________________
१०
પ્રબુદ્ધ જીવન
જૈન ક્રિયાઓમાં વિજ્ઞાન
ઇ ડો. પ્રીતિ શાહ
પર્યુષણ એટલે આત્માની સમીપ વસવાનું પર્વ. પર્યુષણ એટલે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનો વિરલ સંદેશ આપતું પર્વ,
જીવનમાં વેદના, વૃત્તિનો તરફડાટ, બર્થ પ્રવૃત્તિઓની ભરમાર, ભયના ઓથાર હેઠળ લેવાતો શ્વાસ અને હતાશાનો વારંવાર મૂકાતો ઉચ્છ્વાસ-આવાં સઘળા પ્રદૂષણો સામે આંતર પર્યાવરણ સર્જતું આ એક વિરલ પર્વ છે.
જૈન ધર્મ આચારનો ધર્મ છે. આચાર એ ધર્મનું પહેલું પગથિયું છે અને જૈન ધર્મે વિચારમાંથી આચાર કરવાને બદલે આચારમાંથી વિચારમાં ગતિ કરી છે. માનતીને આગવી જીવનશૈલી આપી છે. એની ક્વિાઓમાં અને ધાર્મિક આચારોમાં જીવન છે, ભાવના છે, માનવતા છે અને વિજ્ઞાન છે.
એની પ્રત્યેક ક્રિયા એ માનવ જીવનને ઊર્ધ્વમાર્ગે દોરી જનારી છે. આ ધર્મક્રિયાઓમાં સર્વત્ર વિજ્ઞાન નિશ્ચિત છે. જૈન વનગીમાં તેમજ જૈન કલા અને સ્થાપત્યમાં પણ વિજ્ઞાન છે.
બ્રહ્માંડના સ્યોને ઉકેલવા અને સત્યને પામવા માનવી અનાદિકાળથી પ્રયત્ન કરે છે અને એમાંથી વિજ્ઞાન જન્મે છે. પરંતુ એ પ્રયોગશાળાનું વિજ્ઞાન છે. જ્યારે જૈનદર્શનનું વિજ્ઞાન પ્રશામાંથી ઉદ્ભવેલું છે. વિજ્ઞાન જે પ્રયોગશાળામાં સિદ્ધ કરે તે અધ્યાત્મ આર્ષદર્શનથી પ્રગટ કરે છે.
જૈન તીર્થંકરોના લાંછન અર્થાત્ પ્રતીકરૂપે કોઈ ને કોઈ પ્રકૃતિ, વનસ્પતિ કે પશુ-પક્ષી મળે છે અને એમને કોઈ ને કોઈ વૃક્ષ હેઠળ-ચૈત્યવૃક્ષ-કેવળજ્ઞાન થયું છે. પ્રાણી અને પ્રકૃતિ સાથે કેવો ગાઢ અનુબંધ છે !
મનોવિજ્ઞાન અને માનવિજ્ઞાનની દ્રષ્ટિએ આ પર્વનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે બાહ્યપ્રવૃત્તિમાં તનાવ, સ્ટ્રેસ અને વ્યસ્તતા અનુભવતા મનને પર્યુષણની આરાધના દ્વારા શાંત પાડીને ચિત્તની આનંદમય સ્થિતિનો અનુભવ થાય છે. જેન ધર્મની ક્રિયાઓમાં વિજ્ઞાનની વાત કરું ત્યારે મને અનુભવ થાય છે કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મનોચિકિત્સા, સ્વાસ્થ્યચિકિત્સાથી માંડીને છેક ક્લોનિંગ સાથે કર્મસિદ્ધાંતનો તંતુ જોડી શકાય છે. એક અર્થમાં કર્યું તો જૈન ધર્મમાં વિજ્ઞાનની ખોજ કરતાં કવિ કલાપીની એ પંક્તિનું મરણ થાય છેઃ
જ્યાં જ્યાં નજર મારી ઠરે
યાદી ભરી છે આપની.
થોડા સમય પૂર્વે પર્યાવરણ વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં જૈન ધર્મના વિદ્વાન શ્રી સતીષકુમારે એમ કહ્યું કે તમે જે પર્યાવરણની વાત કરો છો, પ્રાણીઓની હિફાજતની વાત કરો છો, જંતુઓની જાળવણીની વાત કરો છો એ વાત તો અમે ઘરમાં અમારા
તા. ૧૬ જાન્યુઆરી ૨૦૦૭
માતા-પિતા પાસેથી શીખ્યા છીએ. નાનામાં નાના જંતુની રક્ષાની
ચિંતા કરનાર જૈન ધર્મ જગતનો સર્વોત્કૃષ્ટ પર્યાવરણ ધર્મ છે. પર્યાવરણવાદીઓ આજે વૃક્ષો ઉગાડવાની વાત કરે છે, જૈન ધર્મનું પ્રથમ મંદિર એ વૃક્ષમંદિર છે. છેક પ્રાર્બતિહાસિક કાળમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે શત્રુંજય તીર્થના રાયકા વૃક્ષોની નીચે બેસીને વિશ્વને અહિંસાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. એ પ્રાણીરક્ષાની ભાવનાં નેમકુમારના જીવનમાં કેટલી ઉત્કૃષ્ટપો જોવા મળે છે! પોતાના લગ્નમાં યોજાનારા ભોજનને કાજે બાંધવામાં આવેલાં પશુઓનો ચિત્કાર સાંભળીને નેમિનાથ જાન સાથે પાછા ફરે છે, અને ભગવાન મહાવીરે તો પરિસ્થિતિમાં એવું પરિવર્તન આણ્યુ કે સમગ્ર સૃષ્ટિ સાથે માનવી કે એકાત્મભાવ અનુભવવા લાગ્યો.
એની કીડિયારું ભરવાની ભાવના જુઓ, એની નાનામાં નાના જંતુના જીવન અને રક્ષણ માટેની ચિંતા જુઓ કે પછી એની પાંજરાપોળ, પરબડી, ચબૂતરા કે વાતખાના જુઓ આ બધી બાબતોમાં પર્યાવરણ-વિજ્ઞાન છવાયેલું છે, જે સમજ આપી પાસે વર્ષો પૂર્વે હતી તે સમજ આજનું પર્યાવરા-વિજ્ઞાન ઉગાડી રહ્યું છે.
થોડાં વર્ષો પહેલાં બ્રિટનમાં જૈન ડેકોરેશન ઑન નેચર' પ્રિન્સ ફિલિપને સમર્પિત કરવામાં આવ્યું ત્યારે એમો જૈન ધર્મની પર્યાવરણની ભાવના જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. એમણે સવાલ કર્યો કે વર્ષો પહેલાં તમને આ પર્યાવરણનો ખ્યાલ કઈ રીતે આવ્યો ? ત્યારે ભારતના પ્રસિદ્ધ બંધારણવિદ, કવિ અને જૈન ધર્મના જ્ઞાતા એવા ડૉ. એલ. એમ. સિંઘવીએ જવાબ આપ્યો: For us ecology is religion and religion is ecology.
કે
તત્ત્વાર્થસૂત્રની પ્રથમ ગાથા છે પ્રદો ખીયાનામ્ આજની સ્થિતિ એવી આવી છે કે માનવીએ પ્રાણીઓનું એટલું નિકંદન કાઢ્યું કે હવે save the tiger, save the lion ની વાત કર્યાં બાદ અત્યારે save the planetનું ઘ્યાન ચાલે છે. જેન ધર્મે કહ્યું કે કીડીની જીવ હાથી પર અને હાથીનો જીવ કીડી પર આધારિત છે. દુર્ભાગ્યે આ માનવહાથીએ કેટલાંય નિર્દોષ પશુ-પક્ષીઓનો નાશ કર્યો.
જૈન ધર્મે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને વનસ્પતિમાં ચૈતન્ય છે એમ કહ્યું છે. પ્રથમ જૈન આગમ “શ્રી આચારોગસૂત્ર’માં કહ્યું છે કે વનસ્પતિજગતમાં પણ પ્રાણીજગત જેવી સંવેદનશીલતા છે. એ કાળે વિજ્ઞાન આ માન્યતાને સ્વીકારતું નહોતું. પણ જૈન ધર્મ આ તત્ત્વોની
ચેતનાને આદર આપતો હતો. જગદીશચંદ્ર બોઝ અને અન્ય