________________
૧૬ જૂન, ૨૦૦૪
પ્રબુદ્ધ જીવન
હતા. એટલે એમનાં વ્યાખ્યાનો ઉપાશ્રયને બદલે બહાર મંડપ બાંધીને નાયડુ, મીરાંબહેન, મહાદેવભાઈ વગેરે ઘણા બધા ત્યાં ઉપસ્થિત ગોઠવાતાં, કારણ કે ભીડ ઘણી દેતી.
આ સમય દરમિયાન કેટલાક પ્રેષ્ઠિઓ અજમેરમાં સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સનું અખિલ ભારતીય અધિવેશન પોજવાની તૈયારીઓ * કરી રહ્યા હતા. એમાં શ્રી નાનચંદ્રજી મહારાજ અને એમના યુવાન શિષ્ય શ્રી સૌભાગ્યચંદ્રજી મહારાજને પણ નિમંત્રણ મળ્યું હતું. કચ્છથી * વિહાર કરી તેઓ આબુ થઈને રાજસ્થાનમાં આવ્યા. આબુના પહાડમાં તેઓ સુપ્રસિદ્ધ શ્રી શાન્તિરિને મળ્યા. અને તેમની લઘુતાપી, વિનયી, નિર્દોષ હાસ્યથી અને સાધનાથી બહુ પ્રભાવિત થયા હતા. મહારાજશ્રીના મુખમાંથી પંક્તિઓ સરી પડી
એક ચોગી વસે છે. અલબેલો, આબુના પહાડમાં; જ્ઞાન-ધ્યાન એ સર્ષલો, આબુના પહાડમાં.
અજમે૨માં મોટી સંખ્યામાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ વગેરે પધાર્યા હતાં. કવિ નાનાલાલ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી વગેરે પણ પધાર્યા હતા. તે વખતે સ્થાનકવાસીઓમાં શ્રી જવાહલ્લાલજીનો અને શ્રી મુન્નાલાલજીનો એમ બે પય પડી ગયા હતા. પરંતુ કંઈ સમાધાન થયું નહિ. આ સંમેલનમાં સૌભાગ્યચંદ્ર મુનિએ અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા અને એમને ‘ભારતરત્ન”નું બિસ્ટ આપવામાં આવ્યું હતું.
આગ્રાથી વિહાર કરી ગુરુદેવ પોતાના મુનિવરો સાથે વિહાર કરતા કરતા, રણથંભોર, હમીરગઢ, ઉજ્જૈન, ઇંદોર, રતલામ, ભોયણીજી વગેરે સ્થળે વિહાર કરતા કરતા અમદાવાદ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. આ લાંબા વિહારમાં દેશદર્શનનો, અને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મના મહાત્માઓને મળવાનો સારો અનુભવ થયો. એથી દૃષ્ટિ વિશાળ થઈ અનેક નામાંકિત મહાનુભાવનો પરિચય થયો. દરમિયાન મહારાજશ્રીએ ઉત્તરાધ્યયનસૂત્રનો અનુવાદ, ટીકા સાથે તૈયાર કર્યો તે પ્રકાશિત થયો. એ ગ્રંથ એટલો સરસ થયો હતો કે એક દિવસ અમદાવાદમાં એક ભાઈ રવિશંક૨ મહારાજને લઇને આવ્યા. મહારાજે મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીને કહ્યું, ‘ગુજરાતીમાં ઉત્તરાધ્યયન ભાષ્ય વાંચીને અમૃત પીધા જેવો આનંદ થયો.'
મુનિશ્રી સૌભાગ્યદ્વજા મૌન અને ધ્યાનનો સારો અભ્યાસ કરતા રહેતા. વળી તેમની લેખનપ્રવૃત્તિ પણ સારી ચાલતી હતી.
ગુરુદેવ પોતાના શિષ્યો સાથે વિહાર કરીને મુંબઈ પધાર્યા. મુંબઈમાં ચીંગપોકલીમાં મહારાજશ્રી જે સાધના કરતા હતા એમાં તેમનો મૌનનો ૩ અભ્યાસ દિવસે દિવસે વધતો જતો હતો. એમાં એક વખત એમને અંતઃકરણમાં તીવ્ર સ્વભા થઈ કે એક વર્ષ કોઈ સ્થળે એકાંતમાં - રહીને કા મૌનની સાધના કરવી. અમરી એ વિશે ગુરુદેવને વાત કરી. ગુરુદેવ વિચારમાં પડી ગયા, કારણ કે જૈન સાધુથી કોઈ પણ રે આટલો બધો સમય સળંગ રહી શકાય નહિ. વળી સાવ એકલા પણ રહી ન શકાય. ગુરુદેવે સ્પષ્ટ કહ્યું, ‘તું મારી સાથે રહીને સાધના કર, નહિ તો સમાજમાં ગેરસમજ ઊભી થશે.
૩
આ સંમેલનમાં આગ્રાના શ્રેષ્ઠીઓએ ગુરુદેવને હવે પછીનું ચાતુર્માસ નાસામાં કરવા માટે આગતભર્યું નિમંત્રણ આપ્યું એટલે સંમેલન પછી... તેઓ આગ્રા પહોંચ્યા. અહીં પણ ગુરુદેવનાં પ્રવચનો અને મહારાજશ્રીના અવધાનના પ્રયોગો નોંધપાત્ર રહ્યાં હતાં.
ગુરુદેવ જ્યારે મુંબઇમાં બિરાજમાન હતા ત્યારે મહાત્મા ગાંધીજી પણ મુંબઇમાં હતા. તેઓ જુહુમાં એક બંગલામાં ઊતર્યા હતા. ત્યારે મહારાજશ્રીને લઇને ગુરુદેવ ગાંધીજીને મળવા જૂહુ થયા હતા. ત્યાં તેઓને એક સાથે કેટલા બધા લોકપ્રિય લોકનેતાઓને મળવાનું થયું ! સરદાર પટેલ, નહેર, સુભાષ બોઝ, મૌલાના અબ્દુલ કલામ, સરોજિની
હતા. કોઇની સાથે વાત કરવાની તક મળી નહિ, પણ આટલા બધાંને સાથે જોવાની તક મળી એથી પણ ઘણો જ આનંદ થયો. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ અને મહારાજશ્રી અને મહાત્મા ગાંધીજીથી અત્યંત પ્રભાવિત થયા હતા. એ જમાનામાં ગાંધીજીનાં દર્શન કરવા એ પણ જીવનની ધન્યતા હતી. આ દર્શને ગુરુદેવમાં અને મહારાજશ્રીમાં લોકકલ્યાણની ભાવનાનાં બીજ રોપ્યાં, પરંતુ ગુરુદેવ પોતાની સાંપ્રદાયિક મર્યાદામાં રહીને તે કરવા માગતા હતા.
ગુરુદેવ કવિ હતા. એમણે એ દિવસોમાં ગાંધીજી માટે કાવ્યપંક્તિઓ રચી હતી:
જગતને બૌધ દેવાર્ન, જરૂરી વાત કહેવાનું,
લઇ સંદેશ પ્રભુજીનો, અવનિમાં ગાંધીજી આવ્યા. મુંબઇથી ગુરૂદેવ, મહારાજશ્રી અને અન્ય શબ્દો સાથે ગુજરાત તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે સુરત જિલ્લામાં હિરપુરા ગામે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. આ એક ઐતિહાસિક અધિવેશન બન્યું હતું. ગુરુદેવ, મહારાજશ્રી વગેરે એ સમેલનમાં પહોંચ્યા. આ પ્રસંગ વિશે મહારાજશ્રીએ લખ્યું છે, ‘હરિપુરા મહાસભામાં ગુરુદેવ પધાર્યા, હું પણ ગયો. ત્યાં અમને બંનેને ગાંધીજીનું પ્રત્યક્ષીકરળ થયું. ગાંધીજીના રચનાત્મક કાર્યકરો જોવા મળ્યા. ગાંધીજીના મજૂર સંગઠનના આગેવાનો પણ જોવા મળ્યા. ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભાનો અનોખો તાદાત્મ્ય-તાટસ્થ્ય મરેલો સંબંધ નીરખવા મળ્યો, મારી ત્યાંની સગવડ શ્રી રવિશંકર મહારાજે કરેલી. હું થોડું રોકાયો. ગુરુદેવ ત્યાંથી વિહાર કરી ધરમપુર ચાતુર્માસ માટે પહોંચ્યા.'
મહારાજશ્રી પોતાની મોન સાધના વિશે દ્વિધામાં હતા. ત્યાં એમણે મક્કમ નિર્ણય કર્યો અને તે માટે તેઓ નર્મદા કિનારે રણાપુર ગામે પહોંચ્યા. ત્યાં એક કુટિરમાં રહી તેઓ એક વર્ષ મોનસાધના કરવા ઇચ્છતા હતા. એમણે ત્યાં કાષ્ઠમોન ચાલુ કર્યું. આ મૌનમાં તેઓ કોઇની સાથે આંખ પણ મેળવતા નહિ.
રાપુરના એકાંતવાસમાં અને તેથી પછા પહેલાં મહારાજશ્રીને વિવિધ પ્રકારની અનુભૂતિ થતી. તેમાં સૌથી મહત્ત્વની તે એમની વિચારધારાને અનુરૂપ હતી. એમને સતત એમ લાગતું કે સમગ્ર વિશ્વ ઉપર નિયંત્રણ કરનાર કોઈ શક્તિ છે. એને કુદરત કહો, પ્રકૃતિ કહો કે ધરતી માતા કહો. કુદરતમાં એમની શ્રદ્ધા અને નિષ્ઠા વધતાં ગર્યા. એક દિવસ તેઓ આંખો બંધ કરીને બેઠા તા ત્યારે દિવ્ય પ્રકાશનું દર્શન થયું, આ દિવ્ય શક્તિ તે માાતિ, અમો એ માટે ‘ૐ મૈયા'નો જાપ ચાલુ કર્યો. આ મંત્રની એમની સાધના અનોખી અને ઊંડી હતી. એમને કેટલાક સંસ્કાર પોતાની માતા પાસેથી મળ્યા હતા. એટલે સ્ત્રીશક્તિમાં એમને માતાનાં દર્શન થતાં. તેઓ પ્રકૃતિમાતથી એટલા બધા અભિભૂત થઈ ગયા હતા કે અજાણ્યાન એમનું નાશ-વર્તન ધૂની લાગે, એમો પોતે લખ્યું છે, ' મૈયા'નો જાપ હું પહેલેથી જંપતો. આરંભમાં માત્ર કલ્પના જ હતી. પણ પછી એને થુળ રૂપ અપાયું. આ ધરતીને મેં માતા તરીકે સ્વીકારી. આપણા સૌના પગ ધરતીને અડેલા હોય છે. એટલે આખી માનવજાતનો ધરતી સાથે સંપર્ક હોય છે. એટલે મારી માનવજાત સાથે એકતા અનુભવવાના પ્રતીક તરીકે હું ધરતીને ચુંબન કરતો. આમ ૐૐ મૈયાના જાપને સ્થૂળ સ્વરૂપ મળ્યું. ત્યાર પછી એ વિધિમાં ફેરફાર થયો અને આંગળીથી માત્ર ધૂલિસ્પર્શ કરતો અને હૃદય સાથે ચાંપી, બે આંખે સ્પર્શ કરી હાથને મધ સુધી લઈ જતો.
આ રીતે તેઓ આખા જગત સાથે વાત્સલ્યનો ભાવ અનુભવતા. એટલે જ ''વાત્સલ્ય', 'વિશ્વવાસવ' જેવા શબ્દો એમના જીવનમાં