________________
૧૬ જૂન, ૨૦૦૪
પ્રબુદ્ધ જીવન
સવ્વપાવપણાસણો
n ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા
જેમાં રાગદ્વેષનું મિશ્રણ છે તેવા વિષયકષાયાદિ આભ્યન્તર પરિગ્રહ કહેવાય છે. આના લીધે પોતાના ધનનો, ક્રાતિનો, વાક્છટાનો દુરુપયોગ કરી સોનો શાપ માથે લઈ મરીને દુર્ગતિનું ભાજન બની અનંત કાળચક્રો નિરર્થક, સર્વથા નિરર્થક, બરબાદ કર્યા છે. સર્વશ્રેષ્ઠ માનવભવમાં પોતાના આત્માની અને પરમાત્માની સાધના કરવી જોઇતી હતી તેને બદલે ક્ષણભંગુર સંસારની ખટપટોમાં પુણ્યની મૂડી વેડફી નાંખી, પુષ્પની કમાઇ સમાપ્ત કરી દીધી.
નિગોદથી માંડી પંચેન્દ્રિય સુધીના ચેતન જીવો ૧૪ રાજલોકમાં રાગ-દ્વેષ અને કષાયો દ્વારા જે કાર્મણ વર્ગાઓ આત્મા સાથે એકાકાર કરે છે તેથી તેઓને ૮૪ લાખ યોનિઓમાં ભટકવું પડે છે. સમસ્ત સંસારમાં ચાલતી અસીમ પ્રવૃત્તિઓનું વિભાજન શુભ-અશુભ બંને રીતે કરી શકાય. દેવ, માનવ, તિર્યંચ, નારક તથા એકથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોની મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિઓનું વિભાજન કરતાં શુભાશુભનો ખ્યાલ આવી શકે. આમાં સર્વ પ્રવૃત્તિઓ મુખ્યત્વે કાર્ષિક તદુપરાંત વાચિક પણ થાય છે. જ્યોર માનસિક સારા ખોટા વિચારોની પ્રવૃત્તિઓ અમર્યાદ, અંત વગરની છે. અહીં આ સિદ્ધાન્ત ખ્યાલમાં રાખવાની છે કે 'કિયાએ કર્મ પરિશામળધ.' આવે શાસ્ત્રીય સિદ્ધાન્તો અકાટ્ય છે. પૂ. મારવાતિજીએ તત્વાર્થસૂત્રમાં આ વાત જણાવી છે કે ‘કાય-વાડ્મનઃ કર્મયોગ:'
ભૂતકાળમાં કરેલી પૂગ્ધાત્મક શુભ પ્રવૃત્તિઓને સ્મૃતિપટ પર લાવી ખુશ થવાના સ્વભાવવાળો માનવમાત્ર તત્કાળ કરેલી અશુભ ક્રિષાઓને એકાદ ક્ષણ માટે પણ સ્મૃતિમાં લાવી શકતો ન હોય તો ૨૫-૩૦ વર્ષો પૂર્વે કરેલાં પાપકર્મો ક્યાંથી યાદ રાખી શકાય ? ‘મેં આ ખોટું કર્યું છે, મારાથી પાપો થઈ ગયાં છે' ઇત્યાદિ પ્રસંગોમાં મિચ્છામિ દુક્કડં આપવાનો ભાવ પણ કેવી રીતે થઈ શકે ? જો આમ ચાલ્યા જ કરે તો પુણ્યકર્મની રાશિ સાથે જન્મેલો મનુષ્ય, માનવભવને મેળવી આજીવન અવિરતપણે પાપ વ્યવહાર કરી પાપ કર્મોનો ભારો મસ્તક પર લઈ ૮૪ લાખ યોનિમાંથી નીકળી દુ:ખમય અશુભ નરક-તિર્યંચ યોનિમાં પટકાઈ જશે.
તેથી મારો આત્મા કયા કયા પાપોથી ઘેરાયેલો છે ? તેનો નિર્ણય કરવી શિક્ષિત જીવનનો કલાદેશ છે. મનુષ્યજીવનમાં સાવધાન કે અસાવધાન બન્યા તો શુભાશુભ કર્મો ભોગવવા માટે દેવગતિ, તિર્યંચ ગતિ અને નરક ગતિ વિદ્યમાન છે જ.
પુણ્યકર્મો સમજવા સરળ છે, પણ આદરવા કઠીન છે. તેથી પણ વધુ કઠણ અને કાઠિન્ય પાપકર્મોને સમજવામાં અને ત્યાગવામાં છે. હુંડા અવસર્પિણીમાં પાંચમા આરામાં અમૂલ્ય અને દુર્લભ માનવભવ પ્રાપ્ત કરી ધીમે ધીમે યથાશક્તિ યથાશક્ય, યથાપરિસ્થિતિ એકાદ મોટા પાપી પ્રતિમારું, પ્રતિવર્ષે કે પાંચ વર્ષે છોડવા પ્રયત્નશીલ રહેનાર ભાગ્યશાળી બનશે. તેથી પાપકર્મોને સમજવા માટેની તત્પરતા જ મુર્નિવામાં કે વૃષમાં રહેલા આત્માને મોક્ષ તરફ આગળ વધવામાં પૂર્ણ સહાયક બનશે, એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.
બંને પ્રતિક્રમો રાઈ તેમ જ દેવસીમાં ૮ પાપસ્યાનોને પાદ ક૨વામાં આવે છે. તેમાં પ્રથમના પાંચ મોટા પાપો કરતાં પણ પછીના ૧૩ પાપો તેના કરતાં વધારે ખતરનાક છે.
પાપની વ્યાખ્યા આમ કરાઈ છે: પાપાના સ્થાનક્રસમિતિ પાપસ્થાનકયું. પાપાનિ એવ સ્પીયન્તેમિગિતિ પાપસ્થાનકર્યુ.
એક કુશળ વેપારી દરરોજ વકરો કર્યા પછી સાંજે હિસાબ માંડે છે
કે આજે નફો કેટલો થયો અને નુકસાન કેટલું ! રોકેલી મૂડી પર શું થયું ? રોજમેળમાં જમા ઉઘારનો તાળો મેળવતાં છેવટે લાભ કે ગેરગામનો તાળો મળે છે. તેમ આપણી ધર્મ ઘણો કર્યો એમ માની ધાર્મિક હોવાનો ખોટો ચાળો કરીએ છીએ. કેમકે આપણો ધર્મ સગવડિયો છે, બાંધછોડવાનો છે, જે બંને ક્ષેત્રોમાંથી (દેરાસર અને અપાસરો) બહાર નીકળતાંની સાથે જ અસલી ચેહરો ધારણ કરીએ છીએ. મેં આટલા ઉપવાસ, તપશ્ચર્યા, આયંબિલ, દાન, વગેરે કર્યું છે. હવે મને તેથી પૂરેપૂરો સંતોષ છે. પરંતુ શ્રાવકના ૩૫ લક્ષણોને દૂરથી જ સલામ કરી દીધી છે ! ન્યાયસંપન્ન વિભવથી દ્રવ્ય ખર્યું નથી. ધર્મ કર્યાનો હિસાબ માંડ્યો છે પરંતુ કેટલાં, કેવાં કેવાં, કલુષિત પાપોનો ઢગલો પીઠ પર ધારણ કર્યો છે તેનો કદાપિ હિસાબ માંડવી છે ? કેટલાં પાપો દુ:ખી હ્રદયે કર્યાં ? કેટલાં પાપોને તિલાંજલિ આપી ? કેટલાં માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત કરવાનો મનસૂબો કર્યો ? આવું કશું કર્યા વગર ધાર્મિક હોવાનો ખોટો ડોળ જ કર્યો છે ને ? પોપટની જેમ જ પ્રતિક્રમણો કર્યાં?
ખરેખર તપાસવાનું આ છે કે આપણો ધર્મમાં કેટલાં ઊતર્યા છીએ અને આપણામાં ધર્મ કેટલી ઊતર્યો છે ? એકાંતમાં એકાદેકવાર પૂછવું જોઇએ. આપણો અંતરાત્મા ક્યારેય પણ દર્ગા નહીં દે. ખોટી સલાહ
નહીં આપે. આ એક ગિતનની પ્રક્રિયા છે. ઘડામાં પાણી છે કે કો પાણીમાં છે ? ઊંધી તરતો ઘડો પાણીમાં કહેવાય પરંતુ તેમાં પાણી બિલકુલ હોતું નથી. એવી રીતે ધર્મક્ષેત્રમાં વ્યક્તિ પછી આગળ વધી હોય, ખૂબ ખૂબ ધાર્મિક ક્રિયાઓ, વ્રત-પકખાટા, ઉપવાસાદિ તપશ્ચર્યા અને અનુષ્ઠાનો કર્યાં હોય પરંતુ તેમનામાં ધર્મ કેટલો ઊતર્યો તે એક જુદો પ્રશ્ન છે. એકાંતમાં વિચારવાથી, ચિંતન કરવાથી આપણી સ્થિતિનું સાચું ભાન થઈ શકશે.
આખી રાત પાણીમાં હલેસાં માર્યા જ કર્યા અને સવારે અન્યત્ર હોઇશું એમ માનનારાને જ્યારે સાચી પરિસ્થિતિ જણાય ત્યારે હતા ત્યાંના ત્યાં જ છીએ, કારણ કે નાવનું લંગર જ જે છોડવાનું હતું તે તો છોડવાનું જ ભૂલી ગયા છીએ ! પાપીનો હિસાબ ન માંડ્યો. કેટલાં છોડ્યાં, કેટલાંનો પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત કર્યું તે જાણ્યા વગર હિસાબ - નફા-નોટાનો કર્યા વગર નહી કે નોટો કેવી રીતે જાણી શકાય ? તેથી અનંતાનંત પુદ્દગલ પરાવર્ષથી બટકર્તા, રખડતાં, ટાતાં જ ર, કેમકે ખોટનો જ સોદી કર્યા કર્યો છે.
માટે પાપનિવૃત્તિ એ મોટો, ખરો, સાચો ધર્મ છે. તેથી નિષ્પાપ થવું અને માત્ર ધર્મી થવું તેમાં ઘણું અંતર છે. ધર્મ ઉપાર્જન ક૨વાનો પ્રયત્ન કે પ્રયોજન જણાવે કે આપણે કેટલા અંશે પાપથી નિવૃત્ત થયા ? ભણનાર વિદ્યાર્થી વિદ્યાઉપાર્જન કરતા અજ્ઞાનની નિવૃત્તિ કરે છે, ત્યારે ખાવાની સાર્થકતા સધાય છે. એવી રીતે, ધર્મ સાધનો ધર્મી જો જીવનમાંથી પાપનિવૃત્તિ કરે તો જ સાધ્યની સિદ્ધિ થાય છે. અન્યથા નહીં. એક વ્યક્તિ ધર્મ શો કરે, પાપો કર્યે જ જાય, પાપને ઘટાડતો નથી અને પોતે ધર્મ ઘણો કર્યો તેનો સંતોષ માને જ રાખે છે.
બીજી તરફ એક બીજી વ્યક્તિ પાપોનો ત્યાગ કરે છે, ન કરવાની પ્રતિજ્ઞા કરે છે, પ્રાયશ્ચિત કે પશ્ચાત્તાપ કરે છે તેમાં તે મોટો ધર્મ માને છે. પહેલી વ્યક્તિ મેં ઘણી માળા ગણી, સામાયિક-પ્રતિક્રમણાદિ કર્યાં, દાન દીધું, તપચર્યા પણી કરી; પરંતુ તેના જીવનનું બીજું પાર જોતાં તે જીવનમાંથી પાપનિવૃત્તિ માટે કર્યો જ પ્રયત્ન નથી, ખેદ નથી,
નથી. પાપનિવૃત્તિને બિલકુલ મત આપતી નથી તો પછી