SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૭ પ્રબુદ્ધ પૂરી પાડનાર કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ શરૂ થયું, બીજા કોઈ હેતુથી નહિ; તેથી આપણે હવે વિચારવાનું પ્રાપ્ત થાય છે કે એ વાચન અને શ્રવા દ્વારા આપણી નેમ ક્યાં લગી સધાતી આવી છે અને અત્યારે કેટલી હદે સધાય છે ? જો એ નેમ સધાતી ન હોય તો એનાં શાં કારણો છે અને તે દૂર કરવાં શક્ય છે કે નહિ ? જો શક્ય હોય તો તે કઈ રીતે ? જીવન ગાતાં ગાતાં છેવટે વેશમાત્રમાં ગુરુપદ માની સંતુષ્ટ થઈ ગયા! કલ્પસૂત્ર સાંભળવું છે, વાંચનાર જોઈએ અને તે કોઈ ગુરુ સાધુ જ હોવા જોઈએ. બી યોગ્યતા હોય કે નહિ પણ ભેખ હોય તોય બસ છે, એ વૃત્તિ શ્રોતાગણમાં પોષાઈ. પરિણામ અનેક રીતે અનિષ્ટ જ આવ્યાં. લાયકાતની કોઈપણ કસોટીની જરૂર ન જ રહી. વેશધારી એટલા ગુરુઓ અને ગુરુઓ એટલા વ્યાખ્યાતાઓ – છેવટે કલ્પસૂત્ર પૂરતા. માત્ર કલ્પનાસૂત્રના અક્ષરો વાંચી જાણે એટલે વડેરાઓનો આશ્રય છોડી સ્વતંત્ર વિચારવાનું સર્ટિફિકેટ મળી જાય ! ભક્તો તો સૌને જોઈએ જ. તે હોય ગણ્યાગાંઠા, એટલે તેમના ભાગલા નાના નાના પડે. જેના ભક્તો વધારે અગર ઓછા છતાં જેના ભક્તો પૈસાદાર તે ગુરુ મોટા. આ માન્યતામાંથી વાંચવાની દુકાનદારી હરીફાઈ ઉપાશ્રયે પોષાઈ. કલ્પસૂત્રના વાચનમાંથી ઊભાં થતાં નાણાં જ્ઞાનખાતાનાં એ ખરું, પણ તેના ઉપભોક્તા છેવટે કોણ ? ગુરુ જ, એ ગુરુઓને કાંઈ ખર્ચ ઓછો નહિ. એટલે ખર્ચને પહોંચી વળવા ખાતર પણ સામાન્ય આવકનું કામ કલ્પસૂત્રના વાચને કરવા માંડ્યું. દેખીતી રીતે નિઃસ્વાર્થ જણાતા સાધુજીવનનાં પ્રમાદમય ઝીણા છિદ્રોમાં અનેક રીતે સ્વાર્થપરંપરાએ પ્રવેશ કર્યો. વાઢા બંધાયા. પોતાના ઉપાશ્રયના શ્રાવકોએ હંમેશાં નહિ તો પજુસણના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળવા પૂરતું ત્યાં જ આવવું શોભે એવી મક્કમ માન્યતા બંધાઈ. કોણ વાંચનાર યોગ્ય અને કોણ અયોગ્ય એ વિવેક જ વિસારે પડચો. કલ્પસૂત્ર તો વર્ષમાં એક વાર કાને પડવું જ જોઈએ અને તે ગુમુખથી. જ વળી તે પણ ચાલી આવતી પરંપરા પ્રમાશે અમુક ગુરુના જ મુખમાંથી એ માન્યતામાં તણાતાં વિચાર અને બુદ્ધિનું ખૂન થયું, પક્ષાપક્ષી બંધાઈ અને તે એટલે સુધી કે કાશી, મથુરા કે ગયામાં શ્રાદ્ધ કે સ્નાન કરાવવા પંડથાઓ જેમ એક યાત્રી પાછળ પડે છે તેમ ઘણી વાર મો નોટ્ સવ્વસાદૂનું એ પદથી વંદાતા, સ્તવાતા જૈન ગુરુઓ શ્રોતાવર્ગ મેળવવાની ખેંચતાણમાં પડેલા. મેં અનેક સ્થળે એ જોયું છે કે એક ઉપાશ્રયમાં ચોમાસું રહેલ અનેક સાધુઓ કલ્પસૂત્ર વાંચવાની તક જતી હોય તો તેને મેળવવા અકળ ખટપર્ટી કરતાં. આવી ખેંચતાણ નિઃસ્વાર્થભાવ હોય ત્યાં કદી ન જ સંભવે. પણ કલ્પસૂત્રના વાચનના અવિચારી અધિકાર ઉપર એકાન્તિક ભાર આપવાનું માત્ર આટલું જ પરિણામ નથી આવ્યું. એ અનિષ્ટ બહુ દૂર સુધી પ્રસર્યું છે. એક વાર શ્રાવકોએ માન્યું કે કલ્પસૂત્ર ન સાંભળીએ તો જીવન અલેખે જાય. જાતે તે ન વંચાયું ત્યારે શોધી જતિનને, જ્યાં સાધુઓ પહોંચે નહિ ત્યાં ગમે તેટલે દૂર જતિ પહોંચે. જતિઓને બીજી આવક કશી ન હોય તોય તેમને વાસ્તે કલ્પસૂત્ર એ કામધેનુ. સાધુ વિનાનાં સેંકડો ક્ષેત્ર ખાલી, ત્યાં કૃતિઓ પહોંચે. એમને પાકી આવક થાય. શ્રાવકોને ક્યાં જોવું છે કે આધ્યાત્મિક જીવન સંભળાવનાર આ છેલછબીલા આટલું તો આપણે પરાપૂર્વથી જોતા જ આવ્યા છીએ કે ભગવાનના જીવનની પ્રતિષ્ઠાનું સ્થાન ધીરે ધીરે બીજી વસ્તુઓએ લીધું, જીવનની પૂજા જીવનવર્ણન કરનાર કલ્પસૂત્ર પુસ્તક તરફ વળી. કાગળ અને શાહી જ સોનારૂપાથી ન રંગાયાં પણ પૂઠાં, વેષ્ટનો અને દોરીઓ સુધ્ધાંએ કીમતી અલંકારો પહેર્યાં, અને તે પણ કલાપૂર્વક, પુસ્તકની પૂજા, પુસ્તકના વાચનાર ગુરુવર્ગ તરફ પણ વળી. વાચનાર ગુરુ અનેક રીતે પૂજાવા લાગ્યા. અમુક જાતનો વેશ પહેર્યો એટલે ગુરુ અને જે ગુરુ તેને તો બીજી કોઈપણ કસોટી વિના વાંચવાનો અધિકાર જે વાંચવાનો અધિકારી, તે પાટે બેસે અને પૂજાય. આ રીતે મૂળમાં આધ્યાત્મિક ભક્તિ પોષવા યોજાયેલ સાધનની પૂજા ને પ્રતિષ્ઠા ધીરે ધીરે એટલે સુધી વિસ્તરી અને તેની આજુબાજુ એટલાં બધાં સસ્તાં અને ખર્ચાળ સમારંભો તેમજ વિધિ-વિધાનો યોજાયાં છે કે તેને ભેદી, મૂળ નેમ ત૨ફ જવાની વાત તો બાજુએ રહી પણ એનો વિચાર સુધ્ધાં કરવાનું કામ ભારે અઘરું થઈ પડ્યું છે અને અત્યારે તો કલ્પસૂત્રનું વાચન અને શ્રવશ એ વર્ષાકાળની પેઠે એક વાર્ષિક અનિવાર્ય નિયમ થઈ ગયો છે. ભક્તિ એ જીવનના દરેક ક્ષેત્રને રસમય બનાવનાર તત્ત્વ છે, પણ જ્યાં લગી એ તત્ત્વ સજીવન અને શુદ્ધ હોય ત્યાં લગી જ કાર્યસાધક થાય છે અને સગુણ બને છે. ભક્તિનું જીવંતપણું વિચાર અને બુદ્ધિને લીધે છે. તેની શુદ્ધિ નિઃસ્વાર્થતાને લીધે હોય છે. જ્યારે બુદ્ધિનો પ્રદેશ ખેડાતો અટકે છે અને સ્વાર્થ તેમજ ભોગવૃત્તિનો કચરો આજુબાજુ એકઠો થાય છે ત્યારે ભક્તિ નિર્જીવ અને અશુદ્ધ બની જઈ સદ્ગુઊરૂપ નથી રહેતી; તે ઊલટી દોષ બની જાય છે. ભક્તિ પોષનાર અને તે માર્ગે ચાલનાર આખા સમાજનું જીવન એ દોષને એ કારણે જડ, સંકુચિત અને ક્લેશપ્રધાન બની જાય છે. સામાન્ય રીતે જૈન જનતાની કલ્પસૂત્ર પ્રત્યે ભક્તિ છે, પણ એમાં બુદ્ધિનું જીવન કે નિઃસ્વાર્થતાની શુદ્ધિ ભાગ્યે જ રહી છે. એનાં બીજાં અનેક કારણો હોય, પણ એનું પ્રધાન કારણે ગુરુમુખથી શાસ્ત્ર શ્રવણ કરવાની પોંપાયેલી શ્રદ્ધા એ છે. ગુરુ વાસ્તવિક અર્થમાં ગુરુ સમજાયા હોત અને તેમનો અધિકાર યોગ્યતાને લીધે મનાતો આવ્યો હોત તો આવી સ્કૂલના ન થાત. જે જૈનોએ માત્ર જન્મને કારણે અને તેના ગુરુપદ સામે લડત્ત તલાવી તે જ જૈન ગુણની પ્રધાનતા ત્વ જ જો નદી નીચામાં વહે છે, તો તે રસ્તામાં ઘણાં ઝરણાંઓના પાણીને પોતા તરફ આકર્ષે છે. તેમ જો મનુષ્ય ના હોય છે, તો તે ઘણા મનુષ્યોના હૃદયોને પોતા તરફ આકર્ષે છે.
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy