SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પ્રબુદ્ધ જીવન વિચારવાથી થતું હોય છે. એ સર્વદર્શન, સલાદેશ હોય છે. કર્તવ્ય અને અકર્તવ્ય પૃથક પૃથક જણાવવામાં આવે ત્યારે તે વિકલાદેશ હોય છે. પણ કર્તવ્ય અને અકર્તવ્ય ઉભયાત્મક જાણ ક૨વામાં આવે છે ત્યારે તે કલાદેશ બને છે. ચિકિત્સામાં વૈધરાજ પૃષ્ઠ અને અપ ઉભય વિષે રોગીને સાવધ કરે છે. પૈસા છે પણ બેંકમાં છે એટલે હાલ નથી. એ પૈસા લેવા પડ્યા અને ન હોવાપણાથી ત્રીજી સ્થિતિનો નિર્દેશ કરે છે. ન દેખીતી રીતે તો આ ત્રીજા ભાગો, પહેલા અને બીજા ભાંગાના સરવાળા રૂપ લાગ. પરંતુ આ એવું નથી. આ બીજા ભાંગાથી નિશ્ચિત નવી ત્રીજી જ વાત પ્રકાશિત થાય છે. જુદી જુદી રહેલી કડીઓ અને જ આંકડાઓ જુદા જુદા કડી અને કઠા તરીકે ઓળખાવવામાં આવશે. પરંતુ એ પૃથક લઈ કડી અને આંકડાને જોડી દેવાતાં તે સુંદર સોનાની સાંકળી રૂપે, ગળામાં પહેરવાથી ચેઈનના અષરાનું સ્વરૂપ ધારણ ક૨શે. લાલ અને પીળો એમ બે જુદા જુદા રંગના મિશ્રણથી બનતો રંગ ત્રીજો જ હોય છે જે લાલપીળા રંગ તરીકે ન ઓળખાતા લીલા રંગ તરીકે પ્રસિદ્ધિ પામતો હોય છે. સમાજની દૃષ્ટિએ શરાબ અપેય-અભક્ષ્ય છે. જ્યારે વ્યસની શરાબીને માટે શરાબપાન એ એનું જીવન છે. પરંતુ ડૉક્ટરના અભિપ્રાય પ્રમો શરાબ-દારૂ એની માત્રામાં લેવામાં આવે તો તે દવાનું કામ કરે છે. એટલે જ તો ચિકિત્સામાં દવાદારૂ એવો શબ્દ પ્રયોગ થતો હોય છે. અને જો શરાબ માત્રા કરતાં અધિક પ્રમાણમાં લેવાય તો તે જીવલેણ નીવડે છે. આમ શરાખીને શરાબ ઉપયોગી છે; સમાજની નઝરે ઉપયોગી નથી; જ્યારે ડૉક્ટરના મતે ઉપયોગી 'છે' અને 'નથી'. ફેબ્રુઆરી, ૨૦૦૪ આ ચોથો ભાંગો અવક્તવ્યનો પ્રકાર છે, જેમાં અજ્ઞેયતા નથી પણ અવક્તવ્યતા છે. વેઘ છે, સંવેદ્ય છે પણ અવદ્ય, અવક્તવ્ય છે, અભિવ્યક્તિની અશક્તિ છે. ગુંગો ગોળનો સ્વાદ જાણે તો ખરો પણ કહી ન શકે, મૂક કૈવળી એમના કેવળજ્ઞાનમાં જાણી બધું પદા કહી શકે નહિ. અંતકૃત કેવળી જાણે બધું પણ કહેવા જીવિત ન હોય. સિદ્ધ પરમાત્મા એમના કેવળજ્ઞાનમાં જાણે બધું પણ કહી શકે નહિ. કારણ કે તેઓ ધોગામીન દહી-રીરી હોવાથી વ્યવહારથી પર છે. જ્યારે સોગી કેવળીભગવંતો, અરિહંત ભગવંતો જાણે હું પા ભવિતવ્યતા તથાપ્રકારની હોય તો મૌન ધારણ કરે. જ્યોતિષિઓ મૃત્યુષા બાબત મૌન એ છે. જીવલેા રોગનું નિદાન પછું હોવા છતાં ડૉક્ટર કહેવાનું ટાળે છે. પાંચ પાંડવોમાંના દેવ જાણાતા બધું પણ કહેતાં નહિ આ પ્રથમ ત્રણ ભાંગાથી જ્ઞાનીને એના જ્ઞાનમાં જ્ઞેય પદાર્થ જણાયા. પદાર્થ અજ્ઞેય (અજાણ) ન રહ્યો. પરંતુ જે જાણ્યું તેનું કથન ક૨વાનું આવે છે ત્યારે જાણેલું બધું જ કાંઈ કહી શકાતું નથી. કારણ શું? એનું કારણ એ છે કે કહેવામાં મર્યાદા આવે છે. જે કહેવાનું હોય છે તે પુલના માધ્યમથી, ભાષાવર્ગાના પુદ્દગલનું આબન લઇને કહેવાનું હોય છે, જેમાં ક્રમિકતા હોય છે. જારાવામાં સમયના છે-All at time જ્યારે કહેવામાં ક્રમબદ્ધતા By and by હોય છે. આમ જ્ઞાન અનંત-અગાધ છે. જેને કહેનારા અને સાંભળનારાના સમયની મર્યાદા છે, તેથી જણાય બધું પણ બધું કહેવાય નહિ. બધું જ જણાતું. અસ્તિ-નાસ્તિ યુગપદ્ એક સમયે એક સાથે કહી શકાતું નથી. એક જ સમયે એક જ વ્યક્તિ પૂર્વાભિમુખ અને પશ્ચિમભુખ ઉભય દિશાસન્મુખ પઈ શકતી નથી. તેમ કેટલું વેદન અનુભવન પણ એવું હોય છે કે તેને શબ્દદેહ આપી નહિ શકાય એવું અનિર્વચનીય, અવર્ણનીય કે અનભિલાપ્ય હોય છે જેમકે ીનો સ્વાદ કે અનુભવાય, જ્ઞાનમાં જાય પણ કહેવાય નહિ. પોટેશ્યમ સાઇનાઇડ એવું કાતિલ ઝેર છે કે એને ચાખનારી એના સ્વાદને જણાવવા જેટલી કાળમર્યાદા પૂરતો પણ જીવિત રહેતી નથી. તો વળી ક્યારેક કટોકટીની પળમાં ઉપકારીની એવો મહાન ઉપકર હોય છે કે ઉપકારને વાચા આપવા શબ્દો મળતા નથી એમ નહિ પણ એ ઉપકારની મહાનતા આગળ શબ્દો વામણા પુરવાર શક્ય છે. સમકિત પ્રાપ્તિમાં સહાયક દેવ ગુરુનો કે જે પૂર્વાચાર્યોએ આવું સમ્મજ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું છે તેનો ઉપકાર કેમ કરીને વર્ણવાય ? કેમ કરીને એ ઉપકારનો બદલો વાળી શકાય ? આવા સંજોગોમાં સહેજે શબ્દો સરી પડે છે કે `I am grateful but sorry cannot express," ‘હું આભારી છું પણ તે અભિવ્યક્ત કરવા માટે અશક્ત છું. હું યુદ્ધના મેદાનમાં, વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં અને ન્યાયની અદાલતમાં પરિણામની અનિશ્ચિતતા એવી હોય છે કે પરિણામની પૃચ્છાના જવાબમાં કહેવાતું હોય છે કે can't say anything-કશું કહી શકાય નહિ. I વાસ્તવિક તો આ ચોથો ભાંગો શાન કેવુ પૂર્ણ છે તેનો નિર્દેશ કરે છે. વિચારવાની વાત એ છે કે જ્ઞાતવ્ય અજ્ઞાતવ્યના ભાંગા ન આપતાં વક્તવ્ય અવક્તવ્યના ભાંગા આપ્યા. જ્ઞાનમાં કશું અજ્ઞેય નથી પણ કથનમાં વક્તવ્યતા કે અવક્તવ્યતા છે. આમ આ ચોથો ભાંગો અને પછીના ભાંગાથી તો કેવળજ્ઞાન કેવું અખંડ, અભંગ, અવિનાશી, ક્રમિક નિર્વિકલ્પ અને પૂર્ણ છે તેનું લક્ષ્ય કરાવનાર છે. અનેકમાં એક અને એકમાં અનેકની પ્રતીતિ કરાવનાર આ ભાંગી છે, જે નિર્દેશ કરે છે કે જ્ઞાન કેવું છે. શાસ્ત્રમાં અઢાર હાથીની કથાથી અઢારમાં વીવી એકમ અનેક અને અને માં એકની એવાં કેવળજ્ઞાનની સમજ આપવામાં આવેલ છે. ચોથા ભાગથી થતું દર્શન નવિન છે. એમાં વસ્તુ અર્નમાં એક પ્રતીત થતી હોય છે અને અનેકને સાંકળીને એકનું સમગ્ર દર્શન કરાવાતું હોય છે. અવક્તવ્યતા છે પણ અજ્ઞેયતા નથી. ભાષાને મર્યાદા છે. બધાં જ શબ્દો વિચારને વ્યક્ત કરવાના સાધનો છે પણ બધાં જ વિચારો કોઈ શબ્દ દ્વારા વ્યક્ત કરી શકાતા નથી. અનંત જ્ઞેય કેવળજ્ઞાનીના જ્ઞાનમાં ઝળક્યા એટલે કે દેખાયા અને જણાયા. અર્થાત્ જ્ઞાની એના શાનમાં એમની અપેક્ષાએ એક એવ અનેક થયો, છતાં એ અનેકની વચ્ચે એવો ને એવો રહે છે-As it is for ever તે અનેકની વચ્ચે એક હોવાપણું છે. છદ્મસ્થ પણ એના મતિજ્ઞાનમાં એટલે કે ચિત્તમાં કેટકેટલી અઢળક ધારણા સ્મૃતિ કરે છે ! છદ્મસ્થ પૂર્ણપણે નહિ પણ આંશિકતાએ એકમાં અનેક અને અનેકમાં એક હોય છે. આવું અનેકમાં એકપણું અને પાછું એકમાં અનેકપણું અનુભવાય ખરું પણ અભિક્ષા કરી શકાય નઇ. એ અવ્યક્ત જ રહે. વળી એ તો સર્વનો સ્વાનુભવ છે કે બધી અનુભૂતિસંવેદના અભિત કરી શકાતી નથી. જેમ પોટેશ્યમ સાઈનાઇડનો સ્વાદ અનુભવનારો એ સ્વાદનું વર્ણન કરવા જીવિત રહેતો નથી. તેમ મુક્તિસુખને મળનારી મુક્તિધામથી એ સુખનું વર્ણન કરવા પાછી આવી શકતો નથી અને અરિહંત ભગવતી તથા કેવળી ભગવંતો જે મોક્ષના સુખને જાણે છે તે તેને શબ્દમાં વર્ણવી શકતા નથી એટલે જ મોક્ષસુખને નેતિ નેતિથી વર્ણવાય છે. નિદ્રાના સુખને માનારા શું આપણે નિદ્રાસુખને વર્ણવવા સમર્થ છીએ ? ચક્રવર્તીઓએ પણ સંખ્યાબંધ રાણીઓના સહવાસને ત્યાથી નિદ્વામુખને નિદ્રારાણીને આધીન થવું પડતું હોય છે ત્યારે જ પાકીના ઉપના પ્રભાતથી શરૂ થતાં દિવસનો દૈનિક વ્યવહાર શક્ય બનતો હોય છે. નિદ્રામાં સાથે અને પાસે કાંઈ નથી હોતું છતાં સુખ છે તેમ મોક્ષમાં સાથે અને પાસે કાંઈ નથી હોતું છતાં સુખ છે જે સાચું અને નિત્ય સુખ છે. માટે જેમ જીવનમાં બધું છોડીને નિદ્રારાણીને શરણે જવું પડતું હોય છે તેમ જીવે સઘળાં દુન્યવી સુખને છોડીને એ બધામાંથી છૂટા થઇને જ સાચું, શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, શાશ્વત, સર્વોચ્ચ સુખ મેળવવું
SR No.525989
Book TitlePrabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy