, તેને સર્વોત્તમ સમજનારા હૃદય દ્વારા તો પેદા થઈ છે.
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy