________________
૧૬
પ્રબુદ્ધ જીવન
નાલંદા વિધાવિદ્યાલયના જૂના અવશેષોમાં આજે સ્તૂપ, બૈત્ય, વિહાર, ઉપાઘય, આશ્રય, નાટ્યગૃહ, પ્રયાગૃહ, અને ગ્રંથાગાર આદિ દષ્ટિગોચર થાય છે. પ્રચલિત દંતકથાઓ મુજબ આ વિશ્વવિદ્યાલયના ત્રણ મોટાં પુસ્તકાલી ભીષણ આગ લાગવાથી નષ્ટ થયાં હતાં. એના અવશેષરૂપે બળેલી ભીંતો અને બળી ગયેલ ચોખાના કણ સમર્થન આપી રહે છે. ઐનિષ્ઠાસિક પુરાવા મુજબ એ વિશ્વવિાલયમાં આયુવિજ્ઞાન, તબીબી શાસ્ત્ર, ઔષધિશાસ્ત્ર, શલ્યચિસિા વાઢકાપ સર્જરી, અર્થશાસ્ત્ર, તર્કવિજ્ઞાન, ધર્મદર્શન અને વેદોનું શિક્ષણ અપાતું હતું. વળી અથર્વવેદની મીમાંસા પણ થતી હતી. અવશેષોના ઉત્થાનથી પ્રાપ્ત થતી માહિતી મુજબ એના છ વિકારોમાં નવ પ્રકારના વ્યવસાયિક પાઠ્યક્રમોનું શિક્ષા અપાનું અતું. બૌધમાં મળતા પ્રમાણો મુજબ મૌર્યવંશના મહાન સમ્રાટ અશોકે ઇ.સ.પુ. ત્રીજી સદીમાં ત્યાં ભવ્ય મંદિર બંધાવ્યું. હતું. ત્યાં રહીને ઇ.સ. બીજી સદીમાં પ્રસિદ્ધ તત્ત્વજ્ઞ નાગાર્જુને શિક્ષણ લીધું હતું પણ ઈ.સ.પુ. છઠ્ઠી સદીથી ઇ... પાંચમી સદી સુધીના ૧૧૦૦ વર્ષના ગાળાની તેની માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. મહાન સમ્રાટ અશોકના સમયના ભગ્ન અવશેષો શોધી શકાયા છે. ગુપ્તકાળના સમ્રાટ સમુદ્રગુપ્તની તાપ્રપટી ને કુમારગુપ્તના સમયના સિક્કા ત્યાંના ખોદકામમાંથી પ્રાપ્ત થયેલ છે. કુમારગુપ્તનો સમય ઇ.સ.૪૧૪-૪૫૫ પર્વતનો મનાય છે. પાંચમી સદીમાં ભારતના પ્રવાસે આવેલ ચીની મુસાફર રાધાને આ વિશ્વવિદ્યાલયનો પોતાના હેવાલમાં ઉલ્લેખ કર્યો છે, પણા સમ્રાટ હર્ષના રાજ્યકાળમાં આવેલ ચીની પ્રવાસી હ્યુએન સંગ પ્રસ્તુત વિશ્વવિદ્યાલયની વૈભવી સુંદર કાર્યપ્રણાલીનો વિગતવાર ચિત્રાત્મક ખ્યાલ આપ્યો છે. એમાં દર્શાવ્યા મુજબ તત્કાલીન સમ્રાટ હર્ષ એ વિશ્વવિદ્યાલયને ઉદારતાથી સહાય કરતો હતો અને એનું નામ નાલંદા મહાવિહાર પણ ત્યારે પ્રચલિત હતું.
પટણાથી રાજગીર(રાજગૃહી) જવાના માર્ગે એ વિશ્વવિદ્યાલય આવેલું છે. તેની બાબતમાં ત્યાંના ગ્રામીણોમાં લોકકથા પ્રચલિત છે તેમ એ ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રુક્મિણીનું જન્મસ્થળ કુંડિનપુર છે. બીજી લોકવાયકા મુજબ એ જૈન ધર્મના પ્રખ્યાત રાજા શ્રેણિકનું રાજ્ય સ્થળ છે. બૌદ્ધ ધર્મના અનુપાવીઓના મતે નાલંદા એ જગતનું સૌથી મોટું વસાહતી-સક્રિય વિશ્વવિદ્યાલય છે. નાલંદા ખાતે આવેલા ભારતીય પુસ્તકાલય સર્વેક્ષણ ખાતાના સંગ્રહાલયમાં ભગવાન બુદ્ધની નાના મોટા કદની ઘણી કલાત્મક મનોહ૨ મૂર્તિઓ છે. વળી ત્યાં બોધિસત્ત્વ, ત્રિલોકવિજયની મૂર્તિઓ પણ છે. તદુપરાંત ભગવાન શંકર ને ઉંમાની પ્રતિમાઓ પણ ત્યાં છે. એમાં મુંડમાળ પહેરેલ ભગવાન શંકરનું મુખારવિંદ, કૌધાન્વિત ને ભાવવાથી સભર છે. ત્યાં દેવી અપરાજિતાની વિલક્ષણ પ્રકારની પ્રતિમા છે. વિઘ્નહર્તા ગીશજી ને ઇન્દ્રની મૂર્તિઓ પણ નજરે પડે છે. આ સધળી મૂર્તિઓ બૌદ્ધધર્મ પરના તંત્ર-પ્રભાવનો ખ્યાલ આપી જાય છે ને બૌદ્ધ મૂર્તિકા પરનો હિંદુત્વનો પ્રભાવ દર્શાવી જાય છે.
એક દંતકથા મુજબ નાલંદામાં લાગેલી ભીષણ આગમાં તાંત્રિકોનો હાથ હતો. છાત્રોથી નારાજ થયેલા તાંત્રિકોએ તંત્રના પ્રભાવથી ત્યારે આગ લગાડી હતી. ઇતિહાસ દર્શાવે છે તેમ ઇ.સ. ૧૧૯૭માં મહમ્મદ “ બખ્તિયાર ખિલજીએ વિહાર પર આક્રમણ કરવા માંડેલા અને બૌદ્ધ મઠો તથા વિહારોને આગ લગાડીને ખેદાનમેદાન કર્યા હતા. એ
હુમલામાં મોટી સંખ્યાના બૌદ્ધ ભિક્ષુકીની કોઆમ થઈ હતી અને જે બચી ગયેલા તે નેપાળ તથા તિબેટમાં ભાગી ગયા હતા. પરિણામે એ વિશ્વવિદ્યાલય વેરાન થઈ ગયેલું, બારમી સદીથી અઢારમી સદીના ૭૦૦ વર્ષના સમય ગાળામાં એ વિશ્વવિદ્યાલય વિસ્મૃતિના ગર્ભમાં દટાઈ ગયેલું, ઓગણીસમી સદીના ઈ.સ.૧૮૧૨ના વર્ષમાં એક ફ્રેંચ
૧૬ જૂન, ૨૦૦૪
શોધ સર્વ પ્રથમ વાર નાલંદોના અવશેષો શોધી કાઢ્યા હતા. ત્યારે કોઈ એને રૂક્મિણીનું જન્મસ્થળ કે રાજા શ્રેણિકનું પાટનગર કહેતું હતું. ત્યાંના મંદિર તથા રાજમહેલ જેવા વિહાર જોઇને ઐતિહાસિક પુરાવાના આધારે વોર્ડ કનિહાર્મ અને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા સંચાલિત એવું નાલંદા મહાવિહાર વિશ્વવિદ્યાલય હોવાની બાબત પહેલીવાર જ જણાવી હતી. એની ના માન્યતાને પુરાતત્ત્વવિદાએ પ્રાપ્ત જૂના અવશેષોને આધારે સમર્થન આપ્યું. વર્ષા ઋતુમાં ત્યાં ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી આવ્યા હોવાની બાબતની ને તેમણે ત્યાં ચાતુર્માસ ગાળ્યા હોવાનીય સાબિતી મળે છે, પણ તેઓ ક્યાં રહ્યા હતા તેની ખાત્રીપૂર્વકની જગ્યા શોધી શકાઈ નથી. છાલ તો વિશ્વવિદ્યાલયમાંનું પુરાણું મંદિર વસ્ત થઈ ગયું છે ને ત્યાં ચારે બાજુ ઘાસ છવાઈ ગયું છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાએ આજે તો ત્યાંથી પ્રાપ્ત થયેલી પુરાતન ચીજોના સંગ્રહાલયનું તે સ્થળે આયોજન કર્યું છે અને દર્શાવ્યું છે કે માટીના ટૂંકા હેઠળ કેવી રીતે અહીં હજાર વર્ષ પુરાણું એવું નાલંદા વિશ્વવિદ્યાલય શોધી કઢાયું. એના પરના માટીના પડ ધીરેથી ખસેડતાં કેટલાય દશકા લાગ્યા ને છેવટે એ જૂનું ગૌરવપ્રદ વિશ્વવિદ્યાલય ખોળી કાઢવામાં આવ્યું.
સમ્રાટ અશોકના પિતામહ સમ્રાટ ચંદ્રગુપ્તના કાળમાં આપને નાલંદા ને શિલા વિશ્વવિદ્યાલયોના અસ્તિત્વનો થયેલ ઉલ્લેખ મળી આવે છે ને એ સમ્રાટ ચંદ્રગુપ્તના રર્વકાળમાં બૌદ્ધ ધર્મ ઉત્કર્ષસ્થાને હતો. રાજનીતિ ને કૂટનીતિમાં પાવરધા ગણો મહાપંડિત ચાણક્યે એમના જીવનની છેલ્લી અવસ્થામાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને નંદગાના પતન પછી નંદ સમ્રાટને તેરી બૌદ્ધ ધર્મને શરણે જવા કહ્યું હતું. તક્ષશિલા ને નાલંદા વિશ્વવિદ્યાલયોના ગ્રંથાગારને વિદેશી આક્રમકાએ બાડીને નષ્ટ કર્યા હતા અને હુમલાખોરેએ તો વિશલાના પુસ્તકાલયનાં પુસ્તકોને સળગાવીને પાણી ગરમ કર્યાની હકીકત પણ નોંધાવા પામી છે. આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્યે બૌદ્ધ ધર્મને ઉખેડી નાખવા માટે આંદોલન જગાડ્યું હતું અને સનાતનીઓએ બૌદ્ધ ધર્મને નાબૂદ કરવા માટે ત્યારે પ્રયાસ કર્યા હતા. આ બધું પણ નાલંદા વિશ્વવિદ્યાલયના પતન માટે કારણભૂત થવા પામ્યું અને બૌદ્ધી તત્કાલીન ચિંતક, તર્કશાસ્ત્રી, વૈજ્ઞાનિકક, માનવવંશ શાસ્ત્રીઓ તથા અન્ય અનેક શાસ્ત્રોના પંડિતોની વિદ્વેષપૂર્ણ હિંસાના શિકાર બનવા પામ્યા હતા.
હાલ તો નાલંદા મઠીય-આવાસી વિશ્વવિદ્યાલય ભારતના ભવ્ય પુરાતન ાિ સંસ્થાનો નમૂનાની યાદ આપી જાય છે. એવું ગૌરવા શિયા વિશ્વવિધાલય ભીલોન, મિસર, ચીસ, સુમેરિયન આદિ પ્રાચીન સંસ્કૃતિઓમાં તે જમાનામાં માનવું મુશ્કેલ હતું અને આજેય લમ છે. એ વિશ્વવિદ્યાલય ભારતના ભવ્ય સુવર્ણકાળની ગૌરવપ્રદ યાદ આપી જાય છે.
સંઘનું નવું પ્રકાશન
પાસપોર્ટની પાંખે-ત્રીજો ભાગ લેખકઃ ડૉ. રમણલાલ ચી. શાહ કિંમત-૧. ૨૦૦/
(નોંધ-સંઘના સભ્યોએ અડધી કિંમતે કાર્યાલયમાંથી મેળવી હોવું. મોકલવામાં આવશે નહિ.)
મંત્રીઓ
I નિરુબહેન એસ. શાહ
D ધનવંત ટી. શાહ
Printed & Published by Nirubahen Subodhbhai Shah on behalf of Shri Mumbal Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadajl Konddev Cross Road, Byculla, Mumbai 400 027. And Published at 385, SVP Road, Mumbai-400 004, Editor: Ramanlal C Shah.