________________
૧૨
પ્રબુદ્ધ જીવન
કેટલાક અનુભવો, કેટલુંક ચિંતન n ડૉ. રાજિત પટેલ (અનામી)
પાઘડીવાળા કાકાઓ
આઠેક દાયકા પૂર્વે, હું આઠેક સાલનો હતો ત્યારે અમારા ગામમાં ઘણા પાઘડીવાળા કાકાઓને જોતો ને આશ્ચર્યથી પ્રભાવિત થતો હતો. મારી કિશો૨ આંખોને એ જુદી દુનિયાનાં પ્રાણીઓ લાગતાં ! અમારા પટેલ વાસમાં લગભગ બધા જ ખેતી કરનારા, એટલે વીસ પચીસ વર્ષના ‘મોતિયાડો' મોટે ભાગે શજીની ઢડાઉ ખાદીની ટોપી પહેરે ને એનાથી મોટી વયના ફાળિયાં બાંધે. એમના વ્યવસાયને એ અનુરૂપ હતાં. ફાળિયાંથી તાપ–ટાઢમાં રક્ષણ મળે, ઓશિકાની ગરજ સારે, કૂવામાંથી પાણી કાઢવા દોરડા કે રાંઢવાની ગરજ સારે, સ્નાન વખતે કામમાં આવે, ઘાસ–પૂળાનો ભારો બાંધવો હોય તોય લેખે લાગે, કોઈ માથામાં મારે તો રક્ષણ આપે. ટોપી કરતાં ફાળિયું ખેડૂતને વધુ ઉપયોગી ને અનિવાર્ય...પણ પાવડી ? મારા દાદાને બીજા ત્રણ ભાઈઓ. ચારેયમાં દાદા સૌથી મોટા. દાદાથી ન્હાનાભાઈ ત્રિભુવનદાસ ખેતીમાં દાદાને મદદ કરે. ત્રીજા અને ચોથા દાદા કાપડની દુકાને બેસે. પણ ત્રીજા દાદા...ઉમેદરા જી-પૂરા પંચાતિયા...અ દુકાને બેસે ધીરધારનો ધંધો કરે ને પંચાત પણ કરે. ચોથા દાદા વર્ધમાનરાયજી ખાદીની ટોપી પહેરે પણ પંચાતિયા દાદા તો સરસ
મઝાની પાઘડી પહેરે. ઘઉંવર્ણા, છ ફૂટ ઊંચા, શરીરે ભરાવદાર દાદા પાઘડીમાં વધુ ભરાવદાર ને પ્રભાવશાળી લાગે, બંધ બટનનો લાંબો કોટ ગળે ઢીંચણ સુધી લટકો ખેસ, ચીપીને પહેરેલું પોતિયું ને પગમાં જોડા...હાથમાં મોટી લાકડી...દાદા ચાલે ત્યારે રસ્તો શોભી ઊઠે ને ભૂલેચૂકે વસવામાં દૂર ચાલતાં હોય તો ય એક બાજુ થઈ જાય. આ બધામાં હું પેલી લાલચટ્ટાક પાઘડીનો પ્રભાવ જોતો હતો. એમ તો અમારી છઠ્ઠી પેઢીના મુખીદાદા રેવનદાસ પ્રાણદાસ પણ સફેદ પાઘડી પહેરતા હતા, કિન્તુ માંડ એ સવા પાંચ ફુટના ને ઉભેદો જેવા તગડા પા નહીં એટલે મને એમની પાઘડી જાણે કે માથે નાનું તપેલું મૂક્યું હોય તેવી લાગતી ! તપેલી પર ફાળિયું બાંધ્યું હોય એની કલ્પના કર. !
અમારા પટેલોનાં ચાર તડાં. સ્ટેશન બાજુના પતરાંવાળા વાસમાં ખાસ કોઈ પાઘડી ન પહેરે. ટોપી યા ફાળિયાં. અમારા ડેલાવાળા વાસમાં બે પાઘડીવાળા. પશ્ચિમ બાજુના માઢવાળા પટેલોમાં એક વેણીદાસ પટેલ પાઘડી પહેરે પણ એ પાઘડીના કે ફાળિયાના–કશાય લેખામાં નહીં. શેઠ મફતલાલ
ગગલદાસના ગરીબાઈના કાળના એ પોટલાં ઊંચકનાર સાથી. શેઠ બન્યા પછી મફતલાલ સરસ મઝાની પાઘડી પીઆ. પાઘડીવાળી એમની ફોટો મારી પાસે છે. શેઠ નવીનચંદ્ર મફતલાલ, શેઠ પ્રાણસુખલાલ મફતલાલ, શેઠ અરવિંદ ન. મફતલાલ. આ બધા કોટપાટલુનવાળા. એમને માથે પાઘડી, હેટ કે ટોપી ન મળે ! ‘ભદ્રંભદ્ર' અને ‘રાઈનો પર્વત'ના લેખક શ્રી રમણભાઈ નીલકંઠ સરસ મજાની પાઘડી પહેરતા. પ્રબોધમૂર્તિ ગોવર્ધનરામ ને મધુદર્શી સમન્વયકાર શ્રી આનંદશંકર ધ્રુવ પાયડી પહેરતા. ધ્રુવ સાહેબ પારડી તારે ત્યારે એમનો આધું વતુ કરેલો ચહેરો જોવા મળતો. આર્મી ૫ પંડિતયુગના મોટા ભાગના સાક્ષરો પાઘડી પહેરતા ને ન પહેરે તે પણ પાડિયાળી ગંભીરતાવાળા હતા !
સને ૧૯૩૮માં હું ગુજરાત કોલેજમાં દાખલ થયો ત્યારે મોટે ભાગે બધા પ્રોફેસરો હેટવાળા હતા—બેના અપવાદ સિવાય, નાગરિકશાસ્ત્રની ને એડમિનીસ્ટ્રેશનના પ્રોફેસર દેશપાંડે, રાધાકૃષ્ણનની જેવો ફેંટો બાંધતા ને એકમાત્ર પ્રો. અત્યંકર સાહેબ વિદ્વતાના જીવંત પ્રતીક જેવી સરસ મજાની પાઘડી પહેરતા. અમારી ‘કુમારશાળા'ના ડઝનેક શિક્ષકોમાં એકમાત્ર પાઘડી પહેરનાર હતા-હેડમાસ્તર શ્રી ભાઈચંદ રવચંદ શાહ, મારા ઉમેદદાદાના જેવી એમની યષ્ટિ એટલે પાવડીમાં એમનું નોખું વ્યક્તિત્વ નિખરતું. રામજીભાઈ રાયકા ફેંટો બાંધતાને મહમ્મદભાઈ ટી કેપ પહેરતા. શિર-પહેરવેશની આ બધી વિચિત્રતાઓ જોવાની મને મજા પડતી.
પણ અમારા ગામના ત્રણ પાઘડીધારી સજ્જનોની પોલ જાણ્યા બાદ
૧૬ ઑગસ્ટ, ૨૦૦
પાઘડીનો મારો મોહ તૂટી ગયો ! એક તો અમારા ગામના ચકુ શેઠ...જીનરીનો ધંધો કરે. સીઝનનો બધો કપાસ ખરીદે ને જીનમાં પીલાવે...પણ લાગે કે ધંધામાં કંઈ ખાસ કસ નથી તો એમના કોઈ માણસ દ્વારા જ રૂના ઢગલામાં આગ મૂકે ને વીમો પકવી દે; બધા જ ગઠિયા ભેગા થયેલા ! આવું અનેકવાર બને. અકસ્માતો વારંવાર તો ન બને ! પણ કુશેઠ એટલે રૂના ઢગલાનો અંગારો ! બીજા એક પાપઢીયારી ધીરધારની ધંધો કરે. એમણે એક અઠંગ ચોર દ્વારા પ્રતિસ્પર્ધીના ચોપડા ચોરાવ્યા ! પ્રતિસ્પર્ધી પણ પાથડીધારી...એમણે એ જ ચોરને વધુ લાંચ આપી, દારૂ પાઈ ચોરાયેલા ચોપડા મેળવેલા ને ચોરાવનારનું નામ પણ. ત્રીજા એક પાઘડીધારીએ અન્યની ભાગેડુ બૈરીને પત્ની તરીકે રાખેલી...એના પતિને આની જાણ થતાં એનું ખૂન કરાવેલું. પ્રથમ પતિનું ખૂન કરાવવામાં એની બેરી પણ શામેલ હતી...બધું એની સંમતિથી જ થયેલું. આ સંબંધે મેં એક સ્વતંત્ર વાર્તા લખી છે. એટલે અહીં એનો વિસ્તાર કરતો નથી...પણ આવા પાઘડીધારીઓ માટેનો મારી અહોભાવ સાવ ઓસરી ગય ! મારા દાદાપંચાતિયા દાદા-ઉમેદરાયજી માટેનો પણ મોહભંગ થયો ! ખેર ! પાઘડી માટેની મારી સારી ખોટી માન્યતાનો કશો જ અર્થ નથી...અર્થ તો છે એની ફેકોલોજીમાં ખપે એવી વ્યુત્પત્તિ જાણવામાં...મતલબ કે જે પા ઘડી (0) માટે પહેરાય તે પાપડી, પાઘડી પાઘડી. મેં પણ વાનરવૃત્તિથી મારા દાદાની પાડી પા પડી માટે પહેરેલી.
XXX
‘સંમાનશીલવ્યાને પુસપ્ટેમ્
જેનાં સમાન શીલ ને વ્યસન હોય તેની મૈત્રી જામી શકે. આવી વ્યક્તિ મારા જીવનમાં એક જ આવી છે. એનું શુભ નામ સત્યકામ પટેલ. બામણ ગામના સમૃદ્ધ ને આદર્શ ખેડૂત શ્રી છોટુંભાઇના એ ચારમાં મોટા દીકરાનડિયાદથી પ્રગટ થતા ‘લોકમત' અઠવાડિકના તંત્રી. સને ૧૯૫૦ થી ૧૯૫૮ સુધી હું નડિયાદની આર્ટસ-સાયન્સ કોલેજોમાં પ્રોફેસર હતી ત્યારે ભાઈ સત્યકામ ને હું, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય પાછળ/પાસે આવેલા શ્રી મગનભાઈ વિ. પટેલના વિશાળ મકાનમાં અમો બંને ભાડે રહેતા હતા. સત્યકામ નીચે, હું ઉપર. સંતતિમાં પણ અમારે બંનેને બે દીકરા ને એક દીકરી. બંનેય કુટુંબ એકરસ થઈ ગયેલ. અમો બંનેય ગાંધીના ચુસ્ત અનુયાયી...બંનેયે જેલ ભોગવેલી ને સ્વાતંત્ર્ય સેનાની પણ. એમને હિંદીબંગાળી ગુજરાતી સારું આવડે. સંસ્કૃત પણ સારું. મારું પણ એવું જ. અમારું શરીરસૌષ્ઠવ પણ લગભગ સરખું. પહેરવેશ પણ ખાદીનો...એ લેંઘો પહેરે, હું ધોતિયું. અમારો ખોરાક પણ લગભગ સરખો. સાહિત્યરુચિ..એમાંય કાવ્યરુચિ બંનેયની સમાન. અદ્ભુત ગુણદર્શી...પ્રસન્ન ચિત્ત સદાય જોવા મળે. સામ્યવાદ પ્રત્યે કૂણું વલણ પણ વફાદારી ગાંધીજીની વિચારસરી પરત્વે વિચારણા એકદમ સ્પષ્ટ. ગુરુકુળની શિક્ષા પામેલા એટલે આર્યસમાજના ઉદ્દામ સુધારકનું વલણ...પણ નર્મદના યા હોમ'ના પુરસ્કૃત નહીં પણ દલપતના ધીરે ધીરે સુધારાના સારના આગ્રહી. ચર્ચામાં ને દલીલોમાં સત્યકામને કોઈ ભાગ્યે જ મહાત કરી શકે. જ્ઞાનના એ સાચા ઉપાસક. એમને ગાંધીજી, ટાગોર, અરવિંદ આકર્ષે તો યોગ શિબિરોમાંય જાય ને રજનીશજીને પણ પામવામાં બાકી ન રાખે. રજનીશના હિંદી પાછળ એ પાગલ. હાડે આર્યસમાજિસ્ટ એટલે રજનીશજીની વિચારસરણીમાં શ્રદ્ધા નહીં...બલકે કેટલીક બાબતોમાં હાડોહાડ વિરોધ ‘લોકમત'માં લાગે તે લખે. મેં ૧૯૫૦માં 'શ્રી ગોવર્ધન સાહિત્યસભા સ્થાપેલી. એના ઉપક્રમે સાક્ષરનગરીના સાહિત્યના ત્રણ દિગ્ગજોની શતાબ્દી ઉજવેલી. અભેદ માર્ગ પ્રવાસી શ્રી પરિવાલ નભુભાઈ દ્વિવેદી, મસ્તકવિ બાલાકાંકર કંથારિયા ને ધમૂર્તિ ગોવર્ધનરામ ત્રિપાઠીએ ત્રીયનીશાબ્દી ઉજવતાં પહેલાં તેઓની સાહિત્યસેવાની ઝલક આપવા લગભગ ડઝનેક લેખ લખેલા...સત્યકામે એને ‘લોકમત'માં અઠ્ઠું કવરેજ આપેલું....એક-બે